ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ PYQ: JEE Mains Physics પ્રશ્નો

2013–2026 ના 149 પ્રશ્નો. ફેરેડે અને લેન્ઝનો નિયમ સૌથી વધુ પૂછાય છે.

149પ્રશ્નો
14ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 7% મધ્યમ 47% અઘરું 46%

ટોપિક

14 ટોપિક

STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ ના બધા પ્રશ્નો

નવા પહેલા

149 માંથી 1–50 પ્રશ્નો

  1. 1. \(10^4\) આંટાઓ ધરાવતા ગૂંચળાનું પ્રેરકત્વ 10 mH છે અને તેને \(10 \Omega\) ના આંતરિક અવરોધવાળા 10 V ના dc સ્ત્રોત સાથે જોડેલ છે. જ્યારે પ્રવાહ તેના મહત્તમ મૂલ્યના \(\left(\frac{1}{ e }\right)\) ગણો થાય છે ત્યારે પ્રેરકમાં ઊર્જા ઘનતા \(\alpha \pi \times \frac{1}{ e ^2} J / m ^3\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે. \(\left(\mu_0=4 \pi \times 10^{-7} Tm / A \right)\). 2026 સરળ
  2. 2. 10 g દળ અને 10 cm લંબાઈના ધાતુના તારનું બનેલું સાદું લોલક 2T મૂલ્યના નિયમિત ચુંબકીયક્ષેત્રમાં શિરોલંબ લટકાવેલ છે. ચુંબકીયક્ષેત્રની દિશા લોલકના દોલનના સમતલને લંબ છે. જો લોલકને શિરોલંબ સાથેના \(60^{\circ}\) ના ખૂણેથી મુક્ત કરવામાં આવે તો આધારબિંદુ અને દોલનબિંદુ વચ્ચે પ્રેરિત થતું મહત્તમ EMF _____________ mV છે. (\(g =10 m / s ^2\) લો) 2026 સરળ
  3. 3. 7 cm ત્રિજયાની વર્તુળાકાર લૂપને તેના સમતલને લંબ હોય તેવા 0.2 T મૂલ્યના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવેલી લૂપ 0.5 s માં ચોરસ લૂપમાં રૂપાંતર પામે છે. તો લૂપમાં પ્રેરિત થતું EMF _____________ mv છે. 2026 મધ્યમ
  4. 4. એક \(30\) cm લાંબા સોલેનોઇડમાં \(10\) આંટા પ્રતિ cm છે અને તેનું આડછેદનું ક્ષેત્રફળ \(5\) cm\(^2\) છે. સોલેનોઇડ કોઇલમાંથી વહેતો પ્રવાહ \(3.14\) s માં \(2\) A થી \(4\) A સુધી બદલાય છે. કોઇલમાં પ્રેરિત e.m.f. \(\alpha\times 10^{-5}\) V છે. \(\alpha\) નું મૂલ્ય ________ છે. 2026 મધ્યમ
  5. 5. એક બ્લોકને સમક્ષિતિજ સાથે \(45°\) ના ખૂણે નમેલા સમતલ પરથી નીચે સરકવા માટે \(t\) સમય લાગે છે. જો સપાટીને લીસી (ઘર્ષણ રહિત) બનાવવામાં આવે, તો બ્લોકને સમતલ પરથી નીચે સરકવા માટે \(\dfrac{t}{2}\) સમય લાગે છે. બ્લોક અને નમેલા સમતલ વચ્ચેનો ઘર્ષણાંક \(\left(\dfrac{\alpha}{100}\right)\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે. 2026 અઘરું
  6. 6. \(20\text{ cm}\) ત્રિજ્યા અને \(2\ \Omega\) અવરોધવાળું એક વર્તુળાકાર ગૂંચળું, સમય-સાપેક્ષ બદલાતા ચુંબકીય ક્ષેત્ર \(\vec{B} = (2t^2 + 2t + 3)\text{ T}\) માં મૂકવામાં આવે છે. \(t = 0\) સમયે, જ્યારે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય ત્યારે, \(t = 3\text{ s}\) સમયે ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ \(\dfrac{\alpha}{50}\text{ A}\) છે. \(\alpha\) નું મૂલ્ય _______ છે.
    ( \(\pi = 22/7\) લો)
    2026 મધ્યમ
  7. 7. \(L\) લંબાઈનો એક ધાતુનો સળિયો ઉગમબિંદુ પરના તેના એક છેડાની આસપાસ નિયમિત કોણીય વેગ \(\omega\) સાથે ભ્રમણ કરે છે. ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી રીતે \(B(r) = B_0 e^{-\lambda r}\) મુજબ ઘટે છે; જ્યાં \(\lambda\) એક ધન અચળાંક છે. પ્રેરિત emf (સળિયામાંના ઇલેક્ટ્રોન પર લાગતા કેન્દ્રગામી બળને અવગણતા) છે : 2026 અઘરું
  8. 8. બાજુ \(2\) cm ધરાવતો એક ચોરસ ગાળો \(B = 0.4\sin(300t)\) ટેસ્લા મૂલ્યવાળા સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલો છે. ગાળાના સમતલને લંબ ક્ષેત્ર સાથે \(60°\) નો કોણ બનાવે છે. ગાળામાં ઉદ્ભવતું મહત્તમ પ્રેરિત emf __________ mV છે. 2026 અઘરું
  9. 9. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 m લંબાઈનો ધાતુનો સળિયો AB પરિપથ પૂર્ણ કરે છે. પરિપથનું ક્ષેત્રફળ 0.10 T ના ચુંબકીય ક્ષેત્રને લંબ છે. જો કુલ પરિપથનો અવરોધ \(2 \Omega\) હોય, તો સળિયાને \(1.5 m / s\) ની અચળ ઝડપ (v) થી જમણી તરફ ખસેડવા માટે જરૂરી બળ _________ N છે.
    image
    2026 અઘરું
  10. 10. આકૃતિમાં એક પરિપથ દર્શાવેલ છે જેમાં ત્રણ અવરોધો (દરેક 9 Ω ના) અને બે પ્રેરકો (દરેક 4 mH ના) છે. જ્યારે સ્વીચ K ચાલુ કરવામાં આવે તે ક્ષણે એમીટરનું અવલોકન __________ A હશે.
    image
    2026 મધ્યમ
  11. 11. \(10\) mH ઇન્ડક્ટન્સ અને \(100\,\Omega\) અવરોધ ધરાવતું એક ઇન્ડક્ટર નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સ્વિચ મારફતે \(1.0\) V E.M.F. વાળી બૅટરી સાથે જોડેલ છે. સ્વિચ બંધ કર્યા પછી, જ્યારે ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ \(2\) mA અને \(4\) mA હોય, ત્યારે ઇન્ડક્ટરને સમાંતર પ્રસ્થાનીય વોલ્ટેજનો ગુણોત્તર _______ થશે.
    2026 અઘરું
  12. 12. ધારોકે 100 cm લંબાઈ, 2 cm ત્રિજ્યા અને એકમ લંબાઈ દીઠ 500 આંટા ધરાવતું એક સોલેનોઈડ \(I=10 \sin (\omega t ) A\) પ્રવાહનું વહન કરે છે, જ્યાં \(\omega=1000\) રેડિયન/સેકન્ડ છે. સોલેનોઈડમાંથી 1 cm ત્રિજ્યાની વર્તુળાકાર વાહક લૂપ (B) v = 1 cm/s ની ઝડપે સમઅક્ષીય રીતે સરકે છે. જ્યારે લૂપ B ને સોલેનોઈડની અંદર 10 cm દાખલ કરવામાં આવે ત્યારે તેમાંથી વહેતો r.m.s પ્રવાહ \(\alpha / \sqrt{2} \mu A\) છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે.
    [લૂપનો અવરોધ = \(10 \Omega\) ]
    2026 અઘરું
  13. 13. એક 20 m લાંબા સમક્ષિતિજ રાખેલ નિયમિત તાંબાના તારને ગુરુત્વ \(\left(g=10 m / s ^2\right)\) હેઠળ 0.5 Gauss મૂલ્યના તારની લંબાઈને લંબ એવા નિયમિત સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાંથી પડવા દેવામાં આવે છે. જ્યારે તાર 200 m શિરોલંબ અંતર કાપે ત્યારે તેમાં પ્રેરિત થતું EMF _____________ mV છે. 2026 મધ્યમ
  14. 14. એક વર્તુળાકાર લૂપને તેના વ્યાસને અનુલક્ષીને 100 રેડિયન/સેકન્ડ કોણીય ઝડપથી તેની ભ્રમણઅક્ષને લંબ એવા 0.5 T ના ચુંબકીયક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે. જ્યારે લૂપ સમક્ષિતિજ સ્થાનેથી \(30^{\circ}\) સુધી ભ્રમણ પામે ત્યારે તેમાં પ્રેરિત EMF 15.4 mV છે. લૂપની ત્રિજ્યા ________ mm છે. \(\left(\pi=\frac{22}{7}\right.\) લો) 2026 સરળ
  15. 15. ક્ષેત્રફળ \( 1.0 m^{2} \) ધરાવતું એક વાહક વર્તુળાકાર ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકેલું છે, જે \( B = \sin(100 t) \) ટેસ્લા મુજબ બદલાય છે. જો ગૂંચળાનો અવરોધ 100 \( \Omega \) હોય, તો એક આવર્તકાળમાં ગૂંચળામાં વ્યય થતી સરેરાશ ઉષ્મીય ઊર્જા ___________ J છે. 2026 મધ્યમ
  16. 16. નીચે આપેલ પરિપથમાં \(L_1\), \(L_2\) અને \(L_3\) ના ઇન્ડક્ટન્સ મૂલ્યો સમાન છે. સમગ્ર પરિપથમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જા \((U_t)\) છે અને \(L_2\) ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા \((U_l)\) છે. \(U_t / U_l\) __________ છે.
    (જો કોઈ પરસ્પર ઇન્ડક્ટન્સ હોય તો તેને અવગણો)
    2026 મધ્યમ
  17. 17. સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
    સૂચિ-Iસૂચિ-II
    A. ચુંબકીય પ્રેરણI. \(MLT ^{-2} A^{-2}\)
    B. ચુંબકીય ફલકસII. \(ML ^2 T^{-2} A^{-2}\)
    C. ચુંબકીય પારગમ્યતાIII. \(ML ^0 T^{-2} A^{-1}\)
    D. આત્મ પ્રેરકત્વIV. \(ML ^2 T^{-2} A^{-1}\)
    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :
    2026 અઘરું
  18. 18. ત્રણ સર્વસમ ગૂંચળાઓ \(C _1, C _2\) અને \(C _3\) એકબીજાની નજીક એવી રીતે ગોઠવેલા છે કે તેઓ એક સામાન્ય અક્ષ ધરાવે છે. \(C _2\) બરાબર મધ્યમાં છે. \(C _1\) માં પ્રવાહ I વિષમઘડી દિશામાં વહે છે જ્યારે \(C _3\) માં પ્રવાહ I સમઘડી દિશામાં વહે છે. \(C _2\) માં પ્રેરિત પ્રવાહ સમઘડી દિશામાં ત્યારે વહેશે જ્યારે: 2026 મધ્યમ
  19. 19. જ્યારે કોઈ ગૂંચળાને સમય આધારિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે, ત્યારે તેમાં વ્યય થતો પાવર \(P\) છે. તેના આંટાઓની સંખ્યા, ગૂંચળાનું ક્ષેત્રફળ અને ગૂંચળાના તારની ત્રિજ્યા અનુક્રમે \(N\), \(A\) અને \(r\) છે. બીજા ગૂંચળા માટે, આંટાઓની સંખ્યા, ગૂંચળાનું ક્ષેત્રફળ અને ગૂંચળાના તારની ત્રિજ્યા અનુક્રમે \(2N\), \(2A\) અને \(3r\) છે. જ્યારે પ્રથમ ગૂંચળાને બીજા ગૂંચળાથી બદલવામાં આવે છે, ત્યારે તેમાં વ્યય થતો પાવર \(\sqrt{2}\,\alpha P\) છે. \(\alpha\) નું મૂલ્ય _______ છે. 2026 અઘરું
  20. 20. 0.4 T નું એક સમાન ચુંબકીય ક્ષેત્ર 20 cm ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર તાંબાની તકતીને લંબ રૂપે પ્રવર્તે છે. આ તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીને લંબ રૂપે આવેલી અક્ષને અનુલક્ષીને \(10 \pi \mathrm{rad} \mathrm{s}^{-1}\) જેટલા નિયમિત કોણીય વેગથી ભ્રમણ કરે છે. તકતીની અક્ષ અને તેની ધાર (કિનારી) વચ્ચે કેટલો સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવશે? \((\pi=3.14)\) 2025 મધ્યમ
  21. 21. A ક્ષેત્રફળ અને N આંટા ધરાવતી એક ગૂંચળી \(\vec{B}\) ને લંબ અક્ષને અનુલક્ષીને, સમાન ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) માં \(\omega\) કોણીય વેગથી ભ્રમણ કરે છે. જ્યારે \(\vec{B}\) ગૂંચળીના સમતલને સમાંતર હોય, ત્યારે તે ક્ષણે તેમાં ઉદ્ભવતું ચુંબકીય ફ્લક્સ \(\varphi\) અને પ્રેરિત \(\operatorname{emf} \varepsilon\) શોધો : 2025 સરળ
  22. 22.

    આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વાહક સળિયો બે વાહક રેલ પર ગતિ કરે છે. એક સમાન ચુંબકીય ક્ષેત્ર B પાનાની અંદર તરફ અસ્તિત્વ ધરાવે છે. સળિયો સમય \(t=0\) પર શિરોબિંદુ પરથી અચળ વેગથી ગતિ કરવાનું શરૂ કરે છે. જો પ્રેરિત EMF \(\mathrm{E} \propto \mathrm{t}^{\mathrm{n}}\) હોય, તો n નું મૂલ્ય ________ છે.
    2025 મધ્યમ
  23. 23.
    આપેલ પરિપથમાં સ્લાઇડિંગ સંપર્કને બહારની તરફ ખેંચવામાં આવે છે જેથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ \(8 \mathrm{~A} / \mathrm{s}\) ના દરે બદલાય છે. જે ક્ષણે R \(12 \Omega\) હોય, તે ક્ષણે પરિપથમાં પ્રવાહનું મૂલ્ય ______ A હશે.
    2025 મધ્યમ
  24. 24. આત્મ-પ્રેરકત્વ વિશે:
    A. ગૂંચળાનું આત્મ-પ્રેરકત્વ તેની ભૂમિતિ પર આધાર રાખે છે.
    B. આત્મ-પ્રેરકત્વ માધ્યમની પરમીએબિલિટી પર આધાર રાખતું નથી.
    C. આત્મ-પ્રેરિત e.m.f. પરિપથમાં પ્રવાહમાં થતા કોઈપણ ફેરફારનો વિરોધ કરે છે.
    D. આત્મ-પ્રેરકત્વ યાંત્રિકીમાં દળ (mass) ના વિદ્યુતચુંબકીય સમરૂપ છે.
    E. પ્રવાહ સ્થાપિત કરવા માટે આત્મ-પ્રેરિત e.m.f. વિરુદ્ધ કાર્ય કરવું પડે છે.
    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
    2025 સરળ
  25. 25. ધારો કે બે નજીકની કુંડળીઓ 1 અને 2 માંથી અનુક્રમે \(\mathrm{I}_1\) અને \(\mathrm{I}_2\) પ્રવાહો એકસાથે વહે છે. જો કુંડળી \(1\) નું આત્મપ્રેરકત્વ \(\mathrm{L}_1=\) અને કુંડળી 2 ના સંદર્ભમાં કુંડળી 1 નું અન્યોન્ય પ્રેરકત્વ \(\mathrm{M}_{12}=\), તો કુંડળી 1 માં પ્રેરિત EMF નું મૂલ્ય ________ હશે. 2025 મધ્યમ
  26. 26. ક્ષેત્રફળ \(A\) અને લંબાઈ ' \(l\) ' ધરાવતો એક સોલેનોઇડ સાપેક્ષ પરમિએબિલિટી 2 ધરાવતા દ્રવ્યથી ભરેલો છે. સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જા છે: 2025 સરળ
  27. 27. પ્રત્યેક \(\operatorname{arm} 10 \mathrm{~cm}\) લંબાઈનો વાહક તાર ABCDE, તેની સમતલને લંબરૂપે, \(\frac{1}{\sqrt{2}}\) ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલો છે. જ્યારે વાહકને \(10 \mathrm{~cm} / \mathrm{s}\) ના અચળ વેગથી જમણી તરફ ખેંચવામાં આવે છે, ત્યારે બિંદુઓ A અને E વચ્ચે પ્રેરિત emf _____ mV છે.
    2025 અઘરું
  28. 28. \(10 \mathrm{~cm}\) બાજુ અને \(0.7 \Omega\) અવરોધની એક ચોરસ લૂપને પૂર્વ-પશ્રિમ સમતલમાં શિરોલંબ રાખેલી છે. \(0.20\)\(T\) મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રને ઉત્તર-પૂર્વ દિશામાંના સમતલમાં રાખેલ છે. ચુંબકીય ક્ષેત્ર \(1 S\) માં સ્થિર દરે ધટીને શૂન્ય થાય છે. તો પ્રેરિત emf નું મૂલ્ય \(\sqrt{x} \times 10^{-3} V\) છે. તો \(x\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
  29. 29. \(12 \mathrm{~cm}\) અને \(5 \mathrm{~cm}\) બાજુઓવાળું એક લંબચોરસ ગૂંચળું, જેની બાજુઓ અનુક્રમે \(x\)-અક્ષ અને \(y\)-અક્ષને સમાંતર છે, તે ધન \(\mathrm{x}\) અક્ષની દિશામાં \(5 \mathrm{~cm} / \mathrm{s}\) ના વેગથી ગતિ કરે છે. આ ગૂંચળું એવી જગ્યામાં છે કે જ્યાં ધન \(z\) દિશામાં ચલિત ચુંબકીય ક્ષેત્ર છે. આ ક્ષેત્રનો ઋણ \(\mathrm{x}\) દિશામાં પ્રવણતા \(10^{-3} \mathrm{~T} / \mathrm{cm}\) છે અને તે સમય સાથે \(10^{-5} \mathrm{~T} / \mathrm{s}\) ના દરે ઘટી રહ્યું છે. જો ગૂંચળાનો અવરોધ \(6 \mathrm{~m} \Omega\) હોય, તો ગરમી સ્વરૂપે ગૂંચળા દ્વારા વિખેરાતી શક્તિ _______ \(\times 10^{-9} \mathrm{~W}\) છે. 2024 અઘરું
  30. 30. \(15 \mathrm{~cm}\) બાજુવાળો એક ચોરસ લૂપ આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(2 \mathrm{~cm} / \mathrm{s}\) ની અચળ ઝડપે જમણી બાજુ ખસેડવામાં આવે છે. તેની આગળની ધાર \(t=0\) સમયે \(50 \mathrm{~cm}\) પહોળા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. \(t=10 \mathrm{~s}\) સમયે લૂપમાં પ્રેરિત emf નું મૂલ્ય _______ હશે.
    2024 અઘરું
  31. 31. \(2.5 \mathrm{~m}\) લંબાઈ અને \(2 \mathrm{~m}\) પહોળાઈની એક લંબચોરસ લૂપને \(60^{\circ}\) ને કોણે \(4 \mathrm{~T}\) મૂલ્યના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી છે. ક્ષેત્રમાંથી \(10 \mathrm{~s}\) માં લુપને દૂર કરવામાં આવે છે. આ સમય દરમિયાન પ્રેરિત થતું સરેરાશ \(emf\)____છે. 2024 અઘરું
  32. 32. \(200\) આંટાવાળી અને \(0.20 \mathrm{~m}^2\) ક્ષેત્રફળ ધરાવતી એક કોઈલને પ્રતિ સેકન્ડ અડધા પરિભ્રમણથી ફેરવવામાં આવે છે અને તેને કોઈલની ભ્રમણ અક્ષને લંબ એવા \(0.01 \mathrm{~T}\) ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. કોઈલમાં ઉત્પન્ન થતો મહત્તમ વોલ્ટેજ \(\frac{2 \pi}{\beta}\) વોલ્ટ છે. \(\beta\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
  33. 33. \(5 \mathrm{~m}\) લંબાઈના એક સમક્ષિતિજ સીધો તાર કે જે પૂર્વથી પશ્રિમ દિશામાં લંબાયેલો (ખેંચાયેલો) છે એ \(0.60 \times 10^{-4} \mathrm{~Wb} \mathrm{~m}^{-2}\) જેટલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ધટકથી કાટકોણે પતન કરે છે. તારમાં પ્રેરીત \(emf\) નું તત્કાલીન મૂલ્ય _______ \(\times 10^{-3} \mathrm{~V}\) છે. 2024 અઘરું
  34. 34. \(60 \mathrm{~cm}\) લંબાઈનો એક સળિયો \(20 \mathrm{rads}^{-1}\) ના નિયમિત કોણીય વેગથી તેના લંબ દ્રીભાજકને અનુલક્ષીને \(0.5 T\) ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા ભ્રમણ અક્ષને સમાંતર છે. સળિયાના બે છેડાઓ વચ્ચે સ્થિતમાનનો તફાવત _______ \(\mathrm{V} \)છે. 2024 અઘરું
  35. 35. \(8 \Omega\) અવરોધ ધરાવતા પરિપથ માંથી પસાર થતું ચુંબકીય ફ્લસ \(\phi\) (વેબરમાં) સમય \(t\) (સેકન્ડમાં) સાથે \(\phi=5 t^2-36 t+1\) અનુસાર બદલાય છે. તો આ પરિપથમાં \(\mathrm{t}=2 \mathrm{~s}\) સમયે પ્રેરિત વિદ્યુત પ્રવાહ _______ \(\mathrm{A}\) છે. 2024 અઘરું
  36. 36. બે ગૂંચળાઓ \(0.002 \mathrm{H}\) અન્યોન્ય પ્રેરણ ધરાવે છે. પ્રથમ ગૂંચળામાં \(i=i_0\) sinwt, જ્યાં \(i_0=5 \mathrm{~A}\) અને \(\omega=50 \pi \mathrm{rad} / \mathrm{s}\), અનુસાર પ્રવાહમાં ફેરફાર થાય છે. બીજા ગૂંચળામાં મહત્તમ emf નું મૂલ્ય \(\frac{\pi}{\alpha} \mathrm{V}\) છે. તો \(\alpha\) નું મૂલ્ય_____છે. 2024 અઘરું
  37. 37. બે વાહક વર્તુળાકાર ગૂંચળાં \(A \) અને \(B\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક જ સમતલમાં તેમના કેન્દ્રો સંપાત થાય તે રીતે મૂકવામાં આવેલ છે. તેમની વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ _______ છે.
    2024 અઘરું
  38. 38. દરેક \(80 \mathrm{~cm}\) ની એવી ત્રણ બ્લેડ (પાંખીયા) ધરાવતો એક સીર્લીંગ ફેન (પંખો) \(1200 \mathrm{rpm}\) ના કોણીય વેગથી ભ્રમણ કરે છે. આ વિસ્તારમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર \(0.5 \mathrm{G}\) જેટલું છે અને ડીપ-કોણ \(30^{\circ}\) છે. પાંખીયાના છેડા વચ્ચે પ્રેરિત \(\mathrm{emf}\) \(N \pi \times 10^{-5} \mathrm{~V}\) મળે છે. \(N\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
  39. 39. એક ચોરસ ગૂંચળું \(\mathrm{PQRS}\) કે જેમાં \(10\) આંટા છે, ક્ષેત્રફળ \(3.6 \times\) \(10^{-3} \mathrm{~m}^2\) અને અવરોધ \(100 \Omega\) છે તેને દર્શાવ્યા મુજબ \(\mathrm{B}=0.5 \mathrm{~T}\) ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાંથી ધીમેથી અને નિયમિતપણે બહાર ખેંચવામાં આવે છે. \(1.0 \mathrm{~s}\) માં ગૂંચળાને ક્ષેત્રમાંથી બહાર ખેંચવામાં થયેલું કાર્ય _______ \(\times 10^{-6} \mathrm{~J}\) છે.
    2024 અઘરું
  40. 40. એક ગૂંચળામાં, પ્રવાહ \(-2 \mathrm{~A}\) થી \(+2 \mathrm{~A}\) માં \(0.2 \mathrm{~s}\) માં બદલાય છે અને \(0.1 \mathrm{~V}\) નો emf પ્રેરિત કરે છે. ગૂંચળાનું આત્મ-પ્રેરકત્વ _______ છે. 2024 અઘરું
  41. 41. એક ગૂંચળું 5000 T ના ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકવામાં આવે છે. જ્યારે ક્ષેત્ર 2 s માં બદલીને 3000 T કરવામાં આવે છે, ત્યારે ગૂંચળામાં 22 V નું પ્રેરિત emf ઉત્પન્ન થાય છે. જો ગૂંચળાનો વ્યાસ 0.02 m હોય, તો ગૂંચળામાં આંટાઓની સંખ્યા _______ છે. 2024 મધ્યમ
  42. 42. એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા \(80 \%\) અને તે \(10 \mathrm{~V}\) અને \(4\ \mathrm{KW}\) પર કાર્ય કરે છે. બે ગૌણ ગૂંચળામાં \(240 \mathrm{~V}\) હોય તો ગૌણ ગૂંચળામાં પ્રવાહ _______ છે. 2024 અઘરું
  43. 43. ઇન્ડક્ટરમાં પ્રવાહ \(\mathrm{I}=(3 \mathrm{t}+8)\) દ્વારા આપવામાં આવે છે, જ્યાં \(t\) સેકન્ડમાં છે. ઇન્ડક્ટરમાં ઉત્પન્ન થતા પ્રેરિત emf નું મૂલ્ય \(12 \mathrm{mV}\) છે. ઇન્ડક્ટરનું આત્મ-પ્રેરકત્વ _______\(\mathrm{mH}\). 2024 અઘરું
  44. 44. \(\ell\) લંબાઈની બાજુ ધરાવતી એક નાની ચોરસ લુપને, \(L\) લંબાઈની બાજુ ધરાવતી એક મોટી ચોરસ લુપની અંદર મૂકેલી છે. \(\left(\mathrm{L}=\ell^2\right)\) આ બંને લુપના કેન્દ્રો સંપાત થાય છે તથા બંને લુપ એક જ સમતલમાં છે. આપેલ તંત્રનું અન્યો અન્ય પ્રેરક્ત્વ \(\sqrt{\mathrm{x}} \times 10^{-7} \mathrm{H}\) હોય તો \(\mathrm{X}=\) _______. 2024 અઘરું
  45. 45. પ્રાથમિક ગૂંચળામાં \(3000\) આંટા ધરાવતા એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને એક પાવર ટ્રાન્સમિશન લાઈન \(2.3 \mathrm{kV}\) નો પાવર (કાર્યત્વરા) આદાન કરે છે. ટ્રાન્સફોર્મર દ્વારા આઉટપુટમાં \(230 \mathrm{~V}\) મળે છે. ટ્રાન્સફોર્મરની પ્રાઈમરીમાં \(5 \mathrm{~A}\) પ્રવાહ અને તેની કાર્યક્ષમતા \(90 \%\) છે. ટ્રાન્સફોર્મરમાં કોપર (ધાતુ)નો તાર વાપરવામાં આવેલ છે. ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પ્રવાહ _______ \(A\) છે. 2024 અઘરું
  46. 46. ટ્રાન્સફોર્મર ગૂંચળામાં પ્રાથમિક ગૂચળું \(220V\) ac ઉદ્દગમ સાથે જોડેલ છે. ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને ગૌણ ગૂંચળાઓ અનુકમે \(100\) અને \(10\) છે. આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાને બે શ્રેણી અવરોધો સાથે જોડેલા છે. આઉટપુટ વોલ્ટેજ \(\left(\mathrm{V}_0\right)\) _______ થશે.
    2024 અઘરું
  47. 47. ટ્રાન્સફોર્મરનું પ્રાથમિક ગૂંચળું \(230 \mathrm{~V}, 50 \mathrm{~Hz}\) ના ઉદગમ સાથે જોડવામાં આવે છે. પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં આંટાના સંખ્યાનો ગુણોત્તર \(10: 1\) છે. ગૌણ ગૂંચળા સાથે જોડાયેલો ભાર અવરોધ \(46 \Omega\) છે. તેમાં વપરાતો પૉવર (કાર્યત્વરા)______છે. 2024 અઘરું
  48. 48. \(1\,m\) લંબાઈનો તાર \(2\,T\) ટેસ્લા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે \(8\,m / s\) વેથી ગતિ કરે છે. તારના બે છેડા વચ્ચે પ્રેરિત \(emf\) નું મૂલ્ય \(........\,V\) થશે. 2023 સરળ
  49. 49. \(1\,m\) લંબાઇનો ધાતુનો સળિયો \(X Y\) આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ પૂર્ણ કરે છે. પરિપથનું સમતલ \(0.15\,T\) ફલકસ ધનતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને લંબ છે. જો સંપૂર્ણ પરિપથનો અવરોધ \(5\, \Omega\) હોય, તો સળિયાને \(4\,m / s\) જેટલી અચળ ઝડપથી દર્શાવેલ દિશામાં ગતિ કરાવવા માટે જરૂરી બળ \(........\,10^{-3}\,N\) હશે.
    2023 મધ્યમ
  50. 50. \(10\,cm\) લંબાઈના ધાતુના સળિયાને \(0.4\,T\) મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે, ત્યારે તેમાં \(0.08\,V\) વીજ ચાલક બળ \((emf)\) પ્રેરિત થાય, તો તેનો વેગ \(........\,ms^{-1}\) હોય. 2023 મધ્યમ

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 149 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ નો કયો ટોપિક સૌથી વધુ પૂછાય છે?

ફેરેડે અને લેન્ઝનો નિયમ, 31 પ્રશ્નો સાથે; ત્યાર બાદ ગતિકીય વિદ્યુતચાલક બળ, 30 પ્રશ્નો સાથે.

STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

7% સરળ, 47% મધ્યમ અને 46% અઘરા.