ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો

લેન્સ વડે વક્રીભવન PYQ: JEE Mains Physics પ્રશ્નો

લેન્સ વડે વક્રીભવન પર STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો ના 43 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

43પ્રશ્નો
246STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 9% મધ્યમ 40% અઘરું 51%

પ્રશ્નો

નવા પહેલા

43 માંથી 1–43 પ્રશ્નો

  1. 1. 1.5 વક્રીભવનાંક અને \(f = 18 cm\) કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને પાણીમાં ડૂબાડેલો છે. આપેલા લેન્સની પાણીમાંની કેન્દ્રલંબાઈ અને હવામાંની કેન્દ્રલંબાઈનો તફાવત \(\alpha \times f\) છે. \(\alpha\) નું મૂલ્ય __________છે.
    (પાણીનો વક્રીભવનાંક = 4/3)
    2026 મધ્યમ
  2. 2. દ્વિ-બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક 1.5) ના પાવર અને સમતલ-અંતર્ગોળ લેન્સ (વક્રીભવનાંક 1.7) ના પાવરના મૂલ્યો એકસરખા છે. જો સમતલ-અંતર્ગોળ લેન્સની વક્રતા લેન્સની દ્વિ-બહિર્ગોળ લેન્સના પાર્શ્વ પૃષ્ઠની વક્રતા સાથે એકદમ બરાબર મળતી આવે, તો દ્વિ-બહિર્ગોળ લેન્સના અગ્ર અને પાર્શ્વ પૃષ્ઠની વક્રતાત્રિજ્યાઓનો ગુણોત્તર __________ છે. 2026 સરળ
  3. 3. પાંચ વ્યક્તિઓ P1, P2, P3, P4 અને \(P _5 ;+5 D\) પાવર ધરાવતા એક જ બહિર્ગોળ લેન્સના વસ્તુઅંતર (u) અને પ્રતિબિંબ અંતર (v) ને અનુક્રમે (25,96), (30,62), (35,37), (45,35) અને (50,32) તરીકે નોંધે છે. સાચા વિધાનને ઓળખોઃ 2026 અઘરું
  4. 4. પાતળા લેન્સ દ્વારા રચતા પ્રતિબિંબોના કદ જ્યારે વસ્તુને લેન્સથી બે ભિન્ન સ્થાન 8 cm અને 24 cm પર મૂકવામાં આવે ત્યારે એક સરખા હોય છે. લેન્સની કેન્દ્રલંબાઈ __________ cm છે. 2026 મધ્યમ
  5. 5. 18 km ની ઊંચાઈએથી ડ્રોન કેમેરા વડે એક ભૂમિદૃશ્યનો ફોટોગ્રાફ લેવામાં આવે છે. કેમેરા ફિલ્મનું કદ \(2 \mathrm{~cm} \times 2 \mathrm{~cm}\) છે અને ફોટોગ્રાફ કરાયેલ ભૂમિદૃશ્યનું ક્ષેત્રફળ \(400 \mathrm{~km}^2\) છે. ડ્રોન કેમેરામાં રહેલા લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી છે? 2025 સરળ
  6. 6. 2.5D થી 0.1 D જેટલો પ્રકાશીય પાવર વધતાં લેન્સની કેન્દ્રલંબાઈમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો હશે? ['D' એટલે ડાયોપ્ટર] 2025 મધ્યમ
  7. 7. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક ત્રાંસી વસ્તુ \(A B\) ને બહિર્ગોળ લેન્સની એક બાજુએ મૂકવામાં આવે છે. પ્રતિબિંબ વિરુદ્ધ બાજુએ રચાય છે. પ્રતિબિંબ દ્વારા મુખ્ય અક્ષ સાથે બનાવેલો ખૂણો ________ છે.
    2025 મધ્યમ
  8. 8. એક દ્વિ-બહિર્ગોળ લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા \(1 / 6 \mathrm{~cm}\) જેટલી સમાન છે. જો આ લેન્સને બીજા બહિર્ગોળ લેન્સ વડે બદલવામાં આવે, જેમાં બંને બાજુઓની વક્રતા ત્રિજ્યાઓ ભિન્ન હોય \(\left(R_1 \neq R_2\right)\), અને લેન્સની પાવર (ક્ષમતા) માં કોઈ ફેરફાર ન થાય, તો \(R_1\) અને \(R_2\) નું શક્ય સંયોજન કયું છે? 2025 અઘરું
  9. 9. એક પાતળા બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યાઓ અનુક્રમે 10 cm અને 15 cm છે. લેન્સની કેન્દ્રલંબાઈ 12 cm છે. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો છે? 2025 સરળ
  10. 10. કાચનો બનેલો એક બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક \(=1.5\) ) હવામાં 24 cm કેન્દ્રલંબાઈ ધરાવે છે. જ્યારે તેને પાણીમાં (વક્રીભવનાંક \(=1.33\) ) સંપૂર્ણપણે ડુબાડવામાં આવે છે, ત્યારે તેની કેન્દ્રલંબાઈ બદલાઈને ________ થાય છે. 2025 મધ્યમ
  11. 11. વક્રીભવનાંક 1.6 ધરાવતા લેન્સની હવામાં કેન્દ્રલંબાઈ 12 cm છે. જ્યારે આ લેન્સને પાણીમાં મૂકવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ શોધો.
    (પાણીનો વક્રીભવનાંક 1.28 લો)
    2025 સરળ
  12. 12. \(1.5\)વકીભવનાંકવાળા દ્વિ-બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ \(20 \mathrm{~cm}\) છે. જ્યારે તેને\(1.6\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્ર લંબાઈ__________થશે. 2024 અઘરું
  13. 13. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ \((f)\) માપવાના પ્રયોગમાં, વસ્તુ અંતર \((x)\) અને પ્રતિબિંબ અંતર \((y)\) ના મૂલ્યો લેન્સના કેન્દ્ર બિંદુની સાપેક્ષ (સંદર્ભમાં) માપવામાં આવે છે. આકૃતિમાં \\(\mathrm{y}-\mathrm{x}\) આલેખ દર્શાવવામાં આવેલ છે. લેન્સની કેન્દ્ર લંબાઈ _______ \(\mathrm{cm}\) છે.
    2024 અઘરું
  14. 14. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ \((f)\) માપવાના એક પ્રયોગમાં, વસ્તુના સ્થાન \((u)\) અને પ્રતિબિંબના સ્થાન \((v)\) માટે માપવાના માપપટ્ટીના લઘુતમ માપ અનુક્રમે \(\Delta u\) અને \(\Delta v\) છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈના માપનમાં ત્રુટિ _______ હશે. 2024 અઘરું
  15. 15. એક વસ્તુ અને બહિર્ગોળ લેન્સ દ્વારા ઉત્પન્ન તેની બે ગણી મોટવણી ધરાવતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર \(45 \mathrm{~cm}\) છે. લેન્સની કેંદ્રલંબાઈ _______ \(cm\). છે. 2024 અઘરું
  16. 16. એક વસ્તુ અને તેના બહિર્ગોળ લેન્સ વડે ઉત્પન્ન થતા ત્રણ ગણા મોટા આભાસી પ્રતિબિંબ વચ્ચેનું અંતર \(20 \mathrm{~cm}\) છે. તો વાપરેલ લેન્સની કેન્દ્રલંબાઈ _______ \(\mathrm{cm}\) છે. 2024 અઘરું
  17. 17. નીચે બે વિધાનો આપેલા છે:
    વિધાન (I) : જ્યારે કોઈ વસ્તુને અંતર્ગોળ લેન્સના વક્રતા કેન્દ્ર પર મૂકવામાં આવે છે, ત્યારે પ્રતિબિંબ લેન્સની બીજી બાજુ વક્રતા કેન્દ્ર પર રચાય છે.
    વિધાન (II) : અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી અને ચત્તું પ્રતિબિંબ રચે છે.
    ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
    2024 મધ્યમ
  18. 18. નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\) : જ્યારે પ્રવાહો સમય સાથે બદલાય છે, ત્યારે ન્યૂટનનો ત્રીજો નિયમ ફક્ત ત્યારે જ માન્ય છે જો વિદ્યુતચુંબકીય ક્ષેત્ર દ્વારા વહન થતું વેગમાન ધ્યાનમાં લેવામાં આવે. વિધાન \(II\) : એમ્પિયરનો સર્કિટલ નિયમ બાયોટ-સાવર્ટના નિયમ પર આધાર રાખતો નથી. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો: 2024 અઘરું
  19. 19. પાતળા બહિર્ગોળ લેન્સ માટે, વક્રતા ત્રિજ્યાઓ અનુક્રમે \(15 \mathrm{~cm}\) અને \(30 \mathrm{~cm}\) છે. લેન્સની કેન્દ્રલંબાઈ \(20 \mathrm{~cm}\) છે. પદાર્થનો વક્રીભવનાંક _______ છે. 2024 અઘરું
  20. 20. \(0.2\,cm\) લઘુતમ માપશક્તિ ધરાવતી \(2\,meter\) લાંબી સ્કેલનો ઉપયોગ ઓપ્ટિકલ બેન્ચ પર રહેલા પદાર્થનું સ્થાન માપવા માટે થાય છે . જ્યારે બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ માપવામાં આવે ત્યારે વસ્તુ પિન અને બહિર્ગોળ લેન્સને અનુક્રમે \(80\,cm\) નિશાન અને \(1\,m\) નિશાન પર અનુક્રમે મૂકેલા છે. લેન્સની બીજી બાજુના વસ્તુ પિનનું પ્રતિબિંબ લેન્સની બીજી પ્રતિબિંબ પિન કે જે \(180\,cm\) નિશાન પર છે તેને સાથે સંપાત થાય છે. કેન્દ્રલંબાઈના અંદાજમાં \(\%\) ત્રુટિ કેટલી હશે? 2023 અઘરું
  21. 21. \(1.8\) વક્રીભવનાંક ધરાવતા એક બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા \(20\,cm\) છે. લેન્સની બંને સપાટીઓને હવે \(1.5\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. લેન્સનો હવામાં પાવર અને પ્રવાહીમાં પાવરનો ગુણોત્તર \(x: 1\) છે. \(x\) નું મૂલ્ય ........ છે. 2023 મધ્યમ
  22. 22. હવામાં \(1.5\) વક્રીભવાનાંક અને \(18\,cm\) કેન્દ્ર લંબાઈ ધરાવતા એક બર્હિગોળ લેન્સને પાણીમાં ડૂબાડવામાં આવે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈમાં \(.....cm\) ફેરફાર થશે.  (પાણીનો વક્રીભવનાંક \(=  \frac{4}{3})\) 2023 મધ્યમ
  23. 23. \(2.4\,m\) અંતરે લેન્સની આગળ રાખેલ વસ્તુ માટે તીક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ લેન્સની પાછળ \(12\,cm\) અંતરે રાખેલા પડદા ઉપર મળે છે. \(1.5\)  વક્રીભવનાંક ધરાવતી અને \(1\,cm\) જાડાઈ ધરાવતી કાયની તક્તિ ને લેન્સ અને પડદાની વચ્યે એવી રીતે દાખલ કરવામાં આવે છે કે જેથી કાચની તકતી અને પડદાનાં સમતલ સમાંતર રહે. ફરીવાર પડદા પર તિક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને \(\dots\,m\) અંતર ખસેડવી પડશે. 2022 અઘરું
  24. 24. બહિર્ગોળ લેન્સના એક પ્રયોગમાં, પ્રતિબિંબ અંતર \((v')\) વિરુદ્ધ કેન્દ્રથી મપાયેલ વસ્તુ અંતર \((\mu ')\) માટે \(v'\mu '=225\) આપે છે. જો બધા જ અંતરો \(cm\) એકમમાં માપતા હોય તો લેન્સની કેન્દ્રલંબાઈનું મૂલ્ય \(...........cm\) થશે. 2022 મધ્યમ
  25. 25. એક સમાંતર પ્રકશકિરણને \(30 \,cm\) જેટલો વ્યાસ અને \(1.5\) જેટલો વક્રીભવનાંક ધરાવતા પારદર્શક ગોલીય ગોળા ઉપર પડવા દેવામાં આવે છે. ગોળાના કેન્દ્રથી ............ \(mm\) અંતરે પ્રકાશ કિરણપૂંજ કેન્દ્રિત થશે. 2022 અઘરું
  26. 26. \(3mm\) જાડાઇ અને \(6cm\) વ્યાસ ધરાવતા સમતલ બર્હિગોળ લેન્સમાં પ્રકાશની ઝડપ \( 2\times 10^8 m/sec\) હોય,તો તેની કેન્દ્રલંબાઇ કેટલા ......\(cm\) હશે. 2021 અઘરું
  27. 27. બહિર્ગોળ લેન્સનો વક્રિભવનાંક \(1.4\) છે. જો લેન્સને આટલો જ વક્રીભવનાંક ધરાવતાં માધ્યમમાં મૂકવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે ? લેન્સની વક્રબાજુઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે \(R _{1}\) અને \(R _{2}\) છે તેમ ધારો 2021 મધ્યમ
  28. 28. બહિર્ગોળ વક્રીભૂત સપાટીની સામે હવામાં એક વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ સપાટીની પાછળ \(10\, m\) અંતરે મળે છે. પ્રતિબિંબ વાસ્તવિક અને સપાટીથી વસ્તુ અંતરના \(\frac{2}{3}\) ગણા અંતરે મળે છે. સપાટીમાં પ્રકાશની તરંગલંબાઈ હવા કરતાં \(\frac{2}{3}\) ગણી છે. તો તેની વક્રસપાટીની ત્રિજ્યા \(\frac{ x }{13}\, m\) હોય તો \(x\) નું મૂલ્ય કેટલું હશે? 2021 અઘરું
  29. 29. \(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સના મુખ્યકેન્દ્ર પાસે એક વસ્તુને મૂકવામાં આવે છે. લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી મોટવણી અને પ્રતિબિંબની અંતર શું થાય? 2021 અઘરું
  30. 30. લેન્સથી વસ્તુને \(20\, cm\) અથવા \(10\, cm\) અંતરે રાખવામાં આવે છે ત્યારે બહિર્ગોળ લેન્સ દ્વારા સમાન કદના પ્રતિબિંબો રચાય છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ ........... \(cm\) છે.  2021 અઘરું
  31. 31. બિંદુવત વસ્તુ સમતલ બહિર્ગોળ લેન્સની સામે પડેલ છે.લેન્સની વક્ર સપાટીની ત્રિજ્યા \(30 \;\mathrm{cm}\) અને વક્રીભવનાંક \(1.5\) છે તો લેન્સની કેન્દ્રલંબાઈ (\(\mathrm{cm}\) માં) કેટલી થશે? 2020 મધ્યમ
  32. 32. બંને સપાટીની વક્રતાત્રિજ્યા \(R\) ધરાવતા બહિગોળ લેન્સનો પાવર \(p\) છે તો સમાન દ્રવ્યમાંથી બનાવેલ સમતલ બહિગોળ લેન્સ નો પાવર \(1.5P\) હોય તો તેની વક્રતાત્રિજ્યા ........\(R\) 2020 મધ્યમ
  33. 33. \(f=16\; \mathrm{cm}\) કેન્દ્રલંબાઈ ધરાવતા એક પાતળા લેન્સને (\(\mu = 1.5\)) \(1.42\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે.જો પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ \(f_{l},\)હોય તો \(f_{l} /f\) નો ગુણોત્તર લગભગ કેટલો થશે? 2020 અઘરું
  34. 34. વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર \(100\,cm\) છે. લેન્સના બે સ્થાન માટે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર પડે છે. બે સ્થાન વ્ચ્ચેનું અંતર \(40\,cm\) છે. લેન્સનો પાવર \(\left(\frac{ N }{100}\right) D\) હોય તો \(N\) ........ 2020 અઘરું
  35. 35. \(0.3\, m\) કેન્દ્રલંબાઈના એક બહિર્ગોળ કાચથી \(20\, m\) ના અંતરે એક વસ્તુ મુકેલ છે. આ કાચ વસ્તુનું પ્રતિબિંબ રચે છે. જો આ વસ્તુ \(5 \,m/s\) ની ઝડપ થી કાચથી દૂર તરફ ગતિ કરે, તો પ્રતિબિંબની ઝડપ અને દિશા ______ હશે. 2019 મધ્યમ
  36. 36. \(20\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી \(x_1\) અને \(x_2\) \((x_1 > x_2)\) અંતરે વસ્તુ મુક્તા તેની સમાન મોટવણી \(2\) મળે છે.તો \(x_1\) અને \(x_2\) નો ગુણોત્તર કેટલો થાય? 2019 અઘરું
  37. 37. આંખને \(7.8\, mm\) વક્રતા ત્રિજ્યાના પડદા (cornea) થી એક વક્રીભૂત સપાટી તરીકે લઈ શકાય કે જે \(1\) અને \(1.34\) વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને જુદા પાડે છે. એક સમાંતર પ્રકાશપૂંજ આ વક્રીભૂત સપાટીથી જે અંતર પર કેન્દ્રિત થાય તે અંતર કેટલા .....\(cm\) હશે? 2019 મધ્યમ
  38. 38. કોઈ દ્વિ-બહિર્ગોળ લેન્સ વડે રચાતા વાસ્તવિક પ્રતિબિંબની રચના નીચે દર્શાવેલ છે જો આ આખીય ગોઠવણીને વસ્તુ અને પડદાના સ્થાનને ખલેલ પહોંચાડ્યા (બદલ્યા) વગર પાણીમાં ડૂબાડવામાં આવે તો પડદા પર આપણને શું દેખાશે? 
    2019 મધ્યમ
  39. 39. પાતળા લેન્સ માટે મોટવણી \(m\) વિરુદ્ધ પ્રતિબિંબ અંતર \(v\) નો આલેખ આપેલ છે.તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?
    2019 મધ્યમ
  40. 40. તેજસ્વી પ્રકાશ ઉદગમથી \(10\ cm\) દુર રાખેલ બહિર્ગોળ લેન્સ તેનાથી \(10\ cm\) દુર રાખેલ પડદા પર તીવ્ર (સ્પષ્ટ) પ્રતિબિંબ બનાવે છે. \(1.5\ cm\) જાડાઇવાળા એક કાચના ચોસલા (જેનો વક્રીભવનાંક \(1.5\) છે)ને પ્રકાશ ઉદગમની ઊપર મુકવવામાં આવે છે. ફરી તીવ્ર (સ્પષ્ટ) પ્રતિબિંબ મેળવવા માટે પડદાને \(d\) અંતરે ખસેડવામાં આવે છે. તો \(d\) કેટલો હશે? 2019 અઘરું
  41. 41. એક પડદાથી નિયત(fix) અંતરે વસ્તુ પડેલ છે એક પાતળા લેન્સ ના બે સ્થાન (\(10\, cm\) અંતરે) માટે વસ્તુનું પડદા પર પ્રતિબિંબ મળે છે. આ લેન્સના બે સ્થાન માટે મળતા પ્રતિબિંબ \(3 : 2\)ના પરિમાણમાં મળે છે. તો વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર કેટલા \(cm\) હશે? 2014 અઘરું
  42. 42. \(f\) કેન્દ્રલંબાઇ ધરાવતા એક બહિગોળ લેન્સને ક્રાઉન કાચ \(\left( {\mu = \frac{3}{2}} \right)\)માંથી બનાવવામાં આવે છે.જયારે તેની કેન્દ્રલંબાઇ બે જુદા જુદાં પ્રવાહીમાં માપવામાં આવે છે કે જેમનો વક્રીભવનાંક \(\frac{4}{3}\) અને\(\frac{5}{3}\) છે,ત્યારે તેની કેન્દ્રલંબાઇઓ અનુક્રમે \(f_1\) અને \(f_2\) છે,તો કેન્દ્રલંબાઇનું સાચું સૂત્ર : 2014 મધ્યમ
  43. 43. લેન્સથી \(40\,cm\) અંતરે પડેલી એક ચોરસ પ્લેટનું પ્રતિબિંબ અભિસારી લેન્સ દ્વારા મેળાવવામાં આવે છે. જો આ પ્લેટના પ્રતિબિંબનું ક્ષેત્રફળ પ્લેટના ક્ષેત્રફળ કરતાં \(9\) ગણું મળતું હોય તો લેન્સની કેન્દ્રલંબાઈ (\(cm\) માં) કેટલી કેટલી હશે? 2013 અઘરું

STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં લેન્સ વડે વક્રીભવન ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 43 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

લેન્સ વડે વક્રીભવન ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

9% સરળ, 40% મધ્યમ અને 51% અઘરા.