પ્રશ્નો
નવા પહેલા18 માંથી 1–18 પ્રશ્નો
- 1. \(5 \times 10^{-10} m\) વ્યાસ ધરાવતા અણુનો \(41^{\circ} C\) તાપમાન અને \(1.38 \times 10^5 Pa\) દબાણે, સરેરાશ મુક્તપથ _________ m થશે. ( \(k_B=1.38 \times 10^{-23} J / K\) આપેલ છે) 2026 મધ્યમ
- 2. જેમના તાપમાન, દબાણ અને સંખ્યા ઘનતા એકસરખા હોય તેવી બે આદર્શ વાયુઓ ધરાવતી બે પેટીઓ ધ્યાનમાં લો. Aનું અણુકદ Bના અણુકદ કરતા અડધું અને અણુ Aનું દળ અણુ Bના દળના ચારગણું છે. જો વાયુ Bમાં અથડામણ (સંઘાત) આવૃત્તિ \(32 \times 10^{18} / s\) હોય તો વાયુ Aમાં અથડામણ આવૃત્તિ ________ /s. 2026 સરળ
- 3. 300 K તાપમાને અને 1 atm દબાણે ઑક્સિજનના અણુઓનો સરેરાશ મુક્ત પથ અને સરેરાશ ઝડપ અનુક્રમે \(3 \times 10^{-7} \mathrm{~m}\) અને \(600 \mathrm{~m} / \mathrm{s}\) છે. તેના અથડામણની આવૃત્તિ શોધો. 2025 સરળ
- 4. જો હાઇડ્રોજન અણુઓની બંધ પાત્રમાં \(27^{\circ} \mathrm{C}\) તાપમાને સંઘાત આવૃત્તિ \(\mathrm{Z}\) હોય, તો તે જ પ્રણાલીની \(127^{\circ} \mathrm{C}\) તાપમાને સંઘાત આવૃત્તિ _______ હશે. 2024 અઘરું
- 5. જો \(\mathrm{n}\) એ સંખ્યા ઘનતા હોય અને \(\mathrm{d}\) એ અણુનો વ્યાસ હોય, તો બે ક્રમિક અથડામણો વચ્ચે અણુ દ્વારા આવરી લેવાયેલ સરેરાશ અંતર (એટલે કે સરેરાશ મુક્ત પથ) ને _______ દ્વારા દર્શાવવામાં આવે છે. 2024 અઘરું
- 6. નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \((I)\) : વાયુના અણુઓનો સરેરાશ મુક્ત પથ આણ્વીય વ્યાસના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વિધાન \((II)\) : વાયુના અણુઓની સરેરાશ ગતિઊર્જા વાયુના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો: 2024 અઘરું
- 7. ચોક્કસ વાયુના અણુઓનો \(STP\) એ સરેરાશ મુક્ત પથ \(1500\,d\) છે, જ્યાં \(d\) એ વાયુના અણુઓનો વ્યાસ છે. પ્રમાણભૂત દબાણ જાળવી રાખતા, \( 373\,K\) પર અંદાજિત સરેરાશ મુક્ત પથ સરેરાશ ........... \(d\) છે. 2023 મધ્યમ
- 8. આદર્શ વાયુના ગતિવાદ અનુસાર \(A\). વાયુ અણુઓની ગતિ \(0^{\circ} C\) તાપમાને ફ્રિજ (જામી) જાય છે. \(B\). જો અણુુઓની ઘનતા ધટાડવામાં આવે તો વાયુ અણુઓનો સરેરાશ મુક્ત પથ વધેછે. \(C\). જો દબાણ અચળ રાખીને તાપમાન વધારવામાં આવે તો વાયુ અણુઓનો સરેરાશ મુક્ત પથ વધે છે. \(D\). પ્રતિ અણુ, પ્રતિ મુક્તતાના અંશો માટે સરેરાશ ગતિઊર્જા \(\frac{3}{2} k_{B} T\) જેટલી હોય છે. નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધારે યોગ્ય ઉત્તર પસંદ કરો. 2022 મધ્યમ
- 9. \(27^{\circ}\, C\) તાપમાને અને \(1.01 \times 10^{5} \,Pa\) દબાણે રહેલા ઑકિસજન અણુ માટે સરેરાશ મુક્ત પથ \((\lambda)\) ગણો. આણ્વીય વ્યાસ \(0.3\,nm\) અને વાયુ આદર્શ છે તેમ ધારો.\(\left( k =1.38 \times 10^{-23}\, \,J\,K ^{-1}\right)\) (\(nm\) માં) 2021 અઘરું
- 10. તંત્રમાં બે પ્રકારના વાયુના પરમાણુઓ \(A\) અને \(B\) છે, જેની સમાન સંખ્યા ઘનતા \(2 \times\) \(10^{25}\, / {m}^{3}\) છે. \({A}\) અને \({B}\) નો વ્યાસ અનુક્રમે \(10\, \mathring A\) અને \(5\, \mathring A\) છે. તેઓ ઓરડાના તાપમાને અથડામણ કરે છે. \(A\) અને \(B\) ના પરમાણુની બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ અંતરનો ગુણોત્તર \(.....\,\times 10^{-2}\) થાય. 2021 મધ્યમ
- 11. બે વાયુ આર્ગોન (આણ્વિય ત્રિજ્યા\(=0.07 \;\mathrm{nm}\),આણ્વિય દળ\(=40\)) અને ઝેનોન (આણ્વિય ત્રિજ્યા\(=0.1\; \mathrm{nm},\) આણ્વિય દળ\(=140\)) માટે સંખ્યા ઘનતા સમાન છે અને બંને વાયુ સમાન તાપમાને છે.તો તેમના સરેરાશ મુક્ત સમયનો ગુણોત્તર કેટલો હશે? 2020 મધ્યમ
- 12. બંધ પાત્રમાં રહેલ એક આદર્શ વાયુને ધીમે-ધીમે ગરમ કરવામાં આવે છે. જેમ તેનું તાપમાન વધે, તેમ તેના માટે નીચે પૈકી કયા વિધાનો સત્ય છે. \((A)\) અણુનો સરેરાશ મુક્તપથ ઘટે \((B)\) બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય ઘટે \((C)\) અણુનો સરેરાશ મુક્તપથ અચળ રહે \((D)\) બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય અચળ રહે 2020 મધ્યમ
- 13. \(P\) દબાણ અને \(T\) તાપમાને એક પાતળો વાયુ છે,આ વાયુના અણુની ક્રમિક અથડામણ વચ્ચેનો સમય તાપમાન \(T\) સાથે કેવી રીતે બદલાય? 2020 મધ્યમ
- 14. સમોષ્મિ પ્રક્રિયા દરમિયાન આદર્શ વાયુનું કદ બમણું થાય છે. બે વાયુના અણું વચ્ચેનો સરેરાશ અથડામણ સમય \(\tau_{1}\) થી \(\tau_{2}\) થાય છે. જો \(\frac{C_{p}}{C_{v}}=\gamma\) હોય તો આ વાયુ માટે \(\frac{\tau_{2}}{\tau_{1}}\) કેટલો થશે? 2020 અઘરું
- 15. કોઈ આદર્શ વાયુ \(2\, atm\) દબાણે અને \(300\, K\) તાપમાને એક નળાકારમાં રાખેલ છે. બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય \(6 \times 10^{-8}\, s\) છે. હવે જો દબાણ બમણું અને તાપમાન વધારીને \(500\, K\) કરવામાં આવે તો બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય લગભગ ________ થશે. 2019 અઘરું
- 16. એક આદર્શ વાયુ માટે અણુના મુક્તતાના અંશો \(5\,\) છે. તો તેના માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા \((C_p)\) અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા \((C_v)\) નો ગુણોત્તર કેટલો મળે? 2017 સરળ
- 17. આદર્શ વાયુને એક અલગ કરેલા બંધ ઓરડામાં ધારો.જયારે સમોષ્મી વિસ્તરણ અનુભવે છે,ત્યારે અણુઓ વચ્ચે થતી અથડામણ (સંઘાત) માટેનો સરેરાશ સમય \(V^q\) અનુસાર વધે છે,જયાં \(V\) એ વાયુનું કદ સૂચવે છે.\(q\) નુ મૂલ્ય _________ થશે. \(\left( {\gamma = \frac{{{C_P}}}{{{C_V}}}} \right)\) 2015 અઘરું
- 18. મોડર્ન વેક્યૂમ પમ્પ રૂમ તાપમાને\((300\, K)\) પાત્રનું દબાણ \(4.0 \times {10^{ - 15}}\, atm\) જેટલું ઘટાડે છે. જો \(R = 8.0\, JK^{-1}\, mole^{-1}\) , \(1\, atm = 10^5\, Pa\) અને \(N_ {Avogadro} = 6 \times 10^{23}\, mole^{-1}\) હોય તો વાયુના બે અણું વચ્ચેનું સરેરાશ મુક્તપથ કેટલાના ક્રમનો મળે? 2014 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - ગતિવાદ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં સરેરાશ મુક્ત પથ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2014–2026 ના 18 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
સરેરાશ મુક્ત પથ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
17% સરળ, 44% મધ્યમ અને 39% અઘરા.