ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ

ગતિકીય વિદ્યુતચાલક બળ PYQ: JEE Mains Physics પ્રશ્નો

ગતિકીય વિદ્યુતચાલક બળ પર STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ ના 30 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

30પ્રશ્નો
149STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 3% મધ્યમ 40% અઘરું 57%

પ્રશ્નો

નવા પહેલા

30 માંથી 1–30 પ્રશ્નો

  1. 1. \(L\) લંબાઈનો એક ધાતુનો સળિયો ઉગમબિંદુ પરના તેના એક છેડાની આસપાસ નિયમિત કોણીય વેગ \(\omega\) સાથે ભ્રમણ કરે છે. ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી રીતે \(B(r) = B_0 e^{-\lambda r}\) મુજબ ઘટે છે; જ્યાં \(\lambda\) એક ધન અચળાંક છે. પ્રેરિત emf (સળિયામાંના ઇલેક્ટ્રોન પર લાગતા કેન્દ્રગામી બળને અવગણતા) છે : 2026 અઘરું
  2. 2. ધારોકે 100 cm લંબાઈ, 2 cm ત્રિજ્યા અને એકમ લંબાઈ દીઠ 500 આંટા ધરાવતું એક સોલેનોઈડ \(I=10 \sin (\omega t ) A\) પ્રવાહનું વહન કરે છે, જ્યાં \(\omega=1000\) રેડિયન/સેકન્ડ છે. સોલેનોઈડમાંથી 1 cm ત્રિજ્યાની વર્તુળાકાર વાહક લૂપ (B) v = 1 cm/s ની ઝડપે સમઅક્ષીય રીતે સરકે છે. જ્યારે લૂપ B ને સોલેનોઈડની અંદર 10 cm દાખલ કરવામાં આવે ત્યારે તેમાંથી વહેતો r.m.s પ્રવાહ \(\alpha / \sqrt{2} \mu A\) છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે.
    [લૂપનો અવરોધ = \(10 \Omega\) ]
    2026 અઘરું
  3. 3. 0.4 T નું એક સમાન ચુંબકીય ક્ષેત્ર 20 cm ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર તાંબાની તકતીને લંબ રૂપે પ્રવર્તે છે. આ તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીને લંબ રૂપે આવેલી અક્ષને અનુલક્ષીને \(10 \pi \mathrm{rad} \mathrm{s}^{-1}\) જેટલા નિયમિત કોણીય વેગથી ભ્રમણ કરે છે. તકતીની અક્ષ અને તેની ધાર (કિનારી) વચ્ચે કેટલો સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવશે? \((\pi=3.14)\) 2025 મધ્યમ
  4. 4.

    આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વાહક સળિયો બે વાહક રેલ પર ગતિ કરે છે. એક સમાન ચુંબકીય ક્ષેત્ર B પાનાની અંદર તરફ અસ્તિત્વ ધરાવે છે. સળિયો સમય \(t=0\) પર શિરોબિંદુ પરથી અચળ વેગથી ગતિ કરવાનું શરૂ કરે છે. જો પ્રેરિત EMF \(\mathrm{E} \propto \mathrm{t}^{\mathrm{n}}\) હોય, તો n નું મૂલ્ય ________ છે.
    2025 મધ્યમ
  5. 5. પ્રત્યેક \(\operatorname{arm} 10 \mathrm{~cm}\) લંબાઈનો વાહક તાર ABCDE, તેની સમતલને લંબરૂપે, \(\frac{1}{\sqrt{2}}\) ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલો છે. જ્યારે વાહકને \(10 \mathrm{~cm} / \mathrm{s}\) ના અચળ વેગથી જમણી તરફ ખેંચવામાં આવે છે, ત્યારે બિંદુઓ A અને E વચ્ચે પ્રેરિત emf _____ mV છે.
    2025 અઘરું
  6. 6. \(12 \mathrm{~cm}\) અને \(5 \mathrm{~cm}\) બાજુઓવાળું એક લંબચોરસ ગૂંચળું, જેની બાજુઓ અનુક્રમે \(x\)-અક્ષ અને \(y\)-અક્ષને સમાંતર છે, તે ધન \(\mathrm{x}\) અક્ષની દિશામાં \(5 \mathrm{~cm} / \mathrm{s}\) ના વેગથી ગતિ કરે છે. આ ગૂંચળું એવી જગ્યામાં છે કે જ્યાં ધન \(z\) દિશામાં ચલિત ચુંબકીય ક્ષેત્ર છે. આ ક્ષેત્રનો ઋણ \(\mathrm{x}\) દિશામાં પ્રવણતા \(10^{-3} \mathrm{~T} / \mathrm{cm}\) છે અને તે સમય સાથે \(10^{-5} \mathrm{~T} / \mathrm{s}\) ના દરે ઘટી રહ્યું છે. જો ગૂંચળાનો અવરોધ \(6 \mathrm{~m} \Omega\) હોય, તો ગરમી સ્વરૂપે ગૂંચળા દ્વારા વિખેરાતી શક્તિ _______ \(\times 10^{-9} \mathrm{~W}\) છે. 2024 અઘરું
  7. 7. \(15 \mathrm{~cm}\) બાજુવાળો એક ચોરસ લૂપ આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(2 \mathrm{~cm} / \mathrm{s}\) ની અચળ ઝડપે જમણી બાજુ ખસેડવામાં આવે છે. તેની આગળની ધાર \(t=0\) સમયે \(50 \mathrm{~cm}\) પહોળા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. \(t=10 \mathrm{~s}\) સમયે લૂપમાં પ્રેરિત emf નું મૂલ્ય _______ હશે.
    2024 અઘરું
  8. 8. \(2.5 \mathrm{~m}\) લંબાઈ અને \(2 \mathrm{~m}\) પહોળાઈની એક લંબચોરસ લૂપને \(60^{\circ}\) ને કોણે \(4 \mathrm{~T}\) મૂલ્યના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી છે. ક્ષેત્રમાંથી \(10 \mathrm{~s}\) માં લુપને દૂર કરવામાં આવે છે. આ સમય દરમિયાન પ્રેરિત થતું સરેરાશ \(emf\)____છે. 2024 અઘરું
  9. 9. \(5 \mathrm{~m}\) લંબાઈના એક સમક્ષિતિજ સીધો તાર કે જે પૂર્વથી પશ્રિમ દિશામાં લંબાયેલો (ખેંચાયેલો) છે એ \(0.60 \times 10^{-4} \mathrm{~Wb} \mathrm{~m}^{-2}\) જેટલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ધટકથી કાટકોણે પતન કરે છે. તારમાં પ્રેરીત \(emf\) નું તત્કાલીન મૂલ્ય _______ \(\times 10^{-3} \mathrm{~V}\) છે. 2024 અઘરું
  10. 10. \(60 \mathrm{~cm}\) લંબાઈનો એક સળિયો \(20 \mathrm{rads}^{-1}\) ના નિયમિત કોણીય વેગથી તેના લંબ દ્રીભાજકને અનુલક્ષીને \(0.5 T\) ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા ભ્રમણ અક્ષને સમાંતર છે. સળિયાના બે છેડાઓ વચ્ચે સ્થિતમાનનો તફાવત _______ \(\mathrm{V} \)છે. 2024 અઘરું
  11. 11. દરેક \(80 \mathrm{~cm}\) ની એવી ત્રણ બ્લેડ (પાંખીયા) ધરાવતો એક સીર્લીંગ ફેન (પંખો) \(1200 \mathrm{rpm}\) ના કોણીય વેગથી ભ્રમણ કરે છે. આ વિસ્તારમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર \(0.5 \mathrm{G}\) જેટલું છે અને ડીપ-કોણ \(30^{\circ}\) છે. પાંખીયાના છેડા વચ્ચે પ્રેરિત \(\mathrm{emf}\) \(N \pi \times 10^{-5} \mathrm{~V}\) મળે છે. \(N\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
  12. 12. એક ચોરસ ગૂંચળું \(\mathrm{PQRS}\) કે જેમાં \(10\) આંટા છે, ક્ષેત્રફળ \(3.6 \times\) \(10^{-3} \mathrm{~m}^2\) અને અવરોધ \(100 \Omega\) છે તેને દર્શાવ્યા મુજબ \(\mathrm{B}=0.5 \mathrm{~T}\) ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાંથી ધીમેથી અને નિયમિતપણે બહાર ખેંચવામાં આવે છે. \(1.0 \mathrm{~s}\) માં ગૂંચળાને ક્ષેત્રમાંથી બહાર ખેંચવામાં થયેલું કાર્ય _______ \(\times 10^{-6} \mathrm{~J}\) છે.
    2024 અઘરું
  13. 13. \(1\,m\) લંબાઈનો તાર \(2\,T\) ટેસ્લા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે \(8\,m / s\) વેથી ગતિ કરે છે. તારના બે છેડા વચ્ચે પ્રેરિત \(emf\) નું મૂલ્ય \(........\,V\) થશે. 2023 સરળ
  14. 14. \(1\,m\) લંબાઇનો ધાતુનો સળિયો \(X Y\) આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ પૂર્ણ કરે છે. પરિપથનું સમતલ \(0.15\,T\) ફલકસ ધનતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને લંબ છે. જો સંપૂર્ણ પરિપથનો અવરોધ \(5\, \Omega\) હોય, તો સળિયાને \(4\,m / s\) જેટલી અચળ ઝડપથી દર્શાવેલ દિશામાં ગતિ કરાવવા માટે જરૂરી બળ \(........\,10^{-3}\,N\) હશે.
    2023 મધ્યમ
  15. 15. \(10\,cm\) લંબાઈના ધાતુના સળિયાને \(0.4\,T\) મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે, ત્યારે તેમાં \(0.08\,V\) વીજ ચાલક બળ \((emf)\) પ્રેરિત થાય, તો તેનો વેગ \(........\,ms^{-1}\) હોય. 2023 મધ્યમ
  16. 16. \(20\,cm\) લંબાઈનો ધાતુનો એક સળિયો તેના એક છેડામાંથી પસાર થતી અક્ષને લંબરૂપે \(210\,rpm\) વડે ભ્રમણ કરે છે. સળિયાની બીજો છેડો ધાતુની વર્તુળાકાર રીગ સાથે સંપર્ક ધરાવે છે. અક્ષને સમાંતર \(0.2\,T\) મૂલ્યનું અચળ અને સમાન ચુંબકીય ક્ષેત્ર પ્રત્યેક સ્થાન અસ્તિત્વ ધરાવે છે. કેન્દ્ર અને રિંગ વચ્ચે રચાતું \(emf\) ........\(mV\) છે. \(\left(\pi=\frac{22}{7}\right)\) 2023 મધ્યમ
  17. 17. ગુંચળામાંથી પ્રેરિત થતા \(emf\) માટે \(A\). સમાન ઝડપે ગૂંચળું સમાન ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે. \(B\). અસમાન ઝડપે ગૂંયળું સમાન ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે. \(C\). સમાન ચુંબકીયક્ષેત્રમાં ગુંચળું ફરે છે. \(D\). સમાન ચુંબકીયક્ષેત્રમાં ગુંચળાનું ક્ષેત્રફળ બદલાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
  18. 18. \(1 \,m\) લાંબા ધાત્વીય સુવાહકને તેના એક છેડાથી \(5 \,rad s ^{-1}\) ના કોણીય વેગથી શિરોલંબ રીતે ઉર્ધ્વ સમતલમાં પૂર્વ-પશ્ચિમ દિશાને સમાંતર ભ્રમણ કરાવવામાં આવ છે. જો પૃથ્વીના યુંબકત્વની સમક્ષિતિજ ઘટક \(0.2 \times 10^{-4} \,T\) હોય તો વાહકના બે છેડાઓ વચ્ચે પ્રેરિત સરેરાશ \(emf\) ........ હશે. 2022 મધ્યમ
  19. 19. \(10\, m\) ફેલાયેલી પાંખો ધરાવતું વિમાન, સમક્ષિતીજ દિશામાં \(180\, km/h\)ની ઝડપથી ગતિ કરે છે. આ વિસ્તારમાં કુલ પૃથ્વી (ચુંબકીય) ક્ષેત્ર \(2.5 \times 10^{-4}\, Wb / m ^{2}\) અને નમન કોણ (angle of dip) \(60^{\circ}\) છે. પૃથ્વીની પાંખોના અંત્યબિંદુઓ વચ્ચે પ્રેરીત વિજ ચાલક બળ \((emf)\) .........\(mV\) હશે. 2021 મધ્યમ
  20. 20. \(20\, {cm}\) બાજુવાળી અને \(1\, \Omega\) અવરોધ ધરાવતી ચોરસ લૂપ \({v}_{0}\) જેટલી અચળ ઝડપથી જમણી બાજુ ગતિ કરે છે. લૂપની જમણી બાજુ \(5\, {T}\) ના મૂલ્યનું એકસમાન ચુંબકીયક્ષેત્ર છે. આ ક્ષેત્ર લૂપના સમતલને લંબ અને અંદર તરફની દિશામાં છે. આ લૂપ દરેક \(4\, \Omega\) અવરોધ ધરાવતા નેટવર્ક સાથે જોડાયેલ છે. લૂપમાંથી \(2\, {mA}\) ના અચળ પ્રવાહનું વાહન કરાવવા માટે \(v_{0}\) નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
    2021 અઘરું
  21. 21. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબચોરસ વાહકની બાજુ \(PQ\) ની ગતિ \(x=0\) થી \(x=2b\) બહાર તરફ અને \(x=2 b\) થી \(x=0\) અંદર તરફ છે. એકસમાન ચુંબકીયક્ષેત્ર સમતલને લંબ \(x=0\) થી \(x=b\) સુધીમાં વર્તે છે. તો અંતર સાથે અલગ અલગ રાશિના ફેરફારના ગ્રાફ આપેલા છે તેને ઓળખો. 
    2021 અઘરું
  22. 22. એક વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }= B _{0}\left(\frac{ x }{ a }\right) \,\hat{ k }\) વડે અપાય છે. \(d\) બાજુ ધરાવતાં એક ચોરસ ગાળાને તેની બાજુઓ \(x\) અને \(y\) અક્ષ પર રહે તેમ મૂકવામાં આવે છે. ગાળાને અચળ વેગ \(\overrightarrow{ v }= v _{0} \hat{ i }\) થી ગતિ કરાવવામાં આવે છે. ગાળામાં પ્રેરિત \(emf\) ....... હશે.
    2021 અઘરું
  23. 23. \({x}\,>\,0\) વિસ્તારમાં \(1 \,{T}\) જેટલું અચળ ચુંબકીયક્ષેત્ર લગાવવામાં આવે છે. \(1 \,{m}\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રિંગ \(1 \,{m} / {s}\) aના વેગથી \(x-\) અક્ષ પર ગતિ કરે છે. \(t=0s\) સમયે તેનું કેન્દ્ર \({x}=-1 \,{m}\) પર છે. \(t=1\, s\) સમયે તેમાં ઉદ્ભવતો \(emf\) (\({V}\) માં) કેટલો હશે? (રિંગનો વેગ બદલાતો નથી તેમ ધારો) (In \({V}\))
    2021 અઘરું
  24. 24. \(I\) પ્રવાહ ધારિત તાર, એક બાજુ ખૂલ્લી લંબચોરસ ફ્રેમ અને વાહક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. \(l\) લંબાઈ અને અવરોધ \(R\) ધરાવતો વાહક નો વેગ \(V\) છે.તો લૂપમાં ઉદભવતો પ્રવાહ એ વાહક અને અનંતલંબાઈ તાર વચ્ચેનું અંતર \(r\) ના વિધેય તરીકે
    2020 અઘરું
  25. 25. \(2\, cm\) બાજુની લંબાઈ ધરાવતા એક નક્કર ધાતુનો ઘન,ધન \(y -\) દિશામા \(6\, m/s\) જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. ધન  \(z-\) દિશામા \(0.1\,T\) પ્રબળતા ધરાવતું એક સમાંગી ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે. \(x-\) અક્ષને લંબ તેવી ઘનની બે બાજુઓ વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલા ......\(mV\) હશે? 2019 મધ્યમ
  26. 26. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(5\, cm\) બાજુ ધરાવતા એક ચોરસ ગુચળા \(L\) ને અવરોધો સાથે જોડેલ છે.આખું તંત્ર જમણી બાજુ \(1\, cms^{-1}\) ની અચળ ઝડપથી ગતિ કરે છે.કોઈ એક સમયે \(L\) નો અમુક ભાગ તેના સમતલને લંબ \(1\, T\) જેટલા ચુંબકીય ક્ષેત્રમાં છે .જો \(L\) નો અવરોધ \(1.7\,\Omega \) હોય તો તે સમયે લૂપમાથી પસાર થતો પ્રવાહ કેટલા ......\(\mu A\) હશે?
    2019 અઘરું
  27. 27. કોઈ \(10\, m\) લાંબો સમક્ષિતિજ તાર કે જે ઉત્તર-પૂર્વથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં ખેંચાયેલો હોય અને પૃથ્વીના \(0.3\times 10^{-4}\,Wb/m^2\) ના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને કાટકોણે \(5.0\, ms^{-1}\) ની ઝડપથી પતન કરે છે. પ્રેરિત \(emf\) નું તત્ક્ષણિક મૂલ્ય કેટલું હશે. 2019 મધ્યમ
  28. 28. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમક્ષિતિજ સાથે \(\theta\) ખૂણે અને \(l\) અંતરે રહેલ પાટા પર \(m\) દળનો સળિયો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરે છે. પાટાનાં તળિયે એક \(R\) અવરોધ જોડેલો છે. પાટાનાં સમતલને લંબ એકસમાન ચુંબકીયક્ષેત્ર \(B\) છે. તો કોપરના સળિયાનો ટર્મિનલ વેગ કેટલો થાય?
    2018 અઘરું
  29. 29. \(10\, cm\) બાજુની લંબાઇ ધરાવતી ચોરસ ફ્રેમ અને લાંબો તાર જેમથી \(1\, A\) પ્રવાહ વહે છે તેને કાગળના સમતલમાં મૂકેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફ્રેમ જમણી બાજુ \(10\, ms^{-1}\) ના અચળ વેગથી ગતિ કરે છે. જ્યારે ફ્રેમનો ડાબી બાજુનો છેડો તારથી \(x\, = 10\, cm\) અંતરે હોય ત્યારે તેમાં પ્રેરિત થતું \(emf\) \(\mu V\)માં કેટલું હશે?
    2014 મધ્યમ
  30. 30. \(l\) લંબાઇ ધરાવતા એક ધાતુના સળિયાને \(2l\) જેટલી લંબાઇ ધરાવતી દોરી વડે બાંધી,\(\omega \) જેટલી કોણીય ઝડપથી સમક્ષિતિજ ટેબલ પર દોરીનો એક છેડો જડિત રાખી પરિભ્રમણ કરવામાં આવે છે, જો આ દિશામાં શિરોલંબ ( ઊર્ધ્વ ) દિશામાં \(B\) જેટલું ચુંબકીયક્ષેત્ર હોય,તો સળિયાના છેડે ઉદ્‍ભવતું પ્રેરિત \(emf\) ______ થશે.
    2013 મધ્યમ

STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં ગતિકીય વિદ્યુતચાલક બળ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 30 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

ગતિકીય વિદ્યુતચાલક બળ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

3% સરળ, 40% મધ્યમ અને 57% અઘરા.