ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - તરંગો

યાંત્રિક તરંગ PYQ: JEE Mains Physics પ્રશ્નો

યાંત્રિક તરંગ પર STD 11 - તરંગો ના 13 પ્રશ્નો, 2016–2026 માં પૂછાયેલા.

13પ્રશ્નો
139STD 11 - તરંગો માં
2016–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 46% મધ્યમ 38% અઘરું 15%

પ્રશ્નો

નવા પહેલા

13 માંથી 1–13 પ્રશ્નો

  1. 1. બે તાર (A, B) જેમની રેખીય ઘનતા \(\mu_{ A }=2 \times 10^{-4} kg / m\) અને \(\mu_{ B }=4 \times 10^{-4} kg / m\) અને લંબાઈઓ અનુક્રમે \(L _{ A }=2.5 m\) અને \(L _{ B }=1.5 m\) છે, તેમને જોડવામાં આવે છે. A અને B ના મુક્ત છેડાને અનુક્રમે C અને D જેવા બે દ્રઢ આધાર સાથે બાંધવામાં આવે છે, જેથી તારમાં 500 N તણાવ ઉત્પન્ન થાય છે. C અને D છેડાઓ પરથી મોકલેલા બે સમાન તરંગ સ્પંદોને સાંધા સુધી પહોંચતા અનુક્રમે \(t_1\) અને \(t_2\) સમય લાગે છે. \(t_1 / t_2\) ગુણોત્તર છે : 2026 મધ્યમ
  2. 2. વર્તુળાકાર આડછેદ ધરાવતી અને સમાન દ્રવ્યમાંથી બનેલી બે દોરીઓ સમાન માત્રાના તણાવ હેઠળ ખેંચાયેલી છે. ત્યારબાદ, બંને દોરીઓમાંથી એક લંબગત તરંગ પસાર કરવામાં આવે છે. પ્રથમ દોરીમાં, જેનો આડછેદની ત્રિજ્યા R છે, તરંગનો વેગ \(\mathrm{v}_1\) છે, અને બીજી દોરીમાં, જેની આડછેદની ત્રિજ્યા \(R / 2\) છે, તરંગનો વેગ \(v_2\) છે. તો \(\frac{v_2}{v_1}=\) ________. 2025 સરળ
  3. 3. \(7.0 \times 10^{-3}\,kg\,m ^{-1}\) દળ પ્રતિ લંબાઈ દીઠ સ્ટીલનો તાર \(70\,N\) ના તણાવ હેઠળ છે. તારમાં લંબગત તરંગોની ઝડપ \(.........m/s\) હશે. 2023 સરળ
  4. 4. \(50\,cm\) લંબાઈ અને \(10\,g\) દળ ધરાવતી એક દોરી પરથી પસાર થતા લંબગતત તરંગોની ઝડપ \(60\,ms ^{-1}\) જેટલી છે. તારના આડછેદનું ક્ષેત્રફળ \(2.0\,mm ^2\) અને તેનો યંગ-મોડ્યુલસ \(1.2 \times 10^{11}\,Nm ^{-2}\) છે. તારમાં તણાવને કારણે તેની મૂળ પ્રાકૃતિક લંબાઈ કરતા (લંબાઈમાં) વિસ્તરણ \(x \times 10^{-5} \;m\) જેટલું છે. \(x\) નું મૂલ્ય \(............\) થશે. 2022 સરળ
  5. 5. એક સમાન તારનું એકમ લંબાઈ દીઠ દળ \(0.135\, g / cm\) છે. ઉત્પન્ન થતાં લંબગ તરંગ ને \(y=-0.21 \sin (x+30 t)\) દ્વારા દર્શાવવામાં આવે છે જ્યાં \(x\) મીટર અને \(t\) સેકન્ડમાં છે. તારમાં ઉત્પન્ન થતી તણાવનું અપેક્ષિત મૂલ્ય \(x \times 10^{-2} N\) છે.\(x\) નું મૂલ્ય ......... છે. (નજીકનાં પૂર્ણાક માટે શુન્યાંત મેળવો (Round-off)) 2021 સરળ
  6. 6. જો તાણમાં \(4\, \%\) નો વધારો કરવામાં આવે તો ખેંચાયેલી દોરમાં ઉત્પન્ન થતાં લંબગત તરંગોની ઝડપમાં ......... \(\%\) જેટલો પ્રતિશત વધારો થશે. 2021 મધ્યમ
  7. 7. \(12\, m\) લંબાઈ અને \(6\, kg\) દળ ધરાવતા દોરડાને એક દઢ આધાર સાથે બાંધીને શિરોલંબ લટકાવે છે, અને \(2\, kg\) દળના એક પદાર્થને તેના મુક્ત છેડા સાથે જોડેલ છે. દોરડાના નીચેના છેડેથી \(6\, cm\) તરંગલંબાઈ ધરાવતા એક નાના લંબગત તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ તરંગ ઉપરના છેડે પહોચે ત્યારે તેની તરંગલંબાઈ (\(cm\) માં) કેટલી હશે? 2020 મધ્યમ
  8. 8. \(2.06 \times 10^{4} \;\mathrm{N} \) તણાવવાળા સ્ટીલના તારમાં એક લંબગત તરંગ \(v\) વેગથી ગતિ કરે છે. જ્યારે તણાવ \(T\) થાય ત્યારે વેગ \(\frac v2\) થાય તો \({T}\) નું મૂલ્ય કેટલું હશે? 2020 મધ્યમ
  9. 9. \(9 \times 10^{-3} \,kg\, cm ^{-3}\) ઘનતા ધરાવતા તારને બે \(1\, m\) દૂર રહેલા ક્લેમ્પ સાથે જડેલ છે. તારમાં પરિણામી વિકૃતિ \(4.9 \times 10^{-4}\) હોય તો તારમાં લંબગત કંપનની નાનામાં નાની આવૃતિ કેટલા \(HZ\) હશે? (જવાબ નજીકતમ પૂર્ણાંકમાં આપો) (તારનો યંગ મોડ્યુલસ \(Y =9 \times 10^{10}\, Nm ^{-2}\) ) 2020 અઘરું
  10. 10. સુરેખ તાર (દળ\(=6.0\; \mathrm{g}\), લંબાઈ\(=60\; \mathrm{cm}\) અને આડછેડનું ક્ષેત્રફળ\(=1.0\; \mathrm{mm}^{2}\)) તાર માટે લંબગત તરંગની ઝડપ \(90\; \mathrm{ms}^{-1}\) છે જો તારનો યંગ મોડ્યુલસ \(16 \times 10^{11}\; \mathrm{Nm}^{-2}\) હોય તો તારની લંબાઈમાં કેટલો વધારો થયો હશે? 2020 સરળ
  11. 11. \(5\, gm\) રેખીય ઘનતા ધરાવતા એક ખેંચાયેલ તાર પર ના પ્રગામી તરંગનું સમીકરણ \(y = 0.03\,sin\,(450\,t -9x)\)  છે જ્યાં અંતર અને સમય \(SI\) એકમોમાં માપવામાં આવે છે. આ તારમાં તણાવ _____ \(N\) હશે 2019 મધ્યમ
  12. 12. કારની છત પરથી \(m\) દળવાળી હલકી દોરી વડે એક \(M\) દળવાળા ભારે દડાને લટકાવવામાં આવે છે \((m < < M)\).જ્યારે કાર સ્થિર હોય ત્યારે દોરી પર રચાતા લંબગત તરંગોની ઝડપ \(60\ ms^{-1}\) છે. જ્યારે કાર \(a\) જેટલા પ્રવેગથી પ્રવેગીત થાય છે ત્યારે તરંગ ઝડપ વધીને \(60.5\ ms^{-1}\) થાય છે. ગરૂત્વીય પ્રવેગ \(g \) ના પદમાં \(a\) નું મૂલ્ય_____ની નજીકનું હશે 2019 અઘરું
  13. 13. \(20\) \(m\) ની એક સમાન દોરીને એક દઢ આધારથી લટકાવવામાં આવેલ છે.તેના નીચેના છેડે નાનું તરંગ સ્પંદ દાખલ કરવામાં આવે છે.આ તરંગ- સ્પંદને ઉપર આધાર સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે? ( \(g= 10 \) \(ms^{-2}\) લો ) 2016 સરળ

STD 11 - તરંગો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં યાંત્રિક તરંગ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2016–2026 ના 13 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

યાંત્રિક તરંગ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

46% સરળ, 38% મધ્યમ અને 15% અઘરા.