પ્રશ્નો
નવા પહેલા7 માંથી 1–7 પ્રશ્નો
- 1. લાકડાનું \(5 \mathrm{~kg}\) દળ ધરાવતું એક ચોસલું પોચા સમક્ષિતિજ ભોંયતળિયા ઉપર ૨હેલ છે. જ્યારે \(25 \mathrm{~kg}\) દળના લોખંડના એક નળાકારને ચોસલાની ઉપ૨ મૂકવામાં આવે છે ત્યારે ભોંયતળિયુ દબાય છે, અને ચોસલું અને નળાકાર બંને એકી સાથે \(0.1 \mathrm{~ms}^{-2}\) ના પ્રવેગથી નીચે તરફ ગતિ કરે છે. ભોંયતળિયા પર આ તંત્ર દ્વારા લાગતું બળ _______ જેટલું છે. 2024 અઘરું
- 2. \(200 \,g\) દળ ધરાવતા ચોસલાને લીસા ઢોળાવ પર યોકકસ બળ \(F\) દ્વારા સ્થિર ટેકવવામાં આવેલ છે. (આકૃતિ જુઓ) જો \(F\) નું લધુત્તમ બળ મૂલ્ય \(\sqrt{x} N\) હોય તો \(x=\).......... થશે.
2022 મધ્યમ - 3. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ દળો \(M =100\,kg , m _1=10\,kg\) અને \(m _2=20\,kg\) ને ગોઠવવામાં આવ્યા છે. બધીજ સપાટીઓ ઘર્ષણરહિત અને દોરીઓ ખેંચાણ અનુભવતી નથી અને હલકી છે. પુલી પણ હલકી અને ઘર્ષણરહિત છે. તંત્ર પર બળ \(F\) એવી રીતે સગાવવામાં આવે છે કે જેથી દળ \(m _2,\; 2 \;ms ^{-2}\) ના પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરે છે. બળ \(F\) નું મૂલ્ય \(............N\) થશે( \(g =10 ms ^{-2}\) લો.)
2022 અઘરું - 4. \(m _1=5\,kg\) અન \(m _2=3\,kg\) દળ ધરાવતા બે વસ્તુઓને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક હલકી દોરી, કે જે લીસી અને હલકી પુલી પરથી પસાર થઈ છે, તેની મદદથી જોડવામાં આવે છે. પુલી એક લીસા ઢોળાવના છેડે રહેલ છે. આ તંત્ર વિરામ સ્થિતિમાં છે. ઢોળાવ વડે \(m\) દળ ધરાવતાં પદાર્થ ઉપર લાગતું બળ \(...... N\) હશે. [ \(g =10 ms ^{-2}\) લો.]
2022 અઘરું - 5. નિયમીત વેગ \(v\) થી ઉપર તરફ ગતિ કરતી લિફટટમાં રાખેલ \(l\) લંબાઈના અને \(30^{\circ}\) નો નમન કોણ ઘરાવતા ઘર્ષણરહિત ઢોળાવ પરથી એક ચોસલું \(A\) , \(2\; s\) માં નીચે સરકે છે. જે નમન બદલીને \(45^{\circ}\) કરવામાં આવે તો ઢાળ પર સરકીને નીચે આવવા તે \(.........\,s\) સમય લેશે. 2022 મધ્યમ
- 6. \(m\) દળનો પદાર્થ લાકડાના ઢાળ પર સરકે છે. જેના કારણે તે સમક્ષિતિજ સપાટી પર પાછળ તરફ સરકે છે. ઢાળની સપેકસે બ્લોકનો પ્રવેગ કેટલો થાય? આપેલ : \({m}=8 \,{kg}, {M}=16\, {kg}\) આકૃતિમાં દર્શાવેલ બધી જ સપાટી ઘર્ષણરહિત ધારો.
2021 અઘરું - 7. દળ \(M_1 = 20\,kg\) અને \(M_2 = 12\,kg\) ધરાવતા બે બ્લોક ને \(8\,kg\) દળ ધરાવતા ધાતુના સળિયા સાથે જોડેલા છે. આ તંત્ર ને \(480\,N\) બળ આપીને ઉપર શિરોલંબ દિશામાં ખેંચવામાં આવે છે. તો સળિયાના મધ્યબિંદુ એ તણાવ ........ \(N\) હશે .
2013 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - ગતિના નિયમો ના અન્ય ટોપિક
- 33પ્રશ્નો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ
- 15પ્રશ્નો સુરેખ વેગમાન નું સંરક્ષણ
- 14પ્રશ્નો બળો અને બળોનું સંતુલન
- 9પ્રશ્નો Apparent weight and Pseudo Force
- 7પ્રશ્નો સ્પ્રિંગ બળ
- 7પ્રશ્નો ગરગડી બ્લોક પદ્ધતિ
- 6પ્રશ્નો વર્તુળાકાર ગતિ
- 10પ્રશ્નો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ
- 1પ્રશ્નો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ
- 5પ્રશ્નો પ્રાચલ દળ પદ્ધતિ
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં Motion of Connected Bodies ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2024 ના 7 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
Motion of Connected Bodies ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
0% સરળ, 29% મધ્યમ અને 71% અઘરા.