ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો

પૂર્ણ આંતરિક પરાવર્તન PYQ: JEE Mains Physics પ્રશ્નો

પૂર્ણ આંતરિક પરાવર્તન પર STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો ના 20 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

20પ્રશ્નો
246STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 10% મધ્યમ 35% અઘરું 55%

પ્રશ્નો

નવા પહેલા

20 માંથી 1–20 પ્રશ્નો

  1. 1. \(75^{\circ}\) નો પ્રિઝમકોણ અને \(\sqrt{3}\) વક્રીભવનાંક ધરાવતા એક પ્રિઝમની ફક્ત પાછળની બહારની સપાટી પર 1.5 વક્રીભવનાંકવાળું પાતળું આવરણ (ફિલ્મ) લગાડવામાં આવેલ છે. પ્રિઝમની બહાર તરફથી સપાટી પરથી પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે આપાતકોણ _____________ હોવો જોઈએ.
    \(\left(\sin 15^{\circ}=0.25\right.\)અને \(\left.\sin 25^{\circ}=0.43\right)\)
    2026 સરળ
  2. 2. સમતલ આંતરપૃષ્ઠ વડે જુદા પડતા માધ્યમ A માંથી માધ્યમ B માં ગતિ કરતા પ્રકાશનો વિચાર કરો. જો પ્રકાશ માધ્યમ A માંથી B માં ગતિ કરતી વખતે પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે અને માધ્યમ \(A\) અને \(B\) માં પ્રકાશની ઝડપ અનુક્રમે \(2.4 \times 10^8 m / s\) અને \(2.7 \times 10^8 m / s\) હોય, તો ક્રાંતિકોણનું મૂલ્ય છે : 2026 અઘરું
  3. 3. બે દ્રવ્યો કે જેના વક્રીભવનાંક \(n_1\) અને \(n_2\) છે, તેમની આંતરસપાટીએ, વિદ્યુતચુંબકીય તરંગના પરાવર્તન માટેનો ક્રાંતિકોણ \(\theta_{1 C}\) છે. \(n_2\) દ્રવ્યને બીજા એક દ્રવ્ય કે જેનો વક્રીભવનાંક \(n_3\) છે તેના વડે બદલવામાં આવે છે જેથી \(n_1\) અને \(n_3\) દ્રવ્યોની આંતરસપાટીએ ક્રાંતિકોણ \(\theta_{2 \mathrm{C}}\) થાય છે. જો \(\mathrm{n}_3\gt\mathrm{n}_2\gt\mathrm{n}_1 ; \frac{\mathrm{n}_2}{\mathrm{n}_3}=\frac{2}{5}\) અને \(\sin \theta_{2 \mathrm{C}}-\sin \theta_{1 \mathrm{C}}=\frac{1}{2}\) હોય, તો \(\theta_{1 \mathrm{C}}\) કેટલો છે? 2025 અઘરું
  4. 4. એક અર્ધગોળાકાર પાત્ર વક્રીભવનાંક \(\mu\) ધરાવતા પ્રવાહીથી સંપૂર્ણપણે ભરેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, પાત્રના સૌથી નીચલા બિંદુ \((\mathrm{O})\) પર એક નાનો સિક્કો રાખવામાં આવ્યો છે. પ્રવાહીના વક્રીભવનાંકનું લઘુત્તમ મૂલ્ય જેથી એક વ્યક્તિ E બિંદુએથી (પાત્રના સ્તરે) સિક્કાને જોઈ શકે તે _______ છે.
    2025 અઘરું
  5. 5. એક પારદર્શક બ્લોક A જેનો વક્રીભવનાંક \(\mu=1.25\) છે, તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(\mu=1.0\) વક્રીભવનાંક ધરાવતા અન્ય માધ્યમથી ઘેરાયેલ છે. પ્રકાશનો એક કિરણ બ્લોકની સપાટ સપાટી પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(\theta\) જેટલા આપાતકોણથી આપાત થાય છે. \(\theta\) નું મહત્તમ મૂલ્ય કેટલું હશે કે જેથી પ્રકાશ બ્લોકની ઉપરની સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે?
    2025 મધ્યમ
  6. 6. પ્રકાશિક માધ્યમોની એક જોડ માટે ક્રાંતિકોણ \(45^{\circ}\) છે. પ્રથમ અને દ્વિતીય માધ્યમોના વક્રીભવનાંકનો ગુણોત્તર _______ છે. 2024 અઘરું
  7. 7. \(\sqrt{3}\,cm\) જાડાઈ ધરાવતી અને \(\sqrt{2}\) જેટલો વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટ ઉપર એક પ્રકાશ કિરણ, હવામાંથી આપાત થાય છે. આપાત કોણ એ કાચ-હવા સ્તર માટેના ક્રાંતિકોણ જેટલો છે. આ તક્તિમાંથી કિરણ પસાર થાય ત્યારે કિરણ માટે લેટરલ સ્થાનાંતર \(..........\times 10^{-2}\,cm\) હશે. (Sin \(15^{\circ}=0.26\) આપેલ છે.) 2023 મધ્યમ
  8. 8. ધટ્ટ અને પાતળા માધ્યમ વચ્ચેની સપાટી માટે ક્રાંતીકોણ \(45^{\circ}\) છે. પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ \(3 \times 10^8\,m / s\) છે. ઘટ્ટ માધ્યમમાં પ્રકાશની ઝડપ ......... હશે. 2023 મધ્યમ
  9. 9. \(\sqrt{7} \,m\) ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયા આગળ એક નાનો બલ્બ મૂકેલ છે. પાણીનો વક્રીભવનાંક \(\frac{4}{3}\) છે. બલ્બમાં નીકળતો પ્રકાશ પાણીનાં ભાગમાંથી બહાર (નિર્ગમન) આવતો હોય તે ભાગનું ક્ષેત્રફળ \(x \pi m^{2}\) છે. \(x\) નું મૂલ્ય ............ થશે. 2022 મધ્યમ
  10. 10. પ્રકાશ \(M_1\) અને \(M_2\) એમ બે માધ્યમોમાં અનુક્રમે \(1.5 \times 10^8 ms ^{-1}\) અને \(2.0 \times 10^8 ms ^{-1}\) ની ઝડપ સાથે ગતિ કરે છે. તેઆની વચ્ચેનો કાંતિકોણ \(...........\) થશે. 2022 મધ્યમ
  11. 11. પ્રકાશા તરંગ સીધી રેખામાં \(4\) જેટલો ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમ માંથી ગતિ કરે છે કે જે આ માધ્યમ અને હવાના સમક્ષિતિજ આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. તરંગ આજ માધ્યમમાં પરાવર્તન થાય તે માટેનો આપાતકોણ કેટલો હોવો જોઈએ? \(\left(\mu_{ r }=1\right)\) 2022 અઘરું
  12. 12. પ્રકાશની માધ્યમ \('A'\) અને \('B'\) માં ઝડપ અનુક્રમે \(2.0 \times 10^{10} \,cm / s\) અને \(1.5 \times 10^{10} \,cm / s\) છે. પ્રકાશકિરણ માધ્યમ \(B\) માંથી \(A\) માં  '\(\theta\) ' જેટલા આપાતકોણે દાખલ થાય છે. જો કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે તો ........... 2022 મધ્યમ
  13. 13. એક પ્રકાશનું કિરણ હવામાંથી \(\frac{4}{3}\) વક્રીભવનાંક ધરાવતા મધ્યમમાં પ્રવેશે છે, તે આકૃતિમાં દર્શાવેલ છે. દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું કિરણ બાજુની સપાટી પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. \(\theta\) નું મહત્તમ મૂલ્ય કોને બરાબર થવું જોઈએ?
    2021 અઘરું
  14. 14. \(3 \) સાપેક્ષ પરમિટિવિટી અને \(\frac{4}{3}\) સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા માધ્યમ માટે પ્રકાશની તરંગલંબાઈ માટે ક્રાંતિકકોણ કેટલા ......\(^o\) મળે? 2020 મધ્યમ
  15. 15. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(d = 20\,\mu \,m\) વ્યાસ અને એક \(I = 2\,m\) લંબાઈ ધરાવતા ઓપ્ટિકલ ફાઈબરના એક છેડેથી \({\theta _1} = {40^o}\) ના ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે.બીજા છેડેથી બહાર નીકળતા પહેલા તે કેટલી વખત પરાવર્તન પામશે?
    2019 અઘરું
  16. 16. \(d\) બાજુ અને \(\mu_2\) વક્રીભવનાંક ધરાવતા પારદર્શક ઘનને \(\mu_1(\mu_1 < \mu_2)\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મુકેલ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(AB\) બાજુ પરથી એક પ્રકાશનું કિરણ \(\theta \) ખૂણે આપત કરવામાં આવે છે જે \(BC\) બાજુ પર \(E\) બિંદુ આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. આ માટે \(\theta \) નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
    2019 અઘરું
  17. 17. ઘટ્ટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષે વક્રીભવનાંક \(n_{12}\) અને તેનો ક્રાંતિકકોણ \(\theta_C\) છે. જ્યારે પ્રકાશ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરતો હોય ત્યારે તે સપાટી પાસે \(A\) ખૂણે આપત થાય છે, જેમાંથી થોડોક ભાગ પરાવર્તન પામે છે અને બીજો ભાગ વક્રીભવન પામે છે. પરાવર્તિતકિરણ અને વક્રીભૂતકિરણ વચ્ચેનો ખૂણો \(90^o\) હોય તો આપતકોણ \(A\) કેટલો હશે? 2017 અઘરું
  18. 18. એક તરવૈયો પાણીની અંદરથી બહારની બાજુ વર્તુળાકાર ક્ષેત્રમાં જોવે છે. પાણીનો વક્રીભવનાંક \(\frac{4}{3}\) અને તરવૈયાની આંખ પાણીની સપાટીથી \(15\, cm\) ઊંડાઈએ છે. તો તેને બહાર દેખાતા ક્ષેત્રના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? 2014 અઘરું
  19. 19. પાણીમાંથી લીલો પ્રકાશ હવા-પાણી આંતરપૃષ્ઠ પર ક્રાંતિકોણ \(\theta \) એ આપાત થાય છે.સાચું વિધાન પસંદ કરો. 2014 સરળ
  20. 20. એક પ્રકાશનું કિરણ માધ્યમમાંથી હવામાં પ્રવેઢે છે જે બે ખૂણે આપાત થાય છે \((A)\, 20^o\) અને \((B)\, 40^o\) .જો તે માધ્યમમાં \(0.2\, ns\) માં \(3.0\, cm\) ગતિ કરતું હોય તો કિરણ ..... 2013 અઘરું

STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં પૂર્ણ આંતરિક પરાવર્તન ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 20 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

પૂર્ણ આંતરિક પરાવર્તન ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

10% સરળ, 35% મધ્યમ અને 55% અઘરા.