પ્રશ્નો
નવા પહેલા25 માંથી 1–25 પ્રશ્નો
- 1. એક બંધ ઓર્ગન નળીની પાંચમી હાર્મોનિક આવૃત્તિ, ખુલી નળીની પ્રથમ હાર્મોનિક સાથે બંધબેસતી છે. બંધ નળી અને ખુલ્લી નળીની લંબાઈઓની ગુણોત્તર \(5 / x\) છે x નું મૂલ્ય __________ છે. 2026 અઘરું
- 2. એક ખુલ્લી ઓર્ગન નળીમાં તૃતીય અને છઠ્ઠી હાર્મોનિક આવૃત્તિઓ અનુક્રમે \(\nu_3\) અને \(\nu_6\) છે.
જો \(\nu_6-\nu_3=2200 Hz\) હોય તો નળીની લંબાઈ ________ mm છે.
(ધ્વનિનો હવામાં વેગ 330 m/s લો) 2026 અઘરું - 3. અનુનાદના પ્રયોગમાં, 100 cm અને 120 cm લંબાઈના બે હવા સ્તંભો (એક છેડે બંધ) જ્યારે દરેક તેમના અનુરૂપ મૂળભૂત મોડમાં ધ્વનિ ઉત્પન્ન કરે છે, ત્યારે 15 વિસ્પંદ પ્રતિ સેકન્ડ આપે છે. હવા સ્તંભમાં ધ્વનિનો વેગ કેટલો છે? 2025 મધ્યમ
- 4. બંધ ઓર્ગન પાઇપ સાથેના એક પ્રયોગમાં, તેને તેના કદના \(\left(\frac{1}{5}\right)\) ભાગ જેટલા પાણીથી ભરવામાં આવે છે. મૂળભૂત સૂરની આવૃત્તિમાં કેટલો ફેરફાર થશે? 2025 સરળ
- 5. એક બંધ ઓર્ગન પાઇપ અને એક ખુલ્લો ઓર્ગન પાઇપ બે જુદા જુદા વાયુઓ વડે ભરેલા છે, જે સમાન બલ્ક મોડ્યુલસ પરંતુ અનુક્રમે જુદી જુદી ઘનતા \(\rho_1\) અને \(\rho_{2^{\prime}}\) ધરાવે છે. બંધ પાઇપના \(9^{\text {th }}\) સંવાદિકની આવૃત્તિ ખુલ્લા પાઇપના \(4^{\text {th }}\) સંવાદિકની આવૃત્તિ સાથે સમાન છે. જો બંધ પાઇપની લંબાઈ 10 cm હોય અને વાયુઓની ઘનતાનો ગુણોત્તર \(\rho_1: \rho_2=1: 16\) હોય, તો ખુલ્લા પાઇપની લંબાઈ કેટલી છે? 2025 મધ્યમ
- 6. બે ખુલ્લી ઓર્ગન પાઇપ, જેની લંબાઈ \(60 \mathrm{~cm}\) અને \(90 \mathrm{~cm}\) છે, તે અનુક્રમે \(6^{\text {th }}\) અને \(5^{\text {th }}\) હાર્મોનિક્સ પર અનુનાદ કરે છે. આપેલા મોડ્સ માટે આવૃત્તિઓનો સામાન્ય તફાવત _______ \(\mathrm{Hz}\) છે. (હવામાં ધ્વનિનો વેગ \(=333 \mathrm{~m} / \mathrm{s}\) ) 2024 સરળ
- 7. એક બંધ અને એક ખુલ્લા ઓર્ગન પાઇપની લંબાઈ સમાન છે. જો તેમના સાતમા અધિસ્વરની આવૃત્તિઓનો ગુણોત્તર \(\left(\frac{a-1}{a}\right)\) હોય, તો \(a\) નું મૂલ્ય _______ છે. 2024 મધ્યમ
- 8. એક બંધ ઓર્ગન નળીમાં, મૂળભૂત સ્વરની આવૃત્તિ \(30 \mathrm{~Hz}\) છે. હવે અમુક જથ્યાનું પાણી ઓર્ગન નળીમાં નાંખતા મૂળભૂત આવૃત્તિ વધીને \(110 \mathrm{~Hz}\) થાય છે. બે ઓર્ગન નળીને \(2 \mathrm{~cm}^2\) જેટલું આડછેદનું ક્ષેત્રફ્ળ હોય તો ઓર્ગન નળીમાં _______ (ગ્રામમાં) પાણીનો જથ્થો નાંખવો પડશે. (હવામાં ધ્વનિની ગતિ \(330 \mathrm{~m} / \mathrm{s}\) લો.) 2024 મધ્યમ
- 9. એક બંધ પાઈપની મૂળભૂત આવૃત્તિ, ખુલ્લા પાઈપના પ્રથમ ઓવરટોનની આવૃત્તિ જેટલી છે. જો ખુલ્લા પાઈપ ની લંબાઈ \(60 \mathrm{~cm}\) હોય તો બંધ પાઈ૫ ની લંબાઈ _______ હશે. 2024 અઘરું
- 10. \(40\,cm\) લાંબી ઓર્ગન નળી બંને છેડે ખુલ્લી છે. ધ્વનિની હવામાં ઝડપ \(360\,ms ^{-1}\) છે. દ્વિતીય પ્રસંવાદીની આવૃતિ ..........\(Hz\) છે. 2023 સરળ
- 11. કોઈ એક ચોકકસ ઓર્ગન નળી માટે પ્રથમ ત્રણ અનુનાદની આવૃત્તિઓ અનુક્રમે \(1:3:5\) ના ગુણોત્તરમાં છે. જો પાંચમા હાર્મોનિકની આવૃત્તિ \(405\,Hz\) અને ધ્વનિની હવામાં ઝડપ \(324\,ms ^{-1}\) હોય, તો ઓર્ગન નળીની લંબાઈ .......... \(m\) છે. 2023 અઘરું
- 12. \(340 \,Hz\) ની આવૃત્તિ ધરાવતો એક ધ્વની ચિપીયો, એક નળાકારીય નળીમાં \(125 \,cm\) લંબાઈના હવાના સ્તંભની સાથે તેના મૂળભૂત મોડમાં અનુનાદ અનુભવે છે. જ્યારે તેમાં ધીમે-ધીમે પાણી ભરવામાં આવે છે, ત્યારે ફરીવાર અનુનાદ થાય તે માટે ની પાણીની ઓછામાં ઓછી ઊંચાઈ .............. \(cm\) હશે. (ધ્વનિનો વેગ \(340 \,ms ^{-1}\) ) 2022 અઘરું
- 13. અનુનાદીય નળીની મદદથી આરડાના તાપમાને હવામાં ધ્વનિની વેગ માપવાના પ્રયોગમાં, હવાના સ્તંભની લંબાઈ \(20.0\,cm\) હોય છે ત્યારે \(400 \,Hz\) આવૃત્તિ ધરાવતા ધ્વનિ ચીપીયા માટે પ્રથમ અનુનાદ મળે છે.ઓરડાના તાપમાને ધ્વનિનો વેગ \(336 \,ms ^{-1}\) છે. જ્યારે હવાનાં સ્તંભની લંબાઈ ............ \(cm\) હશે ત્યારે ત્રીજો અનુનાદ મળે છે. 2022 મધ્યમ
- 14. એક ખુલ્લી ઑર્ગન પાઈ૫ (વાંસળી) ના પ્રથમ હાર્મોનીકની (ઑવરટોન) આવૃત્તિ એ એક બંધ ઑર્ગન પાઈપની મૂળભુત આવૃત્તિ જેટલી છે. જે બંધ ઑર્ગન પાઈપની લંબાઈ \(20 \,cm\) હોય તો ખુલ્લી ઑર્ગન પાઈપની લંબાઈ ................\(cm\) હશે. 2022 અઘરું
- 15. એક વિદ્યાર્થી અનુવાદ નળીનો પ્રયોગ કરે છે. અનુનાદ નળીનો વ્યાસ \(6\, cm\) છે. સ્વરકાંટાની આવૃત્તિ \(504\, Hz\) છે. આપેલ તાપમાને ધ્વનીની ઝડપ \(336\, m/s\) છે. મીટર પટ્ટીનો શૂન્ય અંક અનુનાદીય નળીનાં ઉપરનાં છેડા સાથે બંધ બેસે છે. જ્યારે પ્રથમ અનુનાદ ઉત્પન્ન થાય તે વખતનું પાણીના સ્તરનું નળીમાં અવલોકન............\(cm\) હશે. 2021 અઘરું
- 16. \(L\) લંબાઈની બંધ ઓર્ગન-પાઈપ અને ખુલ્લી ઓર્ગન-પાઈપમાં અનુક્રમે \(\rho_{1}\) અને \(\rho_{2}\) ધનતા ધરાવતાં વાયુઓ રહેલા છે. બંને પાઈપોમાં વાયુની દબનીયતા સમાન છે. બંને પાઈપ સમાન આવૃત્તિ સાથે પોતાના પ્રથમ અધિસ્વર (overtone) માં કંપન કરે છે. ખુલ્લા પાઈપની લંબાઈ \(\frac{ x }{3} L \sqrt{\frac{\rho_{1}}{\rho_{2}}}\) છે. જ્યાં \(x\) ........... છે. (નજીકતમ પૂર્ણાંકમાં લખો) 2021 સરળ
- 17. સ્વરકાંટો \(250\, {Hz}\) થી કંપન કરે છે. સ્વરકાંટા સાથે અનુનાદ કરવા માટે ક્લોઝ પાઇપની લઘુતમ લંબાઈ કેટલા \({cm}\) હોવી જોઈએ? (હવામાં ધ્વનિની ઝડપ \(340\, {ms}^{-1}\)) 2021 મધ્યમ
- 18. એક અનુનાદ નળીના પ્રયોગમાં જ્યારે નળીમાં તળીએથી \(17.0\, cm\) ઊંચાઈ સુધી પાણી ભરેલું હોય ત્યારે તે આપેલ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે. જ્યારે પાણીનું સ્તર વધારીને \(24.5\, cm\) કરવામાં આવે ત્યારે તે ફરીથી તે અનુનાદ કરે છે. જો હવામાં ધ્વનિની ઝડપ \(330\, m / s \) હોય તો સ્વરકાંટાની આવૃતિ કેટલા \(Hz\) હશે? 2020 અઘરું
- 19. એક મીટર લાંબી સ્વરનળી(બંને છેડા ખુલ્લા) ને \(STP\) એ હવાની ઘનતા કરતાં બમણી ઘનતા ધરાવતા વાયુમાં મુકેલ છે. \(STP\) એ હવાની ઝડપ \(300\; \mathrm{m} / \mathrm{s}\) હોય, તો નળીમાં મૂળભૂત અને બીજા હાર્મોનિક ની આવૃતિ વચ્ચેનો તફાવત \(\mathrm{Hz}\) માં કેટલો મળે? 2020 અઘરું
- 20. \(480\, Hz\) આવૃતિ ધરાવતા સ્વરકાંટાનો ઉપયોગ અનુનાદિત નળીમાં હવામાં ધ્વનિની ઝડપ \((\nu )\) માપવામાં થાય છે.તેમાં \({\ell _1} = 30\,cm\) અને \({\ell _2} = 70\,cm\) લંબાઈએ અનુનાદ સંભળાય છે.તો \(\nu\) કેટલી ..... \(ms^{-1}\) હશે? 2019 અઘરું
- 21. એક બંધ ધ્વનિ (આર્ગન) નળીની મૂળભૂત આવૃત્તિ \(1.5\, kHz\) છે. આ ધ્વનિ-નળી વડે એક વ્યક્તિ દ્વારા સ્પષ્ટપણે સાંભળી શક્તા અધિસ્વરોની સંખ્યા ________ હશે (વ્યક્તિ દ્વારા સાંભળી શકાતી મહત્તમ આવૃત્તિ \(20,000\, Hz\) છે તેમ ધારો.) 2019 સરળ
- 22. કોઈ અનુનાદીય નળી જુની અને તેને ખવાઈને દાંતા પડી ગયેલ છેડો છે. હજુ પણ તે પ્રયોગશાળામાં હવામાં ધ્વનિનો વેગ માપવા વપરાય છે. જ્યારે પાણી ભરેલી નળીને તેના ખુલ્લા છેડાની નજીક દોરેલી નિશાનીથી નીચે \(11\, cm\) આગળ દોરેલ નિશાની (માર્ક) આગળ રાખતા \(512\,Hz\) ધરાવતો ધ્વનિ ચિપીયો પ્રથમ અનુનાદ ઉત્પન્ન કરે છે. જ્યારે પ્રયોગ બીજા \(256\, Hz\) આવૃતિનાં ધ્વનિ ચિપીયાથી પુનરાવર્તિત કરવામાં આવે છે ત્યારે પ્રથમ અનુવાદ પાણી જ્યારે આપેલ સંદર્ભ નિશાનીથી નીચે \(27\, cm \) આગળ હોય ત્યારે મળે છે. પ્રયોગમાં મળતો હવામાં ધ્વનિનો વેગ .... \(ms^{-1}\) ની નજીકનો હશે. 2019 મધ્યમ
- 23. અનુનાદિત સ્તંભ માટે અંતિમ કરેક્શન \(1\,cm\) છે. જો સ્વરકાંટાની ઓછામાં ઓછી \(10\,cm\) લંબાઈ સાથે તે અનુનાદ કરતો હોય તો બીજી અનુનાદિત લંબાઈ કેટલા \(cm\) હશે? 2018 અઘરું
- 24. સ્વરકાંટો \(256\, Hz\) આવૃતિથી કંપન કરે છે અને ખુલ્લી નળીમાં ત્રીજી તૃતીય આવૃતિ માટે પ્રતિ સેકન્ડે એક સ્પંદ સંભળાય છે. તો નળીની લંબાઈ \(cm\)માં કેટલી હશે? (હવામાં ધ્વનિની ઝડપ\(=340\, ms^{-1}\)) 2018 સરળ
- 25. બંને છેડાથી ખુલ્લી એલ પાઇપની,હવામાં,મૂળભૂત આવૃત્તિ \(f\) છે.આ પાઇપને ઉર્ધ્વ રીતે તેની અડધી લંબાઇ સુધી પાણીમાં ડુબાડવામાં આવે છે.તો પાઇપમાં વધેલ હવાના કોલમની મૂળભૂત આવૃત્તિ .... \(f\) હવે થશે. 2016 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - તરંગો ના અન્ય ટોપિક
- 11પ્રશ્નો સ્પંદ
- 8પ્રશ્નો ધ્વનિતરંગ
- 3પ્રશ્નો તરંગોની ઉર્જા અને તીવ્રતા
- 3પ્રશ્નો તરંગોના સંપાતીકરણનો સિદ્ધાંત
- 13પ્રશ્નો યાંત્રિક તરંગ
- 19પ્રશ્નો Transverse Stationary Waves and Sonometer
- 6પ્રશ્નો પ્રગામી તરંગો
- 32પ્રશ્નો Doppler's Effect
- 15પ્રશ્નો Wave Equation and Characteristics of Waves
- 2પ્રશ્નો સ્થિત તરંગ
- 2પ્રશ્નો Musical Sound
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં Longitudinal Stationary Waves (Organ Pipes) and Resonance Tube ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2016–2026 ના 25 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
Longitudinal Stationary Waves (Organ Pipes) and Resonance Tube ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
24% સરળ, 32% મધ્યમ અને 44% અઘરા.