ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ

અન્યોન્ય પ્રેરકત્વ PYQ: JEE Mains Physics પ્રશ્નો

અન્યોન્ય પ્રેરકત્વ પર STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ ના 12 પ્રશ્નો, 2013–2025 માં પૂછાયેલા.

12પ્રશ્નો
149STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ માં
2013–2025વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 42% અઘરું 58%

પ્રશ્નો

નવા પહેલા

12 માંથી 1–12 પ્રશ્નો

  1. 1. ધારો કે બે નજીકની કુંડળીઓ 1 અને 2 માંથી અનુક્રમે \(\mathrm{I}_1\) અને \(\mathrm{I}_2\) પ્રવાહો એકસાથે વહે છે. જો કુંડળી \(1\) નું આત્મપ્રેરકત્વ \(\mathrm{L}_1=\) અને કુંડળી 2 ના સંદર્ભમાં કુંડળી 1 નું અન્યોન્ય પ્રેરકત્વ \(\mathrm{M}_{12}=\), તો કુંડળી 1 માં પ્રેરિત EMF નું મૂલ્ય ________ હશે. 2025 મધ્યમ
  2. 2. બે ગૂંચળાઓ \(0.002 \mathrm{H}\) અન્યોન્ય પ્રેરણ ધરાવે છે. પ્રથમ ગૂંચળામાં \(i=i_0\) sinwt, જ્યાં \(i_0=5 \mathrm{~A}\) અને \(\omega=50 \pi \mathrm{rad} / \mathrm{s}\), અનુસાર પ્રવાહમાં ફેરફાર થાય છે. બીજા ગૂંચળામાં મહત્તમ emf નું મૂલ્ય \(\frac{\pi}{\alpha} \mathrm{V}\) છે. તો \(\alpha\) નું મૂલ્ય_____છે. 2024 અઘરું
  3. 3. બે વાહક વર્તુળાકાર ગૂંચળાં \(A \) અને \(B\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક જ સમતલમાં તેમના કેન્દ્રો સંપાત થાય તે રીતે મૂકવામાં આવેલ છે. તેમની વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ _______ છે.
    2024 અઘરું
  4. 4. \(\ell\) લંબાઈની બાજુ ધરાવતી એક નાની ચોરસ લુપને, \(L\) લંબાઈની બાજુ ધરાવતી એક મોટી ચોરસ લુપની અંદર મૂકેલી છે. \(\left(\mathrm{L}=\ell^2\right)\) આ બંને લુપના કેન્દ્રો સંપાત થાય છે તથા બંને લુપ એક જ સમતલમાં છે. આપેલ તંત્રનું અન્યો અન્ય પ્રેરક્ત્વ \(\sqrt{\mathrm{x}} \times 10^{-7} \mathrm{H}\) હોય તો \(\mathrm{X}=\) _______. 2024 અઘરું
  5. 5. જ્યારે \(R\) ત્રિજ્યાની નાની વર્તુળાકાર લૂપને \(L\) પરિમાણના મોટા ચોરસ લૂપમાં મૂકવામાં આવે \((L \gg R)\) તો આ પ્રકારની ગોઠવણી માટે અન્યોન્ય પ્રેરણનું મૂલ્ય શોધો.
    2023 મધ્યમ
  6. 6. \(L\) બાજુ ધરાવતા તારના એક ચોરસ ગૂંચળાને \(L (L > > l)\) તારના બીજા મોટા ચોરસ ગૂંચળાની અંદર મૂકવામાં આવે છે. બંને ગાળાઓ એક જ સમતલમાં છે અને તેમના કેન્દ્રો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ \(O\) આગળ સંપાત થાય છે. તંત્રનું અન્યોન્ય પ્રેરણ \(.........\) થશે.
    2022 અઘરું
  7. 7. એક આંટો ધરાવતી \(a\) બાજુવાળી ચોરસ લૂપને બીજા \(b(b \gg a)\) બાજુવાળી ચોરસ લૂપની અંદર સમકેન્દ્રિય રીતે મુકેલ છે. જો \(b\) બાજુવાળી ચોરસ લૂપની અંદર \(I\) પ્રવાહ પસાર કરવામાં આવે તો આ બંને લૂપ વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું થાય? 2021 અઘરું
  8. 8. \(P\) અને \(Q\) ગુચળાને અમુક અંતરે મૂકેલા છે.જ્યારે \(P\) ગુચળામાંથી \(3\, A\) પ્રવાહ પસાર થાય ત્યારે \(Q\) ગુચળામાંથી \(10^{-3}\, Wb\) ચુંબકીય ફ્લક્સ પસાર થાય.\(Q\) ગુચળામાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી.જ્યારે \(P\) ગુચળામાંથી કોઈ પ્રવાહ પસાર થતો ના હોય અને \(Q\) ગુચળામાંથી \(2\, A\) પ્રવાહ પસાર થતો હોય ત્યારે \(P\) ગુચળામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ કેટલું હશે? 2019 મધ્યમ
  9. 9. સમાન લંબાઈ \(l\) ના બે લાંબા સમકેન્દ્રીય સોલેનોઇડ છે. ક્રમશઃ અંદર અને બહારનાં ગુંચળાની ત્રિજ્યા \(r_1\) અને \(r_2\) અને પ્રતિ એકમ લંબાઈ આંટાવોની સંખ્યા \(n_1\) અને \(n_2\) છે. અંદરના ગુંચળાનો અન્યોન્ય પ્રેરણ થી આત્મપ્રેરણનું ગુણોત્તર _____ થાય. 2019 અઘરું
  10. 10. \(a\) ત્રિજ્યા ધરાવતા તારની નાની વર્તુળાકાર લૂપ ખૂબ મોટી ત્રિજ્યા \(b\) ધરાવતા તારની વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર છે. બંને લૂપ એક જ સમતલમાં છે. \(b\) ત્રિજ્યાની બહારની લૂપ \(I = I_0\, cos\, (\omega t)\) જેટલો \(ac\) પ્રવાહ ધરાવે છે. તો અંદરની નાની લૂપમાં કેટલો \(emf\) પ્રેરિત થશે? 2017 અઘરું
  11. 11. \(0.3\) \(cm\) ત્રિજયા ઘરાવતી એક રીંગ તેનાથી ઘણી જ મોટી \(20\) \(cm\) ત્રિજયા ઘરાવતી રીંગની સમાતર રહેલ છે.નાની રીંગનું કેન્દ્ર મોટી રીંગના અક્ષ પર રહેલ છે.તે બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર \(15\) \(cm\) છે.જો નાની રીંગમાંથી \(2.0\) \(A\) જેટલો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે,તો મોટી રીંગ સાથે સંકળાયેલ ફ્‍લકસ ______ હશે. 2013 મધ્યમ
  12. 12. બે ગુચળા \(X\) અને \(Y\) ને એકબીજાની નજીક મૂકેલા છે. જ્યારે \(X\) ગુચળામાંથી \(I(t)\) જેટલો પ્રવાહ વહે ત્યારે \(Y\) ગુચળામાં \((V(t))\) જેટલો \(emf\) પ્રેરિત થાય છે. જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. તો પસાર થતો પ્રવાહ \(I(t)\) સમય \(t\) સાથે કેવી રીતે બદલાતો હશે?
    2013 મધ્યમ

STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં અન્યોન્ય પ્રેરકત્વ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2025 ના 12 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

અન્યોન્ય પ્રેરકત્વ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

0% સરળ, 42% મધ્યમ અને 58% અઘરા.