ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - ગતિવાદ

વાયુની ઝડપ PYQ: JEE Mains Physics પ્રશ્નો

વાયુની ઝડપ પર STD 11 - ગતિવાદ ના 31 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

31પ્રશ્નો
162STD 11 - ગતિવાદ માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 16% મધ્યમ 68% અઘરું 16%

પ્રશ્નો

નવા પહેલા

31 માંથી 1–31 પ્રશ્નો

  1. 1. ઓક્સિજન અણુઓની r.m.s. ઝડપ \(47^{\circ} C\) તાપમાને, _________ \({ }^{\circ} C\) તાપમાને રાખેલા હાઇડ્રોજન અણુઓની ઝડપ જેટલી છે. (ઓક્સિજન અણુનું દળ/હાઇડ્રોજન અણુનું દળ \(=32 / 2\) ) 2026 મધ્યમ
  2. 2. સમાન તાપમાને બે વાયુઓની બાષ્પ ઘનતાનો ગુણોત્તર \(\frac{4}{25}\) છે, તો તેમના r.m.s. વેગનો ગુણોત્તર શું હશે? 2025 સરળ
  3. 3. એક નમૂનો હિલિયમ અને ઓક્સિજન વાયુનું મિશ્રણ ધરાવે છે. નમૂનામાં હિલિયમ અને ઓક્સિજનની વર્ગ માધ્ય મૂળ ઝડપનો ગુણોત્તર _______ છે. 2024 અઘરું
  4. 4. જો હાઇડ્રોજન અણુનો વર્ગમૂળ સરેરાશ વેગ આપેલા તાપમાન અને દબાણે \(2 \mathrm{~km} / \mathrm{s}\) છે, તો ઓક્સિજનનો વર્ગમૂળ સરેરાશ વેગ તે જ પરિસ્થિતિમાં \(\mathrm{km} / \mathrm{s}\) માં _______ છે. 2024 અઘરું
  5. 5. ક્યા તાપમાને હાઈડ્રોજન અણુનો r.m.s. વેગ \(47^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલા ઓક્સિજન અણુના r.m.s. વેગ જેટલો હશે? 2024 અઘરું
  6. 6. \(300\,K\) તાપમાને, ઓકિસજન અણુઆની \(rms\) ઝડપ તેની વાયુ અવસ્થામાં સરેરાશ ઝડપ, કરતાં \(\sqrt{\frac{\alpha+5}{\alpha}}\) ગણી છે. \(\alpha\) નું મૂલ્ય \(............\) હશે. (\(\pi=\frac{22}{7}\) નો ઉપયોગ કરો.) 2023 મધ્યમ
  7. 7. આદર્શ વાયુનું તાપમાન \(200\,K\) થી \(800\,K\) સુધી વધે છે. જો \(200\,K\) પર વાયુની \(r.m.s.\) ઝડપ \(v_0\) છે. તો \(800\,K\) પર વાયુની \(r.m.s.\) ઝડપ કેટલી થાય? 2023 સરળ
  8. 8. હવાના અણુંઓની સંખ્યા પ્રતિ સેમી\( ^3\) \(3 \times 10^{19}\) થી \(12 \times 10^{19}\) વધે છે. શરૂઆાતના અને સંખ્યાના વધારા બાદના હવાના અણુંઓની અથડામણ આવૃતિનો ગુણોત્તર છે. 2023 મધ્યમ
  9. 9. જો કલોરીનના અણુની \(27^{\circ}\,C\) તાપમાને \(r.m.s\) ઝડપ \(490\,m / s\) હોય, તો આ જ તાપમાને આર્ગોનના અણુની \(r. m. s\) ઝડપ ....... \(m/s\) થશે. (આર્ગોનના અણુનું દળ \(= 39.9\,u\), કલોરીના અણુનું દળ = \(70.9\,u )\) 2023 સરળ
  10. 10. કોઈ ચોકકસ તાપમાને પાત્રમાં ભરેલ ઓકિસજન અણુની \(rms\) ઝડપ \(\left(1+\frac{5}{x}\right)^{\frac{1}{2}}\) મળે છે; જ્યા \(v\) એ અણુની સરેરાશ ઝડપ છે. \(x\) નું મૂલ્ય ........ હશે. \(\left(\pi=\frac{22}{7}\right)\) 2023 મધ્યમ
  11. 11. નાઈટ્રોજન વાયુના અણુઓની \(27^{\circ}\,C\) તાપમાને અંદાજિત સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ ............\(m/s\) છે. (નાઈટ્રોજન અણુનું દળ = \(4.6 \times 10^{-26}\,kg\) અને બોલ્ટ્ઝમેન અચળાંક \(k _{ B }=\hat{1.4} \times 10^{-23}\,Jk ^{-1}\) લો.) 2023 સરળ
  12. 12. ત્રણ સમાન કદ ધરાવતા પાત્રોમાં સમાન તાપમાને અને દબાણે વાયુઓ ભરેલા છે. પ્રથમ પાત્રમાં નિયોન (એક પરમાણ્વીય), બીજામાં ક્લોરિન (દ્રી-પરમાણુક) અને ત્રીજા પાત્રમાં યુરેનિયન હેકઝા ફલોરાઈડ (બહુ-પરમાણુક) ભરેલો છે. તેઆને તેમની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ \((v_{rms})\) ના આધાર પર ગોઠવો અને નીચે આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  13. 13. વાયુના અણુઆો માટે સરેરાશ વર્ગિત વર્ગમૂળ \((rms)\) વેગ હોય છે. 2023 સરળ
  14. 14. \(5 \times10^{-17}\,kg\) દળ ધરાવતા અને તેમની હવામાં \(NTP\) એ બ્રાઉનિયન ગતિમાં ધુમાડાના કણોની વર્ગિત સરેરાશ વર્ગમૂળ. \((root\,mean\,square)\) ઝડપ \(.......\,mm\,s ^{-1}\)   [\(k =1.38 \times 10^{-23}\,J\,K ^{-1}\) ] 2022 મધ્યમ
  15. 15. ચોક્કસ તાપમાને રહેલા, ઑક્સિજન અણુઓ માટે, જો તાપમાન બમણું કરવામાં આવે અને અણુનું ઓક્સિજન પરમાણુમાં વિઘટન થાય તો સરેરાશ વર્ગિત વર્ગમૂળ વેગ પર શું અસર થશે ? 2022 મધ્યમ
  16. 16. \(M\) જેટલું મોલર દળ ધરાવતા આક્સિજન વાયુના આણુ માટે \(300\, K\) તાપમાને, સરેરશ વર્ગિત વર્ગમૂળ ઝડપ \(\left( V _{ rms }\right)\) અને સૌથી વધારે સંભવિત ઝડપ \((most probable speed)\) \(\left(v_{p}\right)\) વચ્ચે.........સંબંધ હશે. 2022 મધ્યમ
  17. 17. સમાન વાયુને સમાન કદ અને સમાન તાપમાન ધરાવતા બે પાત્રોમાં ભરવામાં આવે છે. જો અણુઓની સંખ્યાનો ગુણોત્તર \(1:4\) હોય તો .................... \(A\). વાયુ અણુઓ માટે બંને પાત્રોમાં \(r.m.s.\) વેગ સમાન હશે \(B\).આ પાત્રોમાં દબાણનો ગુણોત્તર \(1:4\) હશે \(C\). દબાણનો ગુણોત્તર \(1: 1\) છે \(D\). વાયુ અણુઓ માટે બંને પાત્રોમાં \(r.m.s.\) વેગનો ગુણોત્તર \(1:4\) હશે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 2022 મધ્યમ
  18. 18. \(27^{\circ} C\) તાપમાને અને \(1\) વાતાવરણ દબાણે રહેલા વાયુ માટે આપેલા દળ ધરાવતા અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ \((r.m.s.)\) ઝડપ \(200\, ms ^{-1}\) છે. \(127^{\circ} C\) તાપમાને અને \(2\) વાતાવરણ દબાણે રહેલા વાયુ માટે અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ \(\frac{ x }{\sqrt{3}}\, ms ^{-1}\) છે. \(x\) નું મૂલ્ય ......... \(ms ^{-1}\) હશે. 2021 અઘરું
  19. 19. \(300 \,K\) તાપમાને ઓક્સિજનની \(rms\) અને સરેરાશ વેગનો ગુણોતર શોધો.ઓક્સિજનનો અણુભાર \(32 \,g / mol\) છે. \((\left. R =8.3 \,J K ^{-1} mol ^{-1}\right)\) 2021 મધ્યમ
  20. 20. જો \(0^{\circ} {C}\) તાપમાને ઓક્સિજનના અણુની \(rms\) ઝડપ \(160 \;{m} / {s}\) હોય તો \(0^{\circ} {C}\) તાપમાને હાઇડ્રોજન અણુની ઝડપ (\({m} / {s}\) માં)કેટલી થાય? 2021 મધ્યમ
  21. 21. \(m_{A}\,<\,m_{B}\,<\,m_{C}\) દળ ધરાવતા \(A, B\) અને \(C\) પ્રકારના વાયુના અણુંઓનું મિશ્રણ હોય તો સામાન્ય તાપમાને અને દબાણે તેમની \(r.m.s.\) ઝડપનો ગુણોત્તર કેટલો થાય? 2021 મધ્યમ
  22. 22. સમાન તાપમાને રહેલ હાઇડ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોકસાઈડની \(rms\) ઝડપ અનુક્રમે \({V}_{{H}}, {V}_{0}\) અને \({V}_{{C}}\) હોય તો  2021 મધ્યમ
  23. 23. નાઇટ્રોજન વાયુ \(300^{\circ} C\) તાપમાને છે. તો કયા તાપમાને (\(K\) માં) \(H _{2}\) વાયુ અણુની \(rms\) ઝડપ \(N_{2}\) વાયુના અણુની \(rms\) ઝડપ જેટલી થાય? (\(N _{2}\) વાયુનું મોલર દળ \(28\, g\)) 2020 મધ્યમ
  24. 24. \(2\) મોલ હીલિયમ વાયુ (પરમાણુ દળ \(=4 u\)) અને એક મોલ આર્ગન વાયુ (પરમાણુ દળ \(=40 u\)) ના મિશ્રણને એક પાત્રમાં \(300\ K\) એ રાખવામાં આવે છે. તેની \(rms\) ઝડપનો ગુણોત્તર \(\left[ {\frac{{{V_{rms}}{\rm{(helium)}}}}{{{V_{rms}}{\rm{(argon)}}}}} \right]\) _____ ની નજીક છે. 2019 મધ્યમ
  25. 25. \(25\times10^{-3}\, m^3\) કદ ધરાવતા નળાકાર પાત્રમાં \(300\, K\) જેટલા ઓરડાના તાપમાને \(1\, mol\)  \(O_2\) વાયુ ભરેલ છે.\(O_2\) વાયુના અણુનો વ્યાસ અને \(rms\) ઝડપ અનુક્રમે \(0.3\, nm\) અને \(200\, m/s\) છે,તો \(O_2\) વાયુમાં પ્રતિ સેકંડે કેટલી અથડામણ થશે? 2019 અઘરું
  26. 26. આપેલ ગેસની \(1\,atm\) દબાણે અને \(127\,^oC\) તાપમાને \(rms\) ઝડપ \(200\,m/s\) છે તો \(2\,atm\) દબાણે અને \(227\,^oC\) તાપમાને \(rms\) ઝડપ કેટલી થાય? 2019 મધ્યમ
  27. 27. કયા તાપમાને હાઈડ્રોજન વાયુની \(rms\) ઝડપ પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ જેટલી થાય?[બોલ્ટ્ઝમેન અચળાંક \(k_B = 1.38\times10^{-23}\, J / K\) એવોગ્રેડો નંબર \(N_A = 6.02\times10^{26}\, / kg\) પૃથ્વીની ત્રિજ્યા  \(: 6.4\times10^6\, m\) પૃથ્વી પર ગુરુત્વપ્રવેગ \(= 10\, ms^{-2}\)] 2019 મધ્યમ
  28. 28. \(300\,K\) તાપમાને રહેલ હીલિયમ વાયુનો થર્મલ વેગ \(ms^{-1}\) માં કેટલો મળે? \([k_B\, = 1 .4\times10^{-23}\,J/K;\, m_{He}\, = 7\times10^{-27}\,kg]\) 2018 મધ્યમ
  29. 29. \(T\) તાપમાને રહેલ આદર્શ વાયુમાં બંધ પાત્રની દીવાલ પર અણું દ્વારા લાગતું સરેરાશ બળ \(T^q\) પર આધાર રાખે છે. તો \(q\) નું મૂલ્ય કેટલું હશે? 2015 મધ્યમ
  30. 30. રૂમ તાપમાને દ્વિ પરમાણ્વિક વાયુની \(r.m.s.\) ઝડપ \(1930\,ms^{-1}\) છે. તો તે વાયુ કયો હશે? 2014 મધ્યમ
  31. 31. \(10\,g\) વાયુનું સમતાપી વિસ્તરણથી કદ \(V\) થી \(2V\) કરવા વાયુ પર \(575\,J\) કાર્ય કરવું પડે છે.આ તાપમાને વાયુની \(rms\) ઝડપ ...... \(m/s\) થશે? 2013 મધ્યમ

STD 11 - ગતિવાદ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં વાયુની ઝડપ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 31 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

વાયુની ઝડપ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

16% સરળ, 68% મધ્યમ અને 16% અઘરા.