ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - ગતિવાદ

વાયુના નિયમો PYQ: JEE Mains Physics પ્રશ્નો

વાયુના નિયમો પર STD 11 - ગતિવાદ ના 12 પ્રશ્નો, 2021–2026 માં પૂછાયેલા.

12પ્રશ્નો
162STD 11 - ગતિવાદ માં
2021–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 17% મધ્યમ 50% અઘરું 33%

પ્રશ્નો

નવા પહેલા

12 માંથી 1–12 પ્રશ્નો

  1. 1. 2.9 cm3 કદનો હવાનો પરપોટો 5 m ઉંડા સ્વિમીંગ પુલ (તરવાના હોજ)ના તળિયેથી ઉપર આવે છે. હોજના તળિયે પાણીનું તાપમાન 17 °C છે. જ્યારે પરપોટો સપાટી પર પહોંચે જ્યાંનું તાપમાન 27°C છે, પરપોટાનું કદ _____________ cm3 થશે.
    (g = 10 m/s2, પાણીની ઘનતા = 103 kg/m3, અને 1 વાતાવરણ દબાણ = 105 Pa)
    2026 અઘરું
  2. 2. \(60 cm^3\) કદનો એક અવાહક નળાકાર \(27^{\circ} C\) તાપમાન અને 2 વાતાવરણના દબાણે એક વાયુથી ભરેલો છે. ત્યારબાદ આ વાયુને તાપમાન \(77^{\circ} C\) સુધી વધવા દઈ \(20 cm^3\) જેટલું અંતિમ કદ કરવા માટે સંકુચિત કરવામાં આવે છે. તો અંતિમ દબાણ ________ વાતાવરણ દબાણ છે. 2026 મધ્યમ
  3. 3. બંધ નળાકારમાં ભરેલો નિશ્ચિત દળનો વાયુ 3.23 kPa દબાણે \(50^{\circ} C\) તાપમાન ધરાવે છે.હવે વાયુને તેનું તાપમાન બમણું. કરવા માટે ગરમ કરવામાં આવે છે. તો સુધારેલું દબાણ __________ Pa છે. 2026 અઘરું
  4. 4. અચળ કદના એક પાત્રમાં \(27^{\circ} \mathrm{C}\) તાપમાને વાયુ ભરેલો છે. વાયુનું દબાણ બમણું કરવા માટે, વાયુનું તાપમાન વધારીને ______ \({ }^{\circ} \mathrm{C}\) કરવું જોઈએ. 2025 સરળ
  5. 5. બંધ પાત્રમાં રહેલા આદર્શ વાયુનું દબાણ જ્યારે તેને \(1^{\circ} \mathrm{C}\) ગરમ કરવામાં આવે છે ત્યારે \(0.4 \%\) વધે છે. તેનું પ્રારંભિક તાપમાન કેટલું હોવું જોઈએ? 2025 સરળ
  6. 6. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ નિમ્ન ઘનતા ધરાવતા વાયુઓ \(A,B,C\)માટે તેમનું કદ અચળ રહે તે સ્થિતિમાં: દબાણ વિરુદ્ધ તાપમાનના આલેખો દોરેલા છે.બિંદુ \(K\) ને અનુરૂપ તાપમાન \(.........\,{}^{\circ}\,C\) થશે.
    2023 મધ્યમ
  7. 7. એક બંધ પાત્રમાં ભરેલા વાયુને \(1{ }^{\circ} C\) તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે તેનું દબાણ \(0.4 \%\) જેટલું વધે છે. વાયુનું પ્રારંભિક તાપમાન ..........\(K\) હશે. 2022 મધ્યમ
  8. 8. એક પાત્રમાં પ્રમાણીત તાપમાને અને દબાણે \(16 \,g\) હાઈડ્રોજન અને \(128 \,g\) ઓકિસજન ભરેલા છે. પાત્રનું \(cm ^{3}\) માં કદ ..........છે. 2022 મધ્યમ
  9. 9. હાઈડ્રોજન અને ઓક્સિજનનાં મિશ્રણનું કદ \(2000 \,cm ^{3}\), તાપમાન \(300 \,K\) દબાણ \(100 \,kPa\) અને દળ \(0.76\) છે. મિશ્રણમાં હાઈડ્રોજનના મોલની સંખ્યા અને ઓક્સિજનના મોલની સંખ્યાનો ગુણોત્તર ........... હશે. [વાયુ નિયાતાંક \(R =8.3 \,JK ^{-1} mol ^{-1}\) છે.] 2022 મધ્યમ
  10. 10. \(4.0 \times 10^{-3} \,{m}^{3}\) કદ ધરાવતા નળાકાર પાત્રમાં એક મોલ હાઇડ્રોજન અને બે મોલ કાર્બન ડાયોક્સાઈડ વાયુ ભરેલો છે. મિશ્રણનું તાપમાન \(400 \,{K}\) હોય તો મિશ્રણનું દબાણ કેટલું હશે? [વાયુ અચળાંક \(8.3\, {J} {mol}^{-1} {K}^{-1}\) લો] 2021 મધ્યમ
  11. 11. એક બલૂન સામાન્ય દબાણે અને \(27^{\circ} {C}\) તાપમાને \(185\;{kg}\)નું દળ ઉચકાવી શકે છે. જ્યાં \(45 \;{cm}\) બેરોમિટરનું દબાણ અને \(-7^{\circ} {C}\) તાપમાન હોય ત્યાં તે કેટલું દળ (\({kg}\) માં) ઊંચકી શકે? કદને અચળ ધારો. (in \({kg}\)) 2021 અઘરું
  12. 12. હાઇડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણનું કદ \(500\, {cm}^{3}\), તાપમાન \(300\, {K}\), દબાણ \(400\, {kPa}\) અને દળ \(0.76\, {g}\) છે. ઓક્સિજન અને હાઇડ્રોજનના દળનો ગુણોત્તર કેટલો થાય? 2021 અઘરું

STD 11 - ગતિવાદ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં વાયુના નિયમો ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2021–2026 ના 12 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

વાયુના નિયમો ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

17% સરળ, 50% મધ્યમ અને 33% અઘરા.