પ્રશ્નો
નવા પહેલા18 માંથી 1–18 પ્રશ્નો
- 1. એક બહિર્ગોળ લેન્સ કાચના દ્રવ્યમાંથી બનાવેલ છે જેનો વક્રીભવનાંક \(1.4\) છે અને બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન છે. તેની કેન્દ્રલંબાઈ અને વક્રતા ત્રિજ્યાનો ગુણોત્તર ______ છે. 2026 મધ્યમ
- 2. એક પાતળો બહિર્ગોળ લેન્સ કાચ (\(\mu=1.5\)) માંથી બનાવવામાં આવ્યો છે જેના બંને વક્ર પૃષ્ઠોની વક્રતા ત્રિજ્યા \(20\) cm સમાન છે. લેન્સની ડાબી બાજુની સપાટીને બહારથી ચાંદીનો ઢોળ ચઢાવીને પરાવર્તક બનાવવામાં આવી છે. પ્રતિબિંબ અને વસ્તુનું સ્થાન એક જ જગ્યાએ હોય તે માટે, વસ્તુને લેન્સથી ________ cm અંતરે મૂકવી જોઈએ. 2026 અઘરું
- 3. 1.5 વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો એક પાતળો સમતલ-બહિર્ગોળ લેન્સ 1.2 વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં નિમજ્જિત કરવામાં આવે છે. જ્યારે લેન્સની સમતલ બાજુને સંપૂર્ણ પરાવર્તન માટે ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે, ત્યારે પ્રવાહીમાં નિમજ્જિત લેન્સ 0.2 m કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. લેન્સની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા કેટલી હશે? 2025 અઘરું
- 4. એક પાતળો બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક \(\mu_2\) ), જેની વક્રતા ત્રિજ્યાઓ \(\left|R_1\right|\) અને \(\left|R_2\right|\) છે, તેને એક પ્રવાહી (વક્રીભવનાંક \(\mu_1, \mu_1 \lt \mu_2\) ) માં રાખેલ છે. તેની બીજી સપાટીને ચાંદીનો ઢોળ ચડાવેલ છે. વસ્તુને પ્રકાશીય અક્ષ પર ક્યાં મૂકવી જોઈએ જેથી વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ તે જ સ્થાને રચાય? 2025 મધ્યમ
- 5. કાચનો (વક્રીભવનાંક \(\mu\) ) એક પાતળો બહિર્ગોળ લેન્સ આપેલો છે અને તેની દરેક સપાટીની વક્રતા ત્રિજ્યા \(R\) છે. તેની એક સપાટીને પૂર્ણ પરાવર્તન માટે પોલિશ કરેલી છે. લેન્સથી કેટલા અંતરે, વસ્તુને મુખ્ય અક્ષ પર મૂકવી જોઈએ જેથી તેનું પ્રતિબિંબ વસ્તુ પર જ રચાય? 2025 સરળ
- 6. એક વસ્તુને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(10\,cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર મૂકવામાં આવે છે. બહિર્ગોળ લેન્સની બીજી બાજુએ \(20\,cm\) ના અંતરે એક સમતલ અરીસો મુકેલો છે. સમતલ અરીસા દ્રારા ઉદ્દભવતું પ્રતિબિંબ અરીસાની અંદર \(5\,cm\) અંતરે રચાય છે. તો વસ્તુનું લેન્સથી અંતર \(..........\,cm\) હશે.
2023 અઘરું - 7. \(20\,cm\) કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને બહિર્ગોળ અરીસાની સામે બંનેની મુખ્ય અક્ષ સંપાત થાય તે રીતે મૂકવામાં આવે છે. લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર \(10\,cm\) છે. બહિર્ગોળ લેન્સથી \(60\,cm\) અંતરે મુખ્ય અક્ષ ઉપર એક બિંદુવત્ત વસ્તુ મૂકવામાં આવે છે. આ સંયોજન દ્વારા મળતું પ્રતિબિંબ વસ્તુના સ્થાન ઉપર જ મળે છે.બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ \(.........cm\) છે. 2022 મધ્યમ
- 8. એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી \(12 \,{cm}\) અંતરે મૂકેલો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(15 \,{cm}\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરિસાને લેન્સની બીજી બાજુ \(8 \,{cm}\) અંતરે મૂકેલો છે. વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ પાસે જ મળે છે. જ્યારે બહિર્ગોળ અરિસાને દૂર કરવામાં આવે ત્યારે વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ મળે છે. તો વસ્તુથી આ પ્રતિબિંબ કેટલા \((cm)\) દૂર બનશે?
2021 અઘરું - 9. \(0.5\,cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિગોળ લેન્સથી \(1\,m\) અંતરે બિંદુવત વસ્તુ મૂકેલી છે લેન્સની પાછળ \(2\,m\) અંતરે સમતલ અરીસો મૂકવામાં આવે છે તંત્ર દ્વારા મળતું પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર .......... 2020 મધ્યમ
- 10. બહિર્ગોળ લેન્સ (કેન્દ્રલંબાઈ \(20\, cm\)) અને અંતર્ગોળ અરીસો એક જ અક્ષ પર એકબીજાથી \(80\, cm\) પડેલા છે.અંતર્ગોળ અરીસો બહિર્ગોળ લેન્સની જમણી બાજુએ છે.બહિર્ગોળ લેન્સથી \(30\, cm\) અંતરે વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ, અંતર્ગોળ અરીસો દૂર કરવામાં આવે તો પણ તેજ સ્થાને મળે છે.વસ્તુને અંતર્ગોળ અરિસાથી મહત્તમ કેટલા.......\(cm\) અંતરે મુક્તા અરીસા વડે તેનું આભાસી પ્રતિબિંબ મળે? 2019 અઘરું
- 11. એક \(20\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા અભિસારી લેન્સ લેન્સથી \(40\, cm\) અંતરે એક ઊભો પદાર્થમૂકેલો છે.લેન્સની બીજી બાજુ \(60\, cm\) અંતરે \(10\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી અરીસો મૂકેલો છે.તો અંતિમ પ્રતિબિંબનું સ્થાન અને પરિમાણ કેટલું હશે? 2019 અઘરું
- 12. પાતળા લેન્સ \(L\) (વક્રીભવનાંક \(=1.5\)) ને સમતલ અરીસા \(M\) પર મુકેલ છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(OA = 18\, cm\) થાય તે રીતે એક પિનને \(A\) પર મુક્તા તેનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ \(A\) પર જ મળે છે.જ્યારે લેન્સ અને અરીસા વચ્ચે \({\mu _1}\) વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી મુક્તા પિનને \(OA’ = 27\,cm\) થાય તે રીતે \(A'\) પર ખસેડતા તેનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ પ્રતિબિંબ \(A’\) આગળ જ મળે છે તો \(\mu_1\) નું મૂલ્ય કેટલું હશે?
2019 અઘરું - 13. આકૃતિ\(-A\) માં દર્શાવ્યા મુજબ એક સમતલ બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ \(28\, cm\) મળે છે. જો તે જ લેન્સની આકૃતિ\(-B\) માં દર્શાવ્યા મુજબ વક્ર સપાટી પર ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ \(10\, cm\) મળે છે. તો આ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?
2018 અઘરું - 14. એક પ્રયોગમાં \(15\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક અંતર્ગોળ અરીસાથી \(5\,cm\) અંતરે સમઅક્ષીય રહે તે રીતે મુકેલ છે. તેમાંથી એવું જોવા મળે છે કે વસ્તુ અને પ્રતિબિંબ એક જ સ્થાને મળે છે. જો વસ્તુ બહિર્ગોળ લેન્સથી \(20\,cm\) અંતરે મૂકેલી હોય તો અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ \(cm\)માં કેટલી હશે? 2017 અઘરું
- 15. \(1.5\) વક્રીભવનાંક અને \(10\, cm\) ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળાકારની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. તેની અક્ષ પર એક નાનો પરપોટો સમતલ સપાટીથી \(6\, cm\) નીચે છે. તો અરીસા દ્વારા પરપોટાનું પ્રતિબિંબ ક્યાં મળશે?
2016 અઘરું - 16. \(30\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ, \(120\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ અને સમતલ અરિસાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. વસ્તુને બહિર્ગોળ લેન્સથી \(60\,cm\) અંતરે મુકેલ છે. આ તંત્રને કારણે બનતું વાસ્તવિક પ્રતિબિંબ ક્યાં મળશે?
2016 અઘરું - 17. બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ માપવાના પ્રયોગમાં એક વિદ્યાર્થી નીચેના અવલોકનો લે છે.
બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ \(f_1\) અને બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ \(f_2\) હોય તો \(f_1\) અને \(f_2\) નું મૂલ્ય કોની નજીકનું હશે? 2016 અઘરુંવસ્તુ પીન બહિર્ગોળ લેન્સ બહિર્ગોળ અરીસો પ્રતિબિંબ પીન \(22.2\,cm\) \(32.2\,cm\) \(45.8\,cm\) \(71.2\,cm\) - 18. એક પાતળા \(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક સમતલ અરિસાની સામે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુકેલ છે. જ્યારે વસ્તુને આ તંત્રથી \(a\) અંતરે મૂકવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ તંત્રની સામે \(\frac{a}{3}\) અંતરે માળાતું હોય તો \(a\) કેટલું હશે?
2015 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો ના અન્ય ટોપિક
- 28પ્રશ્નો ગોળીય અરીસો
- 15પ્રશ્નો Refraction through Plane Surface and Glass Slab
- 32પ્રશ્નો પ્રિઝમ દ્વારા વક્રીભવન
- 27પ્રશ્નો લેન્સનું સંયોજન
- 43પ્રશ્નો લેન્સ વડે વક્રીભવન
- 20પ્રશ્નો પૂર્ણ આંતરિક પરાવર્તન
- 10પ્રશ્નો માઇક્રોસ્કોપ
- 19પ્રશ્નો પ્રકાશનું વક્રીભવન
- 10પ્રશ્નો Refraction Through Single Curved Surface
- 2પ્રશ્નો Combination of Mirrors and Cutting of Mirror
- 2પ્રશ્નો વિચલનકોણ
- 7પ્રશ્નો સમતલ અરીસો
- 8પ્રશ્નો ટેલિસ્કોપ
- 2પ્રશ્નો માનવ આંખ
- 1પ્રશ્નો ત્રુટિઓનું
- 1પ્રશ્નો Some Natural Phenomenon of Sunlight
- 1પ્રશ્નો Scattering of light
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં લેન્સોનું યોગ્ય સંયોજન, અરીસો ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2015–2026 ના 18 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
લેન્સોનું યોગ્ય સંયોજન, અરીસો ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
6% સરળ, 22% મધ્યમ અને 72% અઘરા.