ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - ચુંબકત્વ અને દ્રવ્ય

ચુંબકીય દ્રવ્યો PYQ: JEE Mains Physics પ્રશ્નો

ચુંબકીય દ્રવ્યો પર STD 12 - ચુંબકત્વ અને દ્રવ્ય ના 17 પ્રશ્નો, 2014–2026 માં પૂછાયેલા.

17પ્રશ્નો
68STD 12 - ચુંબકત્વ અને દ્રવ્ય માં
2014–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 12% મધ્યમ 71% અઘરું 18%

પ્રશ્નો

નવા પહેલા

17 માંથી 1–17 પ્રશ્નો

  1. 1. એક સોલેનોઇડનો ગર્ભ \(400\) સાપેક્ષ પારગમ્યતા ધરાવતા દ્રવ્યનો બનેલો છે. સોલેનોઇડના અંદરના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર \(1.0\) T છે. SI એકમમાં ચુંબકીય તીવ્રતા \(\alpha \times 10^5\) છે. \(\alpha\) નું મૂલ્ય ______ છે.
    (શૂન્યાવકાશની પારગમ્યતા \(\mu_0=4\pi \times 10^{-7}\) SI એકમ.)
    2026 મધ્યમ
  2. 2. નીચે બે કથનો આપેલા છે. એકને નિવેદન (A) અને બીજાને કારણ (R) તરીકે નિર્દેશિત કરવામાં આવે છે. ફેરોચુંબકીય દ્રવ્ય ધ્યાનમાં લો :
    નિવેદન (A): ફેરોચુંબકીય દ્રવ્યમાં સ્વતંત્ર પરમાણુ દ્વિ-ધ્રુવીની ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે અને એકબીજા સાથે એવી રીતે આંતરક્રિયા કરે છે કે તેઓ ત્વરિત ગોઠવાઈને ડોમેઈનની રચના કરે છે.
    કારણ (R) : પુરતા ઉંચા તાપમાને ફેરોમેગ્નેટિક દ્રવ્યનું ડોમેઈન માળખું વિખેરાઈ જાય છે. આમ, પૂરતા ઉંચા તાપમાન પર જેને ક્યુરી તાપમાન તરીકે ઓળખવામાં આવે છે, મેગ્નેટાઈઝેશન લુપ્ત થઈ જાય છે.
    ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
    2026 અઘરું
  3. 3. અનુકચુંબકીય પદાર્થો: \(A\). પોતાને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશાઓમાં ગોઠવે છે. \(B\). બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તરફ પ્રબળતાથી આકર્ષાય છે. \(C\). ચુંબકીય સંવેદનશીલતા શૂન્ય કરતાં થોડી વધુ હોય છે. \(D\). પ્રબળ ચુંબકીય ક્ષેત્રના પ્રદેશમાંથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો: 2024 અઘરું
  4. 4. \(1200\) આાંટા ધરાવતા સોલેનોઈડને \(2\) મીટર લંબાઈ અને \(0.2\) મીટરનો વ્યાસ ધરાવતી ગલાસની નળી ઉપર એક-સ્તરમાં વીટાળવામાં આવેલ છે. જ્યારે તેમાંથી \(2\) એમ્પિયરનો પ્રવાહ પસાર થાય, ત્યારે સોલેનોઈડના કેન્દ્ર આગળ ચુંબકીયની તીવ્રતા \(..............\) હશે. 2023 સરળ
  5. 5. એક લાંબા વિદ્યુત પ્રવાહ ધારીતા ધરાવતા પરિનાલીકાના (સોલેનોઈડ) કેન્દ્રની ચુંબકીય તીવ્રતા \(1.6 \times 10^3\,Am ^{-1}\) છે. જો આંટાની સંખ્યા \(8\) પ્રતિ સેમી. હોય, તો પરિનાલીકામાંથી પસાર થતો વીજ પ્રવાહ .......... \(A\) છે. 2023 સરળ
  6. 6. નીચે બે કથન આપેલ છે. કથન \(I\): ડાયા મેગ્નેટિક પદાર્થ માટે \(-1 \leq \chi < 0\), જ્યાં \(\chi\) એ ચુંબકીય સસેપ્ટીબીલીટી છે. કથન \(II\): ડાયા મેગ્નેટિક પદાર્થને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તે ક્ષેત્રના પ્રબળ ભાગમાંથી નિર્બળ ભાગ તરફ ગતિ કરવાનું વલણ ધરાવ છે. ઉપર્યુક્ત બંને કથનોના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  7. 7. નીચે બે કથન આપેલ છે. કથન \(I\) : ડાયાચુંબકીય ગુણધર્મ તાપમાન પર આધારિત છે. કથન \(II\) : ડાયાચુંબકીય નમૂનામાં પ્રેરિત થતી દ્રીધ્રુવની ચાકમાત્રા હંમેશા મેગ્નેટાઈઝીંગ ક્ષેત્રની વિરૂદ્ધ હોય છે. ઉપર્યુક્ત બંંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  8. 8. નીચે બે વિધાનો આપેલા છે; એક ને કથન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે સૂચિત લેબલ કરવામાં આવેલ છે. કથન \(A :\) વીજ ચુંબકો નરમ લોખંડના બનેલા છે. કારણ \(R:\) નરમ લોખંડ ઉચ્ય પારગમ્યતા અને નીચી રિટેન્ટીવીટી ધરાવે છે. ઉપર્યુક્ત કથનો સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
  9. 9. નીચે બે વિધાનો આપેલા છે. વિધાન - \(I\) : અનુયુંબકત્વ અને લોહચુંબકત્વ પદાર્થો માટેની સસેપ્ટીબિલિટી તાપમાનના ધટાડા સાથે વધે છે. વિધાન - \(II\) : ડાયામેગ્નેટીઝમ એ ઈલેકટ્રોનની કક્ષીય ગતિ કે જેને કારણે લગાવેલ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ચુંબકીય ચાકમાત્રા ઉત્તપન થાય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિધાનોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો 2022 મધ્યમ
  10. 10. \(1000\) આંટા\(/m\) ધરાવતા લાંબા સોલેનોઇડના દ્રવ્યની સાપેક્ષ પરમીએબીલીટી \(500\) અને કદ \(10^{3}\, {cm}^{3}\) છે. જો તેનું કદ સમાન રાખીને તેને સાપેક્ષ પરમીએબીલીટી \(750\) વાળા દ્રવ્યથી બદલી તેમાંથી સમાન પ્રવાહ \(0.75\, {A}\) દાખલ કરવામાં આવે, તો કોરની ચુંબકીય મોમેન્ટમાં થતો આંશિક ફેરફાર \(\left(\frac{{x}}{499}\right)\) છે. તો \({x}\) નું મૂલ્ય કેટલું હશે? 2021 અઘરું
  11. 11. એક નરમ લોહચુંબકત્વ ને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ચુંબકીય ડોમેન (પ્રદેશ) ........ . 2021 મધ્યમ
  12. 12. લોહચુંબકીય દ્રવ્યમાં, ક્યુરી તાપમાન થી ઓછા તાપમાને, પ્રદેશ (ડોમેઈન) ને ........ પ્રમાણે વ્યાખ્યાયીત કરવામાં આવે છે. 2021 મધ્યમ
  13. 13. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ? \((A)\) વિદ્યુતીય એકાકી ધ્રુવ મળતા નથી જ્યારે ચુંબકીય એકાકી ધ્રુવ મળે છે. \((B)\) સોલેનોઇડમાં છેડા અને બહાર ચુંબકીયક્ષેત્રમાં સંપૂર્ણ સુરેખ અને બંધીયાર હોતી નથી \((C)\) ચુંબકીય ક્ષેત્રની રેખાઓ સંપૂર્ણપણે ટોરોઇડમાં મર્યાદિત હોય છે. \((D)\) ગજિયા ચુંબકની અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્રરેખા સમાંતર હોતી નથી  \((E)\)  સંપૂર્ણ ડાઈમેગ્નેટીઝ્મની શરત \(\chi=-1\) હોય છે જ્યાં  \(\chi\) ચુંબકીય સસેપ્બિલિટી  નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો: 2021 મધ્યમ
  14. 14. વિધાન \(I :\) ફેરોમગ્નેટિક ગુણધર્મ તાપમાન પર આધારિત છે. ઊંચા તાપમાને ફેરોમગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થ બને. વિધાન \(II :\) ઊંચા તાપમાને ફેરોમગ્નેટિક પદાર્થની ડોમેઈનની દીવાલનું ક્ષેત્રફળ વધે છે. ઉપર આપેલા વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 2021 મધ્યમ
  15. 15. સંપૂર્ણ ડાઈમેગ્નેટિક પદાર્થ નો બનેલો ગોળમાં કેન્દ્ર પર પેરામેગ્નેટિક દ્રવ્ય મૂકેલુ છે. તેને સમાન ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{ B }\) માં મૂકવામાં આવે છે. તો પેરામેગ્નેટિક પદાર્થ માં ચુંબકીયક્ષેત્ર
    2020 મધ્યમ
  16. 16. સંપૂર્ણ ડાઈમેગ્નેટિક પદાર્થનું ઉદાહરણ સુપરકંડક્ટર છે. જેનો એવો અર્થ થાય છે કે જ્યારે આ સુપરકંડક્ટરને \(B\) તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે સુપરકંડક્ટરની અંદર \(B_s\) જેટલું ચુંબકીયક્ષેત્ર ઉત્પન્ન થાય તો .... 2014 મધ્યમ
  17. 17. ત્રણ એકસરખા ગજિયા ચુંબક \(A, B\) અને \(C\) અલગ અલગ પ્રકારના ચુંબકીય દ્રવ્યમાંથી બનેલા છે. જ્યારે તેમણે એકસમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેમાં ચુંબકીયક્ષેત્ર રેખા નીચે મુજબ વર્તે છે. આ ત્રણ ગજિયા ચુંબકને તેના ચુંબકીય દ્રવ્ય ડાઈમેગ્નેટિક \((D)\), ફેરોમેગ્નેટિક \((F)\) અને પેરામેગ્નેટિક \((P)\) મુજબ ગોઠવો.
    2014 મધ્યમ

STD 12 - ચુંબકત્વ અને દ્રવ્ય ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં ચુંબકીય દ્રવ્યો ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2014–2026 ના 17 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

ચુંબકીય દ્રવ્યો ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

12% સરળ, 71% મધ્યમ અને 18% અઘરા.