ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ

વિદ્યુતપ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ PYQ: JEE Mains Physics પ્રશ્નો

વિદ્યુતપ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ પર STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ ના 33 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

33પ્રશ્નો
243STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 6% મધ્યમ 52% અઘરું 42%

પ્રશ્નો

નવા પહેલા

33 માંથી 1–33 પ્રશ્નો

  1. 1. 8 cm ના અંતરે એકબીજાને સમાંતર મૂકવામાં આવેલા બે સુવાહક તારમાં દરેકમાંથી 30 A વિદ્યુતપ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે છે. બે તારની વચ્ચેના મધ્યબિંદુએ ચુંબકીય ક્ષેત્ર __________ \(\mu\)T છે. \(\left(\dfrac{\mu_0}{4\pi} = 10^{-7}\text{ N/A}^2\right)\) 2026 મધ્યમ
  2. 2. પ્રવાહનું વહન કરતા ત્રણ લાંબા સીધા તાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરસ્પર સમાંતર ગોઠવાયેલા છે. તાર Q ની 15 cm લંબાઈ દ્વારા અનુભવાતું બળ ___________.
    image
    \(\left(\mu_0=4 \pi \times 10^{-7} T . m / A \right)\)
    2026 મધ્યમ
  3. 3. \((3\hat{i} + 2\hat{j})\) T ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારિત કણનું પ્રવેગ \(\left(4\hat{i} - \dfrac{x}{2}\hat{j}\right)\) m/s\(^2\) છે. \(x\) નું મૂલ્ય __________ છે. 2026 મધ્યમ
  4. 4. XPQY એ R કુલ અવરોધ ધરાવતો એક ઊભો, લીસો અને લાંબો લૂપ છે, જ્યાં PX એ QY ને સમાંતર છે અને તેમની વચ્ચેનું અંતર \(l\) છે. સમગ્ર અવકાશમાં લૂપના સમતલને લંબ એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર B અસ્તિત્વ ધરાવે છે. L લંબાઈ (L > \(l\)) અને m દળ ધરાવતો CD સળિયો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગુરુત્વાકર્ષણ હેઠળ સ્થિર સ્થિતિમાંથી નીચે સરકે છે. સળિયા દ્વારા પ્રાપ્ત થતી અંતિમ ઝડપ __________ m/s છે.
    (g = ગુરુત્વીય પ્રવેગ)
    image
    2026 સરળ
  5. 5. 4.0 cm લંબાઈનો એક સીધો તાર 8A વિદ્યુતપ્રવાહ વહન કરે છે અને તેને 0.15 T જેટલી પ્રબળતા ધરાવતા નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકવામાં આવે છે. તાર પર લાગતું ચુંબકીય બળ ______ mN છે. 2025 સરળ
  6. 6. 2 A પ્રવાહધારિત સીધો ધાતુનો તાર, જેનો અવરોધ \(1 \Omega\), અવરોધકતા \(2 \times 10^{-6} \Omega m\), આડછેદનું ક્ષેત્રફળ \(10 mm^2\) અને દળ 500 g છે, તેને એક સમાન ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) લગાડીને હવામાં સમક્ષિતિજ રીતે લટકાવેલ છે. \(B\) નું મૂલ્ય _______ \(\times 10^{-1} T\) છે. (આપેલ છે, \(g =10 m / s ^2\) ). 2024 મધ્યમ
  7. 7. \(2 \mathrm{~m}\) ધારની લંબાઈ ધરાવતો, \(2 \mathrm{~A}\) વિદ્યુતપ્રવાહ વહન કરતો એક ચોરસ ગાળો તેની ધાર \(\mathrm{x}-\mathrm{y}\) અક્ષને સમાંતર રહે તેમ મૂકવામાં આવેલ છે. એક ચુંબકીય ક્ષેત્ર \(x-y\) સમતલમાંથી પસાર થઈ રહ્યું છે અને તેને \(\vec{B}=B_0(1+4 x) \hat{k}\) વડે દર્શાવેલ છે, જ્યાં \(\mathrm{B}_0=5 \mathrm{~T}\). ગાળા પર લાગતું પરિણામી ચુંબકીય બળ _______ \(\mathrm{N}\) છે. 2024 અઘરું
  8. 8. \(4.0 \mu \mathrm{C}\) નો વિદ્યુતભાર \(4.0 \times 10^6 \mathrm{~ms}^{-1}\) ના વેગથી ધન \(y\)-અક્ષની દિશામાં \((2 \hat{k}) \mathrm{T}\) જેટલી પ્રબળતા ધરાવતા ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) ની અસર હેઠળ ગતિ કરે છે. વિદ્યુતભાર ઉપર લાગતું બળ \(x \hat{i} N\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
  9. 9. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે લાંબા સુરેખ તાર વિરૂધ્ધ દિશામાં સમાન પ્રવાહ ધારણ કરે છે. બે તાર વચ્ચેનું અંતર \(5.0 \mathrm{~cm}\) છે. તારની વચ્ચે મધ્યમાં રહેલા બિંદુ \(P\) આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય_______ \(\mu \mathrm{T}\)છે. (આપેલ છે  : \(\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{TmA}^{-1}\) )
    2024 અઘરું
  10. 10. આપેલ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(3.5 \times 10^{-5} \mathrm{~T}\) છે. દક્ષિણ-પૂર્વ થી ઉત્તર-પશ્ચિમ દિશામાં \(\sqrt{2} \mathrm{~A}\) પ્રવાહ ધરાવતા એક ખૂબ લાંબા સીધા સુવાહકને મૂકવામાં આવે છે. સુવાહક દ્વારા એકમ લંબાઈ દિઠ અનુભવાતું બળ _______ \(\times 10^{-6} \mathrm{~N} / \mathrm{m}\) છે. 2024 અઘરું
  11. 11. અવકાશના વિસ્તારમાં અચળ વેગથી ગતિ કરતો પ્રોટોન વેગના કોઈપણ ફેરફાર સિવાય પસાર થાય છે. જો \(\overrightarrow{\mathrm{E}}\) અને \(\vec{B}\) અનુક્મે વિદ્યુતક્ષેન્ન અને ચુંબકીય ક્ષેત્ર રજુ કરે તો અવકાશમાં______થાય. (\(A\)) \(\mathrm{E}=0, \mathrm{~B}=0\) (\(B\)) \(\mathrm{E}=0, \mathrm{~B} \neq 0\) (\(C\)) \(\mathrm{E} \neq 0, \mathrm{~B}=0\) (\(D\)) \(\mathrm{E} \neq 0, \mathrm{~B} \neq 0\) નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો : 2024 અઘરું
  12. 12. એક દ્રઢ તાર \(\mathrm{R}\) ત્રિજ્યા અર્ધવર્તુળાકાર ચાપ અને બે સુરેખ વિભાગો વડે બનેલો છે. આ તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર \(B=B_0 \hat{j}\) માં ગોઠવેલ છે. જ્યારે આ તાર માંથી \(i\) વિધુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ _______ છે.
    2024 અઘરું
  13. 13. એક વિસ્તારમાં પ્રવર્તતું ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{\mathrm{B}}=0.2(1+2 x) \hat{k} \mathrm{~T}\) વડે આપવામાં આવે છે. \(50 \mathrm{~cm}\) બાજુ અને \(0.5 \mathrm{~A}\) નો પ્રવાહ ધરાવતા એક ચોક્કસ ગાળા ને \(x-y\) સમતલમાં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેની બાજુઓ \(x-y\) અક્ષને સમાંતર રહે તે રીતે \(x-y\) સમતલમાં મુક્વામાં આવે છે. ગાળા દ્વારા અનુભવાતું સમાન ચુંબકીય બળનું મૂલ્ય _______ \(\mathrm{mN}\)છે.
    2024 અઘરું
  14. 14. \(10\,A\) વીજપ્રવાહ ધારિત બે લાંબા સુરેખ વાહક તારને \(5\,cm\) અંતરે એકબીજાને સમાંતર રાખેલ છે. તાર \(1\) ની \(10\,cm\) લંબાઈ પર લાગતા ચુંબકીયબળનું, મૂલ્ય \(F_1\) છે. જો બંને તાર વચ્ચેનું અંતર અડધું, કરવામાં આવે અને તેમાંથી વહેતા પ્રવાહ બમણા કરવામાં આવે, તો તાર \(1\) ની \(10\,cm\) લંબાઈ પર લાગતું બળ \(F_2\) કેટલું થાય ? 2023 મધ્યમ
  15. 15. \(25\,cm ^2\) નું ક્ષેત્રફળ ધરાવતા એક ચોરસગાળાનો અવરોધ \(10\,\Omega\) છે. ગાળાને \(40.0\,T\) ધરાવતા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. ગાળાનું સમતલ ચુંબકીયક્ષેત્રને લંબ છે. ગાળાને \(1.0\) સેકન્ડના ગાળામાં ધીમે-ધીમે ચુંબકીયક્ષેત્રમાંથી બહાર કાઢવા માટે થતું કાર્ય \(..........\times 10^{-3}\) હશે. 2023 અઘરું
  16. 16. \(40\,g\) દળ અને \(50\,cm\) લંબાઈ ધરાવતા એક સુરેખ તાર \(AB\) ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લચીલા લેડનાં જોડકાં સાથે \(0.40\,T\) નાં મૂલ્ય ધરાવતા સમાન યુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવે છે. લેડના આધાર પર લાગતા તણાવને દૂર કરવા માટે ........... \(A\) મૂલ્યનો વીજપ્રવાહ લાગશે. (\(g =10\,ms ^{-2}\) લો)
    2023 મધ્યમ
  17. 17. \(5\,cm,12\,cm\) અને \(13\,cm\) બાજુઓ ધરાવતી કાટકોણ ત્રિકોણાકારની એક આંટાની પ્રવાહલૂપ \(2\,A\) નો પ્રવાહ ધારણ કરે છે. આ લૂપ \(0.75\,T\) મૂલ્ચના સમાન ચુંબકીયક્ષેત્રમાં લૂપની \(13\,cm\) વાળી બાજુની સમાંતર દિશામાં મૂકવામાં આવે છે. \(5\,cm\) ની બાજુ પર ચુંબકીય બળનું મૂલ્ય \(\frac{x}{130}\,N\) છે. તો \(x\) નું મૂલ્ય \(...........\) છે. 2023 અઘરું
  18. 18. વીજપ્રવાહ ધારિત લંબ ચોરસ લૂપ \(PQRS\) સમાન તારની બનેલી છે. \(P R=Q S=5\,cm\) અને \(P Q=R S=100\,cm\) છે. જો એમિટર પ્રવાહનું અવલોકન \(I\) થી \(2I\) બદલાય તો તાર \(PQ\) પર તાર \(RS\) ને લીધે લાગુ પડતા પ્રતિ લંબાઈ ચુંબકીયબળનો ગુણોત્તર \(\left(f_{P Q}^I: f_{P Q}^{2 I}\right)\)  \(................\) થાય.
    2023 મધ્યમ
  19. 19. \(50\,cm\) લંબાઈના એક તાર \(X\)ને અને \(2\; A\) પ્રવાહ ધરાવતા \(5\,m\) લાંબા તાર \(Y\) ને સમાંતર મૂકવામાં આવેલ છે. તાર માં \(3\; A\) પ્રવાહ વહે છે. બે તારો વચ્ચેનું અંતર \(5\,cm\) અને તેમાં સમાન દિશામાં પ્રવાહ વહે છે. \(Y\) તાર ઉપર લાગતું બળ \(..........\) હશે.
    2022 મધ્યમ
  20. 20. આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર, \(0.45 \,kg m ^{-1}\) જેટલી રેખીય ઘનતા ઘરાવતો એક ધાતુનો સઇિયો એક લીસા ઢોળાવ (ઢળતા સમતલ), કે જે સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) નો કોણ બનાવે છે, ની ઉપર સમક્ષિતિન રાખવામાં આવે છે. સળિયા પર જ્યારે ઉધ્વ્ દિશામાં શિરેલંબ \(0.15 \,T\) જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તતું હોય, ત્યારે સળિયાને સ્થિર રાખવા માટે જરૂરી લઘુત્તમ પ્રવાહ ......... હશે. { \(g =10 \,m / s ^{2}\) નો ઉપયોગ કરે.}
    2022 મધ્યમ
  21. 21. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(10\,A\) પ્રવાહ ધરાવતા એક ત્રિકોણાકાર તારને \(0.5\,T\) જેટલા નિયમિત યુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવેલ છે.\(CD\) ભાગ પર લાગતું યુંબકીય બળ શોધો. \((BC = CD = BD =5\,cm\) આપેલ છે.) ચુંબકીય ક્ષેત્ર \(............\,N\)
    2022 મધ્યમ
  22. 22. બે \(10 \,cm\) લાંબા, \(5\,A\) નો પ્રવાહ ધરાવતા, સીધા તારોને એકબીજાને સમાંતર રાખવામાં આવેલ છે. જો દરેક તાર \(10^{-5} \,N\) નું બળ અનુભવતો હોય તો તારો વચ્યેનું અંતર ......... \(cm\) હશે. 2022 મધ્યમ
  23. 23. બે ખૂબ લાંબા પ્રવાહધારિત સુવાહકો તેમની વચ્ચે \(8 \,cm\) અંતર રહે તેમ એકબીજાને સમાંતર રાખવામાં આવેલા છે. તેઓની વચ્ચે મધ્યબિંદુ આગળ, તેમનામાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહને કારણે ઉત્તપન્ન ચુંબકીયક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ચ \(300 \,\mu T\). છે. બે સુવાહકોમાંથી પસાર થતી સમાન પ્રવાહ ............ હશે. 2022 મધ્યમ
  24. 24. શૂન્યાવકાશમાં \(0.20 \,m\) અંતરે એમ એકબીજાને સમાંતર રાખેલા બે લાંબા સમાંતર તારોમાંથી \(x\) \(A\) જેટલો પ્રવાહ સમાન દિશામાં વહે છે. જો દરેક તારનો પ્રતિ મીટર લાગતું આકર્ષણબળ \(2 \times 10^{-6} \,N\) હોય તો, \(x\) નું મુલ્ય લગભગ.........જેટલું હશે. 2022 મધ્યમ
  25. 25. અનિયમિત આકારની લૂપમાં પ્રવાહ પસાર કરીને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી ..... . 2021 મધ્યમ
  26. 26. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પેપરના સમતલમાં એક અનંત લંબાઇના વિદ્યુત પ્રવાહ ધારીત તાર અને નાનો પ્રવાહ ધારિત ગોળો આપેલ છે. ગોળાની ત્રિજ્યા \(a\) છે અને તેના કેન્દ્રથી તાર સુધીનું અંતર \(d, (d > > a)\) છે. જો ગોળો તાર પર \(F\) બળ લગાવે તો 
    2019 અઘરું
  27. 27. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(I_1\) પ્રવાહ પસાર થતાં લાંબા તારથી \(a\) અંતરે \(a\) બાજુવાળા ચોરસ લૂપમાથી \(I_2\) પ્રવાહ પસાર થાય છે.તારને લીધે ચોરસ લૂપ પર લાગતું કુલ બળ કેટલું હશે?
    2019 અઘરું
  28. 28. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(d\) અંતરે રહેલ બે તાર \(A\) અને \(B\) માથી \(I_1\) અને \(I_2\) પ્રવાહ પસાર થાય છે.\(A\) ને સમાંતર અને \(A\) થી \(x\) અંતરે \(I\) પ્રવાહ પસાર થતો ત્રીજો તાર \(C\) એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. તો \(x\) ની શક્ય કિમત ..... 
    2019 મધ્યમ
  29. 29. બે સમાક્ષ સોલેનોઇડમાં એક જ દિશામાં \(I\) જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે.ધારો કે બહારના સોલેનોઇડને કારણે અંદરના સોલેનોઇડના પર લાગતું ચુંબકીય બળ \(\;{\overrightarrow {\;F} _1}\) અને અંદરના સોલેનોઇડને કારણે બહારના સોલેનોઇડ પર લાગતું ચુંબકીય બળ \(\overrightarrow {{F_2}} \) છે,તો _________ 2015 મધ્યમ
  30. 30. ચુંબકીયક્ષેત્ર \(B\) (કાગળના સમતલને લંબ \(\times \times \times \) વડે દર્શાવેલ છે) માં એક તારને \(R\) ત્રિજયા ધરાવતી ચાપ તરીકે \(P\) અને \(Q\) બિંદુ વચ્ચે જડિત કરેલ છે. જેમાંથી પ્રવાહ \(I\) પસાર થાય છે. તો તારથી બનેલ ચાપ કેન્દ્ર સાથે \(2\theta_0\) નો ખૂણો બનાવતી હોય તો તારમાં તણાવ કેટલું હશે?
    2015 મધ્યમ
  31. 31. \(I\) વિદ્યુતપ્રવાહ ધરાવતા બે પાતળા લાંબા વિદ્યુતભારિત તારને \(L\) લંબાઇની અવાહક દોરીઓ વડે ટેકવવામાં આવ્યા છે,કે જેથી તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સંતુલન સ્થિતિમાં રહે.અત્રે દોરીઓ ઊર્ધ્વદિશા સાથે ‘\(\theta '\) કોણ બનાવે છે.જો તાર માટે એકમ લંબાઇ દીઠ સરેરાશ \(‘λ’\) હોય,તો પ્રવાહ \(I\) નું મૂલ્ય _______. ( \( g\) \(=\) ગુરુત્વપ્રવેગ)
    2015 અઘરું
  32. 32. ત્રણ સમાંતર વાહકોમાંથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રવાહ વહે છે. વચ્ચે રહેલ \(25\,cm\) લંબાઈના વાહક દ્વારા કેટલું બળ અનુભવાતું હશે?
    2014 અઘરું
  33. 33. બે નાના વર્તુળાકાર ગૂચળા(એકપણ પાસે આત્મપ્રેરકત્વ નથી)માંથી એક ગૂચાળાને \(V\) આકારના કોપરના તાર સાથે સમક્ષિતિજ સમતલ રહે તે રીતે લટકાવેલ છે. બીજા ગૂચળાને પહેલા ગૂચળાની નીચે સમક્ષિતિજ સમતલ રહે તે રીતે ગોઠવેલ છે. બંને ગૂચળાને \(dc\) સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલ છે. બંન્ને ગૂચળા એકબીજા તરફ આકર્ષણબળ લગાડે છે એવું જોવા મળતું હોય તો નીચે પૈકી કયું વિધાન ખોટું પડે? 2013 અઘરું

STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં વિદ્યુતપ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 33 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

વિદ્યુતપ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

6% સરળ, 52% મધ્યમ અને 42% અઘરા.