પ્રશ્નો
નવા પહેલા9 માંથી 1–9 પ્રશ્નો
- 1. 200 kg, 300 kg અને 400 kg ધરાવતા ત્રણ દળોનો 20 m બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે. તેમને તે જ કેન્દ્ર ધરાવતા 25 m બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર પુનઃ ગોઠવવામાં આવે છે. આ પ્રક્રિયામાં કરેલું કાર્ય __________ J છે.
(ગુરુત્વાકર્ષણ અચળાંક \(G =6.7 \times 10^{-11} N m ^2 / kg ^2\)) 2026 સરળ - 2. અવકાશમાં ગુરૂત્વાકર્ષી ક્ષેત્ર \(\left(-\frac{K}{r^2}\right)\) વડે આપવામાં આવે છે. \(r =2 \;cm\) ને સંંદર્ભબિંદુ તરીકે તથા ગુરૂત્વીય સ્થિતિમાન \(V =10\,J / kg\) લઈને, \(r=3\,cm\) સ્થાને ગુરુત્વીય સ્થિતિમાન શોધો. (\(K =6\,J cm / kg\,SI\) એકમમાં લો.) 2023 અઘરું
- 3. જો \(V\) એ ગોળાની સમાન ધનતાને લીધે તેની સપાટી પરનો ગુરુત્વીય વિભવ હોય તો, ગોળાના કેન્દ્રમાં તેનું મૂલ્ય ....... હશે. 2023 અઘરું
- 4. \(100\, {kg}\) દળ અને \(50 \,{m}\) ત્રિજયા ધરાવતા એકસમાન ગોળીય કવચના કેન્દ્ર પર \(50\, {kg}\) દળને મૂકવામાં આવે છે. જો કેન્દ્રથી \(25\, {m}\) અંતરે ગુરુત્વસ્થિતિમાન \({V} \,{kg} / {m} \) હોય તો \({V}\) નું મૂલ્ય કેટલું થાય? 2021 મધ્યમ
- 5. એક ગોળીય કવચની અંદર \((a)\) ગુરુત્વાકર્ષીક્ષેત્ર શૂન્ય હોય \((b)\) ગુરુત્વસ્થિતિમાન શૂન્ય હોય \((c) \) ગુરુત્વાકર્ષીક્ષેત્ર બધે જ સમાન હોય \((d)\) ગુરુત્વસ્થિતિમાન બધે જ સમાન હોય \((e)\) ઉપરના બધાજ આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 2021 મધ્યમ
- 6. \(x-\)અક્ષ પર ઉગમબિંદુથી \(x\) અંતરે દળના વિતરણને કારણે ગુરુત્વાકર્ષીક્ષેત્ર \(\frac{A x}{\left(x^{2}+a^{2}\right)^{3 / 2}}\) મુજબ આપવામાં આવે છે. \(x-\)અક્ષ પર \(x\) અંતરે ગુરુત્વ સ્થિતિમાન કેટલું થશે? અનંત અંતરે તેનું મૂલ્ય શૂન્ય લો. 2020 અઘરું
- 7. પૃથ્વીની સપાટીથી \(h\) ઊંચાઈ પર એક ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે કે જ્યાં \(h < < R\) અને \(R\) પૃથ્વીની ત્રિજ્યા છે. પૃથ્વીના વાતાવરણની અસરને અવગણતા, પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છટકવા ઝડપમાં જરૂરી લઘુત્તમ વધારો ______ કરવો પડે. 2019 મધ્યમ
- 8. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, \(M\) દળ ધરાવતા અને \(R\) ત્રિજયા ધરાવતા ઘન ગોળામાંથી \(\frac{R}{2}\) ત્રિજયા ધરાવતો ગોળાકાર ભાગ દૂર કરવામાં આવેલ છે.\(r\) \(=\) \(\;\infty \) અંતરે ગુરુત્વીય સ્થિતિમાન \(V=0 \) લઇ,ગોળામાંથી દૂર કરેલા ભાગ (કેવિટી ) ના કેન્દ્ર આગળ સ્થિતિમાન __________ થશે. ( \(G\) \(=\) ગુરુત્વાકર્ષી અચળાંક )
2015 અઘરું - 9. કોઈ સ્થાને ગુરુત્વાકર્ષણક્ષેત્ર \(\vec E\) \(=(5\,N / kg)\, \hat i + (12\,N / kg)\,\hat j\) મુજબ પ્રવર્તે છે.જો કેન્દ્ર આગળ સ્થિતિમાન શૂન્ય લેવામાં આવે તો \((12\,m, 0)\) અને \((0, 5\,m)\) અંતરે રહેલ સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો થાય? 2013 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - ગુરુત્વાકર્ષણ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં ગુરુત્વ સ્થિતિ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 9 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
ગુરુત્વ સ્થિતિ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
11% સરળ, 33% મધ્યમ અને 56% અઘરા.