ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - સુરેખપથ પર ગતિ

સાપેક્ષ ગતિ PYQ: JEE Mains Physics પ્રશ્નો

સાપેક્ષ ગતિ પર STD 11 - સુરેખપથ પર ગતિ ના 10 પ્રશ્નો, 2017–2026 માં પૂછાયેલા.

10પ્રશ્નો
102STD 11 - સુરેખપથ પર ગતિ માં
2017–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 50% અઘરું 50%

પ્રશ્નો

નવા પહેલા

10 માંથી 1–10 પ્રશ્નો

  1. 1. બે કાર \(A\) અને \(B\) એક સીધી રેખામાં એક જ દિશામાં અનુક્રમે \(100\) km/h અને \(80\) km/h ની ઝડપથી ગતિ કરી રહી છે, જેથી કાર \(A\) કાર \(B\) ની આગળ ગતિ કરી રહી છે. કાર \(B\) માં બેઠેલ એક વ્યક્તિ એક પથ્થરને \(v\) ઝડપથી ફેંકે છે જેથી તે કાર \(A\) ને \(5\) m/s ની ઝડપથી અથડાય છે. \(v\) નું મૂલ્ય ______ km/h છે. 2026 મધ્યમ
  2. 2. બે ગાડીઓ એકબીજા તરફ \(20 \mathrm{~m} \mathrm{~s}^{-1}\) ની ઝડપે ગતિ કરી રહી છે. જ્યારે ગાડીઓ \(300 \mathrm{~m}\) દૂર હોય છે, ત્યારે બંને ડ્રાઇવરો બ્રેક લગાવે છે અને ગાડીઓ \(2 \mathrm{~m} \mathrm{~s}^{-2}\) ના દરે પ્રતિપ્રવેગિત થાય છે. જ્યારે તેઓ સ્થિર થાય છે ત્યારે બે બિંદુઓ વચ્ચેનું અંતર _______ છે. 2024 અઘરું
  3. 3. ટ્રેન A બે સમાંતર રેલવે ટ્રેક પર ઉત્તર દિશામાં \(72 \mathrm{~km} / \mathrm{h}\) ની ઝડપે ગતિ કરી રહી છે અને ટ્રેન B દક્ષિણ દિશામાં \(108 \mathrm{~km} / \mathrm{h}\) ની ઝડપે ગતિ કરી રહી છે. ટ્રેન \(A\) ની સાપેક્ષમાં ટ્રેન \(B\) નો વેગ અને ટ્રેન \(B\) ની સાપેક્ષમાં જમીનનો વેગ _______ ( \(\mathrm{ms}^{-1}\) માં) છે. 2024 અઘરું
  4. 4. \(90\,km / h\) પર ટ્રેન \(A\) માં બેઠેલો યાત્રિ ગતિ કરતા તેની વિરુદ્ધુ દિશામાં પસાર થતી ટ્રેન\(-B\) ને \(8\,s\) માટે જોવે છે. જો ટ્રેન\(-B\) નો વેગ \(54\,km / h\) હોય તો ટ્રેન\(-B\) ની લંબાઈ \(.....\,m\) છે. 2023 મધ્યમ
  5. 5. \(l\) અને \(4l\) લંબાઈની બે ટ્રેન \(A\) અને \(B\), \(L\) લંબાઈની ટનલમાં સમાંતર પાટા પર પરંતુ વિરુદ્ધ દિશામાં અનુક્રમે \(108\,km / h\) અને \(72\,km / h\), ના વેગથી ગતિ કરે છે. ટનલને પસાર કરવા માટે ટ્રેન \(A\), ટ્રેન \(B\) કરતા \(35\) સેકન્ડ ઓછો સમય લેતી હોય, તો ટનલની લંબાઈ \(L\) .........\, \(m\) હશે.\(( L =60\,l\) આાપેલ છે.) 2023 મધ્યમ
  6. 6. પ્રિતી મેટ્રો સ્ટેશન પર પહોંચીને જુએ છે, કે એસ્કેલેટર કાર્યરત નથી.તેથી તેને સ્થિર એસ્કેલેટર પર ચાલવા માટે \( t_1 \) સમય લાગે છે. બીજા દિવસે જ્યારે એસ્કેલેટર ચાલતું હોય, તો તે તેના પર ઊભા રહીને \(t _{2}\) સમયમાં તે ઉપર પહોંચે છે. તે ગતિ કરતાં એસ્કેલેટર પર ચાલવા લાગે, તો તેને ઉપર પહોંચવા લાગતો સમય શું હશે? 2021 મધ્યમ
  7. 7. ટ્રેન \(A\) અને ટ્રેન \(B\) સમાંતર ટ્રેક પર વિરુદ્ધ દિશામાં અનુક્રમે \(36\, km / hour\) અને \(72 \,km / hour\) ની ઝડપથી ગતિ કરે છે. ટ્રેન \(A\) પર એક વ્યક્તિ ગતિની વિરુદ્ધ દિશામાં \(1.8\, km / hr\) ની ઝડપથી ગતિ કરે છે. ટ્રેન \(B\) પરથી અવલોકન કરતાં વ્યક્તિને તે કેટલી ઝડપથી (\(ms ^{-1}\)) ગતિ કરતો જણાશે? (બંને ટ્રેક વચ્ચેનું અંતર નહિવત લો) 2020 મધ્યમ
  8. 8. \(60 \,m\) લાંબી એક મુસાફ્રર ટ્રેન \(80\, km/\) કલાકની ઝડપથી ગતિ કરે છે. એક બીજી \(120\, m\) લાંબી માલગાડી \(30 \,km/\) કલાકની ઝડપથી ગતિ કરે છે. જ્યારે \((i)\) બન્ને ગાડીઓ એક જ દિશામાં ગતિ કરતી હોય, અને \((ii)\) વિરૂદ્ધ દિશામાં ગતિ કરતી હોય ત્યારે મુસાફર ટ્રેનને પૂરી રીતે માલગાડીને પર કરવા લાગતા સમયનો ગુણોત્તર કેટલો થાય? 2019 અઘરું
  9. 9. સીધા રોડ પરની એક કાર રેસમાં કાર \(A\) એ અંતિમ રેખા સુધી પહોચવા જે સમય લે છે તે કાર \(B\) એ અંતિમ રેખા સુધી પહોચવા લીધેલા સમય કરતા \(t\) જેટલો ઓછો છે અને અને અંતિમ રેખા પર તે કાર \(B\) ની ઝડપથી \(v\) વધુ ઝડપથી પહોચે છે . આ બન્ને કાર સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરીને અનુક્રમે \(a_1\) અને \(a_2\) અચળ પ્રવેગથી ગતિ છે. તો \(v\) કોને બરાબર થાય? 2019 અઘરું
  10. 10. બસથી \(200\, m\) પાછળ સ્થિર સ્થિતિમાં એક કાર ઊભી છે. બંને એક જ સમયે પરંતુ અલગ અલગ પ્રવેગથી આગળ તરફ ગતિ શરૂ કરે છે. બસનો પ્રવેગ \(2\,m/s^2\) અને કારનો પ્રવેગ \(4\, m/s^2\) છે. કાર કેટલા સમય પછી બસ સુધી પહોચશે? 2017 અઘરું

STD 11 - સુરેખપથ પર ગતિ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં સાપેક્ષ ગતિ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2017–2026 ના 10 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

સાપેક્ષ ગતિ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

0% સરળ, 50% મધ્યમ અને 50% અઘરા.