પ્રશ્નો
નવા પહેલા45 માંથી 1–45 પ્રશ્નો
- 1. એક પ્રયોગમાં અવલોકનોનો સમૂહ નીચે મુજબ મળે છે : 1.24 mm, 1.25 mm, 1.23 mm, 1.21 mm. આ અવલોકનો નોંધવા માટે વપરાયેલા સાધનનું અપેક્ષિત લઘુત્તમ માપ _________ mm છે. 2026 મધ્યમ
- 2. એક સ્ક્રૂગેજમાં વર્તુળાકાર સ્કેલનો શૂન્ય જ્યારે તેના ધાતુના બે ટોપકા (સ્ટડ) સંપર્કમાં લાવીએ ત્યારે સમક્ષિતિજ પેચ રેખાના 3 વિભાગ (કાપા) જેટલો ઉપર રહેલો હોય છે. આ સાધન વડે પરતની જાડાઈ માપવામાં આવે છે. જો પેચના સ્કેલનું અવલોકન 1 mm અને વર્તુળાકાર સ્કેલનું અવલોકન 51 હોય તો પરતના સાચી જાડાઈ _____________ mm છે.
[ લઘુતમ માપ બરાબર 0.01 mm લો] 2026 મધ્યમ - 3. જ્યારે વર્નિયર કેલીપર્સના બંને જડબા એકબીજાના સંપર્કમાં આવે ત્યારે વર્નિયરનો સ્કેલ, મુખ્યસ્કેલના શૂન્ય આંક ના અંકન (કાપા)ની જમણી તરફ છે અને વર્નિયર સ્કેલનો ચોથો કાપો મુખ્ય સ્કેલના કોઈક વિભાગ (કાપા) સાથે સંપાત થાય છે. જ્યારે નળાકારની લંબાઈ માપવામાં આવે ત્યારે અવલોનકાર મુખ્યસ્કેલ પર 15 કાપાનું અવલોકન કરે છે. અને વર્નિયર સ્કેલનો 5 મો કાપો મુખ્ય સ્કેલ ના કાપા પર સંપાત થાય છે. નળાકારની માપેલી લંબાઈ __________ mm છે. (વર્નિયર કેલીપરનું લઘુત્તમમાપ = 0.1 mm) 2026 સરળ
- 4. વર્નિયર કેલીપર્સમાં, 50 વર્નિયર સ્કેલના વિભાગો (કાપા) બરાબર 48 મુખ્ય સ્કેલના વિભાગો છે. જો એક મુખ્ય સ્કેલના વિભાગ = 0.05 mm, તો વર્નિયર કેલીપર્સનું લઘુત્તમ માપ __________ mm છે. 2026 મધ્યમ
- 5. કાચના સ્લેબના વક્રીભવનાંકના નિર્ધારણ માટે, એક ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે જેના મુખ્ય સ્કેલ પર 300 સરખા વિભાગો 15 cm ને બરાબર છે. માઇક્રોસ્કોપ સાથે જોડાયેલા વર્નિયર સ્કેલના 25 વિભાગો મુખ્ય સ્કેલના 24 વિભાગોને બરાબર છે. ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનું લઘુત્તમ માપ (LC) (cm માં) છે : 2025 સરળ
- 6. નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : વર્નિયર કેલિપર્સમાં, એક વર્નિયર સ્કેલનું વિભાજન હંમેશાં એક મુખ્ય સ્કેલના વિભાજન કરતાં નાનું હોય છે.
વિધાન II : વર્નિયર અચળાંક, એક મુખ્ય સ્કેલના વિભાજન ગુણ્યા વર્નિયર સ્કેલના વિભાજનોની સંખ્યા વડે આપવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 2025 સરળ - 7. સ્ક્રૂગેજનું લઘુતમ માપ 0.01 mm છે. જો પિચમાં \(75 \%\) નો વધારો કરવામાં આવે અને વર્તુળાકાર સ્કેલ પરના ભાગોની સંખ્યામાં \(50 \%\) નો ઘટાડો કરવામાં આવે, તો નવું લઘુતમ માપ _____ \(\times 10^{-3} \mathrm{~mm}\) હશે. 2025 સરળ
- 8. એક વર્નિયર કેલિપર્સમાં, જ્યારે બંને જબડાં એકબીજાને સ્પર્શે છે, ત્યારે વર્નિયર સ્કેલનું શૂન્ય ડાબી તરફ ખસે છે અને તેનો \(4^{\text {th }}\) કાપો મુખ્ય સ્કેલના ચોક્કસ કાપા સાથે બરાબર એકરૂપ થાય છે. જો \(50\) વર્નિયર સ્કેલના કાપા \(49\) મુખ્ય સ્કેલના કાપા બરાબર હોય અને સાધનમાં શૂન્ય ત્રુટિ \(0.04 \mathrm{~mm}\) હોય તો \(1 \mathrm{~cm}\) માં મુખ્ય સ્કેલના કેટલા કાપા હશે? 2024 અઘરું
- 9. એક વર્નિયર કેલિપર્સના વર્નિયર સ્કેલ પર \(20\) કાપા છે, જે મુખ્ય સ્કેલના \(19^{\text {th }}\) કાપા સાથે એકરૂપ થાય છે. સાધનનો લઘુત્તમ માપ \(0.1 \mathrm{~mm}\) છે. એક મુખ્ય સ્કેલનો કાપો _______ \(\mathrm{mm}\) બરાબર છે. 2024 અઘરું
- 10. ગોળાનો વ્યાસ વર્નિયર કેલિપરનો ઉપયોગ કરીને માપવામાં આવે છે જેના \(9\) મુખ્ય સ્કેલ વિભાગ વર્નિયર સ્કેલના \(10\) વિભાગો બરાબર છે. મુખ્ય સ્કેલ પરનો સૌથી નાનો વિભાગ \(1 \mathrm{~mm}\) બરાબર છે. મુખ્ય સ્કેલ રીડિંગ \(2 \mathrm{~cm}\) છે અને વર્નિયર સ્કેલનો બીજો વિભાગ મુખ્ય સ્કેલ પરના કોઈ એક વિભાગ સાથે સુસંગત છે. જો ગોળાનું દળ \(8.635 \mathrm{~g}\) હોય, તો ગોળાની ઘનતા _______ છે. 2024 અઘરું
- 11. જો ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપના મુખ્ય સ્કેલ પરના \(49\) કાપાઓ વર્નિયર ડિવિઝન (વિભાગ)ના \(50\) કાપાઓ બરાબર હોય અને મુખ્ય સ્કેલ પરનું નાનામાં નાનું અવલોકન \(0.5 \mathrm{~mm}\) હોય તો, ટ્રાવેલિંગ માઈક્રોસ્કોપ માટેનો વર્નિયર અચળાંક _______ છે. 2024 અઘરું
- 12. કાચના સ્લેબનો વક્રીભવનાંક શોધવા માટે, ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ દ્વારા નીચેના અવલોકનો નોંધવામાં આવ્યા: 50 વર્નિયર સ્કેલ વિભાગ = 49 MSD; દરેક cm માં મુખ્ય સ્કેલ પર 20 વિભાગો કાગળ પરના નિશાન માટે
MSR=8.45 cm, VC=26
સ્લેબમાંથી જોવામાં આવેલા કાગળ પરના નિશાન માટે
MSR=7.12 cm, VC=41
કાચના સ્લેબની ઉપરની સપાટી પરના પાવડર કણ માટે
MSR=4.05 cm, VC=1
(MSR= મુખ્ય સ્કેલ રીડિંગ, VC= વર્નિયર કોઇન્સિડન્સ)
કાચના સ્લેબનો વક્રીભવનાંક _______ છે. 2024 અઘરું - 13. સ્ક્રુ ગેજની પિચ \(1 \mathrm{~mm}\) છે જેના વર્તુળાકાર સ્કેલ પર \(100\) વિભાગો છે. જ્યારે જડબાં વચ્ચે કોઈ માપન વસ્તુ ન હોય, ત્યારે વર્તુળાકાર સ્કેલનું શૂન્ય સંદર્ભ રેખાની નીચે \(5\) વિભાગો આવેલા છે. પછી આ સ્ક્રુ ગેજનો ઉપયોગ કરીને એક તારનો વ્યાસ માપવામાં આવે છે. એવું જણાયું કે \(4\) મુખ્ય સ્કેલના વિભાગો સ્પષ્ટપણે દેખાય છે જ્યારે વર્તુળાકાર સ્કેલ પરના \(60\) વિભાગો સંદર્ભ રેખા સાથે એકરૂપ થાય છે. તારનો વ્યાસ _______ છે. 2024 અઘરું
- 14. તારનો વ્યાસ સ્ક્રુ ગેજનો ઉપયોગ કરીને માપતી વખતે નીચેના અવલોકનો નોંધવામાં આવ્યા. મુખ્ય સ્કેલ અવલોકન \(1 \mathrm{~mm}\) છે અને વર્તુળાકાર સ્કેલ અવલોકન \(42\) વિભાગો જેટલું છે. સ્ક્રુ ગેજની પીચ \(1 \mathrm{~mm}\) છે અને તેમાં વર્તુળાકાર સ્કેલ પર \(100\) વિભાગો છે. તારનો વ્યાસ \(\frac{x}{50} \mathrm{~mm}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
- 15. વર્નિયર કેલિપર્સના મુખ્ય સ્કેલ પરના \(10\) વિભાગો વર્નિયર સ્કેલ પરના \(11\) વિભાગો સાથે સુસંગત છે. જો મુખ્ય સ્કેલ પરનો દરેક વિભાગ \(5\) યુનિટનો હોય, તો સાધનની લઘુતમ માપન ક્ષમતા _______ છે. 2024 અઘરું
- 16. વર્નિયર કેલિપર્સનો એક મુખ્ય સ્કેલનો કાપો \(m\) એકમો બરાબર છે. જો મુખ્ય સ્કેલનો \(n^{\text {th }}\) કાપો વર્નિયર સ્કેલના \((n+1)^{\mathrm{th}}\) કાપા સાથે મેળ ખાય છે, તો વર્નિયર કેલિપર્સનું લઘુતમ માપ _______ છે. 2024 અઘરું
- 17. વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ \(\frac{1}{20 \mathrm{~N}} \mathrm{~cm}\) છે. મુખ્ય સ્કેલ પરના એક વિભાગનું મૂલ્ય \(1 \mathrm{~mm}\) છે. તો, મુખ્ય સ્કેલના જેટલા વિભાગો વર્નિયર સ્કેલના \(\mathrm{N}\) વિભાગો સાથે સંકલિત થાય છે તે સંખ્યા _______ છે. 2024 અઘરું
- 18. \(0.1\,mm\) લધુત્તમ માપ શક્તિવાળા વર્નિયર કેલીપરના પ્રયોગમાં જ્યારે બે પાંખિયા એકબીજા સાથે જોડાય છે, ત્યારે વર્નિયરનો શૂન્ય કાપો મુખ્ય સ્કેલના શૂન્ય કાંપાની જમણી તરફ અને વર્નિયરનો \(6\) મો કાપો મુખ્ય સ્કેલના કાપા સાથે સંપાત થાય છે. જ્યારે ગોળીય પદાર્થનો વ્યાસ માપતી વખતે વર્નિયર સ્કેલનો શૂન્ય કાપો \(3.2\,cm\) અને \(3.3\,cm\) અંકનની વચ્ચે અને વર્નિયરનો \(4\)મો કાપો મુખ્ય સ્કેલના કાપા સાથે સંપાત થાય છે. ગોળીય પદાર્થનો વ્યાસ ........\(cm\) માપવામાં આવે છે. 2023 મધ્યમ
- 19. એક સ્ક્રુગેજમાં, વર્તુળાકાર સ્કેલ પર \(100\) કાપાઓ છે અને વર્તુળાકાર સ્કેલના એક પૂર્ણ પરિભ્રમણ માટે મુખ્ય સ્કેલ \(0.5\,mm\) અંતર કાપે છે. વર્તુળાકાર સ્કેલ પરનો શૂન્યનો કાપો જયારે બંને જડબાને એકબીજા સાથે જોડવામાં આવે છે ત્યારે, સંદર્ભ રેખાથી \(6\) કાપાની નીચે રહે છે. જયારે તારને જડબાની વચ્ચે રાખવામાં આવે છે ત્યારે \(4\) રેખીય કાપાઓ સ્પષ્ટતાથી જોઈ શકાય છે જયારે વર્તુળાકાર સ્કેલ પરનો \(46\) મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તારનો વ્યાસ \(..........\times 10^{-2}\,mm\) થશે. 2023 અઘરું
- 20. \(0.5\,mm\) પીચ ધરાવતા એક સ્ક્રૂગેજનો ઉપયોગ \(6.8\,cm\) લંબાઈ ઘરાવતા નિયમિત તારનો વ્યાસ માપવા માટે કરવામાં આવે છે. મુખ્ય સ્કેલ પરનું અવલોકન \(1.5\,mm\) અને વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન \(7\) મળે છે. તારની વક્ર સપાટીનું ગણેલું ક્ષેત્રફળ યોગ્ય સાર્થક અંકો માટે ........ \(cm^2\) થશે. [સ્ક્રૂગેજને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર \(50\) કાપા છે] 2022 અઘરું
- 21. એક ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપના મુખ્ય સ્કેલ પર પ્રતિ \(cm\) એ \(20\) કાપાઓ જ્યારે તેના વર્નિયર સ્કેલ પર કુલ \(50\) કાપાઓ છે અને \(25\) વર્નિયર સ્કેલ પરના કાપાનું મૂલ્ય મુખ્ય સ્કેલ પરના \(24\) કાપા બરાબર છે, આ ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની લઘુત્તમ માપ શક્તિ \(..........\,cm\) થશે. 2022 મધ્યમ
- 22. એક વર્નિયર કેલીપર્સમાં મુખ્ય કાપાના દરેક \(cm\) ને \(20\) સરખા ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જો વર્નિયરના \(10\) કાપાઓ મુખ્ય સ્કેલ પરના \(9\) કાપા સાથે સંપાત થાય, તો વર્નિયર અચળાંકનું મૂલ્ય ........... \(\times 10^{-2} \,mm\) હશે. 2022 મધ્યમ
- 23. ગ્લાસના ચોસલાનો વક્રીભવનાંક માપવા માટે ટ્રાવેલીગ માઈક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. જો \(1 \,cm\) ના મુખ્ય સ્કેલ ઉપર \(40\) કાપાઓ આવેલા હોય અને \(50\) વર્નિયર સ્કેલ પરના કાપાઓ મુખ્ય સ્કેલ પરના \(49\) કાપાઓ સાથે બંધ બેસતા હોય, તો ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની લધુત્તમ માપશક્તિ ............. \(\times 10^{-6} \,m\). હશે. 2022 મધ્યમ
- 24. સ્ક્રુગેજની મદદથી તારનો વ્યાસ માપવાના એક પ્રયોગમાં નીચે મુજબના અવલોકનો મળે છે. \((A)\) એક પૂર્ણ પરિભ્રમણ માટે સ્ક્રુ મુખ્ય સ્કેલ ઉપર \(0.5\,mm\) ખસે છે. \((B)\) વર્તુળાકાર સ્કેલ પર કુલ \(50\) કાપા છે. \((C)\) મુખ્ય સ્કેલ પરનું અવલોકન \(2.5\,mm\) છે. \((D)\) વર્તુળાકાર સ્કેલ પરનો \(45\) મો કાપો પીચ-રેખા પર આવે છે. \((E)\) સાધનને \(0.03\,mm\) જેટલી ઋણ ત્રુટી છે. તો તારનો વ્યાસ \(............\;mm\) થશે.
2022 મધ્યમ - 25. વર્નિયર કેલીપર્સ માટે વર્નિયર અચળાંક \(0.1 \,mm\) છે અને તેને \((-0.05) \,cm\). ની શૂન્ય ત્રુટિ છે. એક ગોળાનો વ્યાસ માપવામાં, મુખ્ય સ્કેલનું અવલોકન \(1.7 \,cm\) વર્નિયરના \(5\) માં કાપા સાથે સંપાત થાય છે. સાયો કરેલો વ્યાસ ............. \(\times 10^{-2} \,cm\). હશે. 2022 મધ્યમ
- 26. વર્નિયર કેલીપર્સમાં, વર્નિયરના \(10\) કાપા મુખ્ય સ્કેલના \(9\) કાપા બરાબર થાય છે. જ્યારે વર્નિયર કેલીપર્સના બંને જડબા એકબીજાને સ્પર્શે છે ત્યારે વર્નિયર પરનો શુન્યમો કાપો મુખ્ય સ્કેલના શૂન્યમાં કાપાની ડાબી બાજુ ખસે છે અને વર્નિયર પરનો ચોથો કાપો મુખ્ય સ્કેલના અવલોકન સાથે બંધ બેસે છે. મુખ્ય સ્કેલના એક કાપો \(1\,mm\) નો છે. ગોલીય પદાર્થનો વ્યાસ માપતી વખતે વસ્તુને બે જડબાની વચ્ચે પકડવામાં આવે છે. હવે એવું જોવા મળે છે કે બે વર્નિયરનો શૂન્ય કાપો મુખ્ય સ્કેલના \(30\) માં અને \(31\) માં કાપાની વચ્યે આવે છે અને વર્નિયરનો \(6^{\text {th }}\) (છઠ્ઠો) કાપો મુખ્ય સ્કેલના અવલોકન સાથે બરાબર બંધબેસતો આવે છે. ગોળાકાર વસ્તુનો વ્યાસ ....... \(cm\) થશે. 2022 અઘરું
- 27. વર્નિયર કેલિપર્સનો એક મુખ્ય કાપો \(1\,mm\) વાંચન આપે અને વર્નિયર સ્કેલના \(10\) કાપા મુખ્ય સ્કેલના \(9\) કાપા બરાબર છે. જ્યારે કેલિપર્સના (સાધનના) બંને જડબાને બંધ કરવામાં આવે છે ત્યારે વર્નિયરનો શૂન્યમો કાપો મુખ્ય સ્કેલના શૂન્યમાં કાપાની જમણી બાજુ મળે છે અને તેનો યોથો કાપો મુખ્ય સ્કેલના કાપા સાથે બંધ બેસતો આવે છે. જ્યારે ગોળાકાર દોલકને જડબાની વચ્ચે સજ્ડડતાથી રાખવામાં આવે છે ત્યારે વર્નિયરનો શૂન્યમો કાપો \(4.1 \,cm\) અને \(4.2 \,cm\) ની વચ્ચે આવે છે અને વર્નિયરનો છઠ્ઠો કાપો મુખ્ય સ્કેલના કાપા સાથે બંધ બેસતો આવે છે. દોલકનો વ્યાસ ........... \(\times 10^{-2} \,cm\) હશે. 2022 અઘરું
- 28. એક લોલકનાં ગોળાનો વ્યાસ વર્નિયર કેલિપર્સથી માપવામાં આવે છે. વર્નિયર કેલિપર્સમાં મુખ્ય માપક્રમના \(9\) વિભાગ વર્નિયર માપક્રમના \(10\) વિભાગને સમાન છે. મુખ્ય માપક્રમનો એક વિભાગ \(1\, {mm}\) નો છે. મુખ્ય માપક્રમનું અવલોકન \(10\, {mm}\) અને વર્નિયર માપક્રમનો \(8\) મો કાંપો મુખ્ય માપક્રમના એક કાંપા સાથે સંપાત થાય છે. જો આપેલ વર્નિયર કેલિપર્સની ધન ત્રુટિ \(0.04\, {cm}\) હોય, તો લોલકની ત્રિજ્યા \(...... \,\times 10^{-2} \,{cm}\) હશે. 2021 અઘરું
- 29. જ્યારે સ્ક્રૂ ગેજ સંપૂર્ણ બંધ હોય ત્યારે વર્તુળાકાર સ્કેલનો પાંચમો કાંપો સંદર્ભ રેખા સાથે બંધ બેસે છે. વર્તુળાકાર સ્કેલ પર \(50\) કાંપા છે અને એક પરિભ્રમણમાં મુખ્ય સ્કેલ \(0.5 \,{mm}\) જેટલી ખસે છે. કોઈ એક અવલોકન માટે મુખ્ય સ્કેલ \(5\, {mm}\) અને વર્તુળાકાર સ્કેલનો \(20\) મો કાંપો સંદર્ભ રેખા સાથે બંધ બેસે છે. સાચું અવલોકન (\(mm\) માં) કેટલું હશે? 2021 અઘરું
- 30. પ્રયોગમાં લીધેલ વર્નિયર કેલિપર્સમાં \(0.2\, mm\) ની ધન ત્રુટિ છે. જો માપન કરતાં સમયે એવું જોવા મળ્યું છે કે વર્નિયર માપક્રમનો શૂન્ય કાંપો \(0\) મુખ્ય માપક્રમના \(8.5\, cm\) અને \(8.6\, cm\) ની વચ્ચે છે અને વર્નિયરનો \(6\) મો કાંપો સંપાત થાય, તો સાચું માપન ............ \(cm\) હશે. (લઘુત્તમ માપશક્તિ \(=0.01\, cm )\) 2021 મધ્યમ
- 31. સ્ક્રૂગેજ માટે પીચ \(1\, mm\) અને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર \(100\) કાપા છે. જ્યારે સ્ક્રૂગેજના જડબા વચ્ચે કશું જ ના મૂકવામાં આવે ત્યારે વર્તુળાકાર સ્કેલનો શૂન્યનો કાપો સંદર્ભ રેખાથી \(8\) કાપા નીચે રહે છે. જ્યારે તારને ગેજના જડબાની વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે એક રેખીય કાપો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, જ્યારે વર્તુળાકાર સ્કેલ પરનો \(72\) મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તારની ત્રિજ્યા ......... \(mm\) છે. 2021 અઘરું
- 32. વિદ્યાર્થી \(A\) અને વિદ્યાર્થી \(B\) સમાન પીચ ધરાવતા અને \(100\) વર્તુળાકાર કાંપા ધરાવતા બે સ્ક્રૂગેજોનો ઉપયોગ આપેલ તારની ત્રિજ્યા માપવા માટે કરે છે. તારની ત્રિજ્યાનું સાચું મૂલ્ય \(0.322\, {cm}\) છે. વિદ્યાર્થી \(A\) અને \(B\) દ્વારા વર્તુળાકાર સ્કેલના અવલોકનના તફાવતનું નિરપેક્ષ મૂલ્ય કેટલું હશે? [જ્યારે સ્ક્રુ ગેજ બંધ હોય ત્યારે આકૃતિ \(O\) સંદર્ભની સ્થિતિ દર્શાવે છે] આપેલ : પીચ \(=0.1 \,{cm}\).
2021 અઘરું - 33. વિધાન \(A:\) જો વર્તુળાકાર સ્કેલ પરના પાંચ પૂર્ણ પરિભ્રમણ માટે સ્ક્રૂ ગેજના મુખ્ય સ્કેલ પર કપાયેલ અંતર \(5\, {mm}\) અને વર્તુળાકાર સ્કેલ પર કુલ કાપા \(50\) હોય તો તેની લઘુત્તમ માપશક્તિ \(0.001\, {cm}\) છે. કારણ \(R:\) લઘુત્તમ માપશક્તિ = પિચ/ વર્તુળાકાર સ્કેલ પરના કુલ કાપા ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો. 2021 મધ્યમ
- 34. વર્નિયર કેલિપર્સમાં મુખ્ય માપક્રમનો એક વિભાગ \(a\;cm\) છે અને વર્નિયર માપક્રમના \(n\) વિભાગ મુખ્ય માપક્રમના \(( n -1)\) વિભાગો સાથે સંપાત થાય છે. વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપશક્તિ \(mm\) માં કેટલી હશે? 2021 મધ્યમ
- 35. એક સ્ક્રૂ ગેજની વર્તુળાકાર સ્કેલ પર \(50\) કાંપા છે. સ્ક્રૂગેજને વાપરતા પહેલા વર્તુળાકાર સ્કેલ મુખ્ય સ્કેલ કરતાં ચાર એકમ આગળ છે. વર્તુળાકાર સ્કેલ એક સંપૂર્ણ ભ્રમણ પૂરું કરે ત્યારે તે મુખ્ય સ્કેલ પર \(0.5\, mm\) જેટલું સ્થાનાંતર કરે છે. શૂન્ય ત્રુટિનું પ્રકૃતિ અને સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપશક્તિ અનુક્રમે કેટલી હશે? 2020 મધ્યમ
- 36. એક વિદ્યાર્થી વર્તુળાકાર આડછેદવાળી પેન્સિલનો વ્યાસ વર્નિયર કેલિવર્સ વડે માપી ચાર અવલોકન \(5.50\, mm , 5.55\, mm,\)\( 5.45\, mm ; 5.65\, mm\) નોધે છે. આ ચાર અવલોકનનું સરેરાશ \(5.5375\, mm\) અને આંકડાનું વિચલન \(0.07395\, mm\) છે. પેન્સિલનો સરેરાશ વ્યાસ કેટલો નોધવો જોઈએ? 2020 મધ્યમ
- 37. જો એક સ્ક્રૂ ગેજ ના સ્ક્રૂને છ ભ્રમણ કરવવામાં આવે તો તે મુખ્ય સ્કેલ પર \(3\; \mathrm{mm}\) જેટલો ખશે છે. જો વર્તુળાકાર સ્કેલ પર \(50\) કાપા હોય, તો સ્ક્રૂગેજની ન્યૂનતમ માપશક્તિ કેટલી હશે? 2020 મધ્યમ
- 38. વર્નિયર કેલિપર્સની મુખ્ય સ્કેલની લઘુત્તમ માપશક્તિ \(1\, mm\) છે. વર્નિયર સ્કેલનો \(10\) મો કાંપો મુખ્ય સ્કેલના \(9\) માં કાંપા સાથે બંધ બેસે છે. જ્યારે વર્નિયર કેલિપર્સ સંપૂર્ણ બંધ હોય ત્યારે વર્નિયર સ્કેલનો \(7\) મો કાંપો મુખ્ય સ્કેલના શૂન્ય સાથે બંધ બેસે છે અને વર્નિયર સ્કેલનો શૂન્ય કાંપો મુખ્ય સ્કેલના શૂન્ય કાંપાની જમણી બાજુ છે. જ્યારે વર્નિયર સ્કેલનો ઉપયોગ નળાકારની લંબાઈ માપવામાં થાય ત્યારે વર્નિયર સ્કેલનો શૂન્ય કાંપો \(3.1\, cm\) અને \(3.2\, cm\) વચ્ચે અને તેનો ચોથો \(VSD\) મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. તો નળાકારની લંબાઈ કેટલા \(cm\) હશે? (\(VSD\) વર્નિયર સ્કેલ વિભાગ) 2020 મધ્યમ
- 39. આપેલ એક સ્ક્રૂગેજમાં વર્તુળાકાર સ્કેલ પર પિચ અને કાપાઓની સંખ્યા અનુક્રમે \( 0.5\,mm\) અને \(100\) છે. જ્યારે આ સ્ક્રૂગેજ પૂર્ણતઃ કોઈપણ પદાર્થ વગર બંધ છે, ત્યારે વર્તુળાકાર માપપટ્ટીનું શૂન્ય સરેરાશ રેખાની \(3\) કાપા નીચે છે. એક પાતળી તક્તિ માટે મુખ્ય માપપટ્ટી અને વર્તુળાકાર માપપટ્ટીના વાંચનો અનુક્રમે \(5.5\, mm\) અને \(48\) છે. આ તક્તિની જાડાઈ કેટલી હશે? 2019 અઘરું
- 40. એક સ્ક્રૂગેજની મુખ્ય માપપટ્ટીની લઘુત્તમ માપશક્તિ \(1 \,mm\) છે. \(5\,\mu m\) અને તેથી વધારે નો વ્યાસ ધરાવતાં તારોનો વ્યાસ માપવા માટે તેના વર્તુળાકાર માપપટ્ટી પર જરૂરી ઓછામાં ઓછા કાપાઓની સંખ્યા કેટલી હશે? 2019 મધ્યમ
- 41. કોઈ સ્ક્રૂ ગેજ માં સ્ક્રૂ ના \(5\) પૂર્ણ ભ્રમણ તેને \(0.25\, cm\) જેટલું રેખીય સ્થાનાંતર કરાવે છે. તેમાં વર્તુળાકાર સ્કેલ પર \(100\) કાપા છે. તારની જાડાઈ માપતા મુખ્ય કાપા પરનું અવલોકન \(4\) અને વર્તુળાકાર સ્કેલ પર \(30\) કાપા દર્શાવે છે. માપનની શૂન્ય ત્રુટિને અવગણતા તારની જાડાઈ કેટલી થાય? 2018 મધ્યમ
- 42. એલ્યુમિનિયમની એક પાતળી તકતીની જાડાઇ માપવા માટે \(0.5\;mm\) ના પીચ અને વર્તુળાકાર સ્કેલના \(50\) કાપાં ધરાવતો એક સ્કુગેજ ઉપયોગમાં લેવાય છે. તકતી રાખ્યા વગર સ્કુગેજને પૂરો બંધ કરવા વર્તુળાકાર સ્કેલનો \(45\) માં કાંપો મુખ્ય સ્કેલના શૂન્ય સાથે સંપાત થાય છે અને મુખ્ય સ્કેલનો શૂન્ય મુશ્કેલીથી દેખાય છે. તકતી રાખ્યા બાદ સ્કુગેજને બંધ કરતા મુખ્ય સ્કેલ પરનો \(0.5\, mm\) તથા વર્તુળાકાર સ્કેલ પર \(25\) મો કાંપા વંચાય છે. આ તકતીની જાડાઇ ....... \(mm\) થશે. 2016 મધ્યમ
- 43. કોઈ સ્ટીલના દડાનો વ્યાસ વર્નિયર કેલિપર્સ વડે માપતા મુખ્ય સ્કેલ \((MS)\) પર \(0. 1\,cm\) અને ગૌણ સ્કેલ \((VS)\) નો \(10\) મો કાપો મુખ્ય સ્કેલના \(9\) માં કાપા સાથે એકરૂપ થાય છે. દડા ના એવા ત્રણ માપન નીચે પ્રમાણે છે:
જો શૂન્યાંક ત્રુટિ \(- 0.03\,cm\) હોય, તો સુધારેલો સરેરાશ વ્યાસ ........... \(cm\) થાય. 2015 મધ્યમક્રમાંક મુખ્ય સ્કેલનું માપ \((cm)\) ગૌણ સ્કેલના કાપા \((1)\) \(0.5\) \(8\) \((2)\) \(0.5\) \(4\) \((3)\) \(0.5\) \(6\) - 44. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મેળાવવા માટે સાદા લોલક ની મદદથી એક પ્રયોગ કરવામાં આવે છે. જેમાં \(100\) દોલનો માટે લાગતો સમય \(1\, second\) લઘુત્તમ માપ શક્તિ વાળી ઘડિયાળ વડે માપવામાં આવે છે અને મૂલ્ય \(90.0\, seconds\) મળે છે. લંબાઈ \(L\) એ \(1\, mm\) ની લઘુત્તમ માપ શક્તિ ધરાવતી માપપટ્ટી દ્વારા માપવામાં આવે છે અને મૂલ્ય \(20.0\, cm\) મળે છે. તો \(g\) ના માપન માં રહેલી ત્રુટિ ........... \(\%\) હશે. 2014 અઘરું
- 45. વિદ્યાર્થી એક સળિયાની લંબાઇ માપે છે અને લંબાઇ \(3.50\;cm\) લખે છે. કયા સાધનનો લંબાઇ માપવા માટે ઉપયોગ કરે છે? 2014 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - એકમ, પરિમાણ અને માપન ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં વર્નિયર કેલિપર્સ , સ્ક્રૂગેજ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2014–2026 ના 45 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
વર્નિયર કેલિપર્સ , સ્ક્રૂગેજ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
9% સરળ, 47% મધ્યમ અને 44% અઘરા.