પ્રશ્નો
નવા પહેલા43 માંથી 1–43 પ્રશ્નો
- 1. \(2 \ \Omega\) નો કુલ અવરોધ ધરાવતી વિદ્યુતપાવર લાઈન 250 V પર 1 kW પાવર પહોંચાડે છે. ટ્રાન્સમીશન લાઈનની પ્રતિશત કાર્યક્ષમતા ________ છે. 2026 અઘરું
- 2. આપેલ પરિપથમાં, જ્યારે \(1 \Omega\) આંતરિક અવરોધ ધરાવતી \(9 V\) ની બેટરીને બિંદુ A અને B વચ્ચે જોડવામાં આવે, ત્યારે \(1\) મિનિટમાં ઉત્પન્ન થતી ઉષ્મા _________ J છે.
2026 અઘરું - 3. E વિદ્યુતચાલક બળ (EMF) અને r આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી R અવરોધ સાથે જોડેલ છે. Rમાં પાવર વપરાશ મહત્તમ ત્યારે થશે જ્યારે: 2026 સરળ
- 4. એક મોટર 100 V પર કાર્યરત છે અને 1 A પ્રવાહ ખેંચે છે. જો મોટરની કાર્યક્ષમતા \(91.6 \%\) હોય, તો પાવરનો વ્યય \(\mathrm{cal} / \mathrm{s}\) ના એકમોમાં _________ થશે. 2025 મધ્યમ
- 5. ' \(n\) ' સમાન વિદ્યુત બલ્બ છે, દરેકને મેઈન સપ્લાયમાંથી સ્વતંત્ર રીતે \(p\) પાવર ખેંચવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. હવે તેમને મેઈન સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. આ સંયોજન દ્વારા ખેંચાયેલો કુલ પાવર છે : 2025 સરળ
- 6. \(50 \mathrm{~W}-200 \mathrm{~V}\) રેટીગ ધરાવતા એક વિદ્યુત ગોળા (બલ્બ)ને \(100 \mathrm{~V}\) ના ઉદગમને સમાંતર જોડવામાં આવે છે. બલ્બ઼માં વિખેરાતો પાવર (કાર્યત્વરા) _______ હશે. 2024 અઘરું
- 7. એક \(110 \mathrm{~W}\) ના બલ્બના ફિલામેન્ટમાં, જે \(220 \mathrm{~V}\) પર કાર્યરત હોય ત્યારે, પ્રતિ સેકન્ડ પ્રવાહિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા _______ છે. (આપેલ છે \(\mathrm{e}=1.6 \times 10^{-19} \mathrm{C}\) ) 2024 અઘરું
- 8. એક હીટર 100 V લાઇન પર \(1000 \mathrm{~W}\) ના પાવર સાથે કાર્ય કરવા માટે રચાયેલ છે. તેને \(10 \Omega\) ના અવરોધ અને એક અવરોધ \(R\) ના સંયોજનમાં 100 V મેઈન્સ સાથે જોડવામાં આવે છે, જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. હીટરને \(62.5 \mathrm{~W}\) પર કાર્ય કરવા માટે, \(\mathrm{R}\) નું મૂલ્ય _______ \(\Omega\) હોવું જોઈએ.
2024 અઘરું - 9. ઇલેક્ટ્રિક કીટલીમાં પાણી ચાલુ કર્યા પછી \(20\) મિનિટમાં ઉકળે છે. તે જ મુખ્ય સપ્લાયનો ઉપયોગ કરીને, જો પાણીને \(15\) મિનિટમાં ઉકાળવું હોય તો હીટિંગ એલિમેન્ટની લંબાઈ તેની પ્રારંભિક લંબાઈના _______ થી _______ ગણી હોવી જોઈએ. 2024 અઘરું
- 10. જો વિદ્યુત પ્રવાહમાં \(20 \%\) ઘટાડો કરવામાં આવે તો બલ્બના પ્રકાશની તીવ્રતામાં કેટલા ટકા ધટાડો થાય? 2024 અઘરું
- 11. નીચે આપેલ પરિપથમાં \(5 \Omega\) અને \(10 \Omega\) અવરોધો દ્વારા પ્રતિ સેકન્ડ વ્યય થતી ઉષ્માનો ગુણોત્તર _______ છે.
2024 અઘરું - 12. નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથમાં બેટરીનું emf \(2 \mathrm{~V}\) અને આંતરિક અવરોધ \(\frac{2}{3} \Omega\) છે. તો આ સંપૂર્ણ વિદ્યુત પરિપથમાં વપરાતો વિદ્યુત પાવર _______ \(W\) છે.
2024 અઘરું - 13. \(R\) અવરોધ ધરાવતા અને સમાન નિક્રોમ તારને અડધા ભાગમાં કાપવામાં આવે છે. જ્યારે કુલ લંબાઇના તારને સમાંતર \(V\) જેટલો સ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે ત્યારે ઊર્જા \(W\) જેટલા દરથી વિખેરીત થાય છે. જ્યારે તેને બે ભાગમાં કાપવામાં આવે અને એકબીજાને સમાંતર સપ્લાય (વોલ્ટેજ) લગાવવામાં આવે ત્યારે ઊર્જાનો વિખેરણ દર શું હશે? 2024 અઘરું
- 14. બે સમાન હિટરના ફિલામેન્ટ, પ્રથમ સમાંતર અને ત્યાર બાદ શ્રેણીમાં જોડવામાં આવે છે.લગાવેલ સમાન વોલ્ટેજ માટે, સમાન સમયમાં, સમાંતર અને શ્રેણી જોડાણોમાં ઉત્પન્ન ઊર્જાનો ગુણોત્તર \(.........\) થશે. 2023 મધ્યમ
- 15. \(R\) અવરોધ ધરાવતા,એક સમાન તારને \(V _0\) જેટલો સ્થિતિમાન લગાડવામાં આવે છે. આ દરમ્યાન વિખેરીત થતો પાવર \(P_1\) છે. ત્યારબાદ તારને બે ભાગમાં કાપવામાં આવે છે અને આ દરેક અડધા ભાગને \(V_0\) જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે છે. બીજા કિસ્સા માં વિખેરીત થતો પાવર \(P _2\) વિખેરીત થતા પાવરનો ગુણોત્તર \(P _2\) અને \(P _1\) નું મૂલ્ય \(\sqrt{x}: 1\) છે. \(x\) નું મૂલ્ય ........ છે. 2023 મધ્યમ
- 16. વિદ્યુત પરિપથમાં પરસ્પર સમાંતર જોડેલા બે અવરોધો \(R\) અને \(3R\) માંથી મુક્ત થતી ઉર્જાનો ગુણોત્તર \(.............\) છે. 2023 સરળ
- 17. \(220\,V\),\(100\,W\) રેટીંગ ધરાવતા એક બલ્બને \(220\,V\),\(60\,W\) રેટીંગ ધરાવતા બીજા બલ્બ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જોઆ સંયોજનને સમાંતર વોલ્ટેજ \(220\,V\) હોય, તો \(100\,W\) ના બલ્બ દ્વારા વપરાયેલ કાર્યત્વરા (પાવર) લગભગ \(...........W\) થાય છે. 2022 મધ્યમ
- 18. \(220 \,V , 50 \,Hz\) ના \(AC\) ઉદ્ગમને \(25 \,V , 5 \,W\) ના બલ્બ સાથે જોડવામાં આવે છે. ને બલ્બને તેની મહત્તમ તેજસ્વીતા સાથે ચલાવવા માટે શ્રેણીમાં જોડવો પડતો વધારાનો અવરોધ \(R\) હોય. (અકૃતિમાં દર્શાવ્યા અનુસાર) તો \(R\) નું (ઓહમ માં) મૂલ્ય .......... હશે.
2022 મધ્યમ - 19. \(40 \,m\) ઊંંચાઈ ધરાવતા ડેમ પરથી પાણી \(9 \times 10^{4} \,kg\) પ્રતિ કલાકના દરથી પડે છે. ગુરૂત્વીય સ્થિતિઊર્જાની પચાસ ટકા \((50\%)\) વિદ્યુતઊર્જા રૂપાંતર થાય છે. \(100 \,W\) નાં ................સંખ્યાના બલ્બને પ્રકાશિત કરી શકાય. ( \(g =10 \,ms ^{-2}\) લો.) 2022 મધ્યમ
- 20. બે ગૂંચળાઓને જ્યારે સમાન ઉદ્દગમ સાથે જોડતાં સમાન ઉષ્મા ઉત્પન્ન કરવા માટે અનુક્રમે \(20\) મીનીટ અને \(60\) મીનીટ સમય લાગે છે. જે તેઓને સમાન ઉદ્દગમ સાથે સમાંતર ગોઠવણમાં જોડવામાં આવે તો સમાન પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરવા માટ લાગતો સમય ........... મીનીટ હશે. 2022 અઘરું
- 21. જ્યારે અવરોધમાંથી \(2\, A\) પ્રવાહ પસાર થાય છે ત્યારે તે \(15\, s\), માં \(300 \,J\) ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે છે. જો પ્રવાહ વધારીને \(3\, A\) કરવામાં આવે છે તો \(10 s\) માં ઉત્પન્ન ઊર્જા........\(J\) થશે. 2022 મધ્યમ
- 22. \(200\, {V}\) સ્ત્રોત ધરાવતા પરિપથ સાથે \(100\, volt\) \(500 \,watt\) નો ઇલેક્ટ્રિક બલ્બ જોડવામાં આવે છે. બલ્બને \(500\, {W}\) નો પાવર આપવા માટે તેની સાથે શ્રેણીમાં કેટલો અવરોધ \(R\) (\(\Omega\)) જોડાવો પડે? 2021 મધ્યમ
- 23. \(200\, {W},\;100 \,{V}\) ના રેટિંગ ધરાવતા બલ્બને \(200\, {V}\) ના ઉદગમ સાથે જોડેલ છે. કેટલા મૂલ્યના (\(\Omega\) માં) \(R\) અવરોધને તેની સાથે શ્રેણીમાં જોડાવો જોઈએ કે જેથી બલ્બ સમાન પાવર આપે? 2021 મધ્યમ
- 24. એક સમાન ગરમ થતા \(36\, \Omega\) અવરોધ ધરાવતા તારને \(240\;V\) ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સાથે જોડેલ છે. પછી તારને અડધા ભાગમાં કાપવામાં આવે છે અને દરેક અડધા ભાગ પર \(240\; V\) નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે. પ્રથમ કિસ્સામાં થતાં પાવરના વ્યયનો બીજા કિસ્સામાં થતાં કુલ પાવરના વ્યય સાથેનો ગુણોત્તર \(1: {x}\) છે. જ્યાં \(x\) કેટલો હશે? 2021 મધ્યમ
- 25. જ્યારે \(2\, mA\) વિદ્યુતપ્રવાહ \(1\,s\) માટે પસાર કરવામાં આવે ત્યારે અવરોધમાં વિખેરાતી ઊર્જા \(10\, mJ\) છે. અવરોધ \(....... \Omega\) છે. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો) 2021 સરળ
- 26. જ્યારે અવરોધમાંથી \(1.5\, A\) જેટલો પ્રવાહ \(20\, s\) સુધી પસાર કરવામાં આવે છે ત્યારે તે \(500\, J\) ઉષ્માઉર્જા ઉત્પન્ન કરે છે. જે પ્રવાહ \(1.5\, A\) થી વધારીને \(3\, A\) કરવામાં આવે તો \(20\, s\) માં ઉત્પન્ન ઊર્જા કેટલી હશે ? (\(J\) માં) 2021 મધ્યમ
- 27. જ્યારે અવરોધમાંથી \(4\, {A}\) નો પ્રવાહ \(1\, {s}\) સુધી પસાર કરવામાં આવે ત્યારે તેમાંથી \(192\, {J}\) ઉષ્માનો વ્યય થાય છે. હવે જ્યારે તેમાંથી વહેતો પ્રવાહ બમણો કરવામાં આવે ત્યારે \(5 \,{s}\) માં તેમાંથી કેટલી ઉષ્માનો (\(J\) માં) વ્યય થાય? 2021 મધ્યમ
- 28. \(2 \Omega\) અવરોધ વાળો તાર \(1 \,kW\),\(220\, V\) નો પ્રવાહ નુ વહન કરે છે. તો તેની કાર્યક્ષમતા ....... \(\%\) 2020 મધ્યમ
- 29. \(3\, V\) ની બેટરીને અવરોધક સાથે જોડતા \(0.5\) \(W\) પાવર ઉત્પન્ન થાય છે. જો બેટરી નો ટર્મિનલ વૉલ્ટેજ \(2.5\,V\) હોય તો, આંતરિક અવરોધક માં ઉત્પન્ન થતો પાવર .........\(W\) 2020 અઘરું
- 30. એક મકાનમાં \(45\; \mathrm{W}\) ના \(15\) બલ્બ, \(100\; \mathrm{W}\) ના \(15\) બલ્બ, \(10\; \mathrm{W}\) ના \(15\) નાના પંખા અને \(1 \;\mathrm{kW}\)ના \(2\) હીટર છે.મુખ્ય ઈલેક્ટ્રિક તારનો વૉલ્ટેજ \(220\; \mathrm{V}\) હોય તો મકાનની ન્યુનત્તમ ફ્યુજ ક્ષમતા કેટલા ............... \(A\) હોવી જોઈએ? 2020 મધ્યમ
- 31. \(l\) લંબાઈના બેટરીન સેલ ની અંદર ની ત્રિજ્યા \('a'\) અને બહારની ત્રિજ્યા \(b\) છે. તેમની વચ્ચે \(\rho\) અવરોધકતા ધરાવતું વિધુતવિભાજ્ય દ્રાવણ છે. બેટરી ને \(R\) અવરોધ સાથે જોડતા મહતમ કુલ ઉર્જા ઉત્પન્ન કરવા માટે \(R\)
2020 અઘરું - 32. \(20\, \Omega \) સરેરાશ અવરોધ ધરાવતી ઈલેક્ટ્રિક કીટલીમાં \(20\,^oC\) તાપમાને રહેલ એક \(kg\) પાણી ગરમ કરવામાં આવે છે.મેઇનનો \(rms\) વૉલ્ટેજ \(200\, V\) છે.કીટલીમાં થતો ઉષ્માનો વ્યયને અવગણતા કિટલીમાં રહેલ પાણીને વરાળમાં ફેરવવા ....... \((\min)\) સમય લાગે? [ પાણીની વિશિષ્ટ ઉષ્મા \(= 4200\, J/kg\, ^oC\), પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા \(= 2260\, k\,J/kg\)] 2019 અઘરું
- 33. આંતરિક અવરોધ \(r\) ધરાવતી બેટરી સાથે \(R\) અવરોધ જોડેલ છે \(R\) અવરોધ પર મહત્તમ પાવર કરવા માટે ... 2019 મધ્યમ
- 34. બે સમાન અવરોધોને જ્યારે એક બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે તે \(60\, W\) પાવર વાપરે છે. હવે જો આજ અવરોધોને સમાંતર જોડાણમાં આજ બેટરી સાથે જોડવામાં આવે તો વપરાતો વિદ્યુત પાવર કેટલા .................. \(W\) હશે? 2019 મધ્યમ
- 35. એક \(220\, V \) વોલ્ટેજ ઉદગમને સમાંતર \((25\,W, 220\, V)\) અને \((100\, W, 220 \,V)\) રેટિંગના બે વિદ્યુત ગોળાઓ શ્રેણીમાં જોડેલ છે. \(25 \,W\) અને \(100 \,W\) ના ગોળાઓ ક્રમશઃ \(P_1\) અને \(P_2\) પાવર ખેંચે તો ..... 2019 અઘરું
- 36. એક અજ્ઞાત અવરોધમાંથી \(2 \,mA\) પ્રવાહ પસાર કરતા તે \(4.4 \,W\) પાવર વિખેરિત કરે છે. જ્યારે તેને \(11 \,V\) ના આદર્શ પાવર સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે વિખેરિત થતો પાવર ______ હશે. 2019 મધ્યમ
- 37. નીચે આપેલ પરિપથને \(16\, V\) ના \(D.C.\) પ્રવાહ સાથે જોડેલ છે.જો પરિપથ દ્વારા વપરાતો પાવર \(4\, Watt\) હોય તો અવરોધ \(R\) નું મૂલ્ય કેટલા ................ \(\Omega\) હશે?
2019 મધ્યમ - 38. આકૃતિમાં ત્રણ પરિપથ \(I, II\) અને \(III\) દર્શાવેલ છે જેને \(3\,V\) ની બેટરી સાથે જોડેલ છે. જો \(I, II\) અને \(III\) માથી ઉત્પન્ન થતો પાવર \(P_1 , P_2\) અને \(P_3\) હોય તો ...
2017 અઘરું - 39. આપેલ પરિપથમાં \(r\) ચલિત અવરોધ છે. જો \(r = fR\) હોય ત્યારે \(r\) માંથી મહત્તમ ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો \(f\) નું મૂલ્ય કેટલું હશે?
2016 અઘરું - 40. \(100\, W\) ના ચાર બલ્બ \(B_1 , B_2, B_3\) અને \(B_4\) ને \(220\, V\) ના સ્ત્રોત સાથે પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.તો આદર્શ એમીટરનું અવલોકન \(A\) માં કેટલા ................. \(A\) મળશે?
2014 અઘરું - 41. એક મોટા મકાનમાં \(40\) \(W\) ના \(15\) ગોળા,\(100\) \(W \) ના \(5\) ગોળા,\(80\) \(W\) નાં \(5\) પંખા અને \(1\) \(kW\) નું \(1\) ઉષ્ણક (હીટર) છે. વિદ્યુત ઉદ્ગમનો સ્થિતિમાન \(220\) \( V \) છે,તો મકાનનો લઘુત્તમ ક્ષમતા ધરાવતો ફયુઝ ................. \(A\) નો હશે. 2014 મધ્યમ
- 42. જ્યારે પ્રવાહ \(A\) થી \(B\) તરફ વહેતો હોય ત્યારે નીચે પૈકી ચાર અવરોધ \(P, Q, R\) અને \(S\) માથી કયો અવરોધ મહત્તમ ઉષ્મા ઉત્પન્ન કરે?
2013 અઘરું - 43. ઓરડામાં સપ્લાય વોલ્ટેજ \(120\) \(V\) છે.લેડ વાયરનો અવરોધ \(6\) \(Ω\) છે.ઓરડામાં \(60\) \(W\) નો બલ્બ પહેલેથી ચાલુ છે.હવે,બલ્બને સમાંતર \(240\) \(W\) નું હીટર ચાલુ કરવામાં આવે,તો બલ્બને સમાંતર વોલ્ટેજમાં કેટલા ............. \(V\) ઘટાડો થશે? 2013 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 - પ્રવાહ વિદ્યુત ના અન્ય ટોપિક
- 29પ્રશ્નો Electric Cells and Combination of cells in Series and Parallel
- 12પ્રશ્નો Combination of Resistors - Series and Parallel
- 25પ્રશ્નો Potentiometer
- 27પ્રશ્નો મીટરબ્રિજ
- 86પ્રશ્નો સમતુલ્ય અવરોધ
- 25પ્રશ્નો વિદ્યુતપ્રવાહ, પ્રવાહ ઘનતા, ડ્રિફટવેગ, રીલેક્સેશન સમય
- 43પ્રશ્નો ઓહ્મનો નિયમ, અવરોધકતા અને વાહક્તા
- 14પ્રશ્નો કિચૌફના નિયમો
- 6પ્રશ્નો Carbon resistors and Color code for Carbon resistors
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં વિદ્યુતઉર્જા સને પાવર ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 43 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
વિદ્યુતઉર્જા સને પાવર ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
9% સરળ, 47% મધ્યમ અને 44% અઘરા.