પ્રશ્નો
નવા પહેલા10 માંથી 1–10 પ્રશ્નો
- 1. એક કણની \(r\) લંબાઈના દોરા વડે થતી ઊર્ધ્વ વર્તુળાકાર ગતિના કિસ્સામાં, જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(30^{\circ}\) ના ખૂણે દોરામાં તણાવ શૂન્ય હોય, તો વર્તુળાકાર પથના નીચેના બિંદુ (A) આગળ વેગ કેટલો હશે? (જ્યાં \(g =\) ગુરુત્વાકર્ષી પ્રવેગ)
2026 મધ્યમ - 2. 100 g દળનો એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ શિરોલંબ સમતલમાં 2 m ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યો છે. બિંદુ \(A\) પર પદાર્થનો વેગ \(10 \mathrm{~m} / \mathrm{s}\) છે. બિંદુઓ \(B\) અને \(C\) પર તેની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો છે?

(ગુરુત્વાકર્ષણ પ્રવેગ \(10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો) 2025 મધ્યમ - 3. ' \(m\) ' દળનો એક પદાર્થ દળરહિત અને ખેંચી ન શકાય તેવી દોરી વડે ' \(R\) ' ત્રિજ્યાના શિરોલંબ વર્તુળાકાર પથ પર ગુરુત્વાકર્ષણ \(g\) હેઠળ ગતિ કરે છે. દોરીનો બીજો છેડો વર્તુળના કેન્દ્ર પર જડેલો છે. જો વર્તુળાકાર પથના ટોચ પરનો વેગ \(n \sqrt{g R}\) હોય, જ્યાં \(n \geqslant 1\), તો વર્તુળના તળિયે પદાર્થની ગતિઊર્જા અને ટોચ પરની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો છે? 2025 અઘરું
- 4. \(m\) દળનો એક પિંડ \(l\) લંબાઈની હલકી દોરી વડે બિંદુ \(O\) પરથી લટકાવેલો છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઊર્ધ્વ વર્તુળ ગતિ કરવા દેવામાં આવે છે. પ્રારંભમાં, બિંદુ ' A ' પર \(v_0\) સમક્ષિતિજ વેગ લગાડતાં, જ્યારે પિંડ બિંદુ ' D ' પર પહોંચે છે, ત્યારે દોરી ઢીલી પડે છે. બિંદુઓ \(B\) અને \(C\) પાસે પિંડની ગતિઊર્જાનો ગુણોત્તર ______ છે -.

2025 મધ્યમ - 5. \('m'\)દળ ધરાવતા દોલકને \('L'\) લંબાઇની હલકી દોરી વડે લટકાવવામાં આવે છે. તેના સૌથી નીચેના બિંદુ \(A\) આગળ એવી રીતે લધુત્તમ સમક્ષિતિજ વેગ લગાડવામાં આવે છે કે જેથી તે અર્ધ વર્તુળાકાર ગતિ કરી સૌથી ઉપરના સ્થાન આગળ પહોંચે છે. તેમની ગતિ ઊર્જાઓનો ગુણોત્તર \(\frac{(K . E)_A}{(K . E)_B}\) ________ છે.
2024 અઘરું - 6. અંદરની દિવાલ ખરબચડી હોય તેવી \(15\,cm\) ત્રિજ્યાની એક બંધ વર્તુળાકાર નળીનાને ઉર્ધ્વ સમતલમાં ટોચમાંથી \(1\;kg\) ના બ્લોકને દાખલ કરવામાં આવે, ત્યારે તેની ઝડપ \(22\,m / s\) છે. આ બ્લોક પાંય દોલનો પૂર્ણ કર્યા બાદ નળીના નીચેના વિસ્તારમાં સ્થિર થાય છે. નળી દ્વારા બ્લોક પર થતું કાર્ય ........\(J\).(જો \(g=10\,m / s ^2\))
2023 અઘરું - 7. એક સાદું લોલક લાકડાનાં \(50 \,g\) દળ ધરાવતા દોલક અને \(2 \,m\) લંબાઈનું બનેલું છે. \(75 \,g\) દળ ધરાવતી બુલેટ (ગોળી) ને \(v\) જેટલા વેગથી લોલક તરફ ફાયર કરવામાં આવે છે. ગોળી દોલકમાંથી \(\frac{v}{3}\) જેટલી ઝડપ સાથે બહાર આવે છે અને દોલક એક ઉર્ધ્વ (શિરોલંબ) વર્તુળ પૂર્ણ કરે છે. તો \(v\) નું મૂલ્ય ............ \(ms ^{-1}\) થશે. ( \(g =10 \,m / s ^{2}\) લો.) 2022 અઘરું
- 8. \(L\) લંબાઈની દોરી સાથે જોડેલા એક પથ્થરને ઉર્ધ્વ (શિરોલંબ) વર્તુળમાં, દોરીનો બીજો છેડો કેન્દ્ર આગળ રહે તેમ ફેરવામાં આવ છે. કોઈ યોકકસ સમયે, પથ્થર તેના સૌથી નીચેના સ્થાને છે અને તેની ઝડપ \(u\) છે. તે જ્યારે એવા સ્થાને કે જ્યાં દોરી સમક્ષિતિજ હોય ત્યારે તેના વેગના ફેરફારનું મૂલ્ય \(\sqrt{x\left(u^{2}-g L\right)}\) થાય છે, તો \(x\) નું મૂલ્ય ............ થશે. 2022 મધ્યમ
- 9. \(1\, m\) લંબાઈ સાથે બાંધેલ એક નાનો ગોળો એક ઉર્ધ્વ વર્તુળ દર્શાવે છે કે જેથી દોરીઓમાં મહત્તમ અને ન્યૂનતમ તણાવનો ગુણોત્તર \(5:1\) છે. ગોળાનો સૌથી ઉચ્ચતમ સ્થાન પાસે વેગ ............ \(m /s\) છે. \((g =10\, m/s^2\) લો.) 2021 અઘરું
- 10. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(R=3\, {m}\) ત્રિજયાના અર્ધગોળા ટોચ પરથી એક નાનો બ્લોક નીચે તરફ સરકે છે. બ્લોક જ્યારે ગોળાની સાથે સંપર્ક ગુમાવે તે ઊંચાઈ \(h\) કેટલા \(...... \;\;m\).હશે? (બ્લોક અને ગોળા વચ્ચે કોઈ ઘર્ષણ નથી તેમ ધારો)
2021 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર ના અન્ય ટોપિક
- 9પ્રશ્નો અચલ બળ વડે થતું કાર્ય
- 3પ્રશ્નો સંરક્ષી અને અસંરક્ષી
- 14પ્રશ્નો બરોબર અસ્થિતિસ્થાપક અથડામણો
- 11પ્રશ્નો સ્પ્રિંગ બળ અને સ્પ્રિંગની સ્થિતિઊર્જા વડે થતું કાર્ય
- 33પ્રશ્નો સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક અથડામણો
- 11પ્રશ્નો સ્થિતિઊર્જા
- 36પ્રશ્નો કાર્યઊર્જા પ્રમેય
- 20પ્રશ્નો પાવર (કાર્યત્વરા)
- 14પ્રશ્નો ચલબળ વડે થતું કાર્ય
- 22પ્રશ્નો ગતિઊર્જા
- 7પ્રશ્નો વેગમાન અને ઊર્જાનું સંરક્ષણ
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં ઉર્ધ્વસમતલ વર્તુળાકાર ગતિ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2021–2026 ના 10 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
ઉર્ધ્વસમતલ વર્તુળાકાર ગતિ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
0% સરળ, 40% મધ્યમ અને 60% અઘરા.