ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર

સ્પ્રિંગ બળ અને સ્પ્રિંગની સ્થિતિઊર્જા વડે થતું કાર્ય PYQ: JEE Mains Physics પ્રશ્નો

સ્પ્રિંગ બળ અને સ્પ્રિંગની સ્થિતિઊર્જા વડે થતું કાર્ય પર STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર ના 11 પ્રશ્નો, 2019–2026 માં પૂછાયેલા.

11પ્રશ્નો
190STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર માં
2019–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 45% અઘરું 55%

પ્રશ્નો

નવા પહેલા

11 માંથી 1–11 પ્રશ્નો

  1. 1. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 100 g અને 200 g દળવાળા બે બ્લોક સ્પ્રિંગ A અને B ના છેડે જોડેલા છે. A માં સંગ્રહિત ઊર્જા E છે. જ્યારે A અને B ના સ્પ્રિંગ અચળાંક \(k _{ A }, k _{ B }\) અનુક્રમે \(4 k _{ A }=3 k _{ B }\) સંબંધને સંતોષે છે, ત્યારે B માં સંગ્રહિત ઊર્જા કેટલી હશે:
    image
    2026 મધ્યમ
  2. 2. \(3 \mathrm{~N}\) તણાવ હેઠળ રહેલ સ્થિતિસ્થાપક સ્પ્રિંગ ની લંબાઈ \(a\) જેટલી છે. \(2 \mathrm{~N}\) તણાવ હેઠળ તેની લંબાઈ \(b\) થાય છે. તેની લંબાઈ \((3 a-2 b)\) થાય માટે જરૂરી તણાવ _______ \(\mathrm{N}\) થશે. 2024 અઘરું
  3. 3. ઉપરની આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બ્લોકને ઢાળવાળા સમતલના ટોચ પરથી માત્ર છોડવામાં આવે છે. જ્યારે બ્લોક સ્પ્રિંગને અથડાય છે ત્યારે સ્પ્રિંગમાં મહત્તમ સંકોચન _______ છે.
    2024 અઘરું
  4. 4. એક બ્લોકને સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે બાંધવામાં આવેલ છે. બ્લોકને ઘર્ષણરહિત સપાટી ઉપર \(t=0\) સમયે વિરામ સ્થિતિમાંથી સમતોલન સ્થિતિમાં \(x=0\) માંથી \(x=10\,cm\) જેટલો ખેંચવામાં આવે છે. \(x=5\,cm\) આગળ બ્લોકની ઊર્જા \(0.25\,J\) છે. સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક \(............Nm ^{-1}\) હશે. 2023 મધ્યમ
  5. 5. \(0.5\, kg\) દળ અને \(12\, m / sec\) જેટલી પ્રારંભિક ઝડપ સાથે ગતિ કરતું ચોસલું તેની ઝડ૫ અડધી થાય તે પહેલાં એક સ્પ્રિંગ ને \(30\, cm\) જેટલી દબાવે છે. સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક........\(N / m\) હશે. 2022 મધ્યમ
  6. 6. \(100\, g\) દળ ધરાવતા એક દડાને એક પ્લેટફોર્મ (આધાર) કે જે શિરોલંબ સ્પ્રિંગ ઉપર જડવામાં આવેલું છે, પરથી \(h =10 cm\) થી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) છોડવામાં આવે છે. દડો પ્લેટફોર્મ ઉપર રહે છે અને પ્લેટફોર્મ \(\frac{h}{2}\) જેટલું દબાય છે. સ્પ્રિંગ અચળાંક......\(Nm ^{-1}\) હશે  ( \(g=10 ms ^{-2}\) લો.)
    2022 મધ્યમ
  7. 7. \(4\, kg\), નો પદાર્થ  \(10\, ms ^{-1}\) ના વેગથી લંબાઈ  \(8\, m\) અને \(100\, Nm ^{-1}\).બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે અથડાતાં સ્પ્રિંગની લંબાઈ \(x\, m\) થાય તો \(x\) 2021 મધ્યમ
  8. 8. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(100\, {N} / {m}\) બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગવાળી બંદૂકમાં  \(100\, {g}\) નો નાનો બોલ \(B\) મૂકીને સ્પ્રિંગને \(0.05\, {m}\) જેટલી દબાવીને મુક્ત કરવામાં આવે છે. જમીન પર તેનાથી \(d\) અંતરે એક બોક્સ મૂકવામાં આવે છે કે જેથી દડો બોક્સમાં પડે. જો બોલ બંદૂકમાંથી જમીનથી \(2\, {m}\) ઊંચાઈ સમક્ષિતિજ દિશામાં છોડવામાં આવે છે. તો \(d\) નું મૂલ્ય (\(m\) માં) કેટલું હશે? \(\left(g=10\, {m} / {s}^{2}\right)\)
    2021 અઘરું
  9. 9. બે સમાન દળ \(m\) ધરાવતા બ્લોક \(A\) અને \(B\) સમક્ષિતિજ સપાટી પર \(L\) લંબાઈ અને \(K\) બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગથી જોડેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ત્રીજો \(m\) દળનો બ્લોક \(C\) એ \(v\) વેગથી \(A\) ને અથડાય છે. તો સ્પ્રિંગનું મહતમ સંકોચન કેટલું થાય?
    2021 અઘરું
  10. 10. \(100\, m\) ઊંચાઈએ થી \(1\,kg\) દળ ધરાવતા પદાર્થને એક \(3\, kg\) દળ ધરાવતા આધાર (platform) , કે જે \(k=1.25 \times 10^6\,N/m\) જેટલા સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ પર સ્થાપેલ છે, તેના પર મુક્ત પતન કરાવવામાં આવે છે. પદાર્થ આધાર સાથે જોડાઈ જાય છે અને સ્પ્રિંગનું મહત્તમ સંકોચન \(x\) જેટલું માલુમ પડે છે. \(g=10\, ms^{-2}\) લઇ \(x\) નું મૂલ્ય કેટલા ............ \(\mathrm{cm}\) થશે? 2019 અઘરું
  11. 11. \(m\) દળ ધરાવતા એક ચોસલાને \(k\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી એક દળરહિત સ્પ્રિંગ વડે જોડવામાં આવેલ છે. આ ચોસલાને લીસી સમક્ષિતિજ સપાટી પર મુકવામાં આવે છે અને સ્પ્રિંગના બીજા છેડાને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જડવામાં આવેલ છે. જો અચળ બળથી ચોસલાને ખેંચવામાં આવે તો ચોસલા દ્વારા ધારણ કરવામાં આવતી મહત્તમ ઝડ૫ _______ થાય.
    2019 અઘરું

STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં સ્પ્રિંગ બળ અને સ્પ્રિંગની સ્થિતિઊર્જા વડે થતું કાર્ય ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2019–2026 ના 11 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

સ્પ્રિંગ બળ અને સ્પ્રિંગની સ્થિતિઊર્જા વડે થતું કાર્ય ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

0% સરળ, 45% મધ્યમ અને 55% અઘરા.