ટોપિક
10 ટોપિક- 27પ્રશ્નો Spring-Mass System
- 29પ્રશ્નો સરળ આવર્તગતિમાં ઊર્જા સૌથી વધુ પૂછાયેલ
- 19પ્રશ્નો Method to determine Time Period and Frequency
- 23પ્રશ્નો સાદું લોલક
- 8પ્રશ્નો Superposition of S.H.M
- 12પ્રશ્નો સ્થાનાંતર, કળા
- 18પ્રશ્નો સરળ આવર્તગતિ નો વેગ
- 8પ્રશ્નો સરળ આવર્તગતિમાં પ્રવેગ
- 7પ્રશ્નો Different types of oscillations (Free, Damped, Forced Oscillation and Resonance
- 6પ્રશ્નો આવર્ત અને દોલિત ગતિઓ
STD 11 - દોલનો ના બધા પ્રશ્નો
નવા પહેલા157 માંથી 1–50 પ્રશ્નો
- 1. 30 cm દોરીની લંબાઈવાળું સાદું લોલક 10s માં 20 દોલનો કરે છે. આટલા જ સમયગાળામાં 40 દોલનો પૂર્ણ કરવા માટે દોરીની જરૂરી લંબાઈ ___________ cm છે. [લોલકનું દળ સમાન રહે છે તેમ ધારો.] 2026 સરળ
- 2. એક કણ સરળ આવર્ત ગતિ કરી રહ્યું છે. તેનો કંપવિસ્તાર \(A\) અને આવર્તકાળ \(5\) સેકન્ડ છે. તેને \(x = A\) થી \(x = \dfrac{A}{\sqrt{2}}\) સુધી ગતિ કરવા માટે લાગતો સમય _______ સેકન્ડ છે. 2026 મધ્યમ
- 3. જ્યારે એક સ્પ્રિંગને \(200\) g દળ લટકાવવામાં આવે છે, ત્યારે તે \(2\) mm લંબાય છે. સંતુલન સ્થાનથી, દળને વધુ \(2\) mm નીચે ખેંચીને છોડવામાં આવે છે. તંત્ર સાથે સંકળાયેલી આવૃત્તિ અને સ્પ્રિંગમાં મહત્તમ ઊર્જા અનુક્રમે __________ Hz અને __________ J છે. (g \(= 10\) m/s\(^2\) લો) 2026 અઘરું
- 4. એક સમાન તકતી જેની ત્રિજ્યા \(R\) અને દળ \(M\) છે, તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અક્ષ \(A\) ને અનુલક્ષીને દોલન કરવા માટે મુક્ત છે. નાના દોલનો માટે તેનો આવર્તકાળ ______ છે.
(\(g\) એ ગુરુત્વ પ્રવેગ છે)
2026 અઘરું - 5. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, 1 kg અને 0.2 kg દળને સ્પ્રિંગની કુદરતી લંબાઈ કરતાં વધુ અંતરે રાખીને, સ્પ્રિંગને અમુક ખેંચાણ સાથે ખેંચેલી સ્થિતિમાં રાખવામાં આવે છે અને તેમને મુક્ત કરવામાં આવે છે. આડી સપાટીને ઘર્ષણ રહિત ધારીને, તંત્રની કોણીય આવૃત્તિ (SI એકમમાં) છે :
2026 અઘરું - 6. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, સમાન ઘનતાવાળો એક પદાર્થ પ્રારંભિક વેગ \(v_0\) સાથે વક્ર પથ પર ગબડે છે. જો પદાર્થ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ \(\dfrac{7v_0^2}{10g}\) હોય (જ્યાં \(g\) = ગુરુત્વીય પ્રવેગ), તો તે પદાર્થ _______ છે.
2026 મધ્યમ - 7. એક સ્પ્રિંગ જેનો બળ નિયતાંક \(15 N / m\) છે, તેને બે ટુકડામાં કાપવામાં આવે છે. જો તેમની લંબાઈનો ગુણોત્તર \(1: 3\) હોય, તો નાના ટુકડાનો બળ નિયતાંક _________ N/m છે. 2026 સરળ
- 8. એક સરળ આવર્ત દોલકની ગતિઊર્જા \(176 rad / s\) ની કોણીય આવૃત્તિથી દોલન કરે છે. આ સરળ આવર્ત દોલકની આવૃત્તિ _________ Hz છે. \(\left[\right.\) \(\left.\pi=\frac{22}{7}\right]\) લો. 2026 મધ્યમ
- 9. M દળ અને આડછેડનું ક્ષેત્રફળ A ધરાવતો એક નળાકાર બ્લોક (ચોસલું) તેની અક્ષ શિરોલંબ રહે તેમ \(\rho\) ઘનતાવાળા પ્રવાહીમાં તરે છે. જ્યારે ચોસલાને થોડોક દબાવીને છોડી દેવામાં આવે ત્યારે તે દોલનો કરે છે. દોલનનો આવર્તકાળ __________ છે. 2026 મધ્યમ
- 10. યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I યાદી-II A. \(\sin^2 \omega t\) I. આવર્તકાળ \(T = \dfrac{\pi}{\omega}\) સાથે આવર્તી પરંતુ સરળ આવર્ત ગતિ (SHM) નથી B. \(\sin^3(2\omega t)\) II. આવર્તકાળ \(T = \dfrac{2\pi}{\omega}\) સાથે આવર્તી પરંતુ SHM નથી C. \(\sin(\omega t) + \cos(\pi \omega t)\) III. આવર્તકાળ \(T = \dfrac{\pi}{\omega}\) સાથે આવર્તી અને SHM D. \(\cos\omega t + \cos 2\omega t\) IV. અનાવર્તી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો : 2026 અઘરું - 11. સ્પ્રિંગ વડે લટકાવેલ દ્રવ્યમાન \(m\) ના દોલનની આવૃત્તિ \(v_1\) છે. જો સ્પ્રિંગની લંબાઈ અડધી કરવામાં આવે, તો તે જ દ્રવ્યમાન \(v_2\) આવૃત્તિથી દોલન કરે છે. \(v_2/v_1\) નું મૂલ્ય ________ છે. 2026 મધ્યમ
- 12. T આવર્તકાળ સાથેની સરળ આવર્તગતિ કરતા કણનું સ્થાનાંતર \(x(t)=A \sin \omega t\) વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં A કંપવિસ્તાર છે. સ્થિતિઊર્જાનું મહત્તમ મૂલ્ય t = T / 2\( \beta\) આગળ મળે છે, તો \( \beta\) નું મૂલ્ય __________ છે. 2026 મધ્યમ
- 13. \(x\)-અક્ષ પર સરળ આવર્ત ગતિ કરતા કણનો વેગ \(v^2 = 50 - x^2\) વડે દર્શાવેલ છે, જ્યાં \(x\) સ્થાનાંતર દર્શાવે છે. જો ગતિનો આવર્તકાળ \(\dfrac{x}{7}\) s હોય, તો \(x\) નું મૂલ્ય _____ છે. 2026 મધ્યમ
- 14. બે સાદા લોલક, જેમની લંબાઈ \(l_1\) અને \(l_2\) છે અને દોરીનું દળ અવગણ્ય છે, તેમની સંતુલન સ્થિતિમાંથી અનુક્રમે \(\theta_1\) અને \(\theta_2\) જેટલું કોણીય સ્થાનાંતર અનુભવે છે. જો બંને લોલકના કોણીય પ્રવેગ સમાન હોય, તો કયું પદ સાચું છે? 2025 મધ્યમ
- 15. એક હલકો પોલો સમઘન જેની બાજુની લંબાઈ 10 cm છે અને દળ 10 g છે, પાણીમાં તરી રહ્યો છે. તેને નીચે ધકેલીને છોડવામાં આવે છે જેથી તે સરળ આવર્ત દોલનો કરે છે. આ દોલનોનો આવર્તકાળ \(y \pi \times 10^{-2} \mathrm{~s}\) છે, જ્યાં \(y\) નું મૂલ્ય _________.
(ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગ, \(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\), પાણીની ઘનતા \(=10^3 \mathrm{~kg} / \mathrm{m}^3\) ) 2025 અઘરું - 16. એક કણ બે સરળ આવર્ત ગતિ કરે છે:
\(\mathrm{x}_1=\sqrt{7} \sin 5 \mathrm{tcm}\)
અને \(x_2=2 \sqrt{7} \sin \left(5 t+\frac{\pi}{3}\right) \mathrm{cm}\)
જ્યાં x સ્થાનાંતર છે અને \(t\) સેકન્ડમાં સમય છે. કણનો મહત્તમ પ્રવેગ \(\mathrm{x} \times 10^{-2} \mathrm{~ms}^{-2}\) છે. x નું મૂલ્ય શોધો: 2025 મધ્યમ - 17. એક કણ જેનો આવર્તકાળ 2 s અને કંપવિસ્તાર 1 cm છે, તે સરળ આવર્ત ગતિ કરી રહ્યો છે. જો 12.5 s માં કણ દ્વારા કપાયેલ કુલ અંતર D અને સ્થાનાંતર d હોય, તો \(\frac{\mathrm{D}}{\mathrm{d}}\) ________ છે. 2025 સરળ
- 18. \(m\) અને \(M,(M \gt m)\) દળ ધરાવતા બે બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘર્ષણ રહિત ટેબલ પર મૂકવામાં આવ્યા છે. k સ્પ્રિંગ અચળાંક ધરાવતી દળ રહિત સ્પ્રિંગ નીચેના બ્લોક સાથે જોડેલી છે. જો તંત્રને સહેજ સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે, તો
(બે બ્લોક વચ્ચે ઘર્ષણાંક \(\mu=\) છે)
(A) બે બ્લોકના નાના દોલનનો આવર્તકાળ \(\mathrm{T}=2 \pi \sqrt{\frac{(\mathrm{~m}+\mathrm{M})}{\mathrm{k}}}\) છે.
(B) બ્લોકનો પ્રવેગ \(\mathrm{a}=\frac{\mathrm{kx}}{\mathrm{M}+\mathrm{m}}\) છે (\(\mathrm{x}=\) સંતુલન સ્થાનથી બ્લોકનું સ્થાનાંતર).
(C) ઉપરના બ્લોક પર લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય \(\frac{m \mu|x|}{M+m}\) છે.
(D) જો ઉપરનો બ્લોક લપસી ન જાય, તો તેનું મહત્તમ કંપવિસ્તાર \(\frac{\mu(M+m) g}{k}\) છે.
(E) મહત્તમ ઘર્ષણ બળ \(\mu(\mathrm{M}+\mathrm{m}) \mathrm{g}\) હોઈ શકે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો: 2025 અઘરું - 19. નીચે બે વિધાનો આપેલા છે. એકને પ્રતિજ્ઞા (A) તરીકે અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
પ્રતિજ્ઞા (A) : આપેલી કોણીય આવૃત્તિ \(\omega\) સાથેની સરળ આવર્ત ગતિ માટે, પ્રારંભિક સ્થાન \(x_0\) અને પ્રારંભિક વેગમાન \(p_0\) જાણવું એ કોઈ પણ સમયે \(t\) પર સ્થાન અને વેગમાન નક્કી કરવા માટે પૂરતું છે.
કારણ (R): કંપવિસ્તાર અને કળાને \(x_0\) અને \(\mathrm{p}_0\) ના પદમાં દર્શાવી શકાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો : 2025 સરળ - 20. સમાન દળ ધરાવતા બે પદાર્થો A અને B ને અનુક્રમે \(k_1\) અને \(k_2\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે દળરહિત સ્પ્રિંગમાંથી લટકાવવામાં આવે છે. જો પદાર્થો ઊર્ધ્વ દિશામાં એવી રીતે દોલન કરે કે જેથી તેમના કંપવિસ્તાર સમાન હોય, તો A ના મહત્તમ વેગ અને B ના મહત્તમ વેગનો ગુણોત્તર _______ છે. 2025 સરળ
- 21. \(0.2 \mathrm{~kg}\) દળની એક વસ્તુ \(\mathrm{X}\)-અક્ષ પર \(\left(\frac{25}{\pi}\right) \mathrm{Hz}\) આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. \(\mathrm{x}=0.04 \mathrm{~m}\) સ્થિતિએ વસ્તુ પાસે ગતિ ઉર્જા \(0.5 \mathrm{~J}\) અને સ્થિતિ ઉર્જા \(0.4 \mathrm{~J}\) છે. દોલનનો કંપ વિસ્તાર _______ cm છે. 2024 અઘરું
- 22. આકૃતિમાં દર્શાવેલ \(M\) દળના એક પદાર્થની સરળ આવર્ત ગતિનો આવર્તકાળ \(\pi \sqrt{\frac{\alpha \mathrm{M}}{5 \mathrm{~K}}}\) છે, જયાં \(\alpha=\) _______ છે.
2024 અઘરું - 23. દોરી વડે લટકાવેલ એક બોલ શિરોલંબ સમતલમાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેના અત્યંત બિંદુ અને સૌથી નીચેનાં બિંદૂ આગળ પ્રવેગનું મૂલ્ય સમાન રહે. અંત્ય બિંદુ આગળ માટે દોરીનાં આવર્તન કોણ \((\theta)\)_____થશે. 2024 અઘરું
- 24. એક દળ \(\mathrm{m}\) અવગણ્ય દળવાળી સ્પ્રિંગ પરથી લટકાવેલું છે અને તંત્ર \(f_1\) આવૃત્તિ સાથે દોલન કરે છે. જો તે જ સ્પ્રિંગ પરથી \(9 \mathrm{~m}\) દળ લટકાવવામાં આવે તો દોલનોની આવૃત્તિ \(f_2\) હોય છે. \(\frac{f_1}{f_{.2}}\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
- 25. એક કણ \(0.06 \mathrm{~m}\) કંપવિસ્તાર અને \(3.14 \mathrm{~s}\) આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. કણનો મહત્તમ વેગ _______ \(\mathrm{cm} / \mathrm{s}\) છે. 2024 અઘરું
- 26. એક કણ \(4 \mathrm{~cm}\) ના કંપવિસ્તારથી સરળ આવર્ત ગતિ કરે છે. મધ્યમાન સ્થાને કણનો વેગ \(10 \mathrm{~cm} / \mathrm{s}\) છે. જ્યારે કણની ઝડ૫ \(5\ \mathrm{cm} / \mathrm{s}\) થાય ત્યારે મધ્યમાન સ્થાન થી તેનું અંતર \(\sqrt{\alpha}\ \mathrm{cm}\) છે,જ્યા \(\alpha=\)_______. 2024 અઘરું
- 27. એક કણ \(A\) જેટલા કંપવિસ્તારથી સરળ આવર્તગતિ કરે છે.કણ જયારે તેની સરેરાશ અવસ્થાની \(\frac{{2A}}{3}\) જેટલા અંતરે હોય છે,ત્યારે અચાનક તેની ઝડપ ત્રણ ગણી કરી દેવામાં આવે છે.કણનો નવો કંપવિસ્તાર છે: 2024 અઘરું
- 28. એક કણ \(A\) કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. જયારે આ કણનું સ્થાનાંતર \(\frac{2 A}{3}\) હોય ત્યારે તેની ઝડપ ત્રણ ગણી કરી દેવામાં આવે તો આ કણનો નવો કંપવિસ્તાર \(\frac{\mathrm{nA}}{3}\) થઈ જ્તો હોય તો \(\mathrm{n}=\)......... 2024 અઘરું
- 29. એક કણ જેનું દળ \(0.50 \mathrm{~kg}\) છે તે \(\mathrm{F}=-50\left(\mathrm{Nm}^{-1}\right) \mathrm{x}\) બળ હેઠળ સરળ આવર્ત ગતિ કરે છે. દોલનનો આવર્તકાળ \(\frac{x}{35} s\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. (આપેલ છે કે \(\pi=\frac{22}{7}\) ) 2024 અઘરું
- 30. એક લોલકના દોલકને સમક્ષિતિજ સ્થિતિ આગળથી મુક્ત કરવામાં આવે છે, લોલકની લંબાઈ \(10 \mathrm{~m}\) છે. જો દોલકની \(10 \%\) ઊર્જા એ હવાના અવરોધની સામે વેડફાતી હોય તો તે જ્યારે નીચેના ન્યૂનતમ બિંદુ આગળ પહોચે ત્યારે દોલક ની ઝડ૫ _______ થશે.[\({ g: } 10 \mathrm{~ms}^{-2}\) નો ઉપયોગ કરો] 2024 અઘરું
- 31. એક સાદા લોલકને એવી જગ્યાએ મૂકવામાં આવે છે કે જેથી તેનું પૃથ્વીની સપાટી ઉપરથી અંતર પૃથ્વીની ત્રિજ્યા બરાબર થાય. જો દોરીની લંબાઈ \(4 m\) હોય તો નાના દોલનોનો આવર્તકાળ _______ \(s\) થશે. [\(g=\pi^2 m s^{-2}\) લો.] 2024 અઘરું
- 32. એક સેકન્ડ લોલકની પૃથ્વીની સપાટીથી \(h = 2R\) ઊંયાઈએ લંબાઈ _______ હશે. (જ્યા \(R =\) પૃથ્વીની ત્રિજ્યા છે અને પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ \(\left.g =\pi^2 ms ^{-2}\right)\) છે. 2024 મધ્યમ
- 33. એક સમાન આવર્ત દોલકનો કંપ વિસ્તાર \(A\) અને આવર્તકાળ \(6 \pi\) સેકન્ડ છે. દોલનો તેના મધ્યસ્થાનથી શરૂ થાય છે તેમ ધારતાં, \(x=\mathrm{A}\) થી શરૂ કરી \(x=\frac{\sqrt{3}}{2} \mathrm{~A}\) સુધીનું અંતર કાપતા લાગતો સમય \(\frac{\pi}{x}, છ\), જ્યાં \(x=\) _______. 2024 અઘરું
- 34. જ્યારે સરળ આવર્ત દોલકનું સ્થાનાંતર તેના કંપ વિસ્તારના ત્રીજા ભાગનું હોય ત્યારે કુલ ઊર્જા અને ગતિ ઊર્જાનો ગુણોત્તર \(\frac{x}{8}\) છે, જ્યાં \(x=\) _______. 2024 અઘરું
- 35. સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક \((k)\) પ્રાયોગિક રીતે શોધવા માટે, એક વિદ્યાર્થી સમયના માપનમાં \(2 \%\) ધન ત્રુટિ અને દળના માપનમાં \(1 \%\) ઋણ ત્રુટિ કરે છે. \(\mathrm{k}\) ના મૂલ્યના નિર્ધારણમાં ટકાવારી ત્રુટિ _______ છે. 2024 અઘરું
- 36. સરળ આવર્ગ ગતિમાં, આપેલ તંત્ર માટે કુલ યાંત્રિક ઊર્જા \(E\) વડે આપવામાં આવે છે. જો દોલન કરતાં કણનું દળ બમણું કરવામાં આવે તો સમાન કંપવિસ્તાર માટે નવી ઊર્જા _______ થશે.
2024 અઘરું - 37. સરળ આવર્ત ગતિ કરતા એક કણના સ્થાન, વેગ અને પ્રવેગના માન કોઈ ચોક્કસ ક્ષણે અનુક્રમે \(4 \mathrm{~m}, 2 \mathrm{~ms}^{-1}\) અને \(16 \mathrm{~ms}^{-2}\) છે. આ ગતિનો કંપવિસ્તાર \(\sqrt{\mathrm{x}} \mathrm{m}\) છે, જ્યાં \(\mathrm{x}\) એ _______ છે. 2024 અઘરું
- 38. સરળ આવર્ત કરતા કણ માટે સ્થાનાંતર \(x=10 \sin \left(w t+\frac{\pi}{3}\right) m\) થી આપવામાં આવે છે. ગતિ માટે આવર્તકાળ \(3.14 \mathrm{~s}\) છે. \(t=0\) સમયે કણનો વેગ _______ \(\mathrm{m} / \mathrm{s}\) હશે. 2024 અઘરું
- 39. \(100\,cm\) લંબાઈ અને \(250\,g\) લોલકનું દળ ધરાવતું એક સાદું લોલક \(10\,cm\) કંપવિસ્તારથી \(S.H.M.\) કરે છે.દોરીમાં મહત્તમ તણાવ \(\frac{x}{40}\,N\) હોવાનું જણાયું છે. \(x\) ની કિંમત ............. છે. 2023 અઘરું
- 40. \(2\,kg\) દળ ધરાવતા બ્લોકને \(20\,N / m\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સમાન સ્પ્રિંગ સાથે જોડવામાં આવે છે. બ્લોકને ધર્ષણ રહિત સપાટી પર મૂકવામાં આવે છે અને સ્પ્રિંગના છેડાને જડ આધાર સાથે લગાડવામાં આવે છે. (આકૃતિમાં જુઓ).જ્યારે દળને સંતુલન સ્થિતિમાંથી સ્થાનાંતરિત કરવામાં આવે ત્યારે તે સરળ આવર્ત ગતિ કરે છે. દોલનોનો આવર્ત કાળ \(\frac{\pi}{\sqrt{x}}\) છે. તો \(x\) નું મૂલ્ય \(...........\) છે.
2023 મધ્યમ - 41. \(250\,g\) દળ ધરાવતો એક કણ, આવર્તબળ \(F =(-25 x)\,N\) ની અસર હેઠળ સરળ આવર્ત ગતિ કરે છે. કણ તેના દોલનો દરમિયાન \(4\,m / s\) નો મહતમ વેગ પ્રાપ્ત કરે છે. ગતિનો કંપવિસ્તાર \(............cm\) હશે. 2023 મધ્યમ
- 42. \(8\,cm\) જેટલો સમાન કંપવિસ્તાર અને \(10\,Hz\) ની સમાન આાવૃતિ ધરાવતા બે સરળ આવર્ત તરંગો એક દિશામાં ગતિ કરે છે. તેમનો પરિણામી કંપવિસ્તાર પણ \(8\,cm\) છે. તો આ તરંગો વચ્યેનો કળા તફાવત \(...........^{\circ}\) છે. 2023 મધ્યમ
- 43. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(m\) દ્રવ્યમાનને બે દોરી વચ્ચે લગાવેલ છે. બે સ્પ્રિંગોના સ્પ્રિંગ અચળાંક \(K_1\) અને \(K _2\) છે. ઘર્ષણ મુકત સપાટી પર \(m\) દળના દોલનનો આવર્તકાળ છે.
2023 મધ્યમ - 44. આપેલ સમયે સાદા આવર્ત લોલકના સ્થાનાંતરનું મૂલ્ય \(y = A \cos \left(30^{\circ}\right)\) વડે આપવામાં આવે છે. જો કંપવિસ્તાર \(40\,cm\) હોય અને આ સમયે ગતિઊર્જા \(200\,J\) હોય, તો બળ અચળાંકનું મૂલ્ય \(1.0 \times 10^x Nm ^{-1}\) છે. \(x\) નું મૂલ્ય ....... થશે. 2023 અઘરું
- 45. ધરાવતા સ્પ્રિંગના મુક્ત છેડે લગાડેલ દળ \(m\), \(1\,s\) આવર્તકાળ સાથેના દોલનો કરે છે. જો દળ \(3\,kg\) વધારવામાં આવે તો તેના દોલનનો આવર્તકાળ \(1\,s\) વધે છે. તો દળ \(m\) નું મૂલ્ય \(.........kg\) છે. 2023 મધ્યમ
- 46. દળ-સ્પ્રિંગના તંત્રમાં સરળ આવર્ત તંત્ર માટે સપાટી ધર્ષણ રહિત છે. જ્યારે બ્લોકનું દળ \(1\,kg\) હોય ત્યારે કોણીય આવૃત્તિ \(\omega_1\) છે. જ્યારે બ્લોકનું દળ \(2\,kg\) હોય ત્યારે કોણીય આવૃત્તિ \(\omega_2\) છે. તો ગુણોત્તર \(\omega_2 / \omega_1\) નું મૂલ્ય
2023 સરળ - 47. એક કણ \(A\) કંપવિસ્તાર ધરાવતી સરળ આવર્ત ગતિ ઉત્પન્ન કરે છે. જ્યારે તેની ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા બરાબર થાય ત્યારે તેનું સંતુલન સ્થાનથી અંતર \(.........\) છે. 2023 મધ્યમ
- 48. એક કણ \(A\) કંપવિસ્તારનીથી \(x-\) અક્ષ પર સરળ આવર્ત ગતિ કરે છે. \(t=0\) સમયે કણનું સ્થાન \(x=\frac{A}{2}\) છે અને તે ધન \(x-\) અક્ષની દિશામાં ગતિ કરે છે. કણનું \(t\) સમયમાં સ્થાનાંતર \(x=A \sin (\omega t+\delta)\) છે, તો \(\delta\) મૂલ્ય ....... હશે. 2023 મધ્યમ
- 49. એક કણ સરળ આવર્તગતિ \((SHM)\) કરે છે. જ્યારે તેનું સ્થાનાંતર કંપવિસ્તાર કરતાં અડધું હોય ત્યારે કણની સ્થિતિઊર્જા અને ગતિ ઊર્જાનો ગુણોત્તર \(........\) થશે. 2023 મધ્યમ
- 50. એક કણ \(x=- A\) અને \(x=+ A\) ના વચ્યે સરળ આવર્ત ગતિ કરે છે. કણને \(x=0\) થી \(\frac{A}{2}\) સુધી પહોંચવા માટેનો સમય \(2\,s\) છે, તો કણને \(x=\frac{A}{2}\) થી \(A\) સુધી જવા માટેનો સમય \(........\,s\) છે. 2023 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં STD 11 - દોલનો ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 157 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
STD 11 - દોલનો નો કયો ટોપિક સૌથી વધુ પૂછાય છે?
સરળ આવર્તગતિમાં ઊર્જા, 29 પ્રશ્નો સાથે; ત્યાર બાદ Spring-Mass System, 27 પ્રશ્નો સાથે.
STD 11 - દોલનો ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
6% સરળ, 50% મધ્યમ અને 44% અઘરા.