ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - વિધુતભારો અને ક્ષેત્રો

Motion of Charge particle in Electric filed PYQ: JEE Mains Physics પ્રશ્નો

Motion of Charge particle in Electric filed પર STD 12 - વિધુતભારો અને ક્ષેત્રો ના 11 પ્રશ્નો, 2013–2025 માં પૂછાયેલા.

11પ્રશ્નો
159STD 12 - વિધુતભારો અને ક્ષેત્રો માં
2013–2025વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 36% અઘરું 64%

પ્રશ્નો

નવા પહેલા

11 માંથી 1–11 પ્રશ્નો

  1. 1. એક ઇલેક્ટ્રોન 10 cm લંબાઈ ધરાવતી બે સમાંતર અને સમાન પરંતુ વિરુદ્ધ વિદ્યુતભારિત ધાતુની પ્લેટો વચ્ચે સપ્રમાણ રીતે દાખલ થાય છે. ઇલેક્ટ્રોન \(10^6 \mathrm{~m} / \mathrm{s}\) ના સમક્ષિતિજ વેગ ઘટક સાથે વિદ્યુતક્ષેત્રના પ્રદેશમાંથી બહાર આવે છે. જો પ્લેટો વચ્ચેના વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય \(9.1 \mathrm{~V} / \mathrm{cm}\) હોય, તો ઇલેક્ટ્રોનના વેગનો શિરોલંબ ઘટક કેટલો હશે? (ઇલેક્ટ્રોનનું દળ \(=9.1 \times 10^{-31} \mathrm{~kg}\) અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19} \mathrm{C}\) ) 2025 મધ્યમ
  2. 2. ' \(m\) ' દળ અને ' \(q\) ' વિદ્યુતભાર ધરાવતો એક કણ \(l\) સંતુલન લંબાઈવાળી દળરહિત દોરીના એક છેડા ' \(A\) ' સાથે બાંધેલો છે, જેનો બીજો છેડો બિંદુ ' \(O\) ' પર જડિત છે. આ આખી પ્રણાલીને ઘર્ષણ રહિત સમક્ષિતિજ સમતલ પર મૂકવામાં આવે છે અને તે પ્રારંભમાં સ્થિર છે. જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની દિશામાં સમાન વિદ્યુતક્ષેત્ર ચાલુ કરવામાં આવે, તો જ્યારે કણ x-અક્ષને પાર કરે ત્યારે તેની ઝડપ કેટલી હશે?
    2025 અઘરું
  3. 3. એક ઇલેક્ટ્રોન \(+\sigma\) પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતી સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ શીટ \(S\) ના વિદ્યુતક્ષેત્રની અસર હેઠળ ગતિ કરી રહ્યું છે. \(t=0\) સમયે ઇલેક્ટ્રોન \(S\) થી 1 m અંતરે છે અને તેની ઝડપ \(1 m s ^{-1}\) છે. જો ઇલેક્ટ્રોન \(t=1 s\) સમયે \(S\) સાથે અથડાય, તો \(\sigma\) નું મહત્તમ મૂલ્ય \(\alpha\left[\frac{m \epsilon_0}{e}\right] \frac{ C }{ m ^2}\) હોય તો \(\alpha\) નું મૂલ્ય __________ છે. 2024 મધ્યમ
  4. 4. બે સમાંતર પ્વેટ (તક્તિ)ની વચ્યે \(10\,N/C\) નું નિયમિત વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એક ઇલેક્ટોન \(0.5\,eV\) ગતિઊર્જા સાથે તક્તિઓની વચ્યેના વિસ્તારમાં સંમિતિ પૂર્વક દાખલ થાય છે. દરેક તક્તિઓની લંબાઈ \(10\,cm\) છે. જ્યારે ઈલેકટ્રોન આ ક્ષેત્રના વિસ્તારમાંથી બહાર નીકળે ત્યારે તેના ગતિપથના વિચલન કોણ \((\theta)\) \(...........^{\circ}\) (ડિગ્રી) થશે.
    2023 અઘરું
  5. 5. \(\frac{q}{m}=2 \times 10^{11} \frac{C}{ kg }\) અને વેગ \(\vec{v}_0=3 \times 10^7 \hat{i}\,m / s\) ધરાવતા ધન વીજભારિત કણોની કિરણાવલી \(1.8 \hat{j}\,kV / m\) નાળા વિદ્યુતક્ષેત્ર વડે સ્થાનાંતર પામે છે. \(x\) - અક્ષની દિશામાં \(10\,cm\) ના વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. વિદ્યુત ક્ષેત્રને લીધે \(y\)-દિશામાં વીજભારિત કણોનું સ્થાનાંતર \(............mm\) થાય. 2023 મધ્યમ
  6. 6. \(100 \,mg\) ના એક વિદ્યુતભારિત કણને \(1 \times 10^{5} \,NC ^{-1}\) જેટલી તીવ્રતા ધરાવતા નિયમિત વિદ્યુતક્ષેત્રની વિરૂદધ દિશામાં ફેકવામાં આવે છે. જે કણ પરનો વિદ્યુતભાર \(40 \,\mu C\) અને પ્રારંભિક વેગ \(200 \,ms ^{-1}\) હોય તો તે ક્ષણિક વિરામસ્થિતિમાં આવતા પહેલા કેટલું અંતર (\(m\) માં) કાપ્શે? 2022 મધ્યમ
  7. 7. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(1\,m\) ની પ્લેટોની લંબાઈ વાળી બે સમાંતર પ્લેટો વચ્ચે \(E =(8 m / e ) V / m\) જેટલું નિયમિત વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે. (જ્યાં \(m =\) ઈલેકટ્રોનનું દળ, અને \(e =\) ઈલેકટ્રોનનો વિદ્યુતભાર છે). એક ઈલેકટ્રોન પ્લેટોની વચ્ચે સંમિત રીતે \(2\,m / s\) ની ઝડપથી દાખલ થાય છે. જ્યારે તે ક્ષેત્રની બહાર નીકળે ત્યારે ઈલેકટ્રોનના પથનું વિચલન \(..............\) હશે.
    2022 અઘરું
  8. 8. \(8\,\mu {C} / {g}\) વિશિષ્ટ વિદ્યુતભાર ધરાવતો એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘર્ષણરહિત સમતલ પર દીવાલથી \(10\, {cm}\) અંતરે છે. તેના પર દીવાલ તરફ \(100 \,{V} / {m}\) જેટલું એકસમાન વિદ્યુતક્ષેત્ર લગાવતા તે દીવાલ તરફ ગતિ કરે છે. જો પદાર્થ દીવાલ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ કરે તો આ ગતિનો આવર્તકાળ (\(sec\) માં) કેટલો થાય?
    2021 અઘરું
  9. 9. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(200 \, \frac{ N }{ C }\) સમાન સમક્ષિતીજ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ઢળતી સપાટી, સમક્ષિતીજ સાથે \(30^{\circ}\) નો કોણ રચે છે. \(1\, kg\) દળ અને \(5\, mC\) વિજભાર ધરાવતા પદાર્થને આ ઢળતી સપાટી \(1\, m\) ઊંચાઈ વિરામ સ્થાનેથી સરકવા દેવામાં આવે છે. જો ઘર્ષણાંક \(0.2\) હોય તો તળીયે પહોંચવા માટે લીધેલો સમય શોધો.(\(s\) માં) \(\left[ g =9.8 \,m / s ^{2}, \sin 30^{\circ}=\frac{1}{2}\right.\); \(\left.\cos 30^{\circ}=\frac{\sqrt{3}}{2}\right]\)
    2021 અઘરું
  10. 10. એક વિજભારિત કણ (\(m\) દળ અને \(q\) વિજભાર) \(X\) અક્ષ દિશામાં \(V _{0}\) વેગથી ગતિ કરે છે.જ્યારે તે ઉગમબિંદુ પાસેથી પસાર થાય ત્યારે તે \(\overrightarrow{ E }=- E \hat{ j }\) જેટલા એકસમાન વિદ્યુતક્ષેત્રમાં (જે \(x = d\) સુધી પ્રવર્તે છે) દાખલ થાય છે. \(x > d\) ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનના ગતિપથનું સમીકરણ શું હશે?
    2020 અઘરું
  11. 11. બે વિજભાર ધરાવતી પ્લેટ વચ્ચે \(\vec E\) જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. એક વિજભાર ધરાવતો કણ આ પ્લેટની વચ્ચે વિદ્યુતક્ષેત્ર \(\vec E\)ને લંબ રીતે દાખલ થાય છે. તો તે પ્લેટની વચ્ચે કેવા માર્ગે ગતિ કરશે? 2013 અઘરું

STD 12 - વિધુતભારો અને ક્ષેત્રો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં Motion of Charge particle in Electric filed ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2025 ના 11 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

Motion of Charge particle in Electric filed ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

0% સરળ, 36% મધ્યમ અને 64% અઘરા.