ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - પ્રવાહ વિદ્યુત

મીટરબ્રિજ PYQ: JEE Mains Physics પ્રશ્નો

મીટરબ્રિજ પર STD 12 - પ્રવાહ વિદ્યુત ના 27 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

27પ્રશ્નો
310STD 12 - પ્રવાહ વિદ્યુત માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 4% મધ્યમ 33% અઘરું 63%

પ્રશ્નો

નવા પહેલા

27 માંથી 1–27 પ્રશ્નો

  1. 1. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અવરોધો \(2 \Omega\) અને \(3 \Omega\) બ્રિજના ખાંચાઓમાં જોડેલા છે. XY તાર પરના કોઈ બિંદુએ જૉકીના સંપર્ક દ્વારા શૂન્ય બિંદુ પ્રાપ્ત થાય છે. જ્યારે એક અજ્ઞાત અવરોધ \(3 \Omega\) અવરોધ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, ત્યારે શૂન્ય બિંદુ Y તરફ 22.5 cm જેટલું સ્થાનાંતરિત થાય છે. અજ્ઞાત અવરોધનું અવરોધ _________ \(\Omega\) છે.
    image
    2026 મધ્યમ
  2. 2. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અવરોધો \( R_{1} \) અને \( R_{2} \) સાથેનો એક મીટર બ્રિજ બિંદુ P થી 40 cm અંતરે સંતુલિત (શૂન્ય બિંદુ) હતો. જ્યારે 16 \( \Omega \) અવરોધને \( R_{2} \) ને સમાંતર જોડવામાં આવે છે, ત્યારે શૂન્ય બિંદુ બિંદુ P થી 50 cm અંતરે બદલાઈ ગયું. અવરોધો \( R_{1} \) અને \( R_{2} \) ના મૂલ્યો __________ છે.

    image
    2026 અઘરું
  3. 3. આકૃતિમાં દર્શાવ્યા મુજબની ગોઠવણીમાં પોટેન્શિયોમીટરના તાર AB ની કુલ લંબાઈ 50 cm છે. જો P એ એવો બિંદુ હોય જ્યાં ગેલ્વેનોમીટર શૂન્ય અવલોકન દર્શાવે છે તો લંબાઈ AP _________ cm છે.
    image
    2026 અઘરું
  4. 4. અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવાના મીટરબ્રીજના પ્રયોગમાં, પ્રથમ \(2 \Omega\) અને \(3 \Omega\) ના અવરોધ બ્રીજના ડાબા અને જમણા ગેપમાં જોડવામાં આવે છે અને ડાબી બાજુ થી \(l cm\) લંબાઈએ તટસ્થબિંદુ મેળવવામાં આવે છે. હવે જ્યારે અજ્ઞાત અવરોધ \(x \Omega\) ને \(3 \Omega\) ના અવરોધકની સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તટસ્થબિંદુ તારમાં જમણી તરફ 10 cm જેટલું ખસે છે. અજ્ઞાત અવરોધ x નું મૂલ્ય ________ \(\Omega\) છે. 2026 મધ્યમ
  5. 5. \(10 \mathrm{~cm}\) લંબાઈ અને \(\sqrt{7} \times 10^{-4} \mathrm{~m}\) ત્રિજ્યા ના તારને મીટર બ્રીજના જમણા ગેપમાં જોડેલ છે.જ્યારે ડાબા ગેપમાં અવરોધ પેટી વડે \(4.5 \Omega\) નો અવરોધ જોડવામાં આવે ત્યારે ડાબા છેડેથી \(60 \mathrm{~cm}\) આગળ તટસ્થબિંદૂ (સંતુલન લંબાઈ) મળે છે.જો તારની અવરોધકતા \(\mathrm{R} \times 10^{-7} \Omega \mathrm{m}\) હોય તો \(\mathrm{R}\) નું મૂલ્ય_____છે. 2024 અઘરું
  6. 6. આપેલ તારનો કે જેની લંબાઈ \(L\) અને ત્રિજ્યાં \(R\) હોય તેનો વિશિષ્ટ અવરોધ \(\left(S_1\right)\) માપવા માટે વ્હીસ્ટોન બ્રિજના સિધ્યાંતનો ઉપયોગ કરવામાં આવે છે. જો તારનો અવરોધ \(X\) હોય ત્યારે વિશિષ્ટ અવરોધ \(S_1=X\left(\frac{\pi r^2}{L}\right)\) છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે તો વિશિષ્ટ અવરોધનું મૂલ્ય ........... થશે. 2024 અઘરું
  7. 7. એક ગેલવેનોમીટર ( \(G\) ) ના \(2 \Omega\) અવરોધવાળું આપેલ પરિપથમાં જોડેલ છે. \(C_1\) અને \(C_2\) માં સંગ્રહિત વિદ્યુતભારનો ગુણોત્તર _______ છે.
    image
    2024 મધ્યમ
  8. 8. એક મીટર બ્રિજના તારનો પ્રત્યેક સેન્ટિમીટર દીઠ અવરોધ \(\mathrm{r}\) છે. આ મીટર બ્રિજની ડાબી તરફની ગેપમાં \(\mathrm{X}\) \(\Omega\) અવરોધ અને જમણી તરફની ગેપમાં \(25 \Omega\) અવરોધ જોડેલો છે ત્યારે સંતુલન લંબાઈ ડાબી તરફ્ના છેડાથી \(40 \mathrm{~cm}\) મળે છે. હવે જો આ મીટર બ્રિજના તારને પ્રત્યેક સેન્ટીમીટર દીઠ \(2 r\) અવરોધ ધરાવતા તાર વડે બદલવામાં આવે તો આપેલ ગોઠવણ માટે સંતુલન સ્થિતિમાં નવી લંબાઈ _______ થશે. 2024 અઘરું
  9. 9. મીટર-બ્રિજમાં જ્યારે ડાબા ગેપમાં અવરોધ \(2\ \Omega\) હોય અને જમણા ગેપમાં અજ્ઞાત અવરોધ હોય, ત્યારે સંતુલન લંબાઈ \(40\ \mathrm{cm}\) મળે છે. અજ્ઞાત અવરોધને \(2\ \Omega\) સાથે શન્ટ કરતા, સંતુલન લંબાઈમાં _______ ફેરફાર થાય છે. 2024 અઘરું
  10. 10. એક મીટર બ્રીજના પ્રયોગમાં ગેપમાં \(2\,\Omega\) અને \(3\,\Omega\) મૂકવામાં આવે તો સંતુલનબિંદુ મળે છે. સંતુલન બિંદુને \(22.5\,cm\) સ્થાનાંતરિત કરવા માટે \(3\,\Omega\) અવરોધ સાથે \(X\,\Omega\) નો શંટ જોડવામાં આવે છે.તો \(X\) નું મૂલ્ય \(...........\) છે. 2023 મધ્યમ
  11. 11. જ્યાર બે અવરોધો \(R _1\) અને \(R _2\) ને શ્રેણીમાં જોડીને, મીટરબ્રીજના ડાબીબાજુના ગેપમાં દાખલ કરવામાં (જોડવામાં) આવે છે અને \(10\,\Omega\) ના અવરોધને જમણા-ગેપમાં મૂકવામાં આવે છે, ત્યારે ડાબીબાજુથી \(60\,cm\) અંતરે તટસ્થબિંદુુ મળે છે. જ્યારે \(R_1\) અને \(R_2\) ને સમાંતરમાં જોડી મીટરબ્રીજના ડાબીબાજુમા ગેપમાં લગાવવામાં આવે અને જમણી બાજુના ગેપમાં \(3\,\Omega\) નો અવરોધ દાખલ કરતા, ડાબીબાજુથી \(40\,cm\) અંતરે તટસ્થ બિંદુ મળે છે. ગુણાકાર \(R_1 R_2\) \(.............\Omega\) મળશે. 2023 અઘરું
  12. 12. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર અવરોધોને મીટર બ્રીજમાં જોડવામાં આવ્યા છે. સંતોલન લંબાઈ \(l_1\) એ \(40\,cm\) છે. હવે અજ્ઞાત અવરોધ \(x\) ને \(P\) સાથે શ્રેણીમાં જોવામાં આવે છે અને નવું સંતોલન બિંદુ, તે જ છેડા થી, \(80\,cm\) જેટલું મળે છે. \(x\) નું મૂલ્ય \(............\Omega\) હશે.
    2022 અઘરું
  13. 13. આકૃતિમાં એક મીટરબ્રીજ રચના દર્શાવેલ છે. તેનો ઉપયોગ આપેલ \(15 \,\Omega\) ના અવરોધની મદદથી અજ્ઞાત અવરોધ શોધવા માટે થાય છે. જ્યારે tapping બળ \(43 \,cm\) સ્થાને હોય છે ત્યારે ગેલ્વેનોમીટર \((G)\) (તટસ્થ) શૂન્ય આવર્તન આપે છે. જો \(A\) છેડા માટે અન્ય સુધારો \(2 \,cm\) હોય તો R ની મળેલી કિંમત .............. \(\Omega\) હશે.
    2022 અઘરું
  14. 14. મીટર બ્રીજ પ્રયોગની આકૃતિ નીચે દર્શાંવેલ છે. ગેલ્વેનોમીટરમાં શૂન્ય કોણાવર્તન માટેની સંતુલન લંબાઈ \(AC\), \(40\,cm\) જેટલી મળે છે. જે તાર \(AB\) ની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સંતુલન લંબાઈ \(.........\,Cm\) થશે.
    2022 મધ્યમ
  15. 15. મીટર બ્રિજ પ્રયોગમાં અપવાત પ્રમાણે \('S'\) ના માપન માટે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ડાબી બાજુથી \(30 \,cm\) અંતરે \(D\) આગળ સંતુલન બિંદુ મળે છે. જો \(R\) \(5.6 \,k \Omega\) હોય તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય ............. \(\Omega\) હશે.
    2022 મધ્યમ
  16. 16. \(AB\) તારની લંબાઈ \(72\, cm\) છે  જેમાં  \(A\) થી  \(x cm\) અંતરે રહેલા \(P\) બિંદુ એ જોકી કળ રાખતા ગેલવેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે છે તો \(x=\) ની નજીકનો પૂર્ણાંક ની કિમંત ...........\(cm\) થાય.
    2021 મધ્યમ
  17. 17. એક મીટરબ્રિજના પ્રયોગમાં \(S\) સામાન્ય અવરોધ અને \(R\) તારનો અવરોધ છે.તેના માટે બેલેન્સિંગ લંબાઈ \(l=25 \;\mathrm{cm} \) મળે છે.જો \(R\) તે જ દ્રવ્યના અને અડધી લંબાઈ અને અડધા વ્યાસવાળા તાર વડે બદલવામાં આવે તો બેલેન્સિંગ લંબાઈ \(l'\)(\(cm\) માં) કેટલી થાય?
    2020 અઘરું
  18. 18. આકૃતિમાં બતાવેલ મીટરબ્રીજનાં પ્રયોગની ગોઠવણમાં બિંદુ \(A\) થી \(40\, cm\) ના અંતરે તટસ્થ બિંદુ મળે છે. હવે જો \(10\,\Omega\) ના અવરોધને \(R_1\) સાથે શ્રેણીમાં જોડવામાં આવે, તો તટસ્થ બિંદુ \(10\, cm\) જેટલું ખસે છે. હવે જો તટસ્થ બિંદુને પાછું તેની પ્રારંભિક સ્થિતિમાં લાવવુ હોય તો અવરોધ \((R_1 +10)\,\Omega\) ને સમાંતર કેટલા ................ \(\Omega\) અવરોધ જોડવો પડે ?
    2019 અઘરું
  19. 19. આપેલ આકૃતિમાં મીટરબ્રીજ \(AB\) નો અવરોધ \(4\,\Omega \) છે. \(\varepsilon \, = 0.5\,\,V\) જેટલું \(emf\) ધરાવતા કોષ અને \(R_h=2\,\Omega \) ધરાવતા રિહયોસ્ટેટ સાથે કોઇક બિંદુ \(J\) પાસે તટસ્થ બિંદુ મળે છે. જ્યારે કોષને બીજા \(\varepsilon = \varepsilon_2\) જેટલા \(emf\) ધરાવતા કોષથી બદલવામાં આવે છે ત્યારે \(R_h=6\,\Omega \) માટે \(J\) બિંદુ આગળ જ તટસ્થ બિંદુ મળે છે \(\varepsilon_2\, emf\) .............. \(V\) થશે.
    2019 અઘરું
  20. 20. એક મીટરબ્રીજમાં, \(1\,m\) લંબાઈનો તાર અસમાન આડછેદ એવી રીતે ધરાવે છે કે તેના અવરોધ \(R\) નો લંબાઈ  \(l\) સાથેનો ફેરફાર \(\frac{{dR}}{{d\ell }} \propto \frac{1}{{\sqrt \ell  }}\) છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે સમાન અવરોધો જોડેલ છે. જ્યારે જોકી એ બિંદુ \(P\) પર હોય ત્યારે ગેલ્વેનોમીટરમાં આવર્તન શૂન્ય છે. લંબાઈ \(AP\) કેટલા .................. \(m\) હશે?
    2019 અઘરું
  21. 21. એક વ્હીસ્ટોન બ્રિજમાં (આકૃતિ જુઓ) ભુજા \(P\) અને \(Q\) નો ગુણોત્તર લગભગ સરખો છે. જ્યારે \(R=400\,\Omega\), બ્રિજ સંતુલન થાય છે. \(P\) અને \(Q\) ની અદલાબદલી કરતા સંતુલન માટે \(R\) નું મૂલ્ય \(405\,\Omega\) છે. \(X\) નું મૂલ્ય  .................. \(ohm\) ની નજીકનું હશે
    2019 મધ્યમ
  22. 22. મીટરબ્રિજના પ્રયોગ માટે પરિપથ અને ટેબલ આપેલ છે 
    \(Sl\). \(No\). \(R\, (\Omega )\) \(l\, (cm)\)
    \(1\). \(1000\) \(60\)
    \(2\). \(100\) \(13\)
    \(3\). \(10\) \(1.5\)
    \(4\). \(1\) \(1.0\)
    ઉપર પૈકી કયું અવલોકન ખોટું પડે?
    2019 મધ્યમ
  23. 23. આપેલ મીટરબ્રિજના પરિપથમાં \(Y=12.5\, \Omega \) અને જૉકી \(J\) દ્વારા \(A\) બાજુથી \(39.5\, cm\) અંતરે તટસ્થ બિંદુ મળે છે. \(X\) અને \(Y\) અવરોધોની અદલાબદલી કરા પછી નવું તટસ્થ બિંદુ \(A\) બાજુથી \(l_2\) અંતરે મળતું હોય તો \(X\) અને \(l_2\) નું મૂલ્ય કેટલુ હશે?
    2018 અઘરું
  24. 24. મીટર બ્રિજમાં અવરોધોની અદલાબદલી કરતા,સમતોલન બિંદુ ડાભી બાજુ \(10\) \(cm \) જેટલું ખસે છે.તેમના શ્રેણી જોડાનનો અવરોધ \(1\)  \(k\Omega\) છે,તો ડાબીબાજુની બારી \((slot)\) માં પ્રથમ માપણી વખતે કેટલા .................  \(\Omega\) અવરોધ હશે? 2018 અઘરું
  25. 25. મીટરબ્રિજના પ્રયોગ માટેનો પરિપથ નીચેની આકૃતિમાં આપેલ છે.શરૂઆતમાં અવરોધ \(P\, = 4\,\Omega \) અને તટસ્થ બિંદુ \(N\) \(A\) થી \(60\,cm\) અંતરે મળે છે.હવે એક \(R\) અવરોધને \(P\) સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો તટસ્થ બિંદુ \(N\) \(A\) થી \(80\,cm\) અંતરે મળે છે. તો અવરોધ \(R\) નું મૂલ્ય કેટલું હશે?
    2017 અઘરું
  26. 26. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? 2017 સરળ
  27. 27. મીટરબ્રિજના પ્રયોગમાં અવરોધ \(X\) ને અવરોધ \(Y\) વડે સંતુલિત કરવામાં આવે ત્યારે તટસ્થ બિંદુ એક બાજુથી \(40\, cm\) અંતરે મળે છે. જો \(X < Y\) હોય તો \(3X\) અવરોધને \(Y\) અવરોધ વડે સંતુલિત કરવા સમાન બાજુ પરથી તટસ્થ બિંદુ કેટલા ............... \(cm\) અંતરે મળે? 2013 અઘરું

STD 12 - પ્રવાહ વિદ્યુત ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં મીટરબ્રિજ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 27 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

મીટરબ્રિજ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

4% સરળ, 33% મધ્યમ અને 63% અઘરા.