પ્રશ્નો
નવા પહેલા25 માંથી 1–25 પ્રશ્નો
- 1. એક ગેસનો ફુગ્ગો \(10\) m/s ના અચળ વેગથી ઉપર જઈ રહ્યો છે. જ્યારે આ ફુગ્ગો \(75\) m ની ઊંચાઈએ પહોંચે છે, ત્યારે તેમાંથી એક પથ્થર છોડવામાં આવે છે અને ફુગ્ગો તે જ વેગથી ઉપરની તરફ ગતિ કરતો રહે છે. જ્યારે પથ્થર જમીન પર પડે છે ત્યારે ફુગ્ગાની ઊંચાઈ ________ m હશે. (\(g=10\) m/s\(^2\) લો) 2026 મધ્યમ
- 2. એક પેરાટ્રુપર એરોપ્લેનમાંથી કૂદે છે અને મુક્તપતનની 2 s બાદ પેરાશૂટને ખોલે છે અને 3 m/s2 ના પ્રતિ પ્રવેગ થી પડવાનું શરૂ કરે છે. જ્યારે પેરાશૂટ દ્વારા નીચે આવે ત્યારે જમીનથી 10 m ઉંચાઈ પર પેરાટુપરની ઝડપ 5 m/s થાય છે. એરોપ્લેનની પ્રારંભિક ઉંચાઈ _________ m છે.
\(\left( g =10 m / s ^2\right)\) 2026 અઘરું - 3. જમીનથી \(18\) m ઊંચાઈએથી એક દડો સ્થિર સ્થિતિમાંથી છોડવામાં આવે છે. જમીનથી ઉપરની તે ઊંચાઈ, કે જ્યાં વેગનું મૂલ્ય (એકમનો સમાન ગણ ધરાવતા) ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતા પ્રવેગના મૂલ્ય જેટલું થાય છે, તે _____ m છે.
( \(g = 10\) m/s\(^2\) લો અને હવાનો અવરોધ અવગણો) 2026 મધ્યમ - 4. નળમાંથી 5 m નીચે રહેલા ભોંયતળિયા પર પાણીના ટીપાંઓ નિયમિત સમાયંતરે પડે છે. જ્યારે છઠ્ઠા ક્રમનું ટીપું પડવાનું શરૂ કરે ત્યારે પ્રથમ ટીપું જમીન પર અથડાય છે. જ્યારે પ્રથમ ટીપું જમીન પર પડે તે ક્ષણે ચોથા ક્રમનું ટીપું જમીનથી જે ઉંચાઈએ હોય તે __________ m છે.
\(\left( g =10 m / s ^2\right)\) 2026 સરળ - 5. A body falling under gravity covers two points \(\mathrm{A}\) and \(\mathrm{B}\) separated by \(80 \mathrm{~m}\) in \(2 \mathrm{~s}\). The distance of upper point A from the starting point is \(\mathrm{m}\) (use \(\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}\) ). 2024 અઘરું
- 6. એક પદાર્થને ટાવરની ટોચ પરથી અમુક ઝડપથી ઊર્ધ્વ દિશામાં ઉપર ફેંકવામાં આવે છે, જે જમીન પર \(t_1\) સમયમાં પહોંચે છે. જો તેને તે જ બિંદુએથી તે જ ઝડપથી ઊર્ધ્વ દિશામાં નીચે ફેંકવામાં આવે, તો તે જમીન પર \(t_2\) સમયમાં પહોંચે છે. જો તેને ટાવરની ટોચ પરથી છોડવામાં આવે, તો જમીન પર પહોંચવા માટે જરૂરી સમય _______ છે. 2024 અઘરું
- 7. એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં \(150\,m/s\) ના પ્રારંભિક વેગથી ફેકવામાં આવે છે. તેના \(3\,s\) અને \(5\,s\) બાદના વેગનો ગુણોત્તર \(\frac{x+1}{x}\) છે.\(x\) નું મૂલ્ય \(........\) છે.\(\text { ( } g=10\,m / s ^2\) લો.) 2023 મધ્યમ
- 8. એક ટેનિસ બોલને \(9.8\,m\) ઉંયાઇએથી ભોંયતળિયા પર મુકત કરવામાં આવે છે. તે જમીન પરથી અથડાઈ પુનઃ \(5.0\,m\) ઊંચાઈ પ્રાપ્ત કરે છે. જો બોલ તળિયા સાથે \(0.2\,s\) માટે સંપર્કમાં રહે છે. તેની સંપર્ક દરમિયાન સરેરાશ પ્રવેગ \(...........ms ^{-2}\) હશે. 2023 મધ્યમ
- 9. \(0.5 \,kg\) દળના બોલને \(10 \,m\) ઉંંચાઈએથી છોડવામાં આવે છે. જ્યારે વેગનું મૂલ્ય તેના ગુસ્ત્વીય પ્રવેગના મૂલ્ય જેટલું થાય તે ઊંચાઈ ......... \(m\) છે. (\(g =10 \,m / s ^{2}\) લો.) 2022 મધ્યમ
- 10. બે \(A\) અને \(B\) બોલને \(180 \,m\) ઊંચા ટાવર ઉપર મૂકવામાં આવેલા છે. બોલ \(A\) ને ટાવરની ટોચ પરથથી \(t=0 \,s\) એ મુક્ત કરવામાં આવે છે. બોલ \(B\) ને નીચે તરફ \(u\) જેટલી પ્રારંભિક વેગ સાથે \(t=2 \,s\) એ ફેકવામાં આવે છે. અમુક સમય બાદ, બંને બોલ જમીનથી ઉપર \(100 \,m\) ઊંચાઈ આગળ મળે છે. \(u\) નું મૂલ્ય (\(ms ^{-1}\) માં) શોધો. \(\left[ g =10 \,ms ^{-2}\right.\) લો.\(]\) 2022 અઘરું
- 11. એક બોલને \(19.6\,ms ^{-1}\) ના વેગથી ટાવરની ટોચ પરથી શિરોલંબ દિશામાં ઉપર તરફ ફેકવામાં આવે છે. બોલ જમીન સાથે \(6\) સેકન્ડ બાદ અથડાય છે. બોલ જમીનથી \(\left(\frac{k}{5}\right)\) મીટર ઊંચાઈ સુધી ઉપર પહોંચે છે. \(k\) નું મૂલ્ય કેટલું થશે? \((g=9.8 m / s ^2\) લો.\()\) 2022 અઘરું
- 12. એક બોલને \(h\) ઊંચાઈએથી છોડવામાં આવે છે. જો \(t_1\) અને \(t_2\) અનુક્રમે અંતરના પ્રથમ અર્ધભાગ અને પછીના અર્ધભાગ માટેના સમય છે. તો \(t_1\) અને \(t_2\) વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો. 2022 અઘરું
- 13. એક બોલને \(t=0 \,s\) એ \(50 \,ms ^{-1}\) જેટલા પ્રારંભિક વેગ સાથે શિરોલંબ ઉર્ધ્વ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(t=2\,s\) એ બીજા બોલને સમાન વેગથી શિરોલંબ ઉર્ધ્વ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(t=\).......... \(s\) એ બીજો બોલ પ્રથમ બોલને મળશે. \(\left( g =10 \;ms ^{-2} s\right.\)) 2022 અઘરું
- 14. એક બોલને ઉપર તરફ અમુક વેગથી ફેંકવામાં આવે છે કે જેથી તે મહત્તમ \(h\) ઊંચાઈ સુધી પહોચે છે. અનુક્રમે ઉપર જતી અને નીચે આવતી વખતે જ્યારે બોલ \(\frac{h}{3}\) ઉંચાઈએ હોય, ત્યારે સમયોનો ગુણોત્તર શોધો. 2022 અઘરું
- 15. એક જગ્ગલર (કરતબબાજ) હવામાં દડાને શિરોલંબ ઉપર તરફ ફેંકે છે. જ્યારે પ્રથમ દડો તેની મહત્તમ ઊંચાઈએ પહોંચે છે, ત્યારે તે બીજો દડો ફેકે છે. જો જગ્ગલર દર સેકન્ડે \(n\) દડા ફેકે છે તેમ ધારતાં દડો મહત્તમ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? 2022 મધ્યમ
- 16. જ્યારે બોલને પાણીના સ્તરથી તળાવમાં \(4.9 \,m\) ઊંચાઈએથી ફેકવામાં આવે છે ત્યારે તે પાણીને \(v\) વેગથી અથડાય છે અને અચળ વેગ \(v\) થી તળિયે ડૂબી જાય છે. તેને મુક્ત (છોડ્યા) બાદ \(4.0 \,s\) સમયે તળિયે પહોંચે છે. તળાવની ઊંડાઈ (\(m\) માં) લગભગ કેટલી હશે? 2022 મધ્યમ
- 17. ટાવરની ટોચ પરથી એક દડાને ઉપર તરક ફેકવામાં આવે છે જે જમીન પર \(6\, s\) માં પહોંચે છે. બીજા દડાને તે જ સ્થાનેથી અધોલંબ દિશામાં નીચે તરફ સમાન ઝડપથી ફેંકવામાં આવે, તો તે \(1.5 \,s\) માં જમીન પર પહોંચે છે. ત્રીજા દડાને આ જ સ્થાનેની મુક્ત પતન કરાવવામાં આવે, તો જમીન પર ......... \(s\) માં પહોચશે. 2022 અઘરું
- 18. \(5\, {cm}\) ત્રિજ્યા અને સમાન દળ ધરાવતા બે ગોળાકાર દડાને ઉપર તરફ શિરોલંબ દિશામાં \(35 \,{m} / {s}\) ના સમાન વેગથી \(3\, {s}\) ના અંતરાલમાં ફેકવામાં આવે, તો બંને દડા કેટલી ઊંચાઈએ અથડાશે? (\({g}=10 \,{m} / {s}^{2}\) ) 2021 અઘરું
- 19. \(9.8\, {m}\) ઊંચાઈ પર રહેલા નળમાંથી પાણીના ટીપાં જમીન પર પડે છે. ટીપાં એકસરખા અંતરાલમાં પડે છે. જ્યારે પ્રથમ ટીપું જમીન પરે પડે ત્યારે ત્રીજું ટીપું નળમાંથી છૂટે છે. જ્યારે પ્રથમ ટીપું જમીન પર પડે ત્યાર બીજું ટીપું જમીનથી કેટલી ઊંચાઈ (\(m\) માં) પર હશે? 2021 અઘરું
- 20. એક બલૂન \(10\; m/s\) ના અચળ વેગથી ઉપર તરફ ગતિ કરે છે. જ્યારે તે જમીનની સપાટીથી \(75\) મીટરની ઉંચાઈ પર હોય, ત્યારે બલૂનમાંથી સીમિત દળનો પદાર્થ છોડવામાં આવે છે. જ્યારે પદાર્થ જમીન સાથે અથડાય ત્યારે જમીનથી બલૂનની ઊંચાઈ (\(m\) માં) કેટલી હશે? (\(g=10 \,{m} / {s}^{2}\) લો) 2021 અઘરું
- 21. ખુલ્લા નળમાંથી પાણીના ટીપા ચોક્કસ દરે આવી રહ્યા છે. પ્રથમ ટીપું પડ્યા પછી \(4\) સેકન્ડે અવલોકન કરતાં તે અને તેના પછીના ટીપાં વચ્ચેનું અંતર \(34.3 \,{m}\) છે. નળમાંથી ટીપાં કેટલા દરે આવી રહ્યા હશે? (\(g=9.8\, {m} / {s}^{2}\) માં) 2021 અઘરું
- 22. મકાનની ટોચ પરથી એક પથ્થરને મુક્ત કરવામાં આવે છે. જ્યારે આ પથ્થર ટોચથી \(5\, m\) નીચે આપેલા બિંદુ પાસેથી પસાર થાય છે, ત્યારે ટોચથી \(25\, m\) નીચે રહેલા બિંદુ પરથી બીજા પથ્થરને મુક્ત કરવામાં આવે છે. બંને પથ્થર મકાનનાં તળીયે એક સાથે પહોંચે છે. મકાનની ઊંચાઈ (\(m\) માં) કેટલી હશે? 2021 અઘરું
- 23. એક ગ્રહ પર બોલને \(100\; m\) ઊંચાઈના ટાવર પરથી મુક્ત કરવામાં આવે છે. જમીન પર પહોચતા પહેલા છેલ્લી \(\frac{1}{2}\;s \) માં તે \(19\; m\) અંતર કાપે છે. ગ્રહની સપાટી નજીક ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય (\({ms}^{-2}\) માં) કેટલું હશે? 2020 મધ્યમ
- 24. એક હેલિકોપ્ટર સ્થિર સ્થિતિમાંથી શિરોલંબ ઉપર તરફ અચળ પ્રવેગ \(g\) થી ગતિ કરે છે. જ્યારે હેલિકોપ્ટરની ઊંચાઈ \(h\) થાય, ત્યારે તેમાંથી એક ફૂડ પેકેટને મુક્ત કરવામાં આવે છે. ફૂડ પેકેટને જમીન પર પહોચવા માટે લાગતો સમય લગભગ કેટલો હશે? \([g\) ગુરુત્વપ્રવેગ છે] 2020 અઘરું
- 25. એક કણને \(H\) ઊંચાઇના બહુમાળી મકાન પરથી ઊર્ધ્વ દિશામાં \(u \) જેટલી ઝડપે ફેંકવામાં આવે છે. કણને જમીન પર પહોંચતા લાગતો સમય તેની મહત્તમ ઊંચાઇએ પહોંચતા લાગતો સમય કરતાં \(n\) ગણો છે. \(H,u\) અને \(n\) વચ્ચેનો સંબંધ શું થાય? 2014 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - સુરેખપથ પર ગતિ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં ગુરુત્વની અસર હેઠળ ગતિ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2014–2026 ના 25 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
ગુરુત્વની અસર હેઠળ ગતિ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
4% સરળ, 32% મધ્યમ અને 64% અઘરા.