પ્રશ્નો
નવા પહેલા10 માંથી 1–10 પ્રશ્નો
- 1. લંબાઈ \(l\) ની એક નળાકાર નળી AB, બંને છેડેથી બંધ છે અને M આણ્વીય દળ ધરાવતો 1 મોલ આદર્શ વાયુ સમાવે છે. આ નળીને AB ને લંબ અને A છેડા પરની ધારમાંથી પસાર થતી અક્ષની આસપાસ સમક્ષિતિજ સમતલમાં અચળ કોણીય વેગ \( \omega \) સાથે ફેરવવામાં આવે છે. જો A અને B બિંદુએ દબાણ અનુક્રમે \( P_{A} \) અને \( P_{B} \) હોય, તો: (ધારો કે નળીમાં બધા બિંદુએ તાપમાન સમાન છે)
2026 અઘરું - 2. એક હાઈડ્રોલિક લીફટની \(5000\,kg\) દળના વાહનને ઉંયકવા માટે રચના કરેલી છે. વજન ઉંચકતા નળાકારના આડછેદનું ક્ષેત્રફળ \(250\,cm ^2\) છે. નાના પિસ્ટન દ્વારા અનુભવાતુ મહત્તમ દબાણ \(........\) છે [\(g =10\,m / s ^2\) ધારો.] 2023 સરળ
- 3. પ્રવાહીના દાબીય સ્થિતિ સ્થાપકત્તા અંક (બલ્ક મોડ્યુલસ) \(3 \times 10^{10} \;Nm ^{-2}\) છે. પ્રવાહના આપેલા કદને \(2\) % ધટાડવા જારુરી દબાણ ....... \(\times 10^{8}\; Nm ^{-2}\) છે. 2022 મધ્યમ
- 4. અમુક ઊંડાઈ પર સબમરીન પર લાગતું દબાણ \(3 \times 10^{5}\;Pa\) છે. જો ઊંડાઈ બમણી કરવામાં આવે તો સબમરીન પર લાગતા દબાણમાં કેટલો પ્રતિશત વધારો થશે?(વાતાવરણનું દબાણ \(=1 \times 10^{5}\; Pa\), પાણીની ઘનતા \(=10^{3}\, kg \,m ^{-3}, \;g =10 \,ms ^{-2}\) ) 2021 મધ્યમ
- 5. પાણીની સપાટીથી વસ્તુને \(2\, km\) ઊંડાઇએ રાખતા તેના કદમાં થતો ફેરફાર \(\frac{\Delta V }{ V }=1.36\, \%,\) હોય તો તેના કદ પ્રતિબળ અને કદ વિકૃતિ નો ગુણોત્તર કેટલો થાય?[પાણીની ઘનતા \(=1000\, kg m ^{-3}\) અને \(\left. g =9.8 \,ms ^{-2} .\right]\) 2021 મધ્યમ
- 6. રબરના દડાને સમુદ્રના કેટલી ઊંડાઈએ (\(m\) માં) લઈ જતાં તેના કદમાં \(0.5\, \%\) નો ઘટાડો થાય? (રબરનો બલ્ક મોડ્યુલસ \(=9.8 \times 10^{8}\, {Nm}^{-2}\), સમુદ્રના પાણીની ઘનતા \(=10^{3} {kgm}^{-3}\) \(\left.{g}=9.8\, {m} / {s}^{2}\right)\) 2021 મધ્યમ
- 7. \(1 \;\mathrm{m}\) લંબાઈ ધરાવતા એક નળાકારને એવી ધાતુમાથી બનાવેલ છે કે જેનો રેખીય પ્રસરણાંક ખૂબ નાનો છે તેને \(0^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલ પાણીની સપાટી ઉપર મુક્તા તેની \(20\; \mathrm{cm}\) લંબાઈ સપાટીથી ઉપર રહે છે.જ્યારે પાણીનું તાપમાન વધીને \(4^{\circ} \mathrm{C}\) થાય ત્યારે નળાકારની \(21 \;\mathrm{cm}\) લંબાઈ સપાટીથી ઉપર રહે છે, તો \(\mathrm{T}=4^{\circ} \mathrm{C}\) એ \(\mathrm{T}=0^{\circ} \mathrm{C}\) ની સાપેક્ષે ઘનતા લગભગ કેટલી થાય? 2020 મધ્યમ
- 8. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(10\; \mathrm{m}\) ના ચોરસ પાત્રમાં બે પ્રવાહી ભરેલા છે જેમની ઘનતા \(\rho_{1}\) અને \(\rho_{2}\left(\rho_{2}=2 \rho_{1}\right)\) છે.બંને પ્રવાહીની ઊંચાઈ \(5 \;\mathrm{m} .\) છે.આ પ્રવાહીના કારણે \(MN\) અને \(NO\) પર લાગતા બળનો ગુણોત્તર કેટલો મળે? (પ્રવાહી એકબીજામાં મિશ્ર થતાં નથી)
2020 મધ્યમ - 9. \(R\) ત્રિજ્યા ધરાવતા ઘન ગોળાની દળ ઘનતા \(\rho(\mathrm{r})=\rho_{0}\left(1-\frac{\mathrm{r}^{2}}{\mathrm{R}^{2}}\right), 0<\mathrm{r} \leq \mathrm{R}\) મુજબ આપવામાં આવે છે. ઓછામાં ઓછી કેટલી ઘનતા ધરાવતા પ્રવાહીમાં ગોળો તરશે? 2020 અઘરું
- 10. સબમરીન દરિયામાં \(d_1\) ઊંડાઈએ \(5.05\times 10^6\,Pa\) દબાણ અનુભવે છે.જ્યારે તે \(d_2,\) ઊંડાઈએ જાય ત્યારે તે \(8.08\times 10^6\,Pa\) દબાણ અનુભવે તો \(d_2 -d_1\) લગભગ ........ \(m\) હશે? (પાણીની ઘનતા \(= 10^3\,kg/m^3\) અને ગુરુત્વ પ્રવેગ \(= 10\,ms^{-2}\) ) 2019 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - તરલના યાંત્રિક ગુણધર્મો ના અન્ય ટોપિક
- 12પ્રશ્નો Buoyancy, Archimedes' Principle and Laws of Floatation
- 23પ્રશ્નો Viscosity and Stoke's Law and Terminal
- 22પ્રશ્નો બર્નુલીનો સિદ્ધાંત
- 7પ્રશ્નો સાતત્ય સમીકરણ, વહન દર
- 9પ્રશ્નો બહાર આવતા તરલની ઝડપ : ટૉરિસેલીનો નિયમ
- 5પ્રશ્નો પાસ્કલનો નિયમ
- 10પ્રશ્નો પ્રવાહિ સ્તંભ અને દબાણમાપક દ્વારા દબાણ
- 10પ્રશ્નો Reynold's Number and Poiseuille's Equation
- 6પ્રશ્નો શ્યાનતા (સ્નિગ્ધતા)
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં દબાણ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2019–2026 ના 10 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
દબાણ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
10% સરળ, 70% મધ્યમ અને 20% અઘરા.