STD 11 - દોલનો ના બધા પ્રશ્નો
નવા પહેલા157 માંથી 101–150 પ્રશ્નો
- 101. નીચેનામાંથી કઈ સરળ આવર્તગતિનો આવર્તકાળ \(\frac{\pi}{\omega}\) છે? 2021 અઘરું
- 102. સ.આ.ગ. માટે સમય-સ્થાનાંતરનું સમીકરણ \(Y = A \sin \left(\omega t +\phi_{0}\right)\) છે. \(t=0\) સમયે, કણનું સ્થાનાંતર \(Y =\frac{ A }{2}\) કે છે અને ઋણ \(x-\)દિશામાં ગતિ કરે છે. તો પ્રારંભિક કળા કોણ છે \(\phi_{0}\) ........ હશે. 2021 અઘરું
- 103. સ્થિર લીફ્ટમાં રહેલા સાદા લોલકનો આવર્તકાળ \(T\) છે જો લિફ્ટ \(g / 2\) ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે તો સાદા લોલકનો નવો આવર્તકાળ કેટલો થાય? 2021 મધ્યમ
- 104. સાદા લોલકનો આવર્તકાળ \(T\) છે. મધ્યમાન સ્થિતિથી \(5 / 8\) દોલનો પૂર્ણ કરવા માટે લાગતો સમય \(\frac{\alpha}{\beta} \, T\) છે. \(\alpha\) નું મૂલ્ય ..... છે. 2021 અઘરું
- 105. સરળ આવર્ત ગતિ કરતાં એક કણનો કંપવિસ્તાર \(a\) અને કુલ ઉર્જા \(E\) છે. કોઈ એક સમયે તેની ગતિઉર્જા \(\frac{3 {E}}{4}\) હોય તો તેનું સ્થાનાંતર કેટલું હશે? 2021 મધ્યમ
- 106. સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થનો કંપવિસ્તાર \(a\) છે,સમતોલન સ્થાનથી કેટલા અંતરે ગતિઊર્જા અને સ્થિતિઊર્જા સમાન થાય? 2021 મધ્યમ
- 107. સરળ આવર્તગતિ કરતાં પદાર્થ \((a)\) સ્થિતિઊર્જા હમેશા તેની ગતિઊર્જા જેટલી હોય. \((b)\) ગમે તે સમય અંતરાલમાં સ્થિતિઊર્જા અને ગતિઊર્જાનું સરેરાશ મૂલ્ય સમાન થાય. \((c)\) કોઈ પણ સમયે ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો સરવાળો અચળ હોય. \((d)\) ગતિઊર્જાની એક આવર્તકાળપરની સરેરાશ સ્થિતિઊર્જાની એક આવર્તકાળપરની સરેરાશજેટલી હોય. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો 2021 મધ્યમ
- 108. \(x(t)=A \sin (\omega t+\phi)\) સ્થાન વિધેય ધરાવતો એક કણ સરળ આવર્તગતિ કરે છે. જો \(t=0\, {s}\) સમયે કણનું સ્થાન અને વેગ અનુક્રમે \(2\, {cm}\) અને \(2\, \omega \,{cm} \,{s}^{-1}\) હોય, તો તેનો કંપવિસ્તાર \(x \sqrt{2} \,{cm}\) થાય જ્યારે \(x\) નું મૂલ્ય ...... હોય. 2021 મધ્યમ
- 109. એક રિંગને ખીલી પર લટકાવેલ છે, તે સરક્યાં અને ગબડ્યા વગર આવર્તગતિ કરે છે. \((i)\) તેના સમતલમાં તેનો આવર્તકાળ \(T_{1}\) અને, \((ii)\) આગળ અને પાછળ સમતલને લેમ્બ દિશામાં તેનો આવર્તકાળ \(T _{2}\) હોય તો \(\frac{ T _{1}}{ T _{2}}\) નો ગુણોત્તર કેટલો થાય? 2020 અઘરું
- 110. ઘર્ષણરહિત સમક્ષિતિજ સમતલમાં એક \(m\) દળનો બ્લોક દળરહિત સ્પ્રિંગ સાથે જોડેલ છે જે \('A'\) કંપવિસ્તારથી આવર્તગતિ કરે છે. જ્યારે તે સમતોલન સ્થાનેથી પસાર થાય ત્યારે તેમાંથી અડધું દળ છૂટું પડી જાય છે. બાકી રહેલ તંત્ર \(fA\) જેટલા કંપવિસ્તારથી ગતિ કરે છે. તો \(f\) નું મૂલ્ય કેટલું હશે? 2020 મધ્યમ
- 111. જ્યારે એક \(m\) દળના કણને \(k\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી શિરોલંબ સ્પ્રિંગ સાથે જોડીને મુક્ત કરતાં તે \(y ( t )= y _{0} \sin ^{2} \omega t \) મુજબ ગતિ કરે છે, જ્યાં \('y'\) એ ખેંચાયા વગરની સ્પ્રિંગની નીચેના ભાગેથી માપવામાં આવે છે. તો તેના માટે \(\omega\) કેટલો હશે? 2020 અઘરું
- 112. \(L\) લંબાઈ અને \(A\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા તારના છેડે એક \(m\) દળનો પદાર્થ જોડેલ છે. તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ \(Y\) છે. જો આ પદાર્થને થોડોક ખેંચીને મુક્ત કરવામાં આવે તો તે શિરોલંબ દિશામાં આવર્ત ગતિ કરે તો આ ગતિની આવૃતિ કેટલી હશે? 2020 મધ્યમ
- 113. \(LCR\) પરિપથ અવમંદિત આવર્ત દોલનો તરીકે વર્તે છે. તેને એક \(\mathrm{b}\) અવમંદન અચળાંક ધરાવતી અવમંદિત આવર્ત ગતિ કરતી સ્પ્રિંગની સાથે સરખાવતા તેના સમતુલ્ય શું થાય? 2020 અઘરું
- 114. સરળ આવર્ત ગતિ કરતાં કણ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલ છે. તો તેના માટે નીચે પૈકી કેટલા વિધાનો સત્ય થશે? \((A)\) \(t=\frac{3 T}{4}\) સમયે બળ શૂન્ય થાય. \((B)\) \(t=T\) સમયે પ્રવેગ મહત્તમ થાય. \((C)\) \(t =\frac{ T }{4}\) સમયે વેગ મહત્તમ થાય. \((D)\) \(t=\frac{T}{2}\) સમયે ગતિઉર્જા અને સ્થિતિઉર્જા સમાન થાય.
2020 અઘરું - 115. \(1 \,m \) લંબાઈવાળું એક સાદુ લોલક \(10 \,rad/s\) કોણીય આવૃત્તિથી દોલન કરે છે. લોલકનો આધાર \(1 \,rad/s\) જેટલી નાની કોણીય આવૃત્તિ અને \(10^{-2}\, m\) જેટલા કંપવિસ્તારથી ઉપર નીચે દોલન કરવાનું શરૂ કરે છે. લોલકની કોણીય આવૃત્તિમાં થતા સાપેક્ષ ફેરફારને _______ દ્વારા સચોટ રીતે દર્શાવી શકાય 2019 મધ્યમ
- 116. અવમંદિત દોલનો કરતાં પદાર્થ \(x\left( t \right) = {e^{ - 0.1\,t}}\,\cos \left( {10\pi t + \varphi } \right)\) મુજબ સ્થાનાંતર કરે છે.તેનો કંપવિસ્તાર શરૂઆત કરતાં અડધો થવા માટે કેટલો .... \(s\) સમય લાગે? 2019 મધ્યમ
- 117. અવમંદિત સરળ આવર્ત ગતિ કરતાં દોલનોની આવૃતિ \(5\) દોલનો પ્રતિ સેકન્ડ છે.દર \(10\) દોલનોમાં તેનો કંપવિસ્તાર અડધો થાય છે.તેનો કંપવિસ્તાર \(\frac{1}{1000}\) થવા માટે કેટલો .... \(s\) સમય લાગે? 2019 અઘરું
- 118. દળરહિત સ્પ્રિંગ \((k = 800\, N/m)\) સાથે \(500\, g\) દળ લટકાવેલ છે જે સંપૂર્ણ રીતે \(1\, kg\) પાણીમાં ડૂબેલ છે.સ્પ્રિંગને \(2\, cm\) ખેંચીને મુક્ત કરતાં તે કફન ગતિ કરે છે.જ્યારે કંપન બંધ થાય ત્યારે પાણીના તાપમાનમાં કેટલા સુધીનો ફેરફાર થાય? (પાણીનું પાત્ર અને સ્પ્રિંગ કોઈ પણ પ્રકારની ઉષ્મા પ્રાપ્ત કરતું નથી તેમ ધારો અને દળની વિશિષ્ટ ઉષ્મા \(= 400\, J/kg\, K\), પાણીની વિશિષ્ટ ઉષ્મા \(= 4184\, J/kg\, K\)) 2019 અઘરું
- 119. એક કણ \(5 \,cm\) કંપવિસ્તારની રેખીય સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે આ કણ મધ્યમાન સ્થિતિથી \(4 \,cm\) પર છે. ત્યારે તેના \(SI\) એકમમાં વેગનું માન તેના પ્રવેગ જેટલું છે. તો તેનો સેન્ડમાં આવર્તકાળ ___ હશે. 2019 મધ્યમ
- 120. એક કણ \(x-\)અક્ષ, \(x= 0\) કે સાપેક્ષ તરફ \(A\) કંપવિસ્તારની સરળ આવર્ત ગતિ (સ.આ.ગ.) કરે છે. જ્યારે તેની સ્થિતિ ઊર્જા \((PE)\) એ ગતિઊર્જા \((KE)\) ની બરાબર થાય ત્યારે આ કણની સ્થિતિ કઈ હશે? 2019 મધ્યમ
- 121. એક લોલક સરળ આવર્ત ગતિ કરે છે અને મહત્તમ ગતિ ઊર્જા \(K_1\) છે. જો લોલકની લંબાઈ બમણી કરવામાં આવે તો તે પ્રથમ કિસ્સામાં જેટલો કંપવિસ્તાર હતો તેટલા જ કપંવિસ્તારથી સરળ આવર્ત ગતિ કરે છે. અને તેની મહત્તમ ગતિ ઊર્જા \(K_2\) છે. તો ... 2019 મધ્યમ
- 122. કોઈ સરળ આવર્ત ગતિ \(y\, = 5\,(\sin \,3\pi t\, + \,\sqrt 3 \,\cos \,3\pi t)\,cm\) વડે રજુ થાય છે. ગતિ માટે કંપવિસ્તાર અને આવર્તકાળ _________ થશે 2019 મધ્યમ
- 123. \(l\) લંબાઈના અને \(m\) દ્રવ્યમાનના એક સમક્ષિતિજ સળીયા \(AB\) ના બે છેડાઓ પર \(k\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે હલકી સમાન સ્પ્રિંગો સમક્ષિતિજ જોડેલ છે. આ સળીયો તેના કેન્દ્ર \(O\) થી જડેલ છે. અને તે સમક્ષિતિજ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે સ્પ્રિંગોના બીજા છેડાઓ જડ આધાર સાથે જોડેલ છે. આ સળિયાને હળવેકથી ધક્કો મારી કોઈ નાના ખુણે ફેરવીને છોડી દેવામાં આવે તો પરિણામી દોલનની આવૃત્તિ કેટલી થાય?
2019 અઘરું - 124. \(M\) દ્રવ્યમાનનાં અને \(2L\) લંબાઇના એક સળિયાને તેના મધ્યમાંથી લટકાવેલ છે. તે ટૉર્સનલ દોલનો કરે છે. \(m\) દ્રવ્યમાનના એક એવા બે દ્રવ્યમાનોને સળીયાના મધ્યમાંથી \(L/2\) અંતરે બન્ને બાજુ પર જોડવામાં આવતાં તે દોલનોની આવૃતિમાં \(20\%\) નો ઘટાડો કરે છે. તો \(m/M\) નું મૂલ્ય ______ ની નજીકનું છે. 2019 અઘરું
- 125. \(m\) દળ ધરાવતો કણ \(x = x_0 + a\, cos\,\omega_1 t\) \(y = y_0 + b\, sin\,\omega_2t\) મુજબ ગતિ કરે,તો \(t = 0\) સમયે ઉગમબિંદુ આગળ કણ પર કેટલું ટોર્ક લાગતું હશે? 2019 અઘરું
- 126. \(M\) દળ ધરાવતો માણસ એક \(L\) લંબાઈના અને \(\theta_0\) કોણીય કંપવિસ્તાર ધરાવતા ઝુલા પર બેઠેલો છે.જ્યારે ઝુલો તેના ન્યૂનત્તમ બિંદુ પાસે હોય ત્યારે માણસ ઊભો થાય છે ,ધારો કે તેનું દ્રવ્યમાન કેન્દ્ર \(l\, ( l < < L)\) જેટલું બદલાય છે તો તેના દ્વારા કેટલું કાર્ય થશે? 2019 અઘરું
- 127. સ્પ્રિંગ જેની મૂળભૂત લંબાઈ \(\ell \) અને બળ અચળાંક \(k\) છે તેને \(\ell_1\) અને \(\ell_2\) લંબાઈના બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે જ્યાં \(\ell_1 = n\ell_2\) અને \(n\) પૂર્ણાક છે, તો બંને સ્પ્રિંગના બળ અચળાંકનો ગુણોત્તર \(k_1/k_2\) = 2019 મધ્યમ
- 128. સાદા લોલકનો હવામાં આવર્તકાળ \(T\) છે.લોલકને એક \(\frac {1}{16}\) જેટલી સાપેક્ષ ઘનતા (લોલકની પ્રવાહીને સાપેક્ષે) ધરાવતા પ્રવાહીમાં સંપૂર્ણ રીતે ડુબાડવામાં આવે તો પ્રવાહીમાં લોલકનો આવર્તકાળ કેટલો થાય? 2019 અઘરું
- 129. સરળ આવર્ત ગતિ કરતા એક કણનું સમય આધારિત સ્થાનાંતર \(x(t)\, = \,A\,\sin \,\frac{{\pi t}}{{90}}\) વડે આપવામાં આવે છે. \(t=210\,s\) પર આ કણ માટે ગતિઊર્જાથી સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય? 2019 મધ્યમ
- 130. ત્રિપરિમાણીય યામોમાં ગતિ કરતાં એક કણનાં સ્થાન યામોને \(x = a\,cos\,\omega t\) , \(y = a\,sin\,\omega t\) અને \(z = a\omega t\) વડે આપવામાં આવે છે. તો આ કણની ઝડપ કેટલી થશે? 2019 મધ્યમ
- 131. બે લંબ રીતે સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થ માટે સમીકરણ નીચે આપેલા છે.તેમને જોડીને Lissajous ગ્રાફ બનાવવામાં આવે છે. \(x\left( t \right) = A\,\sin \,\left( {at + \delta } \right)\) \(y\left( t \right) = B\,\sin \,\left( {bt} \right)\) તો નીચેનામાંથી શું સાચું પડશે? 2018 અઘરું
- 132. ચાંદી ઘનમાં ચાંદીનો પરમાણુ અમુક દિશામાં \( 10^{12}\) \(Sec\) ની આવૃત્તિથી સરળ આવર્તગતિ ( દોલન ) કરે છે.એક પરમાણુને બીજા પરમાણુ સાથે જોડતા બંધ ( બોન્ડ ) માટેના બળ અચળાંકનું મૂલ્ય કેટલા .............. \(\mathrm{N/m}\) હશે? ( ચાંદી માટેનો અણુભાર = \(108\) અને એવોગેડ્રો અંક = \(6.02 \times 10^{23}\) \(gm \ mole^{ -1}\) ) 2018 મધ્યમ
- 133. \(M\) દળ ધરાવતા કણનો સમતોલન સ્થાને સ્થિતિમાન \(V\, = \,\frac{1}{2}\,k{(x - X)^2}\) છે. \(m\) દળ ધરાવતો કણ જમણી બાજુથી \(u\) વેગથી \(M\) દળ ધરાવતા કણ સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવી ચોંટી જાય છે. જ્યારે કણ સમતોલન સ્થાન પર આવે ત્યારે આ પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે. \(13\) સંઘાત પછી દોલનોનો કંપવિસ્તાર કેટલો થાય? \((M = 10,\, m = 5,\, u = 1,\, k = 1 )\) 2018 અઘરું
- 134. સરળ આવર્ત ગતિ કરતાં કણનું સ્થાન \(t_0, 2t_0\) અને \(3t_0\) સમયે \(x = a, b\) અને \(c\) પાસે છે. તો દોલનોની આવૃતિ કેટલી થશે? 2018 અઘરું
- 135. \(0.1\, kg\) દળના બ્લોકને \(640\, Nm^{-1}\) બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલ છે. જે \(10^{-2}\, kg\,s^{-1}\) ના અવમંદિત અચળાંક ધરાવતા માધ્યમમાં દોલનો કરે છે.તંત્ર સમાન રીતે ઉર્જા ગુમાવે છે.તંત્રની યાંત્રિક ઉર્જા શરૂઆત કરતાં અડધી થતાં કેટલો સમય(\(s\) માં) લાગશે? 2017 અઘરું
- 136. ઘર્ષણરહિત સમક્ષિતિજ ટેબલ પર \(1 \,kg\) નો પદાર્થ સ્પ્રિંગ સાથે જોડેલો છે જે \(1\, Hz\) થી કંપન કરે છે. આપેલ સ્પ્રિંગ જેવી બીજી બે સ્પ્રિંગને સમાંતરમાં જોડીને \(8\, kg\) બ્લોક જોડીને તે જ ટેબલ પર મુક્તા તે કેટલા \(Hz\) થી કંપન ગતિ કરશે? 2017 મધ્યમ
- 137. સાદા લોલકનાં આવર્તકાળ શોધવાના પ્રયોગમાં \(1\, m\) લોલકની લંબાઇનો ઉપયોગ કરવામાં આવે છે,લોલક સાથે બે અલગ અલગ \(r_1\) અને \(r_2\) ત્રિજ્યા ધરાવતા ગોળા વાપરેલાં છે.બંને ગોળામાં દળ એકસમાન રીતે વહેચાયેલ છે. બંને માટેના આવર્તકાળનો સાપેક્ષ તફાવત \(5\times10^{-4}\, s\) છે,તો તેમની ત્રિજ્યાનો તફાવત \(\left| {{r_1} - {r_2}} \right|\) \(cm\)માં કેટલો હશે? 2017 અઘરું
- 138. સરળ આવર્ત ગતિ કરતાં કણ માટે મહત્તમ પ્રવેગ અને વેગનો ગુણોત્તર \(10\,s^{-1}\) છે. \(t = 0\) સમયે તેનું સ્થાનાંતર \(5\, m\) હોય તો તેનો મહત્તમ પ્રવેગ કેટલો હશે? શરૂઆતની કળા \(\frac{\pi }{4}\) છે. 2017 અઘરું
- 139. બે કણ સમાન સમતોલન સ્થાન પરથી સીધી રેખામાં સરળ આવર્તગતિ કરે છે.બંને કણ માટે કંપવિસ્તાર \(A\) અને આવર્તકાળ \(T\) છે. \(t=0\) સમયે એક કણનું સ્થાન \(A\) અને બીજા કણનું સ્થાન \(\frac {-A}{2}\) છે અને તે એકબીજા તરફ ગતિ કરે છે.જો તે બંને એક બીજાને \(t\) સમયે મળતા હોય તો \(t\) કેટલો હશે? 2016 અઘરું
- 140. એક લોલક ઘડિયાળ \(40^o \) \(C\) તાપમાને \(12\) \(s\) પ્રતિદિન ઘીમી પડે છે.તથા \(20°\) \(C\) તાપમાને \(4\) \(s\) પ્રતિદિન તેજ થાય છે.આ ઘડિયાળ સાચો સમય બતાવે તે તાપમાન તથા ઘડિયાળના લોલકની ધાતુનો રેખીય-પ્રસરણ ગુણાંક (\(\alpha )\) ક્રમશ: છે. 2016 અઘરું
- 141. એંજિનમાં રહેલ પિસ્ટન \(7\, cm\)ના કંપવિસ્તારથી શિરોલંબ સરળ આવર્ત ગતિ કરે છે.વોશર પિસ્ટનના ઉપરના ભાગમાં છે. મોટરની ઝડપમાં ધીમે ધીમે વધારો કરવામાં આવે છે. પિસ્ટનની આવૃતિ(\(Hz\) માં) કેટલી હોવી જોઈએ કે જેથી વોશર પિસ્ટન સાથે સંપર્કમાં રહે નહીં? 2016 મધ્યમ
- 142. \(1\, s\) આવર્તકાળ ધરાવતું લોલક આવામંદનને કારણે ઉર્જા ગુમાવે છે.એક સમયે તેની ઉર્જા \(45\, J\) છે જો \(15 \) દોલનો પછી તેની ઉર્જા \(15\, J\) થતી હોય તો અવમંદનનો અચળાંક (damping constant\(=\frac bm\)) (\(s^{-1}\) માં) કેટલો થાય? 2015 મધ્યમ
- 143. \(A\) જેટલો આડછેદ ધરાવતા એક સમાંગ તારમાંથી બનાવેલા સાદા લોલકનો આવર્તકાળ \(T\) છે.જયારે વધારાનું દળ \(M\) દોલકમાં ઉમેરવામાં આવે છે,ત્યારે તેનો આવર્તકાળ બદલાઇ \(TM\) થાય છે.જો તારના દ્વવ્ય માટે યંગનો સ્થિતિસ્થાપકતા અંક થ હોય,તો \(\frac{1}{Y}\) _______ જેટલો થશે. ( \(g\) ગુરુત્વીય પ્રવેગ છે.) 2015 અઘરું
- 144. \(F = sin\,t\,N\) બાહ્યબળ લાગતાં સરળ આવર્ત દોલનો કરતાં પદાર્થની કોણીય આવૃતિ \(2\,rad\,s^{-1}\) છે. જો \(t = 0\) સમયે તે સમતોલન સ્થાને હોય તો પછીના સમયે તે કોના સમપ્રમાણમાં હશે? 2015 અઘરું
- 145. નળાકાર લાકડાના(ઘનતા\(= 650\, kg\, m^{-3}\)), ટુકડાના તળિયાનું ક્ષેત્રફળ \(30\,cm^2\) અને ઊંચાઈ \(54\, cm\) ધરાવતો બ્લોક \(900\, kg\, m^{-3}\) ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે. બ્લોકને થોડોક ડૂબાડીને મુક્ત કરવામાં આવે તો તે દોલનો કરે છે. આ બ્લોકના દોલનોનો આવર્તકાળ કેટલા \(cm\) લંબાઈ ધરાવતા સાદા લોલકનાં આવર્તકાળ જેટલો હશે? 2015 મધ્યમ
- 146. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(1\, kg\) અને \(4\, kg\) દળ ધરાવતા પદાર્થની વચ્ચે સ્પ્રિંગ જોડેલી છે.નાના દળનો પદાર્થ \(25\, rad/s\) ની કોણીય આવૃતિ અને \(1.6\, cm\)ના કંપવિસ્તારથી સરળ આવર્ત ગતિ કરે છે જ્યારે મોટા દળ વાળો પદાર્થ સ્થિર રહે છે.આ તંત્ર દ્વારા જમીન પર મહત્તમ કેટલા \(N\)નું બળ લાગશે?
2014 અઘરું - 147. અવમંદિત દોલનો માટે કોણીય આવૃતિ \(\omega = \sqrt {\left( {\frac{k}{m} - \frac{{{r^2}}}{{4{m^2}}}} \right)}\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(k\) બળ અચળાંક, \(m\) દોલનોનું દળ અને \(r\) અવમંદિત અચળાંક છે. જો \(\frac{{{r^2}}}{{mk}}\) નો ગુણોત્તર \(8\%\) મળતો હોય તો, અવમંદિત દોલનોની સરખામણીમાં દોલનોના આવર્તકાળમાં કેટલો ફેરફાર થાય? 2014 મધ્યમ
- 148. એક કણ સીધી રેખામાં સરળ આવર્ત ગતિ કરે છે.તેની સ્થિર સ્થિતિમાંથી પહેલી \(t\) \(s\) માં તે \(a\) જેટલું અંતર કાપે છે અને બીજી \(t\) \(s\) માં તે જ દિશામાં \(2\) \(a\) અંતર કાપે છે,તો 2014 અઘરું
- 149. એક સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થ માટે આવર્તકાળ \(T\, = 0.5\, s\) અને કંપવિસ્તાર \(A\,= 1\, cm\) છે. જ્યારે પદાર્થ પોતાના સમતોલન સ્થાન પરથી અડધા કંપવિસ્તાર સુધી ગતિ કરે તે દરમિયાન તેનો સરેરાશ વેગ \(cm/s\) માં કેટલો મળે? 2014 મધ્યમ
- 150. સાદા લોલક દ્વારા ગુરુત્વપ્રવેગ \(g\) શોધવાના પ્રયોગ માટે લોલકનાં આવર્તકાળના વર્ગ વિરુદ્ધ લંબાઇનો ગ્રાફ આપેલ છે તો આ જગ્યા પાસે ગુરુત્વપ્રવેગ \(g\) નું \(m/s^2\) ના સ્વરૂપમાં મૂલ્ય કેટલું હશે?
2014 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.