ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - તરલના યાંત્રિક ગુણધર્મો

Viscosity and Stoke's Law and Terminal PYQ: JEE Mains Physics પ્રશ્નો

Viscosity and Stoke's Law and Terminal પર STD 11 - તરલના યાંત્રિક ગુણધર્મો ના 23 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

23પ્રશ્નો
114STD 11 - તરલના યાંત્રિક ગુણધર્મો માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 9% મધ્યમ 39% અઘરું 52%

પ્રશ્નો

નવા પહેલા

23 માંથી 1–23 પ્રશ્નો

  1. 1. 2 mm વ્યાસ અને 10.5 g/cm3 ધનતાની એક નાની ધાતુની ગોળીને અનુક્રમે 10 પોઈઝ શ્યાનતા અને 1.5 g/cm3 ઘનતા ધરાવતા ગ્લિસરીનમાં છોડવામાં આવે છે. ગોળીએ પ્રાપ્ત કરેલો અંતિમ વેગ _____________ cm/s છે.
    \(\left(\pi=\frac{22}{7}\right.\) અને \(\left.g=10 m / s ^2\right)\)
    2026 અઘરું
  2. 2. 6 mm ત્રિજ્યાવાળા એક ધાતુના ગોળાનો સ્નિગ્ધ પ્રવાહીમાં અંતિમ વેગ \(20 cm / s\) છે. આ જ દ્રવ્યના અને 3 mm ત્રિજ્યાવાળા બીજા ગોળાનો તે જ પ્રવાહીમાં અંતિમ વેગ _________ \(cm / s\) થશે. 2026 સરળ
  3. 3. \(R\) ત્રિજ્યાવાળું એક ગોળાકાર પ્રવાહી ટીપું \(\eta\) શ્યાનતા ધરાવતા વાયુમાંથી પસાર થાય ત્યારે \(v_1\) સીમાંત વેગ પ્રાપ્ત કરે છે. હવે આ ટીપાને \(64\) સમાન નાના ટીપાંમાં તોડવામાં આવે છે અને તે જ વાયુમાંથી નીચે પડતા દરેક ટીપું \(v_2\) સીમાંત વેગ પ્રાપ્ત કરે છે, તો સીમાંત વેગનો ગુણોત્તર \(v_1/v_2\) ________ છે. 2026 મધ્યમ
  4. 4. પ્રત્યેકની ત્રિજયા 1 mm હોય તેવા વરસાદના 64 ટીપાંઓ 10 cm/s ના અંતિમ વેગથી પડતી વખતે એક મોટું ટીપું બનાવવા માટે ભળી જાય છે. મોટા ટીપાનો અંતિમ વેગ ________ cm/s છે. 2026 અઘરું
  5. 5. ત્રિજ્યા \(r\) અને ઘનતા \(\sigma\) ધરાવતો એક ગોળાકાર પદાર્થ ઘનતા \(\rho\) અને શ્યાનતા \(\eta\) ધરાવતા શ્યાન પ્રવાહીમાંથી મુક્તપણે પસાર થાય છે અને અંતિમ વેગ \(v _0\) પ્રાપ્ત કરે છે. રાશિ \(\eta\) માં અંદાજિત મહત્તમ ત્રુટિ હશે: (\(\sigma, \rho\) અને g (ગુરુત્વાકર્ષી પ્રવેગ) સાથે સંકળાયેલ ત્રુટિઓને અવગણો) 2026 અઘરું
  6. 6. 3.6 mm વ્યાસ ધરાવતો એક ઘન સ્ટીલનો ગોળો \(925 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) ઘનતાવાળા તેલમાંથી ગુરુત્વાકર્ષણ હેઠળ પડતી વખતે \(2.45 \times 10^{-2} \mathrm{~m} / \mathrm{s}\) જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. સ્ટીલની ઘનતા \(7825 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) અને g = 9.8 \(\mathrm{m} / \mathrm{s}^2\) લો. તેલની શ્યાનતા SI એકમમાં શોધો. 2025 મધ્યમ
  7. 7. M દ્રવ્યમાન ધરાવતો એક નાનો દ્રઢ ગોળાકાર દડો ગ્લિસરીન ભરેલી એક લાંબી ઊર્ધ્વ નળીમાં નાખવામાં આવે છે. થોડા સમય પછી દડાનો વેગ અચળ બને છે. જો ગ્લિસરીનની ઘનતા દડાની ઘનતા કરતાં અડધી હોય, તો દડા પર લાગતું શ્યાન બળ હશે? (g ને ગુરુત્વપ્રવેગ ગણો) 2025 મધ્યમ
  8. 8. \(R\) ત્રિજ્યા ધરાવતા ગોળા વડે આપેલ પ્રવાહીની સ્નિગ્ધતા ' \(\eta\) ' ના માપન માટેના પ્રયોગમાં, નીચેના વિધાનો ધ્યાનમાં લો.
    A. અંતિમ વેગ V અને R વચ્ચેનો આલેખ પરવલય હશે.
    B. આપેલ પ્રવાહી માટે જુદા જુદા વ્યાસના ગોળાના અંતિમ વેગ અચળ હોય છે.
    C. અંતિમ વેગનું માપન તાપમાન પર આધાર રાખે છે.
    D. આ પ્રયોગનો ઉપયોગ આપેલ પ્રવાહીની ઘનતાનું મૂલ્યાંકન કરવા માટે કરી શકાય છે.
    E. જો ગોળાને કેટલીક પ્રારંભિક ઝડપથી છોડવામાં આવે તો \(\eta\) નું મૂલ્ય બદલાશે.
    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
    2025 અઘરું
  9. 9. \(2\) \(cm\) ત્રિજ્યા ધરાવતી નળીમાં પારાને \(30\) \(cm\) ની ઊંચાઈ સુધી ભરવામાં આવેલ છે. નળીના તળિયા ઉપર પારા દ્વારા લગાવવામાં આવતું બળ _______ \(N\) હશે. (વાતાવરણ દબાણ \(=10^5 \mathrm{Nm}^{-2}\), પારાની ધનતા \(=1.36 \times 10^4 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\), \(\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}, \pi=\frac{22}{7}\) આપેલ છે.) 2024 અઘરું
  10. 10. એક ગોળાકાર દડો જેની ત્રિજ્યા \(1 \times 10^{-4} \mathrm{~m}\) અને ઘનતા \(10^5\) \(\mathrm{kg} / \mathrm{m}^3\) છે, તે પાણીની ટાંકીમાં પ્રવેશતા પહેલા \(h\) અંતર કાપીને ગુરુત્વાકર્ષણ હેઠળ મુક્તપણે પડે છે. જો પાણીમાં પ્રવેશ્યા પછી દડાનો વેગ બદલાતો નથી, તો \(h\) નું મૂલ્ય આશરે _______ છે. (પાણીનો શ્યાનતા ગુણાંક \(9.8 \times 10^{-6}\) \(\left.\mathrm{N} \mathrm{s} / \mathrm{m}^2\right)\) છે) 2024 અઘરું
  11. 11. ત્રિજ્યા \(r\) નો એક નાનો ગોળાકાર દડો, નહિવત્ ઘનતાવાળા શ્યાન માધ્યમમાંથી પડતા તેનો અંતિમ વેગ ' \(v\) ' છે. તે જ દળનો પરંતુ ત્રિજ્યા \(2 r\) નો અન્ય એક દડો, તે જ શ્યાન માધ્યમમાંથી પડતા તેનો અંતિમ વેગ _______ હશે. 2024 અઘરું
  12. 12. ઉપલા વાતાવરણમાં \(0.01 \mathrm{~mm}\) ત્રિજ્યાના નાના પાણીના ટીપાં બને છે અને \(10 \mathrm{~cm} / \mathrm{s}\) ના અંતિમ વેગ સાથે પડી રહ્યા છે. ઘનીકરણને કારણે, જો આવા \(8\) ટીપાં ભેગા થઈને એક મોટું ટીપું બનાવે, તો નવો અંતિમ વેગ _______ \(\mathrm{cm} / \mathrm{s}\) હશે. 2024 અઘરું
  13. 13. \(1\,mm\) ત્રિજ્યા અને \(10.5\,g / cc\) ની ધનતા ધરાવતી ગોળીને \(9.8\) પોઈઝ શ્યાનતા ગુણાંક અને \(1.5\,g / cc\) ધનતા ધરાવતા ગ્લિસરીનમાં પડવા દેવામા આવે છે. જયારે ગોળી અચળ વેગ પ્રાપ્ત કરે ત્યારે શ્યાનતાનું બળ \(3696 \times 10^{-x}\,N\) છે.તો \(x\) નું મૂલ્ય કેટલું હશે ? \(( g =9.8\,m / s ^2\) આપેલું છે.) 2023 મધ્યમ
  14. 14. \(6\,mm\) વ્યાસ ધરાવતો એક હવાનો પરપોટો \(1750\,kg / m ^3\) ની ધનતા ધરાવતા દ્વાવણમાંથી \(0.35\,cm / s\). ના દરે એકધારી રીતે ઉપર તરફ જાય છે. દ્રાવણનો સ્નિગધતા અંક (હવાની ધનતાને અવગણતા) \(......Pas\) છે. (\(g =10\,m / s ^2\) or \(ms ^{-2}\) આપેલ છે.) 2023 મધ્યમ
  15. 15. \(0.1\,mm\) ત્રિજ્યા અન \(10^{4} \,kg m ^{-3}\) ની ધનતા ધરાવતો એક નાનો ગોલીય બોલ પાણી ભરેલી ટાંકીમાં દાખલ થતાં પહેલાં ગુરુત્વાકર્ષણની અસર હેઠળ \(h\) જેટલું અંતર કાપે છે. જો પાણીમાં દાખલ થયા બાદ બોલનો વેગ બદલાતો ના હોય તો \(h\) નું મૂલ્ય ........... \(m\) હશે. 2022 અઘરું
  16. 16. \(1 \,\mu m\) ત્રિજ્યા ધરાવતું પાણીનું એક ટીપું જ્યાં ઉત્પ્લાવક બળ ના પ્રવર્તતું હોય તેવી જગ્યાએ પડે છે હવા માટે શ્યાનતા ગુણાંક \(1.8 \times 10^{-5} \,Nsm ^{-2}\) અને તેની ધનતા પાણીની ધનતા \(\left(10^{6} \,gm ^{-3}\right)\) કરતા અવગણી શકાય તેટલી છે. પાણીના ટીપાંનો અન્ય (ટર્મિનલ) વેગ............ \(\times 10^{-6}\,ms ^{-1}\) હશે. (ગુરુત્વકર્ષી પ્રવેગ =\(10\) \(ms\) \({ }^{-2}\) લો.) 2022 મધ્યમ
  17. 17. \(2 \,mm\) વ્યાસ ઘરાવતું એક હવાનો પરપોટો \(1750 \,kg m ^{-3}\) ઘનતા ઘરાવતા દ્રાવણમાં \(0.35 \,cms ^{-1}\) ના અચળ દર થી ઉપર ચઢે છે. દ્રાવણ માટે સ્નિગ્ધતા અંક ........... પોઈસ (નજીકના પૂર્ણાંક સુધી) છે. (હવાની ઘનતા અવગણ્ય છે.) 2022 મધ્યમ
  18. 18. ગોળાકાર વરસાદના ટીપાંનો અંતિમ (ટર્મીનલ) વેગ (\(v_t\)) ધણાં બધા પ્રાચલો ઉપર આધાર રાખે છે. પરંતુ \(\left(v_{t}\right)\) નો ગોળાકાર વરસાદના ટીપાંની ત્રિજ્યા \((r)\) સાથેનો ફેરફાર......... પર આધાર રાખે છે. 2022 સરળ
  19. 19. જમીનથી \(h=2000\, {m}\) ઊંચાઈ પર રહેલા વાદળમાંથી \(R=0.2\, {mm}\) ત્રિજયાનું વરસાદનું ટીપું પડે છે. સંપૂર્ણ પતન દરમિયાન ટીપું ગોળાકાર રહે છે અને ઉત્પ્લાવક બળ અવગણ્ય છે તેવું ધારો, તો વરસાદના ટીપાની ટર્મિનલ ઝડપ \({ms}^{-1}\) માં કેટલી હશે?  [પાણીની ઘનતા \(f_{{w}}=1000 \;{kg} {m}^{-3}\) અને હવાની ઘનતા \(f_{{a}}=1.2 \;{kg} {m}^{-3}, {g}=10 \;{m} / {s}^{2}\) હવાનો શ્યાનતાગુણાંક \(=18 \times 10^{-5}\; {Nsm}^{-2}\) ] 2021 અઘરું
  20. 20. સ્ટોક્સના નિયમની સકાચણી કરવા માટે કરેલા પ્રયોગમાં \(r\) ત્રિજ્યા અને \(\rho\) ઘનતા ધરાવતા એક ગોળ દડાને પાણી ભરેલા પાત્રમાં પાણીની સપાટીથી \(h\) ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે. જો પાણીની અંદર દડાનો ટર્મિનલ વેગ એ પાણીની અંદર આવતા પહેલા દડાના વેગ જેટલો હોય તો ઊંચાઈ \(h\) કોના સમપ્રમાણમાં હશે? (હવાનો શ્યાનતાગુણાંક અવગણો) 2020 મધ્યમ
  21. 21. \(\eta \) શ્યાનતા ગુણાંક ધરાવતા પ્રવાહીમાં એક \(R\) ત્રિજ્યાના ઘન ગોળાનો ટર્મિનલ વેગ \(\nu_1 \) છે હવે આ ગોળાને \(27\) સમાન ગોળમાં વિભાજિત કરવામાં આવે તો નવા ગોળનો ટર્મિનલ વેગ \(\nu_2 \) હોય તો \((\nu_1/\nu_2)\) નો ગુણોત્તર કેટલો થાય? 2019 અઘરું
  22. 22. વરસાદના ટીપાનું દળ \(3.0\times10^{-5}\, kg\) અને સરેરાશ ટર્મિનલ વેગ \(9\, m/s\) છે. આ ટીપાં દ્વારા પ્રતિ દર વર્ષે \(100\, cm\) વરસાદ મેળવતી \(1\,cm^2\) સપાટી પર કેટલી ઉર્જા મેળવાશે? 2014 મધ્યમ
  23. 23. એક પ્રયોગમાં એક નાનો સ્ટીલનો બોલ પ્રવાહીમાં \(10\, cm/s\) ની અચળ ઝડપથી પડે છે. જો બૉલને ઉપર તેના અસરકારક વજનથી બમણા બળથી ખેચવામાં આવે તો તે ....... \(cm/s\) ઝડપથી ઉપર ગતિ કરશે? 2013 અઘરું

STD 11 - તરલના યાંત્રિક ગુણધર્મો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં Viscosity and Stoke's Law and Terminal ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 23 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

Viscosity and Stoke's Law and Terminal ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

9% સરળ, 39% મધ્યમ અને 52% અઘરા.