ટોપિક
5 ટોપિક- 21પ્રશ્નો પૃષ્ઠઉર્જા સૌથી વધુ પૂછાયેલ
- 13પ્રશ્નો કશનળી
- 18પ્રશ્નો વધારાનું દબાણ
- 1પ્રશ્નો સંપર્કકોણ
- 7પ્રશ્નો પૃષ્ઠતાણ
STD 11 - પૃષ્ઠતાણ ના બધા પ્રશ્નો
નવા પહેલા60 માંથી 1–50 પ્રશ્નો
- 1. \(0.04 N / m\) પૃષ્ઠતાણનો સાબુનો પરપોટો 7 cm વ્યાસ સુધી ફુલાવવામાં આવે છે. જો તેને હજી વધુ ફુલાવીને તેનો વ્યાસ 14 cm કરવા માટે \((15000-x) \mu J\) કાર્ય કરવામાં આવે, તો x નું મૂલ્ય _______ છે. \((\pi=22 / 7)\) 2026 સરળ
- 2. \(2\) mm વ્યાસવાળું એક પ્રવાહીનું ટીપું \(512\) નાના ટીપાંમાં વિભાજિત થાય છે. સપાટી ઊર્જામાં થતો ફેરફાર \(\alpha \times 10^{-6}\) J છે. \(\alpha\) નું મૂલ્ય _______ છે. (પ્રવાહીનું પૃષ્ઠતાણ \(= 0.08\) N/m લો) 2026 મધ્યમ
- 3. આઠ પારોના ટીપાં, દરેકની ત્રિજ્યા \(r\) છે, ભેગા મળીને એક મોટું ટીપું બનાવે છે. આ પ્રક્રિયામાં મુક્ત થતી પૃષ્ઠ ઊર્જા _______ છે. (જ્યાં \(S\) એ પારોનું પૃષ્ઠતાણ છે). 2026 મધ્યમ
- 4. જ્યારે સુરેખ કેશનળીનો ભાગ પ્રવાહીમાં શિરોલંબ રાખવામાં આવે ત્યારે પ્રવાહી અમુક ઉંચાઈ h સુધી ઉપર ચડે છે. જો કેશનળીની અંદરની ત્રિજ્યા, પ્રવાહીની ઘનતા અને પ્રવાહીનું પૃષ્ઠતાણ પ્રત્યેકમાં 1% ઘટાડો થાય તો નળીમાંના પ્રવાહીની ઉંચાઈમાં ________ % ફેરફાર થશે. 2026 સરળ
- 5. નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: તરલનું દબાણ માત્ર સંપર્કમાં રહેલી ઘન સપાટી પર જ લાગે છે, કારણ કે સ્થિર તરલમાં તરલ-દબાણ દરેક જગ્યાએ અસ્તિત્વમાં નથી હોતું.
વિધાન II: પ્રવાહીની સપાટી પરના અણુઓની અંદરના ભાગની સરખામણીમાં વધારાની સ્થિતિ-ઊર્જા પૃષ્ઠતાણ માં પરિણમે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 2026 મધ્યમ - 6. સમાન ઘનતા ધરાવતા બે પ્રવાહીના પૃષ્ઠતાણ \(T_1\) અને \(T_2\) ને કેશનળી આરોહણ પદ્ધતિનો ઉપયોગ કરીને માપવામાં આવે છે, જેમાં \(r_1\) અને \(r_2\) આંતરિક ત્રિજ્યાવાળી બે નળીઓનો ઉપયોગ થાય છે જ્યાં \(r_1>r_2\). આ નળીઓમાં પ્રવાહીની માપવામાં આવેલી ઊંચાઈઓ અનુક્રમે \(h_1\) અને \(h_2\) છે. [મેનિસ્કસના સૌથી નીચા બિંદુથી પ્રવાહીના વજનને અવગણો]. ઊંચાઈઓ \(h _1\) અને \(h _2\) અને પૃષ્ઠતાણ \(T _1\) અને \(T _2\)નીચેના સંબંધને સંતોષે છે: 2026 સરળ
- 7. સૂચિ - I સાથે સૂચિ – II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો : 2026 અઘરુંસૂચિ – I સૂચિ – II A. શ્યાનતા ગુણાંક I. \(\left[M L^{-1} T^{-2}\right]\) B. પૃષ્ઠતાણ II. \(\left[M L^2 T^{-2}\right]\) C. દબાણ III. \(\left[M L^0 T^{-2}\right]\) D. પૃષ્ઠ ઉર્જા IV. \(\left[M L^{-1} T^{-1}\right]\) - 8. સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ \(3.5 \times 10^{-2}\) N/m છે. સાબુના પરપોટાની ત્રિજ્યા \(1\) cm થી વધારીને \(2\) cm કરવા માટે જરૂરી કાર્ય \(\alpha \times 10^{-6}\) J છે. \(\alpha\) નું મૂલ્ય શોધો. (\(\pi = 22/7\)) 2026 મધ્યમ
- 9. 0.1 mm ત્રિજ્યાવાળી એક કેશનળીને પાણીમાં આંશિક રીતે ડૂબાડવામાં આવે છે (પૃષ્ઠતાણ \(70 \mathrm{dyn} / \mathrm{cm}\) અને કાચ-પાણી સંપર્ક કોણ \(\simeq 0^{\circ}\)) જે ઊર્ધ્વ સાથે \(30^{\circ}\) ના ખૂણે નમેલી છે. કેશનળીમાં ચઢેલા પાણીની લંબાઈ ________ cm છે.
\(\left(\right.\) \(\mathrm{g}=9.8 \mathrm{~m} / \mathrm{s}^2\) લો \(\left.\right)\) 2025 મધ્યમ - 10. 1.0 mm ત્રિજ્યાનો એક હવાનો પરપોટો \(0.095 \mathrm{~J} / \mathrm{m}^2\) પૃષ્ઠતાણ અને \(10^3 \mathrm{~kg} / \mathrm{m}^3\) ઘનતા ધરાવતા પ્રવાહીની મુક્ત સપાટીથી 20 cm ઊંડાઈએ જોવા મળે છે. પરપોટાની અંદરના દબાણ અને વાતાવરણના દબાણ વચ્ચેનો તફાવત _____ \(\mathrm{N} / \mathrm{m}^2\) છે. (લો \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\)) 2025 મધ્યમ
- 11. \(1000 \mathrm{~kg} / \mathrm{m}^3\) ઘનતાવાળા પ્રવાહીની મુક્ત સપાટીથી 20 cm ઊંડાઈએ 0.1 cm ત્રિજ્યાનો એક હવાનો પરપોટો આવેલો છે. જો પરપોટાની અંદરનું દબાણ વાતાવરણના દબાણ કરતાં \(2100 \mathrm{~N} / \mathrm{m}^2\) વધારે હોય, તો SI એકમમાં પ્રવાહીનું પૃષ્ઠતાણ શોધો (\(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો). 2025 અઘરું
- 12. બે પ્રવાહી A અને B એક કેશાકર્ષણ નળીમાં સંપર્ક કોણ તરીકે \(\theta_{\mathrm{A}}\) અને \(\theta_{\mathrm{B}}\) ધરાવે છે. જો \(K=\cos \theta_A / \cos \theta_B\) હોય, તો સાચું વિધાન ઓળખો: 2025 મધ્યમ
- 13. બે સાબુના પરપોટા 2 cm અને 4 cm ત્રિજ્યાવાળા, અનુક્રમે, એકબીજાના સંપર્કમાં છે. તેમની સામાન્ય સપાટીની વક્રતા ત્રિજ્યા, cm માં ______ છે. 2025 સરળ
- 14. હવામાં રહેલા સાબુના પરપોટા A ની અંદરનું વધારાનું દબાણ, હવામાં રહેલા બીજા સાબુના પરપોટા B ની અંદરના વધારાના દબાણ કરતાં અડધું છે. જો પરપોટા A નું કદ પરપોટા B ના કદ કરતાં \(n\) ગણું હોય, તો \(n\) નું મૂલ્ય ___ છે. 2025 સરળ
- 15. નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ગરમ પાણી ઠંડા પાણી કરતાં વધુ ઝડપથી વહે છે.
વિધાન II: સાબુવાળા પાણીનું પૃષ્ઠતાણ તાજા પાણી કરતાં વધુ હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 2025 સરળ - 16. ' \(R\) ' ત્રિજ્યાના એક મોટા પાણીના ટીપાંને સમાન ત્રિજ્યાના 27 નાના ટીપાંમાં તોડવા માટે કરવામાં આવેલું કાર્ય 10 J છે. તે જ મોટા ટીપાંને સમાન ત્રિજ્યાના 64 નાના ટીપાંમાં તોડવા માટે જરૂરી કાર્ય કેટલું હશે? 2025 મધ્યમ
- 17. ત્રિજ્યા 'r' ના બે પાણીના ટીપાં જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. જો ' T ' પૃષ્ઠતાણ હોય, તો આ પ્રક્રિયામાં મુક્ત થતી પૃષ્ઠ ઊર્જા કેટલી હશે? 2025 સરળ
- 18. \(1000\) નાના પાણીના ટીપાં સંયોજિત થવાથી એક મોટું ટીપું બને છે. પૃષ્ઠ ઊર્જા _______ થશે. 2024 અઘરું
- 19. A પ્રવાહી સ્તંભની ઊંચાઈ \(0.04 \mathrm{~cm}\) ચોક્કસ ત્રિજ્યાના સાબુના પરપોટાના વધારાના દબાણને સંતુલિત કરે છે. જો પ્રવાહીની ઘનતા \(8 \times 10^3 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) અને સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ \(0.28 \mathrm{Nm}^{-1}\) હોય, તો સાબુના પરપોટાનો વ્યાસ _______ \(\mathrm{cm}\) છે. (જો \(g=10 \mathrm{~ms}^{-2}\)) 2024 અઘરું
- 20. એક \(R\) ત્રિજ્યા ધરાવતા પ્રવાહી બુંદને એકસમાન \(27\) પ્રવાહી બુંદીમાં વિભાજિત કરવામાં આવે છે. જો પૃષ્ઠતાણ \(T\) હોય, તો આ પ્રક્રિયામાં થતું કાર્ય _______ થશે. 2024 અઘરું
- 21. એક સાબુના પરપોટાને ફુલાવીને તેનો વ્યાસ \(7 \mathrm{~cm}\) કરવામાં આવે છે. તેને વધારે ફૂલાવવા માટે કરવા પડતા કાર્ય માટે \(36960\) erg જેટલી ઉર્જા જોઈએ છે. સાબુના દ્રાવણ માટે પૃષ્ઠતાણ \(40\) dyne/cm હોય તો નવી ત્રિજ્યાં _______ \(\mathrm{cm}\) થશે. \(\left(\pi=\frac{22}{7}\right.\)લો). 2024 અઘરું
- 22. એક સાબુના પરપોટાની અંદર અતિશય દબાણ બીજા સાબુના પરપોટાની અંદરના અતિશય દબાણ કરતાં ત્રણ ગણું છે. પ્રથમ અને બીજા પરપોટાના કદનો ગુણોત્તર _______ છે. 2024 અઘરું
- 23. નીચે બે કથનો આપેલા છે: કથન \(I\): જો કેશનળીને પ્રથમ ઠંડા પાણીમાં અને ત્યાર બાદ ગરમ પાણીમાં ડૂબાડવામાં આવે તો ગરમ પાણીમાં કેશનળી ઉંચાઈ વધારો ઓછો હોય. કથન \(II\) : જો કેશનળીને પ્રથમ ઠંડા પાણીમાં અને ત્યાર બાદ ઠંડા પાણીમાં ડૂબાડવામાં આવે તો ઠંડા પાણીમાં કેશનળીનો ઊંયાઈ વધારો ઓછી હોય. ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ 2024 અઘરું
- 24. નીચે બે કથનો આપેલા છે. કથન \((I)\) : વાયુની શ્યાનતા પ્રવાહીની શ્યાનતા કરતા વધુ હોય છે. કથન \((II)\) : અદ્રાવ્ય અશુધ્ધિને લીધે પ્રવાહીનું પૃષ્ઠતાણ ઘટે છે. ઉપર્યુંત્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો : 2024 અઘરું
- 25. નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\) : ઘન અને પ્રવાહી વચ્યેનો સંપર્કકોણ એ ઘન અને પ્રવાહી બંનેનો ગુણધર્મ છે. વિધાન \(II\) : કેશનળીમાં પ્રવાહીનું ઉપર ચઢવું તે નળીના અંદરની ત્રિજ્યા ઉપર આધારિત નથી. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યીગ્ય ઉત્તર પસંદ કરોઃ 2024 અઘરું
- 26. નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\): જ્યારે કેશનળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે પ્રવાહી કેશનળીમાં ઉપર ચઢતું નથી કે નીચે પણ ઉતરતું નથી. સંપર્કકોણ \(0^{\circ}\) હોય શકે છે. વિધાન \(II\) : ઘન અને પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ ધન દ્રવ્યના અને પ્રવાહી દ્રવ્યના ગુણધર્મ પર પણ આધારીત છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભરમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2024 અઘરું
- 27. પાણીના \(1000\) નાના ટીપાંના એકત્ર થવાથી એક મોટું ટીપું બને છે. \(1000\) ટીપાંની પૃષ્ઠ ઊર્જા અને મોટા ટીપાંની ઊર્જાનો ગુણોત્તર \(\frac{10}{x}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
- 28. પાણીના સમાન \(1000\) નાના બુંદોને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે છે. જો પાણીના \(1000\) નાના બુંદોની કુલ સપાટી ઊર્જા \(E_1\) હોય અને પાણીના એક મોટા બુંદની સપાટી ઊર્જા \(E_2\) હોય તો \(E_1: E_2\) એ \(x: 1\) છે. \(x=\) _____ થશે. 2024 અઘરું
- 29. સાબુના પરપોટાની અંદરનું દબાણ બહારના દબાણ કરતાં _______ જેટલા પ્રમાણથી વધારે હોય છે. (આપેલ છે : \(\mathrm{R}=\) પરપોટાની ત્રિજ્યા, \(\mathrm{S}=\) પરપોટાનું પૃષ્ઠતાણ) 2024 અઘરું
- 30. \(0.07\,N / m\) જેટલું પૃષ્ઠતાણ અને \(1\,mm\) ની સમાન ત્રિજ્યા ધરાવતા \(1000\) પાણીનાં બુંદ ભેગા મળીને એેક મોટું બુંદ બનાવ છે. આ પ્રક્રિયામાં,મુક્ત થતી પૃષ્ઠ ઊર્જા \(.............\) થશે.\(\left(\pi=\frac{22}{7}\right.\) લો. \()\) 2023 મધ્યમ
- 31. \(0.075\,Nm ^{-1}\) પૃષ્ઠતાણ અને \(1000\,kg\,m ^{-3}\) ધનતાવાળા પ્રવાહીમાં તેની મુક્ત સપાટીથી \(10\,cm\) ઉંડાઈએ \(1.0\,mm\) ત્રિજ્યાનો હવાનો પરપોટો આવેલો છે. પરપોટાની અંદરનું દબાણ, વાતાવરણના દબાણ કરતા \(.......\,Pa\) જેટલું વધારે હશે. \(\left( g =10\,ms ^{-2}\right)\) 2023 અઘરું
- 32. \(10^{-3}\,m\) ત્રિજ્યા ધરાવતા પારાના ટીંપાને \(125\) સમાન કદના ટીપામાં વિભાજિત કરવામાં આવે છે. પારાની સપાટીનું પૃષ્ઠતાણ \(0.45\,Nm ^{-1}\) છે. સપાટીની ઊર્જામાં થતો વધારો \(......\times 10^{-5}\,J\) હશે. 2023 મધ્યમ
- 33. ચોક્કસ ત્રિજ્યા ધરાવતી કેશનળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે.ત્યારે તેમાં પ્રવાહી \(5\,cm\) જેટલું ઉપર ચઢે છે.આ કેશનળીને આ જ રીતે અગાઉના પ્રવાહી કરતા બમણી ઘનતા અને બમણું પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે પ્રવાહીની સ્તંભની ઊંચાઈ \(..........\,m\) હશે. 2023 મધ્યમ
- 34. પ્રવાહીનું ગોળાકાર ટીપું \(1000\) સમાન ગોળીય ટીપાઓમાં વિભાજિત થાય છે. જો \(u _{ i }\) મૂળ ટીપાની પૃષ્ઠ ઉર્જા અને \(u_f\) પરિણમતા ટીપાઓની કુલ પૃષ્ઠઉર્જા હોય તો \(\frac{u_f}{u_i}=\left(\frac{10}{x}\right)\). (બાષ્પીભવન અવગણવામાં આવે છે.) તો \(x\) નું મૂલ્ય \(.........\) હશે. 2023 મધ્યમ
- 35. સાબુના દ્વાવણની સપાટીનું પૃષ્ઠતાણ \(3.5 \times 10^{-2}\,Nm ^{-1}\) છે. સાબુના પરપોટાની ત્રિજ્યા \(10\,cm\) થી \(20\,cm\) વધારવા માટે કરવું પડતું કાર્ય ............. \(\times 10^{-4}\,J\) છે.\((\pi=22 / 7\) લો.\()\) 2023 મધ્યમ
- 36. સાબુના પરપોટાની સપાટીનું પૃષ્ઠતાણ \(2.0 \times 10^{-2} \;Nm ^{-1}\) છે. સાબુના પરપોટાની ત્રિજ્યાને \(3.5 \;cm\) થી \(7\; cm\) સુધી વધારવા માટે કરવામાં આવેલ કાર્ય \(.........\times 10^{-4}\,J\) હશે. [\(\pi=\frac{22}{7}\) લો] 2023 મધ્યમ
- 37. \(1\,cm\) ત્રિજ્યા ઘરાવતું પાણીનું બુંદ સમાન \(729\) નાનાં બુંદ્દોમાં તૂટી જાય છે.જો પાણીનું પૃષ્ઠતાણ \(75\,\,dyne/cm\) હોય તો પ્રથમ દશાંશ ચિહ્ન સુધી પૃષ્ઠ ઊર્જામાં થતો વધારો \(...\times 10^{-4}\,J\) થશે.\((\pi = 3.14\) આપેલ છે.) 2022 મધ્યમ
- 38. \(2 \,cm\) વ્યાસ ધરાવતું પાણીનું બુંદ સમાન \(64\) બુંદોમાં વિભાજીત (તૂટી) થાય છે. પાણીનું પૃષ્ઠતાણ \(0.075 \,N / m\) છે. આ પ્રક્રિયામાં પ્રાપ્ત થતી પૃષ્ઠઊર્જા ......... \(J\) થશે. 2022 અઘરું
- 39. \(3\,cm\) ત્રિજ્યા ધરાવતો સાબુનો એક ગોળાકાર પરપોટો બીજા \(6\,cm\) ત્રિજ્યા ધરાવતા એક મોટા સાબુના પરપોટાની અંદર રચાય છે. આ તંત્રમાં જો \(3\,cm\) ધરાવતા નાના સાબુના પરપોટાની અંદરનું આંતરિક દબાણ બીજા કોઈ \(r\,cm\) ત્રિજ્યા ઘરાવતા એક સાબુના પરપોટાનાં આંતરિક દબાણ જેટલું હોય, તો \(r\) નું મૂલ્ય \(.........\) હશે. 2022 અઘરું
- 40. \(\rho\) ધનતા ધરાવતા પ્રવાહીનું બુંદ \(\sigma\) જેટલી ધનતા અને \(7.5 \times 10^{-4}\,N\,cm ^{-1}\). જેટલું પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં અડધું ડુબાડેલી સ્થિતિમાં તરે છે. બુંદની ત્રિજ્યા \(......cm\) માં જેટલી થશે. (\(g =10\,m / s ^{2}\)) 2022 અઘરું
- 41. \(6\, {cm}\) ત્રિજયાના સાબુના પરપોટાની અંદર એક બીજો \(3\, {cm}\) ત્રિજયાનો પરપોટો બને છે. તો જેમાં અંદરનું દબાણ વાતાવરણની સાપેક્ષે સમાન હોય તેવા સમતુલ્ય પરપોટાની ત્રિજયા કેટલા \({cm}\) હશે?
2021 અઘરું - 42. બે પરપોટાની ત્રિજયા \(r_1\) અને \(r_2\) છે. શૂન્યઅવકાશમાં સમતાપીય સ્થિતિમાં ભેગા થઇને મોટો પરપોટો બનાવે,તો મોટા પરપોટાની ત્રિજયા કેટલી થાય? 2021 મધ્યમ
- 43. બે સાંકડા \(5.0\, {mm}\) અને \(8.0\, {mm}\) વ્યાસના બોરને (bore) જોડીને \(U\) આકારની નળી બનાવેલ છે જેના બંને છેડા ખુલ્લા છે. જો આ \({U}\) ટ્યુબમાં પાણી ભરવામાં આવે તો બંને બાજુની નળીમાં પાણીની ઊંચાઈનો તફાવત કેટલા \(mm\) નો મળે? [પાણીનું પૃષ્ઠતાણ \({T}=7.3 \times 10^{-2} \, {Nm}^{-1}\), સંપર્કકોણ \(=0, {g}=10\, {ms}^{-2}\) અને પાણીની ઘનતા \(\left.=1.0 \times 10^{3} \,{kg} \,{m}^{-3}\right]\) 2021 અઘરું
- 44. જ્યારે \(a\) અને \(b ( b > a )\) ત્રિજ્યાના બે સાબુના પરપોટા ભેગા થાય ત્યારે તેમની સામાન્ય સપાટીની ત્રિજ્યા કેટલી થાય? 2021 અઘરું
- 45. \(r\) ત્રિજ્યા ધરાવતાં મોટી સંખ્યામાં પાણીનાં ટીપા સંયોજાઈને \(R\) ત્રિજ્યા ધરાવતું ટીપું સર્જે છે. જે પૃષ્ઠતાણ \(T\) અને ઉષ્માનો યાંત્રિક સમતુલ્યાંક \(J\) હોય તો પ્રતિ એકમ કદમાં ઉષ્મા ઉર્જામાં થતો વધારો ............ છે 2021 અઘરું
- 46. \(0.015\;cm\) ત્રિજ્યા ધરાવતી કાંચની લાંબી કેશનળીને પ્રવાહીમાં ડૂબાડતા તેમાં પ્રવાહી \(15\, cm\) જેટલું ઉપર ચડે છે જો પ્રવાહીની સપાટી અને પાત્ર વચ્ચેનો સંપર્કકોણ \(0^{\circ}\) હોય તો પ્રવાહીનું પૃષ્ઠતાણ \(milli\,Newton \;m ^{-1}\) એકમમાં કેટલું હશે? [પ્રવાહીની ઘનતા \(\left.\rho_{\text {(liquid) }}=900\; kg\,m ^{-3}, g =10\, ms ^{-2}\right]\) (નજીકના પૂર્ણાંકમાં જવાબ આપો) 2020 મધ્યમ
- 47. એક \(d\) ઘનતાવાળું ટીપું \(\rho\) ઘનતા અને \(T\) પૃષ્ઠતાણવાળા પ્રવાહીમાં તરે છે જેમાં તે અડધુ પ્રવાહીની અંદર ડૂબેલુ છે.તો તે ટીપાની ત્રિજ્યા કેટલી હશે? (પૃષ્ઠતાણ ટીપાં પર ઉપરની દિશામાં બળ લગાવે છે.) 2020 અઘરું
- 48. સાબુના બે પરપોટાના અંદરનું દબાણ અનુક્રમે \(1.01\) અને \(1.02\) વાતાવરણ છે. તો તેમના કદનો ગુણોત્તર કેટલો થાય? 2020 મધ્યમ
- 49. મરકયુરી અને પાણીના પૃષ્ઠતાણ અને ઘનતાનો ગુણોત્તર અનુક્રમે \(7.5\) અને \(13.6\) છે.તેમનો કાચ સાથેનો સંપર્ક ખૂણો અનુક્રમે \(135^o\) અને \(0^o\) છે.એવું જોવા મળ્યું છે કે \(r_1\) ત્રિજ્યાની કેપિલરીમાં મરકયુરી \(h\) ઊંડાઈ સુધી જાય છે જ્યારે પાણી \(r_2\) ત્રિજ્યાની કેપિલરીમાં \(h\) ઊંચાઈ પ્રાપ્ત કરે છે.તો તે ત્રિજ્યાનો ગુણોત્તર \((r_1/r_2)\) કેટલો થાય? 2019 મધ્યમ
- 50. \(r\) ત્રિજ્યાની કેપિલરીમાં \(M\) દળનું પાણી ઊંચાઈ પ્રાપ્ત કરે તો \(2r\) ત્રિજ્યાની કેપિલરીમાં કેટલા દળનું પાણી ઊંચાઈ પ્રાપ્ત કરે? 2019 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં STD 11 - પૃષ્ઠતાણ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 60 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
STD 11 - પૃષ્ઠતાણ નો કયો ટોપિક સૌથી વધુ પૂછાય છે?
પૃષ્ઠઉર્જા, 21 પ્રશ્નો સાથે; ત્યાર બાદ વધારાનું દબાણ, 18 પ્રશ્નો સાથે.
STD 11 - પૃષ્ઠતાણ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
12% સરળ, 43% મધ્યમ અને 45% અઘરા.