ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - ગતિવાદ

વાયુઓના મિશ્રણ PYQ: JEE Mains Physics પ્રશ્નો

વાયુઓના મિશ્રણ પર STD 11 - ગતિવાદ ના 11 પ્રશ્નો, 2018–2026 માં પૂછાયેલા.

11પ્રશ્નો
162STD 11 - ગતિવાદ માં
2018–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 45% અઘરું 55%

પ્રશ્નો

નવા પહેલા

11 માંથી 1–11 પ્રશ્નો

  1. 1. જો \(2\) મોલ આદર્શ એકપરમાણ્વિક વાયુને તાપમાન \(T\) પર, અન્ય \(6\) મોલ આદર્શ એકપરમાણ્વિક વાયુ સાથે તાપમાન \(2T\) પર મિશ્ર કરવામાં આવે, તો મિશ્રણનું તાપમાન છે : 2026 મધ્યમ
  2. 2. આદર્શ વાયુથી ભરેલા બે પાત્રો છે જ્યાં એકનું કદ બીજાના કદ કરતાં બમણું છે. મોટા પાત્રમાં વાયુ 1000 K તાપમાને 8 kPa દબાણે છે, જ્યારે નાના પાત્રમાં વાયુ 500 K તાપમાને 7 kPa દબાણે છે. જો પાત્રોને એક પાતળી નળી દ્વારા એકબીજા સાથે જોડવામાં આવે અને વાયુને વહેવા દેવામાં આવે, અને બંને પાત્રોનું તાપમાન 600 K પર જાળવી રાખવામાં આવે, તો સ્થિર અવસ્થાએ પાત્રોમાં દબાણ (kPa માં) કેટલું હશે? 2025 મધ્યમ
  3. 3. એક પરમાણ્વિક વાયુના બે મોલને દ્વિપરમાણ્વિક વાયુના છ મોલ સાથે મિશ્રિત કરવામાં આવે છે. અચળ કદે મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા _______ છે. 2024 અઘરું
  4. 4. જો ત્રણ મોલ \(\left(y=\frac{5}{3}\right)\) એક પરમાણ્વીય વાયુને બે મોલ દ્વિ-પરમાણ્વીય \(\left(y=\frac{7}{5}\right)\) સાથે મિશ્રિત કરવામાં આવે તો આ મિશ્રણનો સમોષ્મી ધાતાંક \(\gamma\) _______ થશે. 2024 અઘરું
  5. 5. \(N\) મોલ ધરાવતા એક બહુપરમાણ્વિક વાયુ \((f=6)\) ને બે મોલ ધરાવતા એક પરમાણ્વિક વાયુ સાથે મિશ્રિત કરવામાં આવે છે કે જેથી તે દ્વિ -પરમાણિવક વાયુની જેમ વર્તે, તો \(\mathrm{N}\) ________ હશે. 2024 અઘરું
  6. 6. \(T\) તાપમાને વાયુ મિશ્રણ \(2\) મોલ ઓકિસજન અને \(4\) મોલ નિયોન ધરાવે છે.બધા જ કંપન પ્રકારો અવગણતા, તંત્રની કુલ આંતરિક ઊર્જા \(........\,RT\) હશે. 2023 મધ્યમ
  7. 7. એક મોલ એક પરમાણ્વિય વાયુને ત્રણ મોલ દ્વિ- પરમાણ્વીય વાયુ સાથે નિશ્વિત કરવામાં આવે છે. આ મિશ્રણની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા \(\frac{\alpha^2}{4} R\,J / mol K\) છે \(\alpha\) નું મૂલ્ય થશે. 2022 મધ્યમ
  8. 8. \(\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}=\frac{5}{3}\) ધરાવતા બે મોલ આદર્શવાયુંને \(\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}=\frac{4}{3}\) ધરાવતા ત્રણ મોલ બીજા આદર્શ વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણ માટે \(\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}\) કેટલો થાય? 2020 અઘરું
  9. 9. \(n\) મોલ હીલિયમ વાયુને \(2 n\) મોલ ઓક્સિજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણ માટે \(\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}\) નું મૂલ્ય કેટલું મળે? 2020 મધ્યમ
  10. 10. બે મોલ હિલિયમ વાયુને ત્રણ મોલ હાઈડ્રોજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા  ....... \(J/mol\, K\) થશે. \((R = 8.3\, J/mol\, K)\) 2019 અઘરું
  11. 11. બે મોલ હીલિયમ વાયુને \(n\) મોલ હાઈડ્રોજન વાયુ સાથે મિશ્ર કરતાં મિશ્રણ માટે \(\frac{{{C_P}}}{{{C_V}}}\, = \,\frac{3}{2}\) મળે તો \(n\) મૂલ્ય કેટલું હશે? 2018 અઘરું

STD 11 - ગતિવાદ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં વાયુઓના મિશ્રણ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2018–2026 ના 11 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

વાયુઓના મિશ્રણ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

0% સરળ, 45% મધ્યમ અને 55% અઘરા.