ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 11 - ગતિવાદ PYQ: JEE Mains Physics પ્રશ્નો

2013–2026 ના 162 પ્રશ્નો. દબાણ અને ઉર્જા સૌથી વધુ પૂછાય છે.

162પ્રશ્નો
9ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 12% મધ્યમ 54% અઘરું 34%

ટોપિક

9 ટોપિક

STD 11 - ગતિવાદ ના બધા પ્રશ્નો

નવા પહેલા

162 માંથી 1–50 પ્રશ્નો

  1. 1. 2.9 cm3 કદનો હવાનો પરપોટો 5 m ઉંડા સ્વિમીંગ પુલ (તરવાના હોજ)ના તળિયેથી ઉપર આવે છે. હોજના તળિયે પાણીનું તાપમાન 17 °C છે. જ્યારે પરપોટો સપાટી પર પહોંચે જ્યાંનું તાપમાન 27°C છે, પરપોટાનું કદ _____________ cm3 થશે.
    (g = 10 m/s2, પાણીની ઘનતા = 103 kg/m3, અને 1 વાતાવરણ દબાણ = 105 Pa)
    2026 અઘરું
  2. 2. \(5 \times 10^{-10} m\) વ્યાસ ધરાવતા અણુનો \(41^{\circ} C\) તાપમાન અને \(1.38 \times 10^5 Pa\) દબાણે, સરેરાશ મુક્તપથ _________ m થશે. ( \(k_B=1.38 \times 10^{-23} J / K\) આપેલ છે) 2026 મધ્યમ
  3. 3. \(60 cm^3\) કદનો એક અવાહક નળાકાર \(27^{\circ} C\) તાપમાન અને 2 વાતાવરણના દબાણે એક વાયુથી ભરેલો છે. ત્યારબાદ આ વાયુને તાપમાન \(77^{\circ} C\) સુધી વધવા દઈ \(20 cm^3\) જેટલું અંતિમ કદ કરવા માટે સંકુચિત કરવામાં આવે છે. તો અંતિમ દબાણ ________ વાતાવરણ દબાણ છે. 2026 મધ્યમ
  4. 4. બંધ નળાકારમાં ભરેલો નિશ્ચિત દળનો વાયુ 3.23 kPa દબાણે \(50^{\circ} C\) તાપમાન ધરાવે છે.હવે વાયુને તેનું તાપમાન બમણું. કરવા માટે ગરમ કરવામાં આવે છે. તો સુધારેલું દબાણ __________ Pa છે. 2026 અઘરું
  5. 5. \(C_p=\frac{7}{2} R\) ધરાવતા આદર્શ વાયુને 300 J ઉષ્મા આપતા તેનું અચળ કદે તાપમાન \(20^{\circ} C\) થી \(50^{\circ} C\) સુધી વધે છે. વાયુનું દળ (અંદાજે) __________ g છે. \(( R =8.314 J / mol . K )\) 2026 અઘરું
  6. 6. એક વાયુ કે જેમાં અણુઓના \(n_1\) મોલ છે અને જેનું તાપમાન \(T_1\), કદ \(V_1\) તથા દબાણ \(P_1\) છે, તથા બીજો વાયુ કે જેમાં અણુઓના \(n_2\) મોલ છે અને જેનું તાપમાન \(T_2\), કદ \(V_2\) તથા દબાણ \(P_2\) છે, તેમને મિશ્ર કરવામાં આવે છે. જેના પરિણામે મિશ્રણનું દબાણ \(P\) અને કદ \(V\) થાય છે. મિશ્રણનું તાપમાન _____ છે. 2026 મધ્યમ
  7. 7. નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન A (Assertion A) અને બીજાને કારણ R (Reason R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.

    વિધાન A: જો બે જુદા જુદા કદના પાત્રોમાં રાખેલા \(H_2\) અને \(O_2\) અણુઓની સરેરાશ ગતિઊર્જા સમાન હોય, તો તેમના તાપમાન સમાન હશે.

    કારણ R: સમાન તાપમાને \(H_2\) અને \(O_2\) અણુઓની r.m.s. ઝડપ સમાન હોય છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
    2026 મધ્યમ
  8. 8. જો \(2\) મોલ આદર્શ એકપરમાણ્વિક વાયુને તાપમાન \(T\) પર, અન્ય \(6\) મોલ આદર્શ એકપરમાણ્વિક વાયુ સાથે તાપમાન \(2T\) પર મિશ્ર કરવામાં આવે, તો મિશ્રણનું તાપમાન છે : 2026 મધ્યમ
  9. 9. જેમના તાપમાન, દબાણ અને સંખ્યા ઘનતા એકસરખા હોય તેવી બે આદર્શ વાયુઓ ધરાવતી બે પેટીઓ ધ્યાનમાં લો. Aનું અણુકદ Bના અણુકદ કરતા અડધું અને અણુ Aનું દળ અણુ Bના દળના ચારગણું છે. જો વાયુ Bમાં અથડામણ (સંઘાત) આવૃત્તિ \(32 \times 10^{18} / s\) હોય તો વાયુ Aમાં અથડામણ આવૃત્તિ ________ /s. 2026 સરળ
  10. 10. ઓક્સિજન અણુઓની r.m.s. ઝડપ \(47^{\circ} C\) તાપમાને, _________ \({ }^{\circ} C\) તાપમાને રાખેલા હાઇડ્રોજન અણુઓની ઝડપ જેટલી છે. (ઓક્સિજન અણુનું દળ/હાઇડ્રોજન અણુનું દળ \(=32 / 2\) ) 2026 મધ્યમ
  11. 11. સમાન કદના બે બંધ પાત્રોને એક સાંકડી નળી દ્વારા જોડવામાં આવે છે અને બંને પાત્રો \(90\) kPa દબાણ અને \(400\) K તાપમાને હવાથી ભરેલા છે. એક પાત્રનું તાપમાન \(400\) K પર અચળ રાખીને, બીજા પાત્રનું તાપમાન વધારીને \(500\) K કરવામાં આવે છે. પાત્રોમાં અંતિમ દબાણ _______ kPa છે. 2026 મધ્યમ
  12. 12. 300 K તાપમાને અને 1 atm દબાણે ઑક્સિજનના અણુઓનો સરેરાશ મુક્ત પથ અને સરેરાશ ઝડપ અનુક્રમે \(3 \times 10^{-7} \mathrm{~m}\) અને \(600 \mathrm{~m} / \mathrm{s}\) છે. તેના અથડામણની આવૃત્તિ શોધો. 2025 સરળ
  13. 13. \(4 \mathrm{~m} \times 4 \mathrm{~m} \times 3 \mathrm{~m}\) કદના ઓરડામાં 1 વાતાવરણીય દબાણે હવાની આંતરિક ઊર્જા _______ \(\times 10^6 \mathrm{~J}\) હશે. (હવાને દ્વિપરમાણ્વિક અણુ તરીકે ગણો) 2025 સરળ
  14. 14. 50 g \(\mathrm{CO}_2\) વાયુમાં \(17^{\circ} \mathrm{C}\) તાપમાને અણુઓની સ્થાનાંતર ગતિઊર્જા કેટલી છે? 2025 સરળ
  15. 15. \(\gamma_{\mathrm{A}}\) એ એકપરમાણ્વિક વાયુ A નો વિશિષ્ટ ઉષ્મા ગુણોત્તર છે, જેના મુક્તિના 3 સ્થાનાંતરિત અંશ છે. \(\gamma_B\) એ બહુપરમાણ્વિક વાયુ B નો વિશિષ્ટ ઉષ્મા ગુણોત્તર છે, જેના મુક્તિના 3 સ્થાનાંતરિત, 3 ચાકગતિમય અંશ અને 1 કંપન મોડ છે. જો \(\frac{\gamma_{\mathrm{A}}}{\gamma_{\mathrm{B}}}=\left(1+\frac{1}{\mathrm{n}}\right)\) હોય, તો \(n\) નું મૂલ્ય _______ છે. 2025 સરળ
  16. 16. આદર્શ વાયુથી ભરેલા બે પાત્રો છે જ્યાં એકનું કદ બીજાના કદ કરતાં બમણું છે. મોટા પાત્રમાં વાયુ 1000 K તાપમાને 8 kPa દબાણે છે, જ્યારે નાના પાત્રમાં વાયુ 500 K તાપમાને 7 kPa દબાણે છે. જો પાત્રોને એક પાતળી નળી દ્વારા એકબીજા સાથે જોડવામાં આવે અને વાયુને વહેવા દેવામાં આવે, અને બંને પાત્રોનું તાપમાન 600 K પર જાળવી રાખવામાં આવે, તો સ્થિર અવસ્થાએ પાત્રોમાં દબાણ (kPa માં) કેટલું હશે? 2025 મધ્યમ
  17. 17. અચળ કદના એક પાત્રમાં \(27^{\circ} \mathrm{C}\) તાપમાને વાયુ ભરેલો છે. વાયુનું દબાણ બમણું કરવા માટે, વાયુનું તાપમાન વધારીને ______ \({ }^{\circ} \mathrm{C}\) કરવું જોઈએ. 2025 સરળ
  18. 18. બંધ પાત્રમાં રહેલા આદર્શ વાયુનું દબાણ જ્યારે તેને \(1^{\circ} \mathrm{C}\) ગરમ કરવામાં આવે છે ત્યારે \(0.4 \%\) વધે છે. તેનું પ્રારંભિક તાપમાન કેટલું હોવું જોઈએ? 2025 સરળ
  19. 19. દ્વિપરમાણ્વિક વાયુ માટે, જો દ્રઢ અણુઓ માટે \(\gamma_1=\left(\frac{C p}{C v}\right)\) અને કંપન પ્રકારો પણ ધરાવતા અન્ય દ્વિપરમાણ્વિક અણુઓ માટે \(\gamma_2=\left(\frac{C p}{C v}\right)\) હોય, તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? (Cp અને Cv એ વાયુની અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓ છે) 2025 મધ્યમ
  20. 20. હિલિયમ અને આર્ગોનને સમાન ઓરડાના તાપમાને ( 300 K) ફ્લાસ્કમાં મૂકવામાં આવે છે. હિલિયમ અને આર્ગોનની સરેરાશ ગતિઊર્જા (પ્રતિ અણુ) નો ગુણોત્તર છે:
    (આપેલ છે: હિલિયમનો મોલર દળ \(=4 \mathrm{~g} / \mathrm{mol}\), આર્ગોનનો મોલર દળ \(=40 \mathrm{~g} / \mathrm{mol}\))
    2025 સરળ
  21. 21. List-I ને List-II સાથે જોડો.
    સૂચિ - Iસૂચિ - II
    (A) ત્રિ-પરિમાણીય જડ વાયુ(I) \(\frac{C_P}{C_V} = \frac{5}{3}\)
    (B) દ્વિ-પરિમાણીય અજડ વાયુ(II) \(\frac{C_P}{C_V} = \frac{7}{5}\)
    (C) એક-પરિમાણીય વાયુ(III) \(\frac{C_P}{C_V} = \frac{4}{3}\)
    (D) દ્વિ-પરિમાણીય જડ વાયુ(IV) \(\frac{C_P}{C_V} = \frac{9}{7}\)

    નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો :
    2025 મધ્યમ
  22. 22. સમાન તાપમાને બે વાયુઓની બાષ્પ ઘનતાનો ગુણોત્તર \(\frac{4}{25}\) છે, તો તેમના r.m.s. વેગનો ગુણોત્તર શું હશે? 2025 સરળ
  23. 23. \(1.38 \mathrm{~atm}\) દબાણે પ્રત્યેક ધનમીટરમાં રહેલા \(2.0 \times 10^{25}\) વાયુ અણુઓનું તાપમાન _______ થશે. ( \(\mathrm{k}=1.38 \times 10^{-23} \mathrm{JK}^{-1}\) આપેલ છે) 2024 અઘરું
  24. 24. \(10\) બિન-દ્રઢ દ્વિપરમાણ્વીય અણુઓની તાપમાન \(\mathrm{T}\) પર ઊર્જા _______ છે. 2024 અઘરું
  25. 25. \(27^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલા \(1\) મોલ ઓક્સિજન વાયુની કુલ ગતિ ઊર્જા______છે. [સાર્વત્રિક વાયુ અચળાંક \((R)=8.31 J/mole K\) નો ઉપયોગ કરો.] 2024 અઘરું
  26. 26. આકૃતિમાં બે થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ દર્શાવેલ છે. પ્રકિયા \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) માટે મોલર ઉષ્મા ધારિતા \(\mathrm{C}_{\mathrm{A}}\) અને \(\mathrm{C}_{\mathrm{B}}\) છે. અચળ દબાણે અને અચળ કદે મોલર ઉષ્મા ધારિતા અનુકમે \(\mathrm{C}_{\mathrm{P}}\) અને \(\mathrm{C}_{\mathrm{V}}\) છે. સાચું વિધાન પસંદ કરો.
    2024 અઘરું
  27. 27. આકૃતિમાં ત્રણ જુદી-જુદી ધનતા \(\rho_1, \rho_2, \rho_3\) (ત્રણ જુદા-જુદા કિસ્સામાં) ધરાતવા આદર્શ વાયુ માટે \(P-T\) ડાયાગ્રામ દર્શાવેલ છે. નીચેનામાંથી ક્યું સાચુ છે?
    2024 અઘરું
  28. 28. આપેલ તાપમાને તમામ વાયુઓના પરમાણુઓ માટે સમાન રહે છે તે પરિમાણ _______ છે. 2024 અઘરું
  29. 29. \(\mathrm{CH}_4\) અણુ માટે રૅખીયગતિ માટે મુક્તતાનાં અંશો \(\left(f_t\right)\) અને યાકગતિ માટે મુક્તતાનાં અંશો \(\left(f_r\right)\) _______ છે. 2024 અઘરું
  30. 30. એક દ્વિપરમાણ્વીય વાયુ \((\gamma=1.4)\) સમદાબી વિસ્તરણમાં \(100 \mathrm{~J}\) કાર્ય કરે છે. વાયુને આપેલી ઉષ્મા _______ છે. 2024 અઘરું
  31. 31. એક મોલ એકપરમાણ્વીય વાયુ અને એક મોલ દ્વિપરમાણ્વીય વાયુ (દ્રઢ) ના મિશ્રણને ઓરડાના તાપમાને \(\left(27^{\circ} \mathrm{C}\right)\) રાખવામાં આવે છે. અચળ કદ એકમદીઠ વાયુઓની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર અનુક્રમે _______ છે. 2024 અઘરું
  32. 32. એક નમૂનો હિલિયમ અને ઓક્સિજન વાયુનું મિશ્રણ ધરાવે છે. નમૂનામાં હિલિયમ અને ઓક્સિજનની વર્ગ માધ્ય મૂળ ઝડપનો ગુણોત્તર _______ છે. 2024 અઘરું
  33. 33. એક પરમાણ્વિક અણુની________ તાપમાને સરેરાશ ગતિ ઊર્જા \(0.414 \mathrm{eV}\) છે. \(\left(\mathrm{K}_{\mathrm{B}}=1.38 \times 10^{-23} \mathrm{~J} / \mathrm{mol}-\mathrm{K}\right.\) લો ) 2024 અઘરું
  34. 34. એક પરમાણ્વિક વાયુના બે મોલને દ્વિપરમાણ્વિક વાયુના છ મોલ સાથે મિશ્રિત કરવામાં આવે છે. અચળ કદે મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા _______ છે. 2024 અઘરું
  35. 35. એક વાયુનું તાપમાન \(-78^{\circ} \mathrm{C}\) છે અને તેના અણુઓની સરેરાશ સ્થાનાંતરિત ગતિઊર્જા \(\mathrm{K}\) છે. તે તાપમાન કે જેના પર તે જ વાયુના અણુઓની સરેરાશ સ્થાનાંતરિત ગતિઊર્જા \(2 \mathrm{~K}\) બને છે, તે _______ છે. 2024 અઘરું
  36. 36. એક વસ્તુને \(3\) જેટલો વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે છે. \(6 \times 10^8 \mathrm{~W} / \mathrm{m}^2\) તીવ્રતા ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ વસ્તુ ઉપર લંબરુપે આપાત થાય છે અને સંપૂર્પણે શોષણ પામે છે. વસ્તુ ઉપર વિકિરણ દબાણ ......... થશે. (મુક્તાવકાશ (શુંન્યાવકાશ) માં પ્રકાશની ઝડ૫ \(=3 \times 10^8 \mathrm{~m} / \mathrm{s}\) ) : 2024 અઘરું
  37. 37. જો હાઇડ્રોજન અણુનો વર્ગમૂળ સરેરાશ વેગ આપેલા તાપમાન અને દબાણે \(2 \mathrm{~km} / \mathrm{s}\) છે, તો ઓક્સિજનનો વર્ગમૂળ સરેરાશ વેગ તે જ પરિસ્થિતિમાં \(\mathrm{km} / \mathrm{s}\) માં _______ છે. 2024 અઘરું
  38. 38. જો હાઇડ્રોજન અણુઓની બંધ પાત્રમાં \(27^{\circ} \mathrm{C}\) તાપમાને સંઘાત આવૃત્તિ \(\mathrm{Z}\) હોય, તો તે જ પ્રણાલીની \(127^{\circ} \mathrm{C}\) તાપમાને સંઘાત આવૃત્તિ _______ હશે. 2024 અઘરું
  39. 39. જો \(\mathrm{n}\) એ સંખ્યા ઘનતા હોય અને \(\mathrm{d}\) એ અણુનો વ્યાસ હોય, તો બે ક્રમિક અથડામણો વચ્ચે અણુ દ્વારા આવરી લેવાયેલ સરેરાશ અંતર (એટલે કે સરેરાશ મુક્ત પથ) ને _______ દ્વારા દર્શાવવામાં આવે છે. 2024 અઘરું
  40. 40. જો ત્રણ મોલ \(\left(y=\frac{5}{3}\right)\) એક પરમાણ્વીય વાયુને બે મોલ દ્વિ-પરમાણ્વીય \(\left(y=\frac{7}{5}\right)\) સાથે મિશ્રિત કરવામાં આવે તો આ મિશ્રણનો સમોષ્મી ધાતાંક \(\gamma\) _______ થશે. 2024 અઘરું
  41. 41. ક્યા તાપમાને હાઈડ્રોજન અણુનો r.m.s. વેગ \(47^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલા ઓક્સિજન અણુના r.m.s. વેગ જેટલો હશે? 2024 અઘરું
  42. 42. \(N\) મોલ ધરાવતા એક બહુપરમાણ્વિક વાયુ \((f=6)\) ને બે મોલ ધરાવતા એક પરમાણ્વિક વાયુ સાથે મિશ્રિત કરવામાં આવે છે કે જેથી તે દ્વિ -પરમાણિવક વાયુની જેમ વર્તે, તો \(\mathrm{N}\) ________ હશે. 2024 અઘરું
  43. 43. નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \((I)\) : વાયુના અણુઓનો સરેરાશ મુક્ત પથ આણ્વીય વ્યાસના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વિધાન \((II)\) : વાયુના અણુઓની સરેરાશ ગતિઊર્જા વાયુના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો: 2024 અઘરું
  44. 44. સમાન કદના બે પાત્ર \(A\) અને \(B\) સમાન તાપમાને રાખેલા છે. પાત્ર \(A\) માં \(1 \mathrm{~g}\) હાઇડ્રોજન અને પાત્ર \(B\) \(l_g\) ઓકિસજન ધરાવે છે. \(\mathrm{P}_{\mathrm{A}}\) અને \(\mathrm{P}_{\mathrm{B}}\) અનુક્રમે વાયુના પાત્ર \(A\) અને \(B\) ના દબાણ છે, તો \(\frac{P_A}{P_B}=\) ________. 2024 અઘરું
  45. 45. સમોષ્મી પ્રક્રિયા દરમિયાન, વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના ધનના સમપ્રમાણમાં મળે છે. વાયુ માટે \(\frac{\mathrm{Cp}}{\mathrm{Cv}}\) ગુણોત્તર______છે. 2024 અઘરું
  46. 46. \(300\,K\) તાપમાને, ઓકિસજન અણુઆની \(rms\) ઝડપ તેની વાયુ અવસ્થામાં સરેરાશ ઝડપ, કરતાં \(\sqrt{\frac{\alpha+5}{\alpha}}\) ગણી છે. \(\alpha\) નું મૂલ્ય \(............\) હશે. (\(\pi=\frac{22}{7}\) નો ઉપયોગ કરો.) 2023 મધ્યમ
  47. 47. આદર્શ વાયુનું તાપમાન \(200\,K\) થી \(800\,K\) સુધી વધે છે. જો \(200\,K\) પર વાયુની \(r.m.s.\) ઝડપ \(v_0\) છે. તો \(800\,K\) પર વાયુની \(r.m.s.\) ઝડપ કેટલી થાય? 2023 સરળ
  48. 48. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ નિમ્ન ઘનતા ધરાવતા વાયુઓ \(A,B,C\)માટે તેમનું કદ અચળ રહે તે સ્થિતિમાં: દબાણ વિરુદ્ધ તાપમાનના આલેખો દોરેલા છે.બિંદુ \(K\) ને અનુરૂપ તાપમાન \(.........\,{}^{\circ}\,C\) થશે.
    2023 મધ્યમ
  49. 49. \(\gamma=\frac{ C _p}{ c _v}\) અને તાપમાન \(T\) વચ્ચેનો સાચો સંબંધ શું થાય? 2023 મધ્યમ
  50. 50. ચોક્કસ વાયુના અણુઓનો \(STP\) એ સરેરાશ મુક્ત પથ \(1500\,d\) છે, જ્યાં \(d\) એ વાયુના અણુઓનો વ્યાસ છે. પ્રમાણભૂત દબાણ જાળવી રાખતા, \( 373\,K\) પર અંદાજિત સરેરાશ મુક્ત પથ સરેરાશ ........... \(d\) છે. 2023 મધ્યમ

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં STD 11 - ગતિવાદ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 162 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

STD 11 - ગતિવાદ નો કયો ટોપિક સૌથી વધુ પૂછાય છે?

દબાણ અને ઉર્જા, 53 પ્રશ્નો સાથે; ત્યાર બાદ વાયુની ઝડપ, 31 પ્રશ્નો સાથે.

STD 11 - ગતિવાદ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

12% સરળ, 54% મધ્યમ અને 34% અઘરા.