ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - સમતલમાં ગતિ

Oblique Projectile Motion PYQ: JEE Mains Physics પ્રશ્નો

Oblique Projectile Motion પર STD 11 - સમતલમાં ગતિ ના 35 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

35પ્રશ્નો
114STD 11 - સમતલમાં ગતિ માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 9% મધ્યમ 46% અઘરું 46%

પ્રશ્નો

નવા પહેલા

35 માંથી 1–35 પ્રશ્નો

  1. 1. બે સમાન પદાર્થોને એક જ ઝડપથી બે જુદા જુદા ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે અને તેઓ સમાન સમક્ષિતિજ અવધિ \(R\) પ્રાપ્ત કરે છે. જો આ પદાર્થોના ઉડ્ડયન સમય અનુક્રમે \(5\) s અને \(10\) s હોય, તો \(R\) નું મૂલ્ય ________ m છે. (લ્યો \(g=10\) m/s\(^2\)) 2026 મધ્યમ
  2. 2. બે પ્રક્ષિપ્તો \(A\) અને \(B\) ને \(400 \mathrm{~m}\) ઊંચા ટાવરની ટોચ પરથી ઊર્ધ્વ દિશા સાથે અનુક્રમે \(45^{\circ}\) અને \(60^{\circ}\) ના કોણે ફેંકવામાં આવે છે. જો તેમની અવધિઓ (રેન્જ) સમાન હોય તેમની પ્રક્ષિત્ત ઝડપોનો ગુણોત્તર \(v_{\mathrm{A}}: v_{\mathrm{B}}\) _______ થશે. \(\text { [ } \left.g=10 \mathrm{~ms}^{-2} \mathrm{\epsilon}\right]\) 2024 અઘરું
  3. 3. પ્રક્ષેપ્ય માટે સમાન સમક્ષિતિજ અવધિ અને મહત્તમ ઊંચાઈ હોય ત્યારે પ્રક્ષેપણ કોણ _______ છે. 2024 અઘરું
  4. 4. પ્રક્ષિપ્ત પદાર્થ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ \(64 \mathrm{~m}\) છે. જો પ્રારંભિક વેગ અડધો કરવામાં આવે, તો પ્રક્ષિપ્ત પદાર્થની નવી મહત્તમ ઊંચાઈ _______ \(\mathrm{m}\) છે. 2024 અઘરું
  5. 5. \(100\,g\) દળ ધરાવતા કણને \(t =0\) સમયે સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) ના કોણે \(20\,ms ^{-1}\) ની ઝડપથી પ્રક્ષિમ કરવામાં આવે છે (આકૃતિ જુઓ).પ્રારંભિક બિંદુને અનુલક્ષીને \(t=2\,s\) સમયે કણના કોણીય વેગમાનનું મૂલ્ય \(K^{1 / 2}\,kg - m ^2 / s\). આવે છે.તો \(K\) નુ મૂલ્ય \(..........\) થશે.(\(\left.g =10\,ms ^{-2}\right)\) લો)
    2023 અઘરું
  6. 6. બે ગોળાઓ \(A\) અને \(B\) ને \(40\,m / s\) અને \(60\,m / s\) ના શરૂઆતી વેગો સાથે સમક્ષિતિજની સાપેક્ષે \(30^{\circ}\) અને \(60^{\circ}\) ના ખૂણે ફેંકવામાં આવે છે. તેની સીમાઆનો ગુણોત્તર છે. \(\left(g=10\,m / s ^2\right)\) 2023 સરળ
  7. 7. બે પ્રક્ષિપ્ત પદાર્થોનું સમાન ઝડપે સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) અને \(60^{\circ}\) ના ખૂણે પ્રક્ષેપન કરવામાં આવે છે. આ બંને પ્રક્ષિપ્ત પદાર્થોએ અનુક્રમે પ્રાપ્ત કરેલી મહત્તમ ઉંચાઈનો ગુણોત્તર .......... છે. 2023 સરળ
  8. 8. બે પદાર્થને સમાન વેગ '\(u\)' પરંતુ સમક્ષિતિજને અનુલક્ષીને ભિન્ન કોણ \(\alpha\) અને \(\beta\) એ પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો \(\alpha+\beta=90^{\circ}\) હોય તો પદાર્થ \(1\) અને પદાર્થ \(2\) ની અવધિનો ગુણોત્તર= \(..........\) 2023 મધ્યમ
  9. 9. ધરતી ઉપરથી ફાયર (છોડાતા) પ્રક્ષિપ્તની ઝડપ \(u\) છે. તેની ગતિનાં સૌથી ઉચ્યત્તમ બિંદુ આગળ પ્રક્ષિપ્તની ઝડપ \(\frac{\sqrt{3}}{2} u\) છે. પ્રક્ષિપ્તની કુલ ગતિ દરમ્યાનનો સમય \(............\) છે. 2023 મધ્યમ
  10. 10. એક માણસ મહત્તમ \(136\,m\) શિરોલંબ ઊંચાઈ સુધી બોલ ફેકી શકે છે. સમાન બોલને મહત્તમ સમક્ષિતિજ કેટલા અંતર (\(m\) માં) સુધી ફેંકી શકે છે તે \(.....\,m\) છે 2023 મધ્યમ
  11. 11. જમીનથી \(30^{\circ}\) ના કોણે પ્રક્ષિપ્ત કરેલ કણ, પ્રક્ષિપ્ત કર્યા બાદ તેની મુસાફરી દરમ્યાન,\(3\) સેકન્ડે અને \(5\) સેકન્ડ સમાન ઉંચાઈએ માલૂમ પડે છે.પ્રક્ષિપ્ત કણની પ્રક્ષિપ્ત કર્યા વખતની ઝડપ \(........\,m s ^{-1}\) હશે.\(\text { ( } g=10\,m s ^{-2}\) લો.) 2023 અઘરું
  12. 12. નીચે બે વિધાનો આપેલા છે. જેમાં એક વિધાન \(A\) છે અને બીજું વિધાન કારણ \(R\) છે. વિધાન \(A\) : જયારે પદાર્થને \(45^{\circ}\) ખૂણે પક્ષેપિત કરવામાં આવે છે ત્યારે તેની અવધિ મહત્તમ હોય છે. કારણ \(R\) : મહત્તમ અવધિ માટે, \(\sin 2 \theta\) ની કિંમત એક જેટલી છે. ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતાને આધારે સાચો જવાબ નીચેના વિકલ્પો માંથી પસંદ કરો. 2023 મધ્યમ
  13. 13. પ્રક્ષિપ્ત પદાર્થને એક પ્રક્ષેપને ક્ષિતિજ સાથે \(30^{\circ}\) પર અને \(40\,ms ^{-1}\) ના શરૂઆતી વેગ સાથે પ્રક્ષેપિત કરવામાં આવેલ છે. શરૂઆતથી \(t=2\,s\) માટે પ્રક્ષેપનો વેગ ........ હશે. \(\left( g =10 m / s ^2\right)\) 2023 અઘરું
  14. 14. સમક્ષિતિજ સાથે \(15^{\circ}\) ના ખૂણે પ્રક્ષેપન કરેલા પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ \(50\,m\) છે.જો આ પદાર્થનું સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) ના ખૂણે આટલા જ વેગથી પ્રક્ષેપન કરવામાં આવે તો તેની અવધિ \(........\,m\) થશે. 2023 મધ્યમ
  15. 15. સમક્ષિતિજથી \(30^{\circ}\) ને ખૂણે એક પથ્થર ફેંકવામાં આવે છે. તો પ્રક્ષેપન બિંદુએ પથ્થરની ગતિઉર્જા અને મહત્તમ ઊંચાઈએ તેની ગતિઉર્જાની ગુણોત્તર 2023 મધ્યમ
  16. 16. બે પ્રક્ષિપ્ત પદાર્થોને સમક્ષિતિજને સાપેક્ષે \(30^{\circ}\) અને \(45^{\circ}\) ના કોણે ફેંકવામાં આવે છે તો તેઓ સમાન સમયમાં મહત્તમ ઉંંચાઈ પ્રાપ્ત કરે છે. તેમની પ્રારંભિક વેગોનો ગુણોત્તર કેટલો હશે ? 2022 મધ્યમ
  17. 17. બે પ્રક્ષિત પદાર્થોને સમાન પ્રારંભિક વેગ અને સમક્ષિતિજ સાથે અનુક્રમે \(45^{\circ}\) અને \(30^{\circ}\) કોણે ફેંકવામાં આવે છે. તેઓની અવધિઓનો ગુણોત્તર \(.........\) છે. 2022 સરળ
  18. 18. \(E\) જેટલી ગતિઊર્જા ધરાવતા એક બોલને સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આ ગતિના ઉચ્ચતમ બિંદુ આગળ બોલની ગતિઊર્જા \(.......\) હશે. 2022 મધ્યમ
  19. 19. એક બોલને સમક્ષિતિજને સાપેક્ષે \(\theta\) કોણે \(15\,ms ^{-1}\) ની ઝડપ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી તેની અવધિ અને મહત્તમ ઊંચાઈ સમાન થાય. તો \(tan\theta=...........\) જેટલો થશે. 2022 મધ્યમ
  20. 20. એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે ' \(\alpha\) ' કોણે \(20 \,ms ^{-1}\) ના વેંગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(10\) સેકન્ડ બાદ, તેનું સમક્ષિતિજ સાથે નમન \(\beta\) છે. \(\tan \beta\) નું મૂલ્ય ............ હશે. ( \(g =10 \,ms ^{-2}\) લો.) 2022 અઘરું
  21. 21. એક વસ્તુને \(u\) જેટલી પ્રારંભિક વેગ અને \(\theta\) કોણે હવામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત ગતિ એવી મળે છે કે જેથી સમક્ષિતિજ અવધિ \(R\) મહતમ મળે છે. બીજા પદાર્થને હવામાં પ્રક્ષિપ્ત એવી રીતે કરવામાં આવે છે કે તેની સમક્ષિતિજ અવધિ પ્રારંભિક અવધિ કરતા અડધી મળે.બંને કિસ્સામાં પ્રારંભિક વેગ સમાન છે બીજો પદાર્થ માટે પ્રક્ષિપ્ત કોણ \(.............\) ડીગ્રી હશે. 2022 મધ્યમ
  22. 22. \(m\) દળ ધરાવતા બોલને ઉપર તરફ ફેંકવામાં આવ છે. બીજા \(2m\) દળ ધરાવતા બોલને શિરોલંબ સાથે \(\theta\) કોણે ફેંકવામાં આવે છે. બંને હવામાં સરખા સમય માટે જ રહે છે. બંને બોલ દ્વારા પ્રાપ્ત થતી અનુક્રમે ઊંચાઈઓનો ગુણોત્તર \(\frac{1}{x}\) મળે છે. \(x\) નું મૂલ્ય ......... હશે. 2022 મધ્યમ
  23. 23. નીચેના બે વિધાનો આપેલા છે: એક કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે દર્શાવવામાં આવેલ છે. કથન \(A\) : બે સમાન દડાઓ \(A\) અને \(B\) સમાન વેગ ' \(u\) ' થી પણ જુદા જુદા કોણે ફેંકવામાં આવે છે અને તેઓ સમાન અવધિ \(R\) પ્રાપ્ત કરે છે. જો \(A\) અને \(B\) અનુક્રમે \(h_{1}\) અને \(h_{2}\) જેટલી મહતમ ઊંચાઈ પ્રાપ કરતા હોય તો \(R=4 \sqrt{h_{1} h_{2}}\) થશે. કારણ \(R\) : દર્શાવેલ ઊંચાઈઓનો ગુણાકાર \(h_{1} h_{2}=\left(\frac{u^{2} \sin ^{2} \theta}{2 g}\right) \cdot\left(\frac{u^{2} \cos ^{2} \theta}{2 g}\right)\) ઉપરોક્ત વિધાનોનાં સંદભમમાં નીચે આપેલા વિકલ્યોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો. 2022 મધ્યમ
  24. 24. સમક્ષીતિજ સાથે \(45^{\circ}\) ના કોણે વસ્તુને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(2\) સેકન્ડ બાદ તેનો વેગ \(20 \,ms ^{-1}\) છે. પ્રક્ષિપ્ત દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ ........\(m\) હશે. \(\left( g =10 \,ms ^{-2}\right.\) લો.) 2022 અઘરું
  25. 25. સમક્ષિતિજ સાથે \(\theta\) કોણે એક પ્રક્ષિપ્તા પદાર્થ \(25\, m / s\) ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(t\) સેકન્ડ બાદ તેનો સમક્ષિતિજ સાથેનો નમન શૂન્ય થાય છે. જો \(R\) એ પ્રક્ષિપ્તની અવધિ દર્શાવતો હોય તો \(\theta\) નું મૂલ્ય ........હશે. \(\left[ g =10 m / s ^{2} \text { }\right]\)લો 2022 મધ્યમ
  26. 26. \(5\, g\) દળ ધરાવતા પદાર્થને ના \(45\) ખૂણે  \(5 \sqrt{2}\, ms ^{-1}\)  ના વેગ થી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે \(A\) and \(B\) બિંદુ વચ્ચે વેગમાનમાં ફેરફાર નું મૂલ્ય  \(x \times 10^{-2}\, kgms ^{-1} .\)  તો  \(x ,\)........
    2021 અઘરું
  27. 27. એક ફૂટબોલનો ખેલાડી જમીન પરથી \(45^{\circ}\) ના ખૂણે \(25\, {ms}^{-1}\) ના શરૂઆતના વેગથી ફૂટબોલને ઉછાળે છે. આ ગતિ દરમિયાન ફૂટબોલની મહત્તમ ઊંચાઈ અને મહત્તમ ઊંચાઈ પહોચવા માટે લાગતો સમય કેટલો હશે? (\(=10 \,{ms}^{-2}\) ) 2021 મધ્યમ
  28. 28. સમાન શરૂઆતના વેગથી સમક્ષિતિજ સાથે \(42^{\circ}\) અને \(48^{\circ}\) ના ખૂણે બે પદાર્થોને પ્રક્ષિપ્ત કરતાં તેની અવધિ અને ઊંચાઈ અનુક્રમે \({R}_{1}, {R}_{2}\) અને \({H}_{1}\), \({H}_{2}\) છે. તેના માટે સાચો વિકલ્પ કયો છે.  2021 મધ્યમ
  29. 29. બે કણને એક જ સ્થાને થી સમાન વેગ \(u\) થી પ્રક્ષિપ્ત કરતાં સમાન અવધિ \(R\) મળે છે પરંતુ મહત્તમ ઊંચાઈ \(h_1\) અને \(h_2\) મળતી હોય તો નીચેનામાથી શું સાચું પડે? 2019 અઘરું
  30. 30. બંધુકમાથી એક ગોળીને પ્રારંભિક વેગ \(u\) થી છોડતા તે \(R\) અંતરે રહેલા ટાર્ગેટ સાથે અથડાય છે જો \(t_1\) અને \(t_2\) એ ટાર્ગેટ સાથે અથડવા માટેની બે અલગ અલગ શક્યતા માટેનો સમય હોય, તો  \(t_1t_2\) શું થાય? 2019 અઘરું
  31. 31. એક પ્રક્ષિપ્ત કરેલો પદાર્થ \( y = 2x -9x^2\) મુજબ ગતિ કરે છે. જો તેને \(\theta_0\) ના ખૂણે \(v_0\) વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવેલ હોય તો ....  \((g = 10\,ms^{-2}\)) 2019 અઘરું
  32. 32. \( t= 0\) સમયે, સમક્ષિતિજ સાથે \(60^o\) ના ખૂણે એક પદાર્થને \(10\, ms^{-1}\) ગતિથી પ્રક્ષેપિત કરવામાં આવે છે. \(t=1\,s\) પર તેના ગતિપથની વક્રતા ત્રિજ્યા \(R\) છે. હવાનો અવરોધ અવગણતાં અને ગુરૂત્વપ્રવેગને \(g=10\, ms^{-2}\) લેતા \(R\) નું મૂલ્ય  ........ \(m\) હશે. 2019 અઘરું
  33. 33. \(160\, g\) દળવાળા એક દડાને સમક્ષિતિજથી \(60^o\) ના ખૂણે \(10\, m\,s^{-1}\) ની ઝડપથી ફેંકવામાં આવે છે. તો ગતિપથ પરના ઉચ્ચત્તમ સ્થાને દડાનું કોણીય વેગમાન  ........ \(kg\, m^2/s\) થાય. \((g\, = 10\, m\,s^{-2})\) 2014 અઘરું
  34. 34. ઉદગમ સ્થાનથી \(t = 0\) સમયે ફેંકેલ પદાર્થ નું સ્થાન \(t = 2\,s\) સમયે \(\vec r = \left( {40\hat i + 50\hat j} \right)\,m\)  છે. જો પદાર્થને સમક્ષિતિજથી \(\theta\) કોણે ફેંકવામાં આવ્યો હોય તો \(\theta\) શું હશે?  (\(g = 10\, ms^{-2}\)) 2014 અઘરું
  35. 35. જમીન થી \(45^o\) ના ખૂણે એક દડાને ફેંકતા તે સામે રહેલી દીવાલ ને ટપી જાય છે. જો પ્રક્ષેપન સ્થાન દીવાલ ના નીચલા ભાગ થી \(4\,m\) દૂર હોય અને દડો દીવાલ ની સામેની બાજુ એ \(6\,m\) દૂર જમીન પર અથડાય તો દીવાલની ઊંચાઈ  ........ \(m\) હશે. 2013 અઘરું

STD 11 - સમતલમાં ગતિ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં Oblique Projectile Motion ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 35 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

Oblique Projectile Motion ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

9% સરળ, 46% મધ્યમ અને 46% અઘરા.