પ્રશ્નો
નવા પહેલા14 માંથી 1–14 પ્રશ્નો
- 1. પાણીનું કદ \((\Delta V)\) ઘટાડવા માટે જરૂરી દબાણમાં વધારો \(6.3 \times 10^7\) N/m\(^2\) છે. કદમાં થતો ટકાવારી ઘટાડો _____ છે. (પાણીનો બલ્ક મોડ્યુલસ \(= 2.1 \times 10^9\) N/m\(^2\).) 2026 સરળ
- 2. 10 cm ધારની લંબાઈવાળા એક ઘન તાંબાના સમઘનનું કદ સંકોચન, જ્યારે તેને \(7 \times 10^6 \mathrm{~Pa}\) ના હાઇડ્રોલિક દબાણ હેઠળ મૂકવામાં આવે છે, ત્યારે ____ \(\mathrm{mm}^3\) થશે.
(તાંબાનો કદ-સ્થિતિસ્થાપકતા ગુણાંક \(=1.4 \times 10^{11} \mathrm{~N} \mathrm{~m}^{-2}\) આપેલ છે) 2025 સરળ - 3. દરિયાની સપાટીથી 2.5 km ઊંડાઈએ પાણીનું આંશિક સંકોચન \(\left(\frac{\Delta \mathrm{V}}{\mathrm{V}}\right)\) ______ \(\%\) છે. આપેલ છે કે, પાણીનો કદ-સ્થિતિસ્થાપકતા ગુણાંક \(=2 \times 10^9 \mathrm{~N} \mathrm{~m}^{-2}\), પાણીની ઘનતા \(=10^3\) \(\mathrm{kg} \mathrm{m}^{-3}\), ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગ \(=\mathrm{g}=10 \mathrm{~m} \mathrm{~s}^{-2}\). 2025 મધ્યમ
- 4. એક પ્રવાહીનો નમૂનો 1 atm દબાણે રાખવામાં આવે છે. તેને 5 atm સુધી સંકોચવામાં આવે છે જેના કારણે કદમાં \(0.8 \mathrm{~cm}^3\) જેટલો ફેરફાર થાય છે. જો પ્રવાહીનો કદ-સ્થિતિસ્થાપકતા ગુણાંક 2 GPa હોય, તો પ્રવાહીનું પ્રારંભિક કદ _______ લિટર હતું. \(\left(\right.\) લો \(\left.1 \mathrm{~atm}=10^5 \mathrm{~Pa}\right)\) 2025 મધ્યમ
- 5. પાણીના નમૂનાના કદમાં \(0.2 \%\) ઘટાડો કરવા માટે જરૂરી દબાણમાં થતો વધારો \(\mathrm{P} \times 10^5 \mathrm{Nm}^{-2}\) છે. પાણીનો કદ-સ્થિતિસ્થાપકતા ગુણાંક \(2.15 \times 10^9 \mathrm{Nm}^{-2}\) છે. P નું મૂલ્ય _______ છે. 2025 મધ્યમ
- 6. ૨બરના એક બોલને દરિયાની સપાટીથી _______ m ઊંડાઈ એ લઈ જતા તેના કદમાં \(0.02 \%\) નો ઘટાડો થાય.
(દરિયાના પાણીની ઘનતા \(=10^3 \mathrm{kgm}^{-3}\), રબરનો બલ્કમોડ્યુલસ \(=9 \times 10^8 \mathrm{Nm}^{-2}\), and \(\mathrm{g}=\)\(10 \mathrm{~ms}^{-2}\) લેવું.) 2024 અઘરું - 7. જો સમુદ્રની સરેરાશ ઉંડાઈ \(4000 \mathrm{~m}\) અને પાણીનો કદ સ્થિતિસ્થાપકતા અંક \(2 \times 10^9 \mathrm{Nm}^{-2}\) હોય તો પાણીનું સમુદ્નના તળિયે આંશિક સંકોચન \(\frac{\Delta V}{V}\) બરાબર \(\alpha \times 10^{-2}\) છે. તો \(\alpha\) નું મૂલ્ય__________છે. ( \(\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}, \rho=1000 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) આપેલ છે.) 2024 અઘરું
- 8. ચોક્કસ દબાણ \(P\) ને \(1\) લીટર પાણી અને \(2\) લીટર પ્રવાહી પર અલગથી લાગુ પાડવામાં આવે છે. પાણી સંકોચાઈને \(0.01 \%\) થાય છે, જ્યારે પ્રવાહી સંકોચાઈને \(0.03 \%\) થાય છે. પાણીનો અને પ્રવાહીનો બલ્ક મોડ્યુલસ ગુણોત્તર \(\frac{3}{x}\) છે. \(x\) ની કિંમત કેટલી હશે? 2023 મધ્યમ
- 9. દ્રવ્યની સામાન્ય ઘનતા \(\rho\) અને સ્થિતિસ્થાપકતાનો આયતન માપાંક (bulk modulus of elasticity) \(K\) છે. જ્યારે બધીજ બાજુંએથી પદાર્થ પર એક સમાન દબાણ \(P\) લાગૂ પાડવામાં આવે ત્યારે દ્રવ્યની ઘનતામાં થતાં વધારાનું મૂલ્ય કેટલું હશે? 2021 મધ્યમ
- 10. \(Y, K\) અને \(n\) એ કોઈ દ્રવ્ય માટે અનુક્રમે યંગ મોડયુલસ (યંગ માપાંક), બલ્ક મોડ્યુલસ (આયતન માપાંક) અને મોડયુલસ ઑફ રિજીડીટી (દઢતા માપાંક) નાં મૂલ્ય દર્શાવે છે. આ પ્રાચલો માટે સાચો સંબંધ પસંદ કરો. 2021 મધ્યમ
- 11. ધાતુના સમઘન પર \(4\;GPa\) જેટલું હાઇડ્રોસ્ટેટિક દબાણ લગાવવામાં આવે છે. તો સમઘનની બાજુની લંબાઈમાં થતો પ્રતિશત ફેરફાર કેટલા \(\%\) હશે? (ધાતુનો બલ્ક મોડ્યુલસ \(B =8 \times 10^{10}\, Pa\) ) 2020 મધ્યમ
- 12. \(K\) જેટલો બલ્ક મોડયુલસ ધરાવતો અને \(r\) ત્રિજયાનો એક પોચા દ્રવ્યનો બનેલો ઘન ગોળો,નળાકારીય પાત્રમાં એક પ્રવાહી દ્વારા ઘેરાયેલ છે. \(a\) ક્ષેત્રફળ ઘરાવતો દળરહિત પિસ્ટન પ્રવાહીની સપાટી ઉપર તરે છે.પિસ્ટનનું ક્ષેત્રફળ નળાકારીય પાત્રનાં સંપૂર્ણ આડછેદ બરાબર છે.જયારે \( m\) જેટલું દળ પિસ્ટનની સપાટી ઉપર મૂકી પ્રવાહીને દબાવતાં,ગોળાની ત્રિજયામાં થતો આંશિક ઘટાડો \(\left( {\frac{{dr}}{r}} \right)\) કેટલો થશે? 2018 મધ્યમ
- 13. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોટલના ઉપરના ભાગની ત્રિજ્યા \(a\) અને લંબાઈ \(b\) છે. બીજા એક \(\left( {a + \Delta a} \right)\) \(\left( {\Delta a < < a} \right)\) ત્રિજ્યા ધરાવતા બુચને દબાવીને બોટલમાં ફિટ કરવામાં આવે છે. જો બૂચનો બલ્ક મોડ્યુલસ \(B\) અને બોટલ અને બુચ વચ્ચેનો ઘર્ષણાંક \(\mu \) હોય તો બુચને બોટલમાં ફિટ કરવા માટે કેટલા બળની જરૂર પડે?
2016 મધ્યમ - 14. ઇથેનોલ,પારો અને પાણીનો બલ્ક મોડ્યુલસ અનુક્રમે \(0.9, 25\) અને \(2 .2\), \(10^9\, Nm^{-2}\) એકમમાં છે.આપેલ દબાણ માટે કદમાં થતો આંશિક ઘટાડો \(\frac{{\Delta V}}{V}\) વડે અપાય છે. આપેલ ત્રણ પ્રવાહી માટે \(\frac{{\Delta V}}{V}\) માટે નીચેનામાથી કયો વિકલ્પ સાચો પડે? 2014 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11- ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં કદસ્થિતિસ્થાપક અંક ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2014–2026 ના 14 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
કદસ્થિતિસ્થાપક અંક ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
14% સરળ, 71% મધ્યમ અને 14% અઘરા.