પ્રશ્નો
નવા પહેલા25 માંથી 1–25 પ્રશ્નો
- 1. 100 kg પાણીમાં તેનું તાપમાન \(25^{\circ} C\) થી ઘટાડવા માટે \(-10^{\circ} C\) પર રહેલો 10 kg દળનો બરફ ઉમેરવામાં આવે છે. પરિસર સાથે ઉષ્માનો કોઈ જ વિનિમય થતો નથી તેમ ગણતરીમાં લો. પાણીના તાપમાનમાં થતો ઘટાડો __________ \({ }^{\circ} C\) છે.
(બરફની વિશિષ્ટ ઉષ્મા = \(2100 J / Kg .{ }^{\circ} C\),પાણીની વિશિષ્ટ ઉષ્મા = \(4200 J / Kg .{ }^{\circ} C\), બરફની ગલનગુપ્ત ઉષ્મા = \(\left.3.36 \times 10^5 J / Kg \right)\) 2026 અઘરું - 2. એક બંદૂક 300 K તાપમાનવાળી સીસાની ગોળીને લાકડાના બ્લોકમાં છોડે છે. 600 K ગલન તાપમાન ધરાવતી ગોળી બ્લોકમાં પ્રવેશે છે અને પીગળી જાય છે. જો પ્રક્રિયા માટે જરૂરી કુલ ઉષ્મા 625 J હોય, તો ગોળીનું દળ __________ ગ્રામ છે.
(સીસાની ગલન ગુપ્ત ઉષ્મા \(=2.5 \times 10^4 \mathrm{JKg}^{-1}\) અને સીસાની વિશિષ્ટ ઉષ્માધારિતા \(=125 \mathrm{JKg}^{-1}\) \(\left.\mathrm{K}^{-1}\right)\)) 2025 મધ્યમ - 3. \(-12^{\circ}\,C\) તાપમાને રહેલ \(600\,g\) દળના બરફને \(184\,kJ\) જેટલી ઉષ્માઊર્જા આપવામાં આવે છે. બરફ માટે વિશિષ્ટ ઉષ્મા \(2223\,J\,kg ^{-1}\,C ^{-1}\) અને બરફની ગલનગુપ્ત ઉષ્મા \(338\,kJ\) \(kg ^{-}\) છે. \(A.\) તંત્રનું અંતિમ તાપમાન \(0^{\circ}\,C\) હશે. \(B.\) તંત્રનું અંતિમ તાપમાન \(0^{\circ}\,C\) કરતાં વધારે હશે. \(C.\) અંતિમ તંત્રમાં \(5:1\) ના ગુણોત્તરમાં બરફ અને પાણીનું મિશ્રણ હશે. \(D.\) અંતિમ તંત્રમાં \(1:5\) ના ગુણોત્તરમાં બરફ અને પાણીનું મિશ્રણ હશે. \(E.\) અંતિમ તંત્રમાં ફક્ત પાણી જ હશે. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 2023 અઘરું
- 4. \(2000\,W\) પાવર ધરાવતું એક વોટર હીટર પાણીને ગરમ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા \(4200\,J\,kg ^{-1}\,K ^{-1}\) છે. હીટરની કાર્યક્ષમતા \(70 \%\) છે.\(2\,kg\) પાણીને \(10^{\circ}\,C\) થી \(60^{\circ}\,C\) સુધી ગરમ કરવા જરૂરી સમય \(........\,s\) થશે.(એવું ધારો કે પાણીના ગરમ થવાના તાપમાનના ગાળા માટે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા અચળ રહે છે.) 2023 મધ્યમ
- 5. \(100 \,g\) ની લોખંડની ખીલ્લીને \(1.5 \,kg\) દળ ધરાવતી અને \(60\, ms ^{-1}\) ના વેગ સાથેની હથોડી વડે ઠોકવામાં આવે છે. જો હથોડીની એક ચતુર્થાંશ જેટલી ઊર્જા ખીલ્લીને ગરમ કરવામાં વપરાતી હોય તો ખીલ્લીના તાપમાનમાં (\(^{\circ} C\) માં) કેટલો વધારો થશે \(?\) [લોખંડની વિશિષ્ટ : ઉષ્માધારીતા \(=0.42 Jg ^{-1}{ }^{\circ} C ^{-1}\) ] 2022 મધ્યમ
- 6. \(120\,g\) દળ અને \(0^{\circ}\,C\) તાપમાને રહેલા બરફના ટુકડાને \(300\,g\) દળ અને \(25^{\circ}\,C\) તાપમાને રહેલા પાણીમાં મૂકવામાં આવે છે. જ્યારે પાણીનું તાપમાન ઘટીને \(0^{\circ}\,C\) થાય છે ત્યારે \(x\,g\) બરફ પીગળે છે \(x\) નું મૂલ્ય \(.........\) હશે. [પાણીની વિશિષ્ટ ઉષ્માધારીતા \(=4200\,J\,kg ^{-1} K ^{-1}\) બરફની ગુપ્તગલન ઉષ્મા \(\left.=3.5 \times 10^{5}\,J\,kg ^{-1}\right]\) 2022 મધ્યમ
- 7. \(5.0 \,kg\) દળના એક કોપરના ચોસલાને \(500^{\circ} C\) તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે અને તેને મોટા બરફની પાટ પર મૂકવામાં આવે છે. કેટલો મહત્તમ બરફ (\(kg\) માં) પીગળશે? [કોપર માટે વિશિષ્ટ ઉષ્મા : \(0.39\; J g ^{-1 ~}{ }^{\circ} C ^{-1}\) અને પાણી માટે ગલનગુપ્ત ઉષ્મા : \(335\; J g ^{-1}\)] 2022 મધ્યમ
- 8. એક ગીઝર \(2.0\) પ્રતિ મીનીટના દરથી વહેતા પાણીને \(30^{\circ} C\) થી \(70^{\circ} C\) સુધી ગરમ કરે છે. જો ગીઝર એક ગેસ (વાયુ) બર્નર ઉપર કાર્યરત હોય બળતણના દહનનો દર ......... \(g\min ^{-1}\) [દહનની ઊર્જા \(=8 \times 10^{3} \,Jg ^{-1}\), પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4.2 \,Jg ^{-1}{ }^{\circ} C ^{-1}\) ] 2022 અઘરું
- 9. એક લેડની બુલેટ (ગોળી) ધન વસ્તુમાં ધૂસી જાય છે અને પીગળે છે. એવું ધારતાં કે તેની ગતિઊર્જાની \(40 \%\) ઊર્જા તેને ગરમ કરવામાં વપરાય છે, તો બુલેટની પ્રારંભિક ઝડપ ........... \(ms ^{-1}\) હશે. (બુલેટનું પ્રારંભિક તાપમાન \(=127^{\circ} C\), બુલેટનું ગલનબિંદુ (પિગલન બિંદુ) \(=327^{\circ} C\), લેડ માટે ગલન ગુપ્ત ઉષ્મા = \(2.5 \times 10^{4} \,J kg ^{-1}\), લેડ માટ વિશિષ્ટ ઉષ્મા ધારિતા = \(125 \,J / kg K )\) 2022 મધ્યમ
- 10. એક વરાળયંત્ર \(100^{\circ} C\) તાપમાને પ્રતિ મીનીટ \(50 \,g\) વરાળને અંદર લે છે અને તેને \(20^{\circ} C\) તાપમાને ઠંડી કરે છે. જે વરાળ માટે બાષ્પાયન ગુપ્તઉષ્મા \(540 \,Cal / g\) હોય તો વરાળ યંત્ર દ્વારા પ્રતિ મીનીટ પાછી ફેંકાતી ઉષ્મા.................. \(\times 10^{3} cal\) હશે. (Given : specific heat capacity of water cal \(g ^{-1}{ }^{\circ} C ^{-1}\) ) 2022 મધ્યમ
- 11. સમાન દળ ધરાવતા ત્રણ અલગ અલગ પ્રવાહી \({x}, {y}\) અને \({z}\) ના તાપમાન અનુક્રમે \(10^{\circ} {C}, 20^{\circ} {C}\) અને \(30^{\circ} {C}\) છે. \({x}\) અને \({y}\) ને મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્રણનું તાપમાન \(16^{\circ} {C}\) અને \({y}\) અને \({z}\) ને મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્રણનું તાપમાન \(26^{\circ} {C}\) હોય તો જ્યારે \({x}\) અને \({z}\) ને મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્રણનું તાપમાન ...... \(^{\circ} {C}\) થશે. 2021 અઘરું
- 12. ઠંડા વાતાવરણને કારણે \(1\, {cm}^{2}\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતી \(1\, {m}\) લંબાઇની પાણીની પાઇપ \(-10^{\circ} {C}\) તાપમાને બરફથી ભરેલ છે. અવરોધની ગરમીનો ઉપયોગ કરીને બરફ ઓગળવામાં આવે છે. \(4\, {k} \Omega\) ના અવરોધમાંથી \(0.5\, {A}\) નો પ્રવાહ વહે છે. ઉત્પન્ન થતી બધી જ ઉષ્મા ઓગળવામાં વપરાય છે તેમ ધારો. તેના માટે ન્યૂનતમ કેટલો સમય (\({s}\) માં) લાગે? (પાણી/બરફની ગલનગુપ્ત ઉષ્મા \(=3.33 \times 10^{5}\, {J} {kg}^{-1}\), બરફની વિશિષ્ટ ઉષ્મા \(=2 \times 10^{3}\, {J}\) \({kg}^{-1}\) અને બરફની ઘનતા \(=10^{3}\, {kg} / {m}^{3}\)) 2021 અઘરું
- 13. \(20\, g\) પાણીને સમતુલ્ય હોય તેવે કેલરીમીટર માં \(180\, g\) પાણી ભરેલ છે જેનું તાપમાન \(25^{\circ} C\) છે. તેમાં \(100^{\circ} C\)તાપમાને રહેલ \('m'\) ગ્રામ વરાળને ત્યાં સુધી મિશ્ર કરવામાં આવે છે કે જ્યાં સુધી મિશ્રણનું તાપમાન \(31^{\circ} C\) થાય. તો \('m'\) નું મૂલ્ય લગભગ કેટલું હશે? (પાણીની ગલનગુપ્ત ઉષ્મા \(=540\; cal\,g ^{-1}\), પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=1\; cal\,g^{-1}{ }^{\circ} C ^{-1}\)) 2020 મધ્યમ
- 14. એક અવાહક પાત્રમાં \(100^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલ \(M\) ગ્રામ વરાળ અને \(0^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલ \(200\; \mathrm{g}\) બરફને મિશ્ર કરવામાં આવે છે. જો તે \(40^{\circ} \mathrm{C}\) તાપમાન વાળું પાણી બનાવે તો \(M\) નું મૂલ્ય કેટલું હશે? [પાણીની ઉત્કલનગુપ્ત ઉષ્મા\(=540 \;cal/\mathrm{g}\) અને બરફની ગલનગુપ્ત ઉષ્મા\(=80 \;{ cal/g }]\) 2020 મધ્યમ
- 15. પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4200\, J\, kg ^{-1}\, K ^{-1}\) અને બરફની ગલનગુપ્ત ઉષ્મા \(=3.4 \times 10^{5}\, J\, kg ^{-1}\) છે \(0^{\circ} C\) તાપમાને રહેલ \(100\) ગ્રામ બરફને \(25^{\circ} C\) તાપમાને રહેલ \(200\, g\) પાણીમાં મૂકવામાં આવે છે. પાણીનું તાપમાન \(0^{\circ} C\) થાય ત્યાં સુધીમાં કેટલા ગ્રામ બરફ પીગળ્યો હશે? 2020 મધ્યમ
- 16. \(0.1 \,kg\) દળ ધરાવતા એક ધાતુનાં ગોળાને \(500\,{}^oC\) સુધી ગરમ કરવામાં આવે છે અને ત્યાર બાદ તેને \(0.5\, kg\) પાણી ભરેલા પાત્રમાં કે જેની ઉષ્માધારિતા \(800 \,JK^{-1}\) છે તેમાં નાખવામાં આવે છે. પાણી અને પાત્રનું પ્રારંભિક તાપમાન \(30\,{}^oC\) હતુ. પાણીના તાપમાનમાં થતો વધારો અંદાજીત પ્રતિશત ........ \(\%\) હશે? (પાણી અને ધાતુની વિશિષ્ટ ઉષ્માઘારિતા અનુક્રમે \(4200\, Jkg^{-1}K^{-1}\) અને \(400\, Jkg^{-1}K^{-1}\) છે.) 2019 અઘરું
- 17. \(100^o C\) એ તપાવેલ એક \(192\, g\) અજ્ઞાત ધાતુને \(8.4^o C\) તાપમાન ધરાવતા \(240\,g\) પાણી ભરેલ \(128\, g\) પિત્તળના કેલોરિમીટરમાં ડુબાડવામાં આવે છે. જે પાણીનું તાપમાન \(21.5 ^oC\) પર સ્થિર થતુ હોય તો અજ્ઞાત ધાતુની વિશિષ્ટ ઉષ્મા ........ \(J\, kg^{-1}\, K^{-1}\) હશે. (પિત્તળની વિશિષ્ટ ઉષ્મા \(394 \,J kg^{-1} \,K{-1}\) છે.) 2019 મધ્યમ
- 18. \(40\,^oC\) પર ના \(50\,g\) પાણીમાં \(-20\,^oC\) પર રહેલો બરફ ઉમેરવામાં આવે છે. આ મિશ્રણ જ્યારે \(0\,^oC\) પર પહોંચે છે ત્યારે એવું જોવા મળ્યું કે તેમાં હજી \(20\,g\) બરફ ઓગળ્યા વગરનો છે,તો પાણીમાં ઉમેરવામાં આવેલ બરફનો જથ્થો ........... \(g\) ની નજીકનો હશે. (પાણીની વિશિષ્ટ ઉષ્મા \(= 4.2\,J/g/^oC\); બરફની વિશિષ્ટ ઉષ્મા \(= 2.1\,J/g/^oC\); \(0^o\) પર બરફની ગલન ઊર્જા \(= 334\,J/g\) ) 2019 મધ્યમ
- 19. જ્યારે \(100\,^oC\) તાપમાને રાખેલ \(100 \,g\) પ્રવાહી \(A\) ને \(75\,^oC\) તાપમાને રાખેલ \(50\, g\) પ્રવાહી \(B\) માં ઉમેરવામાં આવે છે ત્યારે મિશ્રણનું તાપમાન \(90\,^oC\) થાય છે. હવે જ્યારે \(100\,^oC\) તાપમાને રાખેલ \(100\, g\) પ્રવાહી \(A\) ને \(50\,^oC\) તાપમાને રાખેલ \(50\, g\) પ્રવાહી \(B\) માં ઉમેરવામાં આવે છે ત્યારે મિશ્રણનું તાપમાન ........\(^oC\) થાય? 2019 અઘરું
- 20. \(100\) \(gm\) દળનો એક તાંબાનો દડો \(T\) તાપમાને રાખેલ છે.તેને \(100\) \(gm\) દળના એક તાંબાના કેલોરીમીટર કે જેમાં \(170\) \(gm\) પાણી ભરેલ છે તેમાં, ઓરડાના તાપમાને નાખવામાં આવે છે.ત્યારબાદ આ નિકાયનું તાપમાન \(75°\) \(C \) માલૂમ થયું,તો \(T\) નું મૂલ્ય ...... \(^oC\) હશે: ( ઓરડાનું તાપમાન = \(30°\) \(C\), તાંબાની વિશિષ્ટ ઉષ્મા \(=\) \(0.1\) \(cal/gm°C\) આપેલ છે.) 2017 મધ્યમ
- 21. એક પ્રયોગમાં \(0.20\, kg\)ના એલ્યુમિનિયમના સળિયાને \(150\,^oC\) સુધી ગરમ કરેલ છે. તેને \(0.025\, kg\). કેલોરીમીટરના પાણી સમતુલ્ય માં \(27\,^oC\) તાપમાને રહેલ \(150\, cc\) કદના પાણીમાં મૂકવામાં આવે છે.તંત્રનું અંતિમ તાપમાન \(40\,^oC\) છે. એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા \(J/kg\,-\,^oC\) માં કેટલી હશે?( \(4.2\, Joule= 1\, calorie\)) 2017 અઘરું
- 22. એક પ્રયોગમાં પાત્રમાં પાણીનું તાપમાન \(0\,^oC\) થી \(100\,^oC\) થતાં \(10\, minutes\) લાગે છે. હીટર દ્વારા બીજી \(55\, minutes\)માં તેનું સંપૂર્ણ વરાળમાં રૂપાંતર થાય છે. પાત્રની વિશિષ્ટ ઉષ્મા અવગણ્ય છે અને પાણીની વિશિષ્ટ ઉષ્મા \(1\, cal / g\,^oC\) છે. પ્રયોગ દ્વારા પાણીનું વરાળમાં રૂપાંતર કરવા \(cal/g\) માં કેટલી ઉર્જાની જરૂર પડે? 2015 મધ્યમ
- 23. બંધ પાત્રમાં રહેલ \(2\, L\) પાણીને \(1\,kW\) ની કોઇલ વડે ગરમ કરવામાં આવે છે. જ્યારે પાણી ગરમ થતું હોય ત્યારે પાત્ર \(160\, J/s\) ના દરથી ઉર્જા ગુમાવે છે. પાણીનું તાપમાન \(27\,^oC\) થી \(77\,^oC\) થવા કેટલો સમય લાગે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા \(4.2\, kJ/kg\) અને પાત્ર માટે તે અવગણ્ય છે) 2014 અઘરું
- 24. \(500\, g\) પાણી અને \(100\, g\), \(0\,^oC\) તાપમાને બરફને કેલોરીમીટરમાં રાખેલ છે જેનું પાણી સમકક્ષ \(40\, g\) છે. \(100\,^oC\) તાપમાને રહેલ \(10\, g\) વરાળને તેમાં મિશ્ર કરવામાં આવે તો કેલોરીમીટરમાં સમકક્ષ પાણી(\(g\) માં) કેટલું થશે? (બરફની ગલનગુપ્ત ઉષ્મા\(\,= 80\, cal/g\), વરાળની ઉત્કલનગુપ્ત ઉષ્મા\(\,= 540\, cal/ g\)) 2013 મધ્યમ
- 25. બંધ પાત્રમાં \(50\,g\) પાણી ભરેલ છે. \(2\, minutes\) માં તેનું તાપમાન \(30\,^oC\) થી ઘટીને \(25\,^oC\) થાય છે. બીજા સમાન પાત્ર અને સમાન વાતાવરણમાં રહેલ \(100\,g\) પ્રવાહીનું તાપમાન \(30\,^oC\) થી \(25\,^o C\) થવા માટે સમાન સમય લાગતો હોય તો પ્રવાહીની વિશિષ્ટ \(kcal/kg\) માં કેટલી હશે? (પાત્રનું પાણી સમકક્ષ \(30\,g\) થાય) 2013 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - 10.1, થર્મોનેટ્રી, થર્મલ વિસ્તરણ અને કેલરીમેટ્રી ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં જળતુલ્યાંક ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 25 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
જળતુલ્યાંક ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
0% સરળ, 60% મધ્યમ અને 40% અઘરા.