ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 12 - ચુંબકત્વ અને દ્રવ્ય PYQ: JEE Mains Physics પ્રશ્નો

2013–2026 ના 68 પ્રશ્નો. ચુંબકીય દ્રવ્યો સૌથી વધુ પૂછાય છે.

68પ્રશ્નો
6ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 10% મધ્યમ 66% અઘરું 24%

ટોપિક

6 ટોપિક

STD 12 - ચુંબકત્વ અને દ્રવ્ય ના બધા પ્રશ્નો

નવા પહેલા

68 માંથી 1–50 પ્રશ્નો

  1. 1. એક સોલેનોઇડનો ગર્ભ \(400\) સાપેક્ષ પારગમ્યતા ધરાવતા દ્રવ્યનો બનેલો છે. સોલેનોઇડના અંદરના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર \(1.0\) T છે. SI એકમમાં ચુંબકીય તીવ્રતા \(\alpha \times 10^5\) છે. \(\alpha\) નું મૂલ્ય ______ છે.
    (શૂન્યાવકાશની પારગમ્યતા \(\mu_0=4\pi \times 10^{-7}\) SI એકમ.)
    2026 મધ્યમ
  2. 2. એક નાના ગજિયા ચુંબકને 800 Gauss ના બાહ્યક્ષેત્રમાં તેની અક્ષ \(30^{\circ}\) ખૂણે રહે તેમ મૂકતા તે 0.016 N.m નું ટોર્ક અનુભવે છે.તેને સૌથી સ્થાયી સ્થાનથી સૌથી અસ્થાયી સ્થાનમાં લઈ જવા માટે કરેલું કાર્ય \(\alpha \times 10^{-3} J\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે. 2026 મધ્યમ
  3. 3. નીચે બે કથનો આપેલા છે. એકને નિવેદન (A) અને બીજાને કારણ (R) તરીકે નિર્દેશિત કરવામાં આવે છે. ફેરોચુંબકીય દ્રવ્ય ધ્યાનમાં લો :
    નિવેદન (A): ફેરોચુંબકીય દ્રવ્યમાં સ્વતંત્ર પરમાણુ દ્વિ-ધ્રુવીની ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે અને એકબીજા સાથે એવી રીતે આંતરક્રિયા કરે છે કે તેઓ ત્વરિત ગોઠવાઈને ડોમેઈનની રચના કરે છે.
    કારણ (R) : પુરતા ઉંચા તાપમાને ફેરોમેગ્નેટિક દ્રવ્યનું ડોમેઈન માળખું વિખેરાઈ જાય છે. આમ, પૂરતા ઉંચા તાપમાન પર જેને ક્યુરી તાપમાન તરીકે ઓળખવામાં આવે છે, મેગ્નેટાઈઝેશન લુપ્ત થઈ જાય છે.
    ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
    2026 અઘરું
  4. 4. બે સમાન નાના ગજિયા ચુંબકો પ્રત્યેક ચુંબકીય ચાકમાત્રા \(3\sqrt{5}\) J/T ધરાવે છે, તેમને કેન્દ્રથી કેન્દ્રના \(10\) cm ના અંતરે તેમની અક્ષો એકબીજાને લંબ રહે તેમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવે છે. ચુંબકોની બરાબર મધ્યમાં આવેલા બિંદુ P પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય \(\alpha \times 10^{-3}\) T છે. તો \(\alpha\) નું મૂલ્ય ______ છે.
    (\(\mu_0=4\pi \times 10^{-7}\) Tm/A)
    2026 અઘરું
  5. 5. ચુંબકીય સસેપ્ટિબિલિટી \((\chi)\) અને ચુંબકીય પારગમ્યતા \((\mu)\) વચ્ચેનો સંબંધ નીચે મુજબ અપાય છે :
    (\(\mu_0\) શૂન્યાવકાશની પારગમ્યતા છે અને \(\mu_{\mathrm{r}}\) સાપેક્ષ પારગમ્યતા છે)
    2025 સરળ
  6. 6. એક ચુંબકીય દ્વિધ્રુવીને સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેની દ્વિધ્રુવી ચાકમાત્રા ચુંબકીય ક્ષેત્ર સાથે \(60^{\circ}\) નો ખૂણો બનાવે છે, ત્યારે તે \(80 \sqrt{3} \mathrm{~N} \mathrm{~m}\) ના ટોર્કનો અનુભવ કરે છે. આ ડાયપોલની સ્થિતિજ ઊર્જા કેટલી છે? 2025 સરળ
  7. 7.
    એક ગજીયા ચુંબકની કુલ લંબાઈ \(2 l=20\) એકમ છે અને ક્ષેત્ર બિંદુ \(P\) ચુંબકના કેન્દ્રથી \(\mathrm{d}=10\) એકમ અંતરે આવેલું છે. જો લંબાઈના માપનની સાપેક્ષ અનિશ્ચિતતા \(1 \%\) હોય, તો બિંદુ \(P\) આગળ ચુંબકીય ક્ષેત્રની અનિશ્ચિતતા કેટલી હશે?
    2025 અઘરું
  8. 8. જ્યારે પ્રવાહધારિત સોલેનોઇડની અંદરનો અવકાશ મેગ્નેશિયમ (ચુંબકીય સસેપ્ટિબિલિટી \(\left.\chi_{\mathrm{mg}}=1.2 \times 10^{-5}\right)\) થી ભરવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર (B) માં થતો ટકાવારી વધારો છે : 2025 મધ્યમ
  9. 9. નીચે બે વિધાનો આપેલા છે : જેમાંથી એકને વિધાન (A) અને બીજાને કારણ (R) લેબલ કરેલ છે.
    વિધાન (A) : ચુંબકીય મોનોપોલ (એકલ ધ્રુવો) અસ્તિત્વ ધરાવતા નથી.
    કારણ (R) : ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હોય છે અને બંધ ગાળાઓ રચે છે.
    ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :
    2025 સરળ
  10. 10. અનુકચુંબકીય પદાર્થો: \(A\). પોતાને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશાઓમાં ગોઠવે છે. \(B\). બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તરફ પ્રબળતાથી આકર્ષાય છે. \(C\). ચુંબકીય સંવેદનશીલતા શૂન્ય કરતાં થોડી વધુ હોય છે. \(D\). પ્રબળ ચુંબકીય ક્ષેત્રના પ્રદેશમાંથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો: 2024 અઘરું
  11. 11. ચુંબકીય દ્વિ-ધ્રુવીને તેની અક્ષ પર કેન્દ્રથી \(20 \mathrm{~cm}\) દૂર આવેલા બિંદુંએ ચુંબકીય અદિશ સ્થિતિમાન \(1.5 \times 10^{-5} \mathrm{Tm}\) છે. તો દ્વિ-ધ્રુવીની ચુંબકીય ચાકમાત્રા _______ \(A \mathrm{~m}^2\)છે. \((\frac{\mu_o}{4 \pi}=10^{-7} T m A^{-1}\)આપેલ છે.) 2024 અઘરું
  12. 12. એક ચુંબકની નિગ્રાહકતા \(5 \times 10^3 \mathrm{~A} / \mathrm{m}\) છે. \(30 \mathrm{~cm}\) લંબાઈ અને \(150\) આંટાઓની સંખ્યા ધરાવતા સોલેનોઇડમાં પસાર કરવા માટે જરૂરી વિદ્યુત પ્રવાહનું પ્રમાણ, જેથી ચુંબક સોલેનોઇડની અંદર હોય ત્યારે વિ-ચુંબકિત થાય તે _______ A છે. 2024 અઘરું
  13. 13. એક સીધી ચુંબકીય પટ્ટીની ચુંબકીય ચાકમાત્રા \(44 \mathrm{Am}^2\) છે. જો પટ્ટીને અર્ધવર્તુળાકાર આકારમાં વાળવામાં આવે, તો તેની ચુંબકીય ચાકમાત્રા _______ \(\mathrm{Am}^2\) થશે. \(\left(\right.\) આપેલ છે \(\left.\pi=\frac{22}{7}\right)\) 2024 અઘરું
  14. 14. \(1200\) આાંટા ધરાવતા સોલેનોઈડને \(2\) મીટર લંબાઈ અને \(0.2\) મીટરનો વ્યાસ ધરાવતી ગલાસની નળી ઉપર એક-સ્તરમાં વીટાળવામાં આવેલ છે. જ્યારે તેમાંથી \(2\) એમ્પિયરનો પ્રવાહ પસાર થાય, ત્યારે સોલેનોઈડના કેન્દ્ર આગળ ચુંબકીયની તીવ્રતા \(..............\) હશે. 2023 સરળ
  15. 15. \(5.0\,Am ^2\) ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ગજિયા ચુંબકને \(0.4\,T\) તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને સમાંતર રાખવામાં આવેલ છે. ચુંબકને ક્ષેત્રની દિશાને સાપેક્ષ સમાંતર સ્થિતિમાંથી પ્રતિ સમાંતર સ્થિતિમાં ફેરાવવા માટે કરવું પડતું કાર્ય \(.........\,J\) થશે. 2023 મધ્યમ
  16. 16. એક ગજિયા ચુંબકીય \(2.4 \times 10^3\,Am ^{-1}\) ચુંબકીય તીવ્રતા \(15\,cm\) લંબાઈ અને \(60\) આટાંવાળા સોલેનોઇડ દ્વારા નષ્ટ કરવા (ડીમેગ્નેટાઈઝ) માટે તેમાંથી પસાર કરવો પડતો પ્રવાહ .......\(A\). 2023 મધ્યમ
  17. 17. એક લાંબા વિદ્યુત પ્રવાહ ધારીતા ધરાવતા પરિનાલીકાના (સોલેનોઈડ) કેન્દ્રની ચુંબકીય તીવ્રતા \(1.6 \times 10^3\,Am ^{-1}\) છે. જો આંટાની સંખ્યા \(8\) પ્રતિ સેમી. હોય, તો પરિનાલીકામાંથી પસાર થતો વીજ પ્રવાહ .......... \(A\) છે. 2023 સરળ
  18. 18. નીચે બે કથન આપેલ છે. કથન \(I\): ડાયા મેગ્નેટિક પદાર્થ માટે \(-1 \leq \chi < 0\), જ્યાં \(\chi\) એ ચુંબકીય સસેપ્ટીબીલીટી છે. કથન \(II\): ડાયા મેગ્નેટિક પદાર્થને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તે ક્ષેત્રના પ્રબળ ભાગમાંથી નિર્બળ ભાગ તરફ ગતિ કરવાનું વલણ ધરાવ છે. ઉપર્યુક્ત બંને કથનોના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  19. 19. નીચે બે કથન આપેલ છે. કથન \(I\) : ડાયાચુંબકીય ગુણધર્મ તાપમાન પર આધારિત છે. કથન \(II\) : ડાયાચુંબકીય નમૂનામાં પ્રેરિત થતી દ્રીધ્રુવની ચાકમાત્રા હંમેશા મેગ્નેટાઈઝીંગ ક્ષેત્રની વિરૂદ્ધ હોય છે. ઉપર્યુક્ત બંંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  20. 20. નીચે બે વિધાનો આપેલા છે; એક ને કથન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે સૂચિત લેબલ કરવામાં આવેલ છે. કથન \(A :\) વીજ ચુંબકો નરમ લોખંડના બનેલા છે. કારણ \(R:\) નરમ લોખંડ ઉચ્ય પારગમ્યતા અને નીચી રિટેન્ટીવીટી ધરાવે છે. ઉપર્યુક્ત કથનો સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
  21. 21. \(2.0 \times 10^{5} \,J ^{-1}\) જેટલી યુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ગજિયો યુંબક, સમક્ષિતિજ સમતલમાં ભમણ કરવા માટે મુક્ત છે. અવકાશમાં \(B=14 \times 10^{-5} \,T\) જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રવતેં છે. ક્ષેત્રની દિશામાંથી ચુંબકને \(60^{\circ}\) એ ભ્રમણ કરવા માટે થતું કાર્ય ...........\(J\) થશે. 2022 મધ્યમ
  22. 22. \(30^{\circ}\) નો ડીપ-કોણ ઘરાવતા સ્થાન \(P\) આગળ ચુંબકીય કંપાસની સોય એક મિનીટમાં \(20\) વખત દોલન પામે છે. \(60^{\circ}\) નો ડીપ કોણ ઘરાવતા \(Q\) સ્થાને પ્રતિ મિનીટ દોલનોની સંખ્યા \(10\) થઈ જાય છે. આ બે સ્થાનો આગળ કુલ ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર \(\left( B _{ Q }: B _{ P }\right)..........\) થશે. 2022 અઘરું
  23. 23. અનુચુંબકત્વ (પેરામેગ્નેટીક) દ્રવ્યની સસેપ્ટીબિલીટી (susceptibility) \(99\) છે. દ્રવ્યની પરમીએબિલિટી (પારગમ્યતા) ......... \(Wb / A - m\) હશે. [મુક્ત અવકાશની પારગમ્યતા \(\mu_{0}=4 \pi \times 10^{-7} \,Wb / A - m\)] 2022 મધ્યમ
  24. 24. બે ત્રિજ્યા ચુંબકો સમક્ષિતિજ સમતલમાં અનુક્રમે \(3 \,s\) અને \(4 \,s\) ના આવર્તકાળથી દોલન કરે છે. જો તેઓની જડત્વની ચાકમાત્રાઆનો ગુણોત્તર \(3:2\) હોય તો તેમની ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર ............. થશે. 2022 મધ્યમ
  25. 25. કોઈ એક સ્થાને ડીપ્-એન્ગલ (કોણ) \(30^{\circ}\) અને પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિળ ઘટક \(0.5\) ઓર્સેટડ છે. પૃથ્વીનું કુલ ચુંબકીય ક્ષેત્ર (ઓર્સેટડમાં) ...................... થશે. 2022 સરળ
  26. 26. નીચે બે વિધાનો આપેલા છે. વિધાન - \(I\) : અનુયુંબકત્વ અને લોહચુંબકત્વ પદાર્થો માટેની સસેપ્ટીબિલિટી તાપમાનના ધટાડા સાથે વધે છે. વિધાન - \(II\) : ડાયામેગ્નેટીઝમ એ ઈલેકટ્રોનની કક્ષીય ગતિ કે જેને કારણે લગાવેલ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ચુંબકીય ચાકમાત્રા ઉત્તપન થાય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિધાનોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો 2022 મધ્યમ
  27. 27. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ધટક જ્યાં ડીપ-કોણ \(37^{\circ}\) નો હોય તે સ્થાને \(6 \times 10^{-5}\,T\) છે. તે સ્થાને પૃથ્વીનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર \(........\) હશે. \(\left(\tan 37^{\circ}=\frac{3}{4}\right.)\) લો. 2022 સરળ
  28. 28. યુંબકીય મિરીડીયન સાથે \(45^{\circ}\) નો કોણો લટકાવેલ એક યુંબક સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ની કોણ ધરાવે છે. ડીપ-કોણનું સાચું મૂલ્ય ......... હશે. 2022 મધ્યમ
  29. 29. \(1000\) આંટા\(/m\) ધરાવતા લાંબા સોલેનોઇડના દ્રવ્યની સાપેક્ષ પરમીએબીલીટી \(500\) અને કદ \(10^{3}\, {cm}^{3}\) છે. જો તેનું કદ સમાન રાખીને તેને સાપેક્ષ પરમીએબીલીટી \(750\) વાળા દ્રવ્યથી બદલી તેમાંથી સમાન પ્રવાહ \(0.75\, {A}\) દાખલ કરવામાં આવે, તો કોરની ચુંબકીય મોમેન્ટમાં થતો આંશિક ફેરફાર \(\left(\frac{{x}}{499}\right)\) છે. તો \({x}\) નું મૂલ્ય કેટલું હશે? 2021 અઘરું
  30. 30. \(14 \,cm\) લંબાઈ ધરાવતા ગજિયા ચુંબકને ચુંબકીય મેરેડિયનમાં ઉતર ધ્રુવ ઉતર દિશામાં મુક્તા તેના કેન્દ્રથી \(18\, cm\) અંતરે ચુંબકીયક્ષેત્ર શૂન્ય થાય છે. જો \(B _{ H }=0.4 \,G ,\) હોય તો ચુંબકની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? \(\left(1\, G =10^{-4} T \right)\) 2021 અઘરું
  31. 31. બે નાના \(1\, {Am}^{2}\) જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા બે ચુંબકીય ડાયપોલ \({m}_{1}\) અને \({m}_{2}\) ને બિંદુ \({O}\) અને \(P\) પર મૂકેલા છે. \(OP\) વચ્ચેનું અંતર \(1\, meter\) છે. ચુંબકીય ડાયપોલ \({m}_{1}\) ના કારણે ચુંબકીય ડાયપોલ \({m}_{2}\) દ્વારા અનુભવાતું ટોર્ક ...... \(\times 10^{-7}\, {Nm}\) હશે. 
    2021 મધ્યમ
  32. 32. ચુંબકીય મેરેડિયન સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવતા સમતલમાં ડીપ એન્ગલ \(45^{\circ}\) નો છે. સાચો ડીપ એન્ગલ શોધો. 2021 મધ્યમ
  33. 33. એક નરમ લોહચુંબકત્વ ને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ચુંબકીય ડોમેન (પ્રદેશ) ........ . 2021 મધ્યમ
  34. 34. એક સમાન ચુંબકીયક્ષેત્રમાં, એક ચુંબકીય ચાકમાત્રા \(9.85 \times 10^{-2} \,{A} / {m}^{2}\) અને જડત્વની ચાકમાત્રા \(5 \times 10^{-6} \,{kgm}^{2}\) છે. જો તે \(5\; sec\) માં \(10\) દોલનો પૂર્ણ કરે તો ચુંબકીયક્ષેત્રનું મુલ્ય \(....\,mT\) થશે.  [\(\pi^{2}=9.85\) ] 2021 મધ્યમ
  35. 35. એલ્યુમિનિયમની સસેપ્ટિબિલિટી \(2.2 \times 10^{-5}\) છે. પ્રવાહધારીત ટોરોઈડની અંદરની એલ્યુમિનિયમ ભરી દેવામાં આવે, તો ચુંબકીયક્ષેત્રમાં થતો પ્રતિશત વધારો કેટલો હશે? 2021 અઘરું
  36. 36. લોહચુંબકીય દ્રવ્યમાં, ક્યુરી તાપમાન થી ઓછા તાપમાને, પ્રદેશ (ડોમેઈન) ને ........ પ્રમાણે વ્યાખ્યાયીત કરવામાં આવે છે. 2021 મધ્યમ
  37. 37. નીચે આપેલ ગ્રાફ ચુંબકીયકરણ \((M)\) વિરુદ્ધ ચુંબકીય તીવ્રતા \((H)\) અને ચુંબકીય સસેપ્ટિબિલિટી \((\chi)\) વિરુદ્ધ તાપમાન \((T)\) ના છે.  નીચેનામાંથી કયું સંયોજન ડાયમેગ્નેટિક પદાર્થ દ્વારા દર્શાવવામાં આવશે?
    2021 મધ્યમ
  38. 38. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ? \((A)\) વિદ્યુતીય એકાકી ધ્રુવ મળતા નથી જ્યારે ચુંબકીય એકાકી ધ્રુવ મળે છે. \((B)\) સોલેનોઇડમાં છેડા અને બહાર ચુંબકીયક્ષેત્રમાં સંપૂર્ણ સુરેખ અને બંધીયાર હોતી નથી \((C)\) ચુંબકીય ક્ષેત્રની રેખાઓ સંપૂર્ણપણે ટોરોઇડમાં મર્યાદિત હોય છે. \((D)\) ગજિયા ચુંબકની અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્રરેખા સમાંતર હોતી નથી  \((E)\)  સંપૂર્ણ ડાઈમેગ્નેટીઝ્મની શરત \(\chi=-1\) હોય છે જ્યાં  \(\chi\) ચુંબકીય સસેપ્બિલિટી  નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો: 2021 મધ્યમ
  39. 39. સાચું વિધાન પસંદ કરો. 2021 મધ્યમ
  40. 40. સાલિયાના પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી \(499\) છે. શૂન્યાવકાશની પરમિએબિલિટી \(4 \pi \times 10^{-7}\;{H} / {m}\) છે. સાલિયાના પદાર્થની નિરપેક્ષ પરમિએબિલિટી \(....\,\pi \times 10^{-4} {H} /  {m}\) હશે.  2021 મધ્યમ
  41. 41. વિધાન \(I :\) ફેરોમગ્નેટિક ગુણધર્મ તાપમાન પર આધારિત છે. ઊંચા તાપમાને ફેરોમગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થ બને. વિધાન \(II :\) ઊંચા તાપમાને ફેરોમગ્નેટિક પદાર્થની ડોમેઈનની દીવાલનું ક્ષેત્રફળ વધે છે. ઉપર આપેલા વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 2021 મધ્યમ
  42. 42. \(0.06\, T\) ના ચુંબકીયક્ષેત્રની સાથે \(30^{\circ}\) ના ખૂણે મૂકેલા ત્રિજ્યા ચુંબક પર લાગતુ ટોર્ક \(0.018\, Nm\) છે. તો તેને સ્થાયી થી અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કરવું પડતું કાર્ય 2020 અઘરું
  43. 43. \(10^{-3}\, m ^{3}\) કદ અને \(1000\) સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા લોખંડના સળિયાને \(10\) આટા/\(cm\) ધરાવતા સોલેનોઇડ માં મૂકીને \(0.5\,A\) પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી મેગ્નેટિક મોમેન્ટ \(...........Am^2\) 2020 મધ્યમ
  44. 44. કાયમી ચુંબક \((p)\) અને ટ્રાન્સફોર્મર \((T)\) માં વપરાતુ ચુબકીય દ્રવ્ય ના ગુણધર્મ કયો છે. 2020 મધ્યમ
  45. 45. પેરામેગ્નેટિક પદાર્થને \(0.4 \,T\) ના ચુંબકીયક્ષેત્રમાં \(4\, K\) તાપમાને મૂકતા \(6 \,A / m\) નુ મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન થાય છે. તો \(0.3\, T\) ના ચુંબકીયક્ષેત્રમાં \(24\, K\) તાપમાને મૂકતા કેટલુ મેગ્નેટાઇઝેશન થાય. 2020 મધ્યમ
  46. 46. ફેરોમેગ્નેટીક પદાર્થ માટે \(\mathrm{B}\) વિરુદ્ધ \(H\) નો આલેખ આપેલ છે.તો આ પદાર્થ માટે તેની રીટેન્ટીવિટી, કોઅર્સિવિટી અને સંતૃપ્ત ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય?
    2020 મધ્યમ
  47. 47. સંપૂર્ણ ડાઈમેગ્નેટિક પદાર્થ નો બનેલો ગોળમાં કેન્દ્ર પર પેરામેગ્નેટિક દ્રવ્ય મૂકેલુ છે. તેને સમાન ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{ B }\) માં મૂકવામાં આવે છે. તો પેરામેગ્નેટિક પદાર્થ માં ચુંબકીયક્ષેત્ર
    2020 મધ્યમ
  48. 48. \(0.12\, m\) લંબાઇની એક ચુંબકીય સોયને તેના મધ્યબિંદુમાંથી એક દોરી વડે એ રીતે લટકાવામાં આવે છે કે જેથી તે સમક્ષિતિજ સાથે \(45^o\) કોણ બનાવે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(18\times 10^{-6}\, T\) છે. જો આ સોયના ધ્રુવની પ્રબળતા \(1.8\, Am\) હોય તો આ સોયને તેના મધ્યબિંદુથી સમક્ષિતિજ સ્થિતિમાં લટકાવવામાં આવે છે. તેને સમક્ષિતિજ રાખવા તેના છેડા પર લગાડવું પડતું ઊર્ધ્વબળ _____ હશે. 2019 મધ્યમ
  49. 49. \(0.2\, m\) લંબાઈ, \(100\) આંટા અને \(5.2\, A\) પ્રવાહ ધરાવતા એક સોલેનોઇડમાં એક ગજિયા ચુંબકને મુક્તા તે વિચુંબકીય થાય છે. આ ગજિયા ચુંબકની નીગ્રાહિતા \((coericavity)\) ______\(A/m\) હશે 2019 મધ્યમ
  50. 50. \(10^{-2} \hat i \,A-m^2\) જેટલી કુલ ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ચુંબકને સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્ર \(B\,\hat i\,\left( {\cos \,\omega t} \right)\) જ્યાં \(B=1\) ટેસ્લા અને \(\omega=0.125\, rad/s\), માં મૂકવામાં આવે છે. \(t=1\) સેકન્ડે ચુંબકીય ચાકમાત્રાની દિશા ઉલટાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? 2019 મધ્યમ

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં STD 12 - ચુંબકત્વ અને દ્રવ્ય ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 68 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

STD 12 - ચુંબકત્વ અને દ્રવ્ય નો કયો ટોપિક સૌથી વધુ પૂછાય છે?

ચુંબકીય દ્રવ્યો, 17 પ્રશ્નો સાથે; ત્યાર બાદ મેગ્નેટાઈઝેશન, 14 પ્રશ્નો સાથે.

STD 12 - ચુંબકત્વ અને દ્રવ્ય ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

10% સરળ, 66% મધ્યમ અને 24% અઘરા.