પ્રશ્નો
નવા પહેલા20 માંથી 1–20 પ્રશ્નો
- 1. જમીન પર ગોઠવેલી એક બંદૂક બધી દિશાઓમાં સમાન ગતિથી ગોળીઓ છોડે છે. ગોળીઓ પહોંચી શકે તે મહત્તમ અંતર \(6.4\) m છે. બંદૂકમાંથી નીકળતી ગોળીઓની ગતિ ______ m/s છે.
(જ્યાં \(g=10\) m/s\(^2\) લો) 2026 સરળ - 2. એક છોકરો H ઉંચાઈની ઈમારતની છત પર દડાને પહોંચાડવા માટે હવામાં સમક્ષિતિજ સાથેના \(45^{\circ}\) ના ખૂણે દડો ફેંકે છે. જો દડો 2 s માં તેની મહત્તમ ઉંચાઈ પ્રાપ્ત કરે અને ફેંકયા પછી 3 s માં ઈમારત પર પહોંચે, તો H નું મૂલ્ય __________ m છે.
\(\left( g =10 m / s ^2\right)\) 2026 મધ્યમ - 3. એક પ્રક્ષિપ્તને સમક્ષિતિજ સાથે \( 60^{\circ} \) ના ખૂણે ઉપર તરફ ફેંકવામાં આવે છે. જ્યારે તેની ગતિની દિશા સમક્ષિતિજ સાથે \( 45^{\circ} \) હોય છે ત્યારે પ્રક્ષિપ્તની ઝડપ 20 m/s છે. પ્રક્ષિપ્તની પ્રારંભિક ઝડપ __________ m/s છે. 2026 સરળ
- 4. એક પદાર્થને સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ના ખૂણે, A બિંદુએથી K ગતિઊર્જા સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. હવાના ઘર્ષણની ગેરહાજરીમાં, B અને C બિંદુઓ પરની ગતિઊર્જાના તફાવતનો A બિંદુ પરની ગતિઊર્જા સાથેનો ગુણોત્તર (આકૃતિ જુઓ) છે :
2026 અઘરું - 5. 100 g દળના એક દડાને સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ના ખૂણે \(20 \mathrm{~m} / \mathrm{s}\) ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષેપણ બિંદુથી મહત્તમ ઊંચાઈના બિંદુ સુધીની ગતિ દરમિયાન દડાની ગતિ-ઊર્જામાં થતો ઘટાડો કેટલો છે? 2025 મધ્યમ
- 6. બે પ્રક્ષિપ્ત પદાર્થોને જમીન પરના એક જ બિંદુ પરથી સમાન પ્રારંભિક ઝડપથી, સમક્ષિતિજ દિશા સાથે અનુક્રમે \(\left(45^{\circ}-\alpha\right)\) અને \(\left(45^{\circ}+\alpha\right)\) ના ખૂણે ફેંકવામાં આવે છે. તેઓ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈઓનો ગુણોત્તર છે : 2025 મધ્યમ
- 7. બે પ્રક્ષિપ્ત પદાર્થોને જમીન પરથી એક જ બિંદુએથી સમાન પ્રારંભિક ઝડપથી, સમક્ષિતિજ દિશા સાથે \(\left(45^{\circ}+\alpha\right)\) અને \(\left(45^{\circ}-\alpha\right)\) ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તેમના ઉડ્ડયન સમયનો ગુણોત્તર _________ છે. 2025 સરળ
- 8. એક હેલિકોપ્ટર 2 km ની ઊંચાઈએ \(360 \mathrm{~km} / \mathrm{h}\) ની ઝડપે સમક્ષિતિજ રીતે ઉડી રહ્યું છે, તે કોઈ એક ક્ષણે એક પદાર્થને મુક્ત કરે છે. પદાર્થ મુક્ત કર્યાના 20 s પછી O બિંદુ પર જમીન સાથે અથડાય છે. હેલિકોપ્ટરની તે સ્થિતિ કે જ્યાંથી પદાર્થને મુક્ત કરવામાં આવ્યો હતો, ત્યાંથી 'O' બિંદુનું સ્થાનાંતર કેટલું હશે ?
(ગુરુત્વાકર્ષણ પ્રવેગ \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો અને હવાના અવરોધને અવગણો) 2025 મધ્યમ - 9. એક કણને સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના ખૂણે \(60 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કણ દ્વારા પ્રથમ સેકન્ડમાં કાપવામાં આવેલી ઊંચાઈ \(\mathrm{h}_0\) છે અને તે મહત્તમ ઊંચાઈએ પહોંચે તે પહેલાંની છેલ્લી સેકન્ડમાં કાપવામાં આવેલી ઊંચાઈ \(h_1\) છે. ગુણોત્તર \(h_0: h_1\) _________ છે.
[લો, \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) ] 2025 અઘરું - 10. એક કણને \(u\) વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે જેથી તેની સમક્ષિતિજ અવધિ તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈથી ત્રણ ગણી છે. પ્રક્ષિપ્ત કણની સમક્ષિતિજ અવધિ \(\frac{n u^2}{25 g}\) તરીકે આપેલ છે, જ્યાં \(n\) નું મૂલ્ય છે : (આપેલ છે કે '\(g\)' ગુરુત્વાકર્ષણ પ્રવેગ છે). 2025 સરળ
- 11. KE ગતિ ઊર્જા ધરાવતો એક દડો સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તેના ગતિપથના ઉચ્ચતમ બિંદુએ દડાની ગતિ ઊર્જા કેટલી હશે? 2025 સરળ
- 12. સ્થિર પાણીમાં એક બોટની મહત્તમ ઝડપ \(27 \mathrm{~km} / \mathrm{h}\) છે. હવે આ બોટ \(9 \mathrm{~km} / \mathrm{h}\) ની ઝડપે વહેતી નદીમાં પ્રવાહની દિશામાં ગતિ કરી રહી છે. બોટમાંનો એક માણસ \(10 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી એક દડાને શિરોલંબ ઊર્ધ્વ દિશામાં ફેંકે છે. નદી કિનારે સ્થિર ઊભેલા નિરીક્ષક દ્વારા અવલોકન કરાતા, દડાની ક્ષિતિજ અવધિ _______ cm હશે. (લો \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\)) 2025 મધ્યમ
- 13. સમાન દળ અને પ્રારંભિક વેગ ધરાવતા બે દડાને જુદા જુદા ખૂણાઓ પર એવી રીતે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે પ્રથમ દડા દ્વારા પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ બીજા દડા કરતાં 8 ગણી વધારે છે. જો \(T_1\) અને \(T_2\) અનુક્રમે પ્રથમ અને બીજા દડાનો કુલ ઉડ્ડયન કાળ હોય, તો \(T_1\) અને \(T_2\) નો ગુણોત્તર છે : 2025 સરળ
- 14. \(M\) દળનો એક પદાર્થ \(\mathrm{H}\) ઊંચાઈના ટાવરની ટોચ પરથી \(v\) વેગથી આડી રીતે ફેંકવામાં આવે છે અને તે ટાવરના પાયાથી \(100 \mathrm{~m}\) ના અંતરે જમીનને સ્પર્શે છે. \(4 \mathrm{H}\) ઊંચાઈના ટાવરની ટોચ પરથી \(\frac{v}{2}\) વેગથી ફેંકવામાં આવેલો \(2 \mathrm{M}\) દળનો એક પદાર્થ જમીનને _______ અંતરે સ્પર્શ કરશે. 2024 અઘરું
- 15. નિસરણીની ટોચ પરથી એક દડો સમક્ષિતિજ વેગ \(u\) થી ગબડે છે. પગથિયા \(0.1\) m ઊંચા અને \(0.1 \mathrm{~m}\) પહોળા છે. નિસરણીના \(5\) મા પગથિયા પર પડવા માટેનો દડાનો ન્યૂનતમ વેગ \(\sqrt{x} m s^{-1}\) હોય છે જ્યા \(x=\) _________. \(\left[\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\right.\) લો]. 2024 અઘરું
- 16. એક બાળક જમીનથી \(10\;m\) ઊંચાઈએ રહેલા ખડકની ધાર પર ઊભો છે અને \(5\,ms ^{-1}\) ની પ્રારંભિક ઝડપથી પથ્થર સમક્ષિતિજ ફેંકે છે. હવાના અવરોધને અવગણતા, પથ્થર જમીન સાથે કેટલાના વેગથી (\(m/sec\) માં) અથડાશે? (આપેલ \(g =10\,ms ^{-2}\)) 2023 મધ્યમ
- 17. એક લડાકુ વિમાન અમુક ઊંચાઈએ સમકક્ષિતિજ રીતે \(200 \,ms ^{-1}\) ની ઝડપપી ઉડી રહ્યું છે. તે anti-aircraft gun ની બરાબર ઉપરથી પસાર થાય છે. જો આ ગન દ્વારા લડાકુ વિમાનને ગોળી મારવી હોય તો, સમક્ષિતિજથી,........... ડીંગ્રી એ ગોળી છોડવી પડશે. બુલેટ (ગોળી) ની ઝડ૫ \(400 \,m / s\) છે. 2022 મધ્યમ
- 18. જમીન પર રહેલા માણસને ફૂડ પેકેટ આપવા માટે એક હેલિકોપ્ટર \(h\) ઊંચાઈએ સમક્ષિતિજ દિશામાં \(v\) વેગથી ગતિ કરે છે.જ્યારે ફૂડ પેકેટ મૂકવામાં આવે હેલિકોપ્ટર માણસથી કેટલા અંતરે હોવું જોઈએ? 2021 અઘરું
- 19. બે બંદૂકો \(A\) અને \(B\) એ ક્રમશઃ \(1\, km/s\) અને \(2\, km/s\) ની ઝડપ થી ગોળીઓ છોડી શકે છે. સમક્ષિતિજ મેદાનના કોઇ એક બિંદુથી શક્ય બધી જ દિશામાં ગોળીઓ છોડવામાં આવે છે. આ ગોળીઓ વડે આંતરાતા મહત્તમ વિસ્તારનો ગુણોત્તર કેટલો થશે? 2019 મધ્યમ
- 20. કોઈ રાઇફલમાંથી છૂટેલી ગોળીની પ્રારંભિક ઝડપ \(630\, m/s\) છે. લક્ષ્યની ક્ષિતિજ પર તેનાથી \(700\, m\) દૂર લક્ષ્યના કેન્દ્ર પર રાઇફલને ફાયર કરવામાં આવે છે. લક્ષ્યને તાકવા માટે રાઈફલને લક્ષ્યના કેન્દ્રથી કેટલી ઉપર (\(m\) માં) રાખવી જોઈએ? (\(g=10 \;m/s^2\) લો) 2014 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - સમતલમાં ગતિ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2014–2026 ના 20 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
30% સરળ, 40% મધ્યમ અને 30% અઘરા.