ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ

ચુંબકીય ક્ષેત્રમાંવિદ્યુતભારો ની ગતિ PYQ: JEE Mains Physics પ્રશ્નો

ચુંબકીય ક્ષેત્રમાંવિદ્યુતભારો ની ગતિ પર STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ ના 59 પ્રશ્નો, 1988–2026 માં પૂછાયેલા.

59પ્રશ્નો
243STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ માં
1988–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 10% મધ્યમ 59% અઘરું 31%

પ્રશ્નો

નવા પહેલા

59 માંથી 1–50 પ્રશ્નો

  1. 1. 1 \,\mu\)C વિદ્યુતભાર \(\vec{v} = \left(\hat{i} - 2\hat{j} + 3\hat{k}\right)\) m/s ના વેગ સાથે, \(\vec{B} = \left(2\hat{i} + 3\hat{j} - 5\hat{k}\right)\) T ના ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. તેના પર લાગતા બળનું મૂલ્ય \(\sqrt{\alpha} \times 10^{-6}\) N છે. \(\alpha\) નું મૂલ્ય _______ છે. 2026 મધ્યમ
  2. 2. એક \(5\) mg કણ, \(5\pi\times 10^{-6}\) C વિદ્યુતભાર ધરાવી, \(\vec{B} = 0.1\hat{k}\) Wb/m\(^2\) ચુંબકીય ક્ષેત્ર ધરાવતા પ્રદેશમાં \((3\hat{i}+2\hat{k})\times 10^{-2}\) m/s ના વેગથી ગતિ કરી રહ્યો છે. જ્યારે તે \(5\) પરિભ્રમણ પૂર્ણ કરે છે, ત્યારે તે \(\hat{k}\) દિશામાં \(\alpha\) મીટર અંતર કાપે છે. \(\alpha\) નું મૂલ્ય ________ છે. 2026 અઘરું
  3. 3. એક વિદ્યુતપ્રવાહધારિત સોલેનોઇડને ઊભો રાખવામાં આવે છે અને Q વિદ્યુતભારવાળો m દળનો કણ સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. કણ સોલેનોઇડની અક્ષ પર ગતિ કરે છે. જો \(g\) ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ હોય, તો વિદ્યુતભારિત કણનો પ્રવેગ (a) સંતોષશે: 2026 સરળ
  4. 4. \(1.6 \mu \mathrm{C}\) વિદ્યુતભાર અને \(16 \mu \mathrm{~g}\) દળ ધરાવતો એક કણ 6.28 T ના પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં હાજર છે. આ કણને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ કરવામાં આવે છે. કણને પ્રથમ વખત તેની મૂળ સ્થિતિમાં પાછા આવવા માટે જરૂરી સમય ________ S છે. \((\pi=3.14)\) 2025 સરળ
  5. 5. એક ચુસ્ત રીતે વીંટાળેલ લાંબો સોલેનોઇડ 1.5 A વિદ્યુતપ્રવાહ વહન કરે છે. એક ઇલેક્ટ્રોન સોલેનોઇડની અંદર 75 ns ના આવર્તકાળ સાથે નિયમિત વર્તુળ ગતિ કરે છે. સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા ________ છે.
    [ઇલેક્ટ્રોનનું દળ \(\mathrm{m}_{\mathrm{e}}=9 \times 10^{-31} \mathrm{~kg}\) લો, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર \(\left|\mathrm{q}_{\mathrm{e}}\right|=1.6 \times 10^{-19} \mathrm{C}\) લો,
    \(\left.\mu_0=4 \pi \times 10^{-7} \frac{\mathrm{~N}}{\mathrm{~A}^2}, 1 \mathrm{~ns}=10^{-9} \mathrm{~s}\right]\)
    2025 સરળ
  6. 6. એક લાંબા, પાતળા સુવાહક તારનો વિચાર કરો જેમાંથી I જેટલો નિયમિત પ્રવાહ વહે છે. "M" દળ અને " \(q\) " વિદ્યુતભાર ધરાવતા એક કણને તારથી " \(a\) " અંતરે, તારમાંના પ્રવાહની દિશામાં \(v_0\) જેટલી ઝડપથી મુક્ત કરવામાં આવે છે. ચુંબકીય બળને કારણે કણ તાર તરફ આકર્ષાય છે. જ્યારે તે તારથી \(x\) અંતરે હોય છે ત્યારે કણ પાછો ફરે છે. \(x\) નું મૂલ્ય શોધો. [જ્યાં \(\mu_0\) એ શૂન્યાવકાશની પરમિયબિલિટી છે]. 2025 અઘરું
  7. 7. એક પ્રોટોન ક્રોસ થયેલા (એકબીજાને લંબ) વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોના પ્રદેશમાં \(2 \times 10^5 \mathrm{~ms}^{-1}\) ની અચળ ઝડપથી વિચલિત થયા વિના ગતિ કરી રહ્યો છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર બંધ કરવામાં આવે છે, ત્યારે પ્રોટોન 2 cm ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય \(x \times 10^4 \mathrm{~N} / \mathrm{C}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. પ્રોટોનનું દળ \(=1.6 \times 10^{-27} \mathrm{~kg}\) લો. 2025 અઘરું
  8. 8. જુદી જુદી પ્રબળતાના \(\left(B_1\right.\) અને \(B_2\)) સમાન ચુંબકીય ક્ષેત્રો, બંને કાગળના સમતલને લંબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ અસ્તિત્વ ધરાવે છે. દળ m અને વિદ્યુતભાર q ધરાવતો એક વિદ્યુતભારિત કણ, કોઈ એક ક્ષણે આંતરપૃષ્ઠ પર, વેગ \(v\) સાથે પ્રદેશ 2 માં ગતિ કરે છે અને આંતરપૃષ્ઠ પર પાછો ફરે છે. તે પ્રદેશ 1 માં ગતિ કરવાનું ચાલુ રાખે છે અને અંતે આંતરપૃષ્ઠ પર પહોંચે છે. આ ગતિ દરમિયાન કણનું આંતરપૃષ્ઠ પરનું સ્થાનાંતર કેટલું છે?

    (કણનો વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ છે તેમ ધારો અને \(B_2 \gt B_1\))
    2025 સરળ
  9. 9. નીચે બે વિધાનો આપેલા છે: એકને પ્રતિજ્ઞા A અને બીજાને કારણ R તરીકે લેબલ કરવામાં આવેલ છે.
    પ્રતિજ્ઞા A : જો ઓક્સિજન આયન \(\left(\mathrm{O}^{-2}\right)\) અને હાઇડ્રોજન આયન \(\left(\mathrm{H}^{+}\right)\) સમાન વેગમાન સાથે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે પ્રવેશે, તો \(\mathrm{O}^{-2}\) આયનના પથની વક્રતા \(\mathrm{H}^{+}\) ના પથની વક્રતા કરતાં ઓછી હોય છે.
    કારણ R : ઇલેક્ટ્રોન જેટલા જ રેખીય વેગમાન સાથેનો પ્રોટોન સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે પ્રવેશતા ઓછી વક્રતા ત્રિજ્યાનો પથ બનાવશે.
    ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
    2025 સરળ
  10. 10. નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે દર્શાવેલ છે.
    વિધાન (A) : સમાન ચુંબકીય ક્ષેત્રના ચોક્કસ પ્રદેશમાં એક ઇલેક્ટ્રોન સુરેખ પથ પર અચળ વેગથી ગતિ કરી રહ્યો છે.
    કારણ (R): તે પ્રદેશમાં ચુંબકીય ક્ષેત્ર ઇલેક્ટ્રોનના વેગની દિશામાં છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
    2025 મધ્યમ
  11. 11. એક ઇલેક્ટ્રોન વેગ એક સમાન ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}=B_0 \hat{i}+2 B_0 \hat{j} T\) માંથી પસાર થઈ રહ્યો છે. કોઈ પણ તાત્ક્ષણિક સમય પર ઇલેક્ટ્રોનનો વેગ \(\overrightarrow{\mathrm{u}}=3 \hat{\mathrm{i}}+5 \hat{\mathrm{j}} \mathrm{m} / \mathrm{s}\) અને ઈલેકટ્રોન પર લાગતું બળ \(\vec{F}=5 e\hat kN\) છે. જ્યા e ઈલેકટ્રોન પરનો વિદ્યુતભાર છે. તો \(B_0\) નું મૂલ્ય _______ \(T\) છે. 2024 અઘરું
  12. 12. એક પ્રોટોન અને એક ડ્યુટ્રોન ( \(\mathrm{q}=+\mathrm{e}, m=2.0 \mathrm{u})\) સમાન ગતિ ઊર્જા ધરાવતા, એક સમાન ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) માં પ્રવેશે છે, \(\vec{B}\) ને લંબ રૂપે ગતિ કરતા ડ્યુટ્રોનના ગતિપથની ત્રિજ્યા \(r_d\) અને પ્રોટોનના ગતિપથની ત્રિજ્યા \(r_p\) નો ગુણોત્તર _______ છે. 2024 અઘરું
  13. 13. ઇલેક્ટ્રોન (\(5 \mathrm{eV}\)) ગતિ ઊર્જા સાથે \(3 \mu \mathrm{T}\) ના સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં તેની દિશાને લંબ રૂપે પ્રવેશે છે. એક વિદ્યુત ક્ષેત્ર \(\mathrm{E}\) વેગ અને ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રૂપે લાગુ પાડવામાં આવે છે. ઇલેક્ટ્રોન સમાન પથ પર ગતિ કરે તો \(\mathrm{E}\) નું મૂલ્ય _______ \(\mathrm{NC}^{-1}\). (આપેલ છે, ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન \(=9 \times 10^{-31} \mathrm{~kg}\), વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19} \mathrm{C}\) ) 2024 અઘરું
  14. 14. નિયમિત વેગ ધરાવતા એક ઈલક્ટ્રોન પ્રવાહ ધરાવતા લાંબા સોલેનોઈડની અંદર તેની અક્ષની દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો : 2024 અઘરું
  15. 15. સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો \(X\) અને \(Y\) ને સમાન વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત કરાવવામાં આવે છે. ત્યારબાદ તેઓ સમાન ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં દાખલ થાય છે અને અનુક્રમે \(R_1\) અને \(R_2\) ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. \(X\) અને \(Y\) ના દળોનો ગુણોત્તર _______ થશે. 2024 મધ્યમ
  16. 16. v વેગથી ગતિ કરતા વિદ્યુતભાર \(q\) પર લાગતું સ્થિત વિદ્યુત બળ \(\left(\vec{F}_1\right)\) અને ચુંબકીય બળ \(\left(\vec{F}_2\right)\) _______ તરીકે લખી શકાય છે. 2024 અઘરું
  17. 17. \(100\,V\) ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત થી પ્રવેગિત કરેલ \(2\,\mu\,C\) નો વિદ્યુતભાર \(4\,mT\) તીવ્રતાના સમાન ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને લંબ દિશામાં દાખલ થાય છે. વિદ્યુતભારીત કણ ચુંબકીય ક્ષેત્રની અંદર \(3\,cm\) ત્રિજ્યાનું અર્ધવર્તુળ પૂર્ણ કરે છે. વિદ્યુતભારીત કણનું દળ \(........\times 10^{-18}\,kg\) હશે. 2023 મધ્યમ
  18. 18. \(2.0\,eV\) ની ગતિઊર્જા ધરાવતો પ્રોટોન \(\frac{\pi}{2} \times 10^{-3}\,T\) ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા અને પ્રોટોનના વેગ વચ્ચેનો ખૂણો \(60^{\circ}\) છે. પ્રોટોન દ્વારા લેવામાં આવેલા હેલિકલ પથની પિચ .......... \(cm\) છે (પ્રોટોનનું દળ \(=1.6 \times 10^{-27}\,kg\) અને પ્રોટોન પરનો વિદ્યુતભાર \( =1.6 \times 10^{-19}\,kg\) લો,) 2023 મધ્યમ
  19. 19. બે ખુબજ નજીકથી વીંટાળેલા વર્તુળાકાર ગૂંચળાઓ \(A\) અને \(B\) કે જેમની ત્રિજ્યાઓ અનુક્રમે \(r_A=10\,cm\) અને \(r_B=20\,cm\) છે, ની  સાથે સંકળાયેલ ચુંબકીય ચાક્માત્રાઓ સમાન થશે, જો \(.......\) હશે. \((N_A,I_A\) અને \(N_B,I_B\) અનુક્રમે \(A\) અને \(B\) ગૂંચળામાં આંટાની સંખ્યા અને પ્રવાહ છે.) 2023 મધ્યમ
  20. 20. એક ઈલેકટ્રોન ધન\(-x\) અક્ષ પર ગતિ કરે છે.જો ઋણ \(z-\)અક્ષની સમાંતર દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો, \(A\). ઈલેકટ્રોન ધન\(-y\) અક્ષ પર ચુંબકીય બળ અનુભવશે. \(B\). ઈલેકટ્રોન ઋણ\(-y\) અક્ષ પર ચુંબકીય બળ અનુભવશે. \(C\). ઈલેકટ્રોન કોઈ પણ પ્રકારનું બળ ચુંબકીય ક્ષેત્રમાં અનુભવતું નથી. \(D\). ઇલેકટ્રોન ધન\(-x\) અક્ષ પર સતત ગતિ કરશે. \(E\). ઈલેકટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર પથ પર ગતિ કરશે. યોગ્ય જવાબ નીચેના વિકલ્પોમાથી પસંદ કરો: 2023 મધ્યમ
  21. 21. એક ઈલેકટ્રોનને અયળ વેગ સાથે સુરેખ સોલેનોઈડ વીજપ્રવાહ ધારીત અક્ષ પર ગતિ કરે છે. \(A\). ઈલેકટ્રોન સોલેનોઈડ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર અનુભવશે. \(B\). ઈલેકટ્રોન ચુંબકીય બળ અનુભવતો નથી . \(C\). ઈલેકટ્રોન સોલેનાઈડ અક્ષ પર ગતિ કરે છે. \(D\). ઈલેકટ્રોન સોલેનાઈડની અક્ષ પર પ્રવેગિત થાય છે. \(E\). ઈલેકટ્રોન સોલેનાઈડની અંદરની બાજુએ પરવલય માર્ગને અનુસરે છે. નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 2023 મધ્યમ
  22. 22. એક વીજભાર યુક્ત કણ યુંબકીયક્ષેત્ર \(B\) માં ગતિ કરે છે, તેના વેગના ધટકો \(B\) પર છે અને \(B\) ને લંબ છે. વીજભારયુક્ત કણનો માર્ગ કેવો હશે? 2023 મધ્યમ
  23. 23. \(0.1\,ke\,V\) ઊર્જા ધરાવતંં એક ઇલેકટ્રોન \(1 \times 10^{-4}\,W\,bm ^{-2}\) જેટલા પૃથ્વીના ચુંબકીંય ક્ષેત્રમાં કાટકોણે ગતિ કરે છે. ઈલેકટ્રોનના પરિક્રમણની આવૃત્તિ \(.....\) હશે. :( ઈલેકટ્રોનનું દળ = \(9.0 \times 10^{-31}\,kg\) લો.) 2022 સરળ
  24. 24. અનુક્રમે \(4\,A\) અને \(2\,A\) પ્રવાહ ધરાવતા બેેે લાંબા સમાંતર વાહકો \(S _{1}\) અને \(S _{2}\) ને \(10 \,cm\) અંતરે છૂટા રાખવામાં આવ્યા છે. વાહકોને \(x\)-અક્ષની દિશામાં \(X-Y\) સમતલમાં રાખવામાં ધરાવતો એક વીજભારિત કણ બિંદુ \(P\) આગળથી \(\vec{v}=(2 \hat{i}+3 \hat{j}) \,m / s\) ના વેગ સાથે પસાર થાય છે, જ્યાં \(\hat{i}\) અને \(\hat{j}\) અનુક્રમે \(x\) અને \(y\) અક્ષોની દિશામાં એકમ સદિશ છે. વિદ્યુતભારીત કણ પર લાગતું બળ \(4 \pi \times 10^{-5}(-x \hat{i}+2 \hat{j}) \,N\) છે. \(x\) નું મૂલ્ય ........... થશે.
    2022 અઘરું
  25. 25. એક સમાન ગતિઊર્જા સાથે ગતિ કરતો એક ડ્યુટેરોન અને પ્રોટોન નિયમિત (સમાન) યુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે. જો \(r_{d}\) અને \(r_{p}\) અનુક્રમે તેમના વર્તુળાકાર પથની ત્રિજ્યાઓ હોય તો \(\frac{r_{d}}{r_{p}}\) ગુણોત્તર \(\sqrt{x}: 1\) છે. \(x\) નું મૂલ્ય ......... થશે. 2022 મધ્યમ
  26. 26. એક વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. વિદ્યુતભારિત કણની ગતિઊર્જા તેના પ્રારંભિક મૂલ્ય કરતાં \(4\) ઘણી વધે છે. તેના વિદ્યુતભારિત કણના વર્તુળાકાર પથની નવી ત્રિજયા અને મૂળ ત્રિજ્યાનો ગુણોત્તર ............ થશે. 2022 મધ્યમ
  27. 27. એકી-આયનીકૃત મેગ્નેશીયમ પરમાણુ \(( A=24)\) ને \(5 \,keV\) ની ગતિઊર્જ જેટલો પ્રવેગિત કરવામાં આવે છે, અને \(0.5 \,T\) મૂલ્ય ધરાવતા યુંબકીકીય ક્ષેત્ર \(B\) માં લંબરૂપે પ્રક્ષિપ્ત (ફેંકવામા) આવે છે. ગતિપથની ત્રિજ્યા .............. \(cm\) થશે. 2022 મધ્યમ
  28. 28. નીચે બે વિધાનો આપેલા છે : એકને ક્થન \((A)\) અને બીજાને કારણ \((R)\) થી દર્શાવેલ છે. કથન \((A)\) : સમાંગ ચુંબકીયક્ષેત્રમાં, ગતિમાન વિદ્યુતભારીત કણની ઝડપ અને ઊર્ન સમાન રહે છે. કારણ \((R)\) : ગતિમાન વિદ્યુભારીત કણ તેની ગતિને લંબ દિશામાં ચુંબકીય બળ અનુભવે છે. ઉપરોક્ત વિધાનાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો  2022 મધ્યમ
  29. 29. સમાન ગતિ ઊર્જા ધરાવતા એક પ્રોટોન, એક ડ્યુટેરોન અને એક \(\alpha-\) કણ નિયમિત્ત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે છે. તેમના વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યાઓનો ગુણોત્તર અનુક્રમે.......હશે 2022 મધ્યમ
  30. 30. સમાન ગતિઊર્જા ધરાવતા બે વિદ્યુતભારિત કણો ગતિની દિશાને લંબરૂપે રહેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરાવવામાં આવે છે. જે તેમના વર્તુળાકાર પથોની ત્રિજ્યાઓનો ગુણોત્તર \(6: 5\) હોય અને તેમના દળોનો ગુણોત્તર \(9: 4\) હોય, તો તેમના પરના વીજભારોનો ગુણોત્તર \(......\) થશે. 2022 મધ્યમ
  31. 31. વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીયક્ષેત્ર \((2 \hat{i}+3 \hat{j})\,T\) માં ગતિ કરે છે ને તેને \((\alpha \hat{i}-4 \hat{j})\; ms ^{-2}\) જેટલો પ્રવેગ હોય તો \(\alpha\) નું મૂલ્ય \(......\) હશે. 2022 અઘરું
  32. 32. વિધાન \(I\) : વિદ્યુકીય બળ વીજભારીત કણની ઝડપ બદલે છે અને તેથી તેની ગતિઊર્જા પણ, જ્યારે ચુંબકીય બળ વીજભારીત કણની ગતિઊર્જા બદલતી નથી. વિધાન \(II\) : વિદ્યુતકીય બળ ધન વિદ્યુતભારીત કણને વિદ્યુત ક્ષેત્રની દિશાને લંબ દિશામાં પ્રવેગીત કરે છે. ચુંબકીય બળ ગતિમાન વિદ્યુતભારીત કણને યુંબુકીય ક્ષેત્રની દિશામાં પ્રવેગીત કરે છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો 2022 મધ્યમ
  33. 33. \(4 \,{amu}\) અને \(16\, amu\) દળ ધરાવતા બે આયન પરના વિદ્યુતભાર અનુક્રમે \(+2 {e}\) અને \(+3 {e}\) છે. આ આયનો સતત લંબરૂપ ચુંબકીય ક્ષેત્ર ધરાવતા પ્રદેશમાંથી પસાર થાય છે. જો બંને આયનની ગતિઉર્જા સમાન હોય તો .... 2021 અઘરું
  34. 34. એક પ્રોટોન, એક ડયુટેરોન અને એક \(\alpha -\) કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમાન વેગમાન સાથે ગતિ કરે છે. તેમના પર લાગતા ચુંબકીય બળોનો અને તેમની ઝડપનો ગુણોત્તર, આપેલ ક્રમમાં, અનુક્રમે .......... અને ........... છે. 2021 અઘરું
  35. 35. પ્રોટોન અને \(\alpha\) ની ગતિઉર્જા  \(K _{ p }\) અને \(K _{\alpha}\) છે. તે ચુંબકીયક્ષેત્રમાં લંબ દાખલ થતાં ત્રિજ્યાના ગુણોતર  \(2: 1 \) છે તો ગતિઉર્જાનો ગુણોતર \(K _{ p }: K _{\alpha}\) શું હશે  2021 મધ્યમ
  36. 36. સમાન દળ ધરાવતા બે આયનોના વિદ્યુતભારનો ગુણોત્તર \(1: 2\) છે. તેમને સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે \(2: 3\) ઝડપના ગુણોત્તરે દાખલ કરવામાં આવે છે. તેમની વર્તુળાકાર ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય? 2021 મધ્યમ
  37. 37. સમાન ગતિ ઊર્જાના ડયુટેરોન અને આલ્ફા કણને ચુંબકીયક્ષેત્ર સાથે લંબ દાખલ કરવામાં આવે છે. તેમના વર્તુળાકાર પથની ત્રિજ્યા અનુક્રમે \(r_{d}\) અને \(r_{\alpha}\) છે. \(\frac{r_{d}}{r_{\alpha}}\) નું મૂલ્ય કેટલું થાય? 2021 મધ્યમ
  38. 38. \(1\,\mu C\) વિધુતભારિત કણ \((2 \hat{ i }+3 \hat{ j }+4 \hat{ k })\, ms ^{-1} .\) ના વેગથી \((5 \hat{ i }+3 \hat{ j }-6 \hat{ k }) \times 10^{-3}\, T\) ના ચુબકીય ક્ષેત્રમાં ગતિ તેના પર લાગતુ બળ \(\overline{ F } \times 10^{-9} N\). હોય તો \(\overrightarrow{ F }\) 2020 મધ્યમ
  39. 39. \(1\;MeV\) ગતિઉર્જા ધરાવતો પ્રોટોન દક્ષિણથી ઉત્તર તરફ ગતિ કરે છે. પશ્ચિમ થી પૂર્વ તરફ પ્રવર્તતા ચુંબકીયક્ષેત્રમાં દાખલ થતાં તે \(10^{12}\; \mathrm{m} / \mathrm{s}^{2}\) જેટલો પ્રવેગિત થાય છે. તો આ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલા ......\(mT\) હશે? (સ્થિત પ્રોટોનનું દળ\(=1.6 \times 10^{-27} \;\mathrm{kg}\) ) 2020 મધ્યમ
  40. 40. \(4 \times 10^{5}\, ms ^{-1}\) ના વેગથી ગતિ કરતું એક પ્રોટોનનું કિરણપુંજ \(0.3\, T\) જેટલા ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને \(60^o\) ના ખૂણે પ્રવેશે છે. જેના કારણે બનતા હેલિકલ પથની પિચ(પેચઅંતર) કેટલા \(cm\) હશે? (પ્રોટોનનું દળ \(=1.67 \times 10^{-27}\, kg\), પ્રોટોનનો વિજભાર \(=1.69 \times 10^{-19}\,C\)) 2020 મધ્યમ
  41. 41. ઇલેક્ટ્રોન ઘન \(+x\) દિશામાં \(6 \times 10^{6}\, ms ^{-1}\) ના વીગથી ગતિ કરે છે. વિધુતક્ષેત્ર \(+ y\) દિશામાં \(300 \,V / cm\) છે. ઇલેક્ટ્રોન \(+ x-\) દિશામાં ગતિ કરે તે માટે ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય અને દિશા 2020 અઘરું
  42. 42. \(l\) લંબાઈ માં \(0.3\,T\) નું ચુંબકીય ક્ષેત્ર છે. પ્રોટોન આ ક્ષેત્ર સાથે \(60\) ના ખૂણે \(4 \times 10^{5}\, ms ^{-1}\) ના વેગ થી દાખલ થાય છે. \(10\) પરિણામમાં પ્રોટોન \(l\) અંતર કાપતો હોય તો \(l= ....... m\) (પ્રોટોનનું દળ \(=1.67 \times 10^{-27} \,kg,\) પ્રોટોનનું વિધુતભાર \(\left.=1.6 \times 10^{-19}\, C \right)\)
    2020 અઘરું
  43. 43. \(q\) વિધુતભાર અને \(m\) દળને \(-v \hat{ i }(v \neq 0)\) વેગથી \(d\) અંતરે રહેલી \(Y - Z\) સમતલ માં રહેલી સ્ક્રીન પર આપાત કરવામાં આવે છે. ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{ B }= B _{0} \hat{ k },\) હોય તો વેગની લઘુતમ કિમત શોધો કે કણ સ્ક્રિન પર અથડાઈ નહિ 2020 મધ્યમ
  44. 44. \(R\) ત્રિજ્યા ધરાવતા લાંબા સોલેનોઈડની અંદર અક્ષ પર એક ઇલેક્ટ્રોન ગન મૂકવામાં આવેલ છે. સોલેનોઈડમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા \(n\) અને વહેતો પ્રવાહ \(I\) છે.ઇલેક્ટ્રોન ગન સોલેનોઈડમાં ત્રિજયવર્તી દિશામાં   \(v\) વેગથી ઇલેક્ટ્રોન છોડે છે. જો ઇલેક્ટ્રોન સોલેનોઈડની સપાટી પર પહોચે નહીં તે માટે તેનો મહત્તમ વેગ \(v\) કેટલો હોવો જોઈએ?
    2020 મધ્યમ
  45. 45. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(x-\) અક્ષ પર \(100\, eV\) ઉર્જાથી ગતિ કરતો ઈલેક્ટ્રોન \(\vec B = (1.5\times10^{-3}T)\hat k\) જેટલા ચુંબકીય ક્ષેત્રમાં \(S\) આગળથી દાખલ થાય છે.ચુંબકીય ક્ષેત્ર  \(x = 0\) અને \(x = 2\, cm\) વચ્ચે પ્રવર્તે છે.\(S\) બિંદુથી \(8\, cm\) દૂરના પડદા પર \(Q\) બિંદુ આગળ ઇલેક્ટ્રોન નોંધાય છે તો \(P\) અને \(Q\) વચ્ચેનું અંતર \(d\) .....\(cm\) હશે?
    2019 અઘરું
  46. 46. એક પ્રોટોન અને એક \(\alpha-\)કણ (તેમનાં દ્રવ્યમાનનો ગુણોત્તર \(1:4\) અને વિધુતભારનો ગુણોત્તર\(1: 2\)) સ્થિર સ્થિતિમાંથી \(V\) વિજસ્થિતિમાનના તફાવતથી પ્રવેગીત કરવામાં આવે છે. જો તેમની ગતિઓને લંબ એકસમાન ચુંબકીય ક્ષેત્ર \((B) \) પ્રસ્થાપિત કરવામાં આવે, તો તેઓ વડે કપાતા વર્તુળાકાર પથની ત્રિજ્યાઓનો ગુણોત્તર \(r_p : r_{\alpha }\) કેટલો થશે?  2019 મધ્યમ
  47. 47. એક પ્રયોગમાં, સ્થિર સ્થિતિમાંથી ઈલેક્ટ્રૉનને \(500 \,V\) લાગુ પાડીને પ્રવેગિત કરવામાં આવે છે. હવે જો \(100\, mT\) જેટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ગતિ પથની ત્રિજ્યા કેટલી થશે? (ઇલેકટ્રોન પરનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19}\, C,\) ઇલેક્ટ્રૉનનું દળ \(=9.1 \times 10^{-31}\, kg)\)  2019 મધ્યમ
  48. 48. ઇલેક્ટ્રૉનના જેટલો જ વીજભાર ધરાવતો એક કણ \(0.5\, cm\) ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર \(0.5\,T\) ચુંબકીય ક્ષેત્રની અસર નીચે ગતિ કરે છે. જો \(100\, V/m\) નું વિદ્યુત ક્ષેત્ર તેને સુરેખ પથ પર ગતિ કરાવે, તો આ કણનું દ્રવ્યમાન કેટલું હશે? (ઇલેક્ટ્રૉનનો વિજભાર \(=1.6 \times 10^{-19}\,C\)) 2019 મધ્યમ
  49. 49. પ્રોટોન,ઇલેક્ટ્રોન અને હીલિયમ ન્યુક્લિયસ પાસે સમાન ઉર્જા છે.તેના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્રને કારણે તે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે.તેમની ત્રિજ્યા અનુક્રમે \(r_p, r_e\) અને \(r_{He}\) હોય તો.... 2019 મધ્યમ
  50. 50. વિધુતક્ષેત્ર \(\vec E = 2\hat i + 3\hat j \) અને ચુંબકીય ક્ષેત્ર \(B = 4\hat j + 6\hat k\) માં \(m\) દળ અને \(q\) વિજભાર ધરાવતો એક કણ રહેલ છે. આ વિજભારીત કણને ઉદગમથી બિંદુ \(P(x=1 ; y=1)\) આગળ સીધા પથ પર ખસેડવામાં આવે તો કુલ કાર્ય કેટલું થશે? 2019 મધ્યમ

STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં ચુંબકીય ક્ષેત્રમાંવિદ્યુતભારો ની ગતિ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

1988–2026 ના 59 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

ચુંબકીય ક્ષેત્રમાંવિદ્યુતભારો ની ગતિ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

10% સરળ, 59% મધ્યમ અને 31% અઘરા.