ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - તરંગો

Doppler's Effect PYQ: JEE Mains Physics પ્રશ્નો

Doppler's Effect પર STD 11 - તરંગો ના 32 પ્રશ્નો, 2013–2023 માં પૂછાયેલા.

32પ્રશ્નો
139STD 11 - તરંગો માં
2013–2023વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 44% મધ્યમ 25% અઘરું 31%

પ્રશ્નો

નવા પહેલા

32 માંથી 1–32 પ્રશ્નો

  1. 1. \(20\,ms ^{-1}\) ના વેગ સાથે એક કાર \(P\) કે જેના હોર્ન દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિની આવૃત્તિ \(400\,Hz\) છે. તે જ દિશામાં એક બીજી કાર \(Q\) પ્રથમ કારની પાછળ \(40\,ms ^{-1}\) ના વેગ સાથે ગતિ કરે છે. કારના મુસાફર દ્વારા સંભળાતી આવૃત્તિ અંદાજિત આવૃત્તિ ........ \(Hz\) છે. [ધ્વનિનો વેગ \(=360\,ms ^{-1}\), લો] 2023 સરળ
  2. 2. એક ટ્રેન \(320\,Hz\) આવૃતિની વ્હિસલના અવાજ સાથે પ્લેટફોર્મ પર ઉભેલા નિરીક્ષક તરફ \(66\,m / s\) ની ઝડપથી ગતિ કરે છે. તો નિરીક્ષકે નોંધેલી આવૃતિ \(.........Hz\) થાય. (ધ્વનિની ઝડપ \(=330\,ms ^{-1}\) ) 2023 સરળ
  3. 3. એક વ્યક્તિ \(15\,m / s\) ની અચળ ઝડપે કાર ચલાવીને શિરોલંબ દિવાલ તરફ જાય છે. વ્યક્તિ તેની કારના હોર્નની આવૃત્તિમાં દીવાલ સાથે અથડાઈને \(40\,Hz\) જેટલો થતો ફેરફાર નોંધે છે. તો હોર્નની આવૃતિ \(......\,Hz\) છે. (ધ્વનિની ઝડપ \(=330\,m / s\) લો) 2023 અઘરું
  4. 4. એક વ્યક્તિ બે ગતિમાન ટ્રેનોનું નિરીક્ષણ કરે છે જેમાંની ટ્રેન \(A\) સ્ટેશન પર દાખલ થાય છે જ્યારે ટ્રેન \(B\) \(30\,m / sec\) ની સમાન ઝડપથી સ્ટેશન પરથી નીકળે છે. જો બંને ટ્રેન \(300\,Hz\) આવૃત્તિવાળો ધ્વનિ ઉત્સર્જિત કરતી હોય તો વ્યક્તિએ નોંધેલ આવૃત્તિનો અંદાજિત તફાવત \(..........\,Hz\) હોય. (ધ્વનિની ઝડપ \(=330\,m / sec\) ) 2023 મધ્યમ
  5. 5. ટ્રેનનું એન્જિન \(10\, ms ^{-1}\) ની ઝડપે \(400\,Hz\) ની આવૃત્તિ ધરાવતી સીટી વગાડીને પ્લેટફોર્મ તરફ ગતિ કરે છે. ટ્રેનની અંદર બેઠેલા મુસાફરને સંભાળાતી આવૃતિ \(..........\,Hz\) છે. (હવાની ઝડપ અવગણ્ય, હવામાં ધ્વાનની ગતિ \(=330\,ms ^{-1}\)) 2023 મધ્યમ
  6. 6. એક અવલોકનકાર \(18\,km/h\) ની ઝડપ સાથે ટેકરી તરફ સાયકલ પ૨ ગતિ કરે છે. તે તેની પાછળ રહેલ  ઉદગમમાંથી સીધો અવાજ સાંભળે છે ઉપરાંત ટેકરીથી પરાવર્તિત અવાજ પણ સાંભળે છે. ઉદગમ દ્વારા ઉત્પન્ન મૂળ આવૃત્તિ \(640\,Hz\) હોય અને હવામાં ધ્વનિનો વેગ \(320\,m / s\) હોય તો અવલોકનકાર દ્વારા આ બે અવાજે (ધ્વનિનો) વચ્ચે સંભળાતા સ્પંદની આવૃત્તિ \(..........Hz\) હશે. 2022 સરળ
  7. 7. એક અવલોકનકાર સ્થિર ધ્વનિ ઉદગમ તરક ધ્વનિના વેગથી પાંચમાં ભાગના વેગ સાથે ગતિ કરે છે. સંભળાતી આવૃત્તિમાં પ્રતિશત ફેરફાર ............ હશે. 2022 મધ્યમ
  8. 8. એક ટેકરી તરફ \(36 \,km / h\) ના વેગ થી ગતિ કરતી ટ્રેન માંથી વાગતી \(320 \,Hz\) આવૃત્તિની સીટીનો પડધો, ટ્રેનના ડ્રાઈવર ને \(Hz\) આવૃત્તિ સાથે સંભળાશે. હવામાં ધ્વનિનો વેગ \(330 \,m / s\) આપેલ છે. 2022 અઘરું
  9. 9. કાર જ્યારે અવલોકનકાર તરફ ગતિ કરે છે ત્યારે હોર્નની આવૃત્તિ \(100\,Hz\) જ્યારે છે તે અવલોકનકારને છોડી દૂર જાય છે ત્યારે \(50\,Hz\) આવૃત્તિ અનુભવાય છે. જ્યારે અવલોકનકાર કાર સાથે જ ગતિ કરતો હોય ત્યારે આવૃત્તિ \(\frac{x}{3}\,Hz\) મળે છે. \(x\) નું મૂલ્ય \(.................\) હશે. 2022 અઘરું
  10. 10. બે કાર \({X}\) અને \({Y}\) એકબીજા તરફ \(36\; {km} / {h}\) અને \(72\; {km} / {h}\) ની ઝડપથી ગતિ કરે છે. કાર \({X}\) માં રહેલ પેસેન્જર સિટી વગાડે છે જે કાર \({Y}\) માં રહેલ પેસેન્જરને \(1320 \;{Hz}\) આવૃતિની સંભળાય છે. જો હવામાં ધ્વનિનો વેગ \(340\; {m} / {s}\) હોય તો સિટી દ્વારા ઉત્પન્ન થતી સાચી આવૃતિ કેટલા \(Hz\) ની હશે? 2021 સરળ
  11. 11. બે મોટરકાર એકબીજા તરફ \(7.2\, km/hr\) ની ઝડપથી ગતિ કરે છે. તેઓ જ્યારે એકબીજાને જોઈને બંને \(676\,Hz\) આવૃત્તિવાળું હોર્ન વગાડે છે. બંને ડ્રાઈવરોને સંભળાતા સ્પંદની આવૃત્તિ ...... \(Hz\) છે. \([\) ધ્વનિની હવામાં વેગ \(340\, m/s\) છે.\(]\) 2021 સરળ
  12. 12. જ્યારે કાર એક શિરોલંબ દીવાલ તરફ ગતિ કરે છે, ત્યારે તેના દ્વારા વગાડાતા હોર્નની આવૃતિમાં ફેરફાર \(400\, {Hz}\) થી \(500\, {Hz}\) છે. જો ધ્વનિની ઝડપ \(330\, {m} / {s}\) હોય, તો કારની ઝડપ (\({km} / {h}\) માં) કેટલી હશે? 2021 સરળ
  13. 13. પવનની ગેરહાજરીમાં સ્ત્રોત અને ડિટેક્ટર જમીનની સાપેક્ષે એકબીજાથી \(20\, {m} / {s}\) ની ઝડપથી દૂર જાય છે. જો સ્ત્રોતમાંથી આવતા ધ્વનિને ડિટેક્ટર \(1800\, {Hz}\) ની આવૃતિ તરીકે પારખતું હોય અને ધ્વનિની હવામાં ઝડપ \(340\, {m} / {s}\) લેવામાં આવે તો સ્ત્રોતની મૂળભૂત આવૃતિ \({Hz}\) માં કેટલી હશે? 2021 સરળ
  14. 14. એક મોટી દીવાલની સામે ગતિ કરતાં એક બસનો ડ્રાઇવર ધરાવતા બસના હોર્નને જ્યારે સાંભળે અને પછી જ્યારે તે દીવાલ સાથે અથડાયને પછી આવે ત્યારે તેની આવૃતિ \(420\, Hz\) થી \(490\, Hz\) બદલાય છે. જો હવામાં ધ્વનિની ઝડપ \(330\, ms ^{-1}\) હોય તો બસની ઝડપ (\(kmh^{-1}\) માં) કેટલી હશે? 2020 અઘરું
  15. 15. એક મોટી દીવાલની સામે ગતિ કરતાં એક કારના ડ્રાઇવર ધરાવતા કારનો હોર્નને જ્યારે સાંભળે અને પછી જ્યારે તે દીવાલ સાથે અથડાયને પછી આવે ત્યારે તેની આવૃતિ \(440\, Hz\) થી \(480\, Hz\) જેટલી બદલાય છે. જો હવામાં ધ્વનિની ઝડપ \(345\, ms ^{-1}\) હોય તો કારની ઝડપ (\(kmh^{-1}\) માં) કેટલી હશે? 2020 મધ્યમ
  16. 16. સ્થિર અવલોકનકાર બે સ્વરકાંટાનો અવાજ સાંભળે છે જેમથી એક અવાજ અવલોકનકાર તરફ આવે છે અને બીજો તેનાથી દૂર જાય છે(તેની ઝડપ અવાજની ઝડપથી ખૂબ ઓછી છે). અવલોકનકાર \(2\;\) સ્પંદ પ્રતિ સેકન્ડ સાંભળે છે.જો દરેક સ્વરકાંટાના દોલનોની આવૃતિ \(v_{0}=1400 \;\mathrm{Hz}\) અને હવામાં ધ્વનિની ઝડપ \(350\; \mathrm{m} / \mathrm{s}\) હોય તો દરેક સ્વરકાંટાની ઝડપ કેટલી હશે? 2020 અઘરું
  17. 17. \(27\, km/hr\) ની ઝડપથી જતી સબમરીન \((B)\) \(18\, km/hr\)ની ઝડપથી જતી સબમરીન \((A)\) નો પીછો કરે છે.\(B\) \(A\) ને શોધવા \(500\, Hz\) નું સોનાર સિગ્નલ મોકલે છે અને \(v\) આવૃતિનો અવાજ મેળવે છે.તો \(v\) ની કિમત કેટલી ... \(Hz\) હશે? (પાણીમાં ધ્વનિની ઝડપ \(= 1500\, ms^{-1}\)) 2019 અઘરું
  18. 18. \(50\,cm\) લંબાઇની એક ખુલ્લી વાંસળીની મદદથી સંગીતકાર દ્વિતીય પ્રસંવાદી ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. ખંડના બીજા છેડા થી એક વ્યક્તિ \(10\, km/h\) ની ઝડપથી આ સંગીતકાર તરફ દોડે છે. જો તરંગની ઝડપ \(330\, m/s\) છે. તો દોડતી વ્યક્તિને સંભળાતી આવૃતિ _____ \(Hz\) ની નજીકની હશે. 2019 સરળ
  19. 19. \(A\) અને \(B\) કાર એકબીજાથી વિરુદ્ધ દિશામાં જમીનની સાપેક્ષે \(20\, ms^{-1}\) ની ઝડપે ગતિ કરે છે.\(A\) કારમાં રહેલ અવલોકનકાર \(B\) કારમાથી આવતા ધ્વનિની આવૃતિ \(2000\, Hz\) નોંધે છે. તો \(B\) માં રહેલ ધ્વનિના ઉદગમની પ્રાકૃતિક આવૃતિ કેટલી .... \(Hz\) હશે? ( હવામાં ધ્વનિની ઝડપ \(= 340\, ms^{-1}\)) 2019 અઘરું
  20. 20. એક ટ્રેન એક સ્થિર અવલોક્નકાર તરફ \(34\, m/s\) ની ઝડપથી ગતિ કરે છે. ટ્રેન સીટી વગાડે છે અને તેની આવૃત્તિ અવલોનકાર દ્વારા \(f_1\) જેટલી નોંધાય છે. હવે જો ટ્રેનની ઝડપ ઘટીને \(17\, m/s\) જેટલી થાય ત્યારે નોંધાતી આવૃત્તિ \(f_2\) છે. જો ધ્વનિની ઝડપ \(340\, m/s\) હોય તો ગુણોત્તર \(\frac{f_1}{f_2}\) કેટલો થશે? 2019 અઘરું
  21. 21. ખુલ્લા મેદાનમાં ઉભેલ એક વ્યક્તિ મેદાન સાથે \(60^o\) નો ખૂણો બનાવી ઉત્તર દિશામાંથી આવતા એક જેટ એરોપ્લેનનો અવાજ સાંભળે છે. પરંતુ તેના સ્થાનથી તેને આ એરોપ્લેન બરાબર શિરોલંબ દેખાય છે. જો \(v\) એ અવાજની ઝડપ હોય તો આ પ્લેનની ઝડપ ______ હશે. 2019 સરળ
  22. 22. \(S_1\) અને \(S_2\) બે ધ્વનિ ઉદગમો સમાન આવૃતિ \(660\, Hz\) ઉત્પન્ન કરે છે.સાંભળનાર \(S_1\) ઉદગમથી \(S_2\) ઉદગમ તરફ \(u\, m/s\) જેટલા અચળ વેગથી ગતિ કરે છે અને તેને \(10\) સ્પંદ સંભળાય છે.હવામાં ધ્વનિની ઝડપ \(330\, m/s\) હોય તો \(u\) કેટલો ... \(m/s\) હશે? 2019 મધ્યમ
  23. 23. \(S\) અવાજ ધરાવતું ઉદગમ \(50\,m/s\) ની ઝડપે સ્થિર અવલોકનકાર તરફ ગતિ કરે છે. ત્યારે અવલોકનકાર \(1000\,Hz\) આવૃતિ માપે છે. ઉદગમ જ્યારે અવલોકનકારને પસાર કરી તેનાથી દૂર જતું હોય ત્યારે તેની આવૃતિ કેટલી ... \(Hz\) થાય? (હવામાં ધ્વનિની ઝડપ \(350\,m/s\) ) 2019 સરળ
  24. 24. સ્થિર ઉદગમ \(500\, Hz\) આવૃતિવાળી ધ્વનિ ઉત્પન્ન કરે છે. બે અવલોકનકાર જે ઉદગમને જોડતી રેખા પર ગતિ કરે છે તે \(480\, Hz\) અને \(530\, Hz\) આવૃતિવાળો અવાજ અનુભવે છે. તેમની ઝડપ \(m\,s^{-1}\) માં અનુક્રમે કેલી હશે? ( ધ્વનિની ઝડપ \(= 300\, m/s\)) 2019 મધ્યમ
  25. 25. બે એંજિન વિરુદ્ધ દિશામાં અચળ \(30\,m/s\) ના વેગથી ગતિ કરે છે. તેમાથી એક હોર્ન વગાડે છે જેની આવૃતિ \(540\,Hz\) છે. બંને એકબીજાને ક્રોસ કરે તે પહેલા બીજા એંજિનના ડ્રાઇવર દ્વારા કેટલા \(Hz\)ની આવૃતિવાળો અવાજ સંભળાશે? ધ્વનિની ઝડપ \(330\,m/sec\) છે. 2016 સરળ
  26. 26. ટોય કાર જે \(5\, m/s\)ના અચળ વેગથી દીવાલથી દૂર તરફ ગતિ કરે છે. જે હોર્ન વગાડે છે. કાર જે તરફ ગતિ કરે છે તે તરફ રહેલ અવલોકનકાર \(5\, \) સ્પંદ સાંભળે છે.જો હવામાં ધ્વનિનો વેગ \(340\, m/s\) હોય તો, ટોય કારે કેટલા \(Hz\) ની આવૃતિ વાળો હોર્ન વગાડયો હશે? 2016 મધ્યમ
  27. 27. ચામાચીડિયું \(10\,ms^{-1}\) ના વેગથી દીવાલ તરફ \(8000\,Hz\) આવૃતિવાળા ધ્વનિના તરંગો મોકલે છે. જે અથડાયને પાછો આવે ત્યારે ચામાચીડિયાને \(f\) આવૃતિવાળા ધ્વનિના તરંગો સંભળાય છે. તો \(f\) નું મૂલ્ય \(Hz\)માં કેટલું હશે? (ધ્વનિની ઝડપ\(= 320\,ms^{-1}\) ) 2015 અઘરું
  28. 28. ધ્વનિનો સ્ત્રોત \(f_0\) આવૃતિવાળો અવાજ ઉત્પન્ન કરે છે. તે અવલોકનકાર તરફ અચળ વેગ \(v_s\) (\(v_s < v\), જ્યાં \(v\) હવામાં ધ્વનિની ઝડપ છે) થી ગતિ કરે છે. જો અવલોકનકાર સ્ત્રોત તરફ \(v_0\) વેગથી ગતિ કરતો હોય તો નીચેનામાંથી બે ગ્રાફમાંથી જેમાં અવલોકનકાર દ્વારા સંભળાતી આવૃતિ \(f\) નો વેગ \(v_0\) સાથેનો આલેખ કયો મળશે?
    2015 સરળ
  29. 29. સીધા પાટા પર \(20\) \(ms^{-1}\) ઝડપથી એક ટ્રેન ગતિ કરે છે.તે \(1000\) \(Hz\) આવૃત્તિ ધરાવતી વ્હિસલ (સિસોટી) વગાડે છે.પાટા પાસે ઊભેલા એક વ્યકિતને ટ્રેન પસાર થાય ત્યારે સંભળાતી આવૃત્તિમાં થતો પ્રત્યાશીત ફેરફાર _________ \(\%\) .( ધ્વનિનો વેગ = \(320\) \(ms^{-1}\) ) ની નજીક થશે. 2015 અઘરું
  30. 30. \(A\) ઉદગમ \(1800\,Hz\) આવૃતિ વાળા ધ્વનિના તરંગો ઉત્પન્ન કરે છે. જે જમીન તરફ \(v\) જેટલા ટર્મિનલ વેગથી પડે છે. જમીન પર રહેલ અવલોકનકાર \(B\), ઉદગમ \(A\) ની નીચે છે જે \(2150\,Hz\) આવૃતિવાળા તરંગો મેળવે છે. તો જમીન સાથે અથડાયને આછા આવતા તરંગો \(A\) ને મળતાં હોય તો તેની આવૃતિ \(Hz\) માં કેટલી હશે? (ધ્વનિનો વેગ\(= 343\,m/s\) ) 2014 સરળ
  31. 31. \(A\) અને \(B\) બે સ્ત્રોત અવાજના તરંગો ઉત્પન્ન કરે છે. શ્રોતા \(C\) બિંદુ આગળ છે. \(A\) બિંદુ આગળ સ્ત્રોતની આવૃતિ \(500\,Hz\) છે. \(A\) હવે \(4\,m/s\) ના વેગથી \(C\) તરફ ગતિ કરે છે. \(C\) બિંદુ આગળ \(6\) સ્પંદ સંભળાય છે. જ્યારે \(A\), \(C\) થી \(4\,m/s\) ના વેગથી દૂર જાય છે ત્યારે \(C\) ને \(18\) સ્પંદ સંભળાય છે. જો ધ્વનિનો ઝડપ  \(340\,m/s\) હોય તો \(B\) સ્ત્રોત આગળ આવૃતિ \(Hz\) માં કેટલી હશે?
    2013 મધ્યમ
  32. 32. એક એંજિન પર્વત પર અચળ વેગથી ચડે છે.જ્યારે તે \(0.9\, km\) અંતરે હોય ત્યારે તે હોર્ન વગાડે છે જેનો પડઘો ડ્રાઇવરને \(5\, seconds\) પછી સંભળાય છે. જો હવામાં ધ્વનિનો વેગ \(330\, m/s\) હોય તો એંજિનનો વેગ \(m/s\) માં કેટલો હશે? 2013 સરળ

STD 11 - તરંગો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં Doppler's Effect ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2023 ના 32 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

Doppler's Effect ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

44% સરળ, 25% મધ્યમ અને 31% અઘરા.