ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો

પ્રકાશનું વક્રીભવન PYQ: JEE Mains Physics પ્રશ્નો

પ્રકાશનું વક્રીભવન પર STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો ના 19 પ્રશ્નો, 2019–2026 માં પૂછાયેલા.

19પ્રશ્નો
246STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો માં
2019–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 11% મધ્યમ 47% અઘરું 42%

પ્રશ્નો

નવા પહેલા

19 માંથી 1–19 પ્રશ્નો

  1. 1. જ્યારે પ્રકાશ પાણીમાંથી પસાર થાય ત્યારે તેની તરંગલંબાઈ 540 nm છે. પાણીનો વક્રીભવનાંક \(4 / 3\) છે. આજ પ્રકાશ જ્યારે \( 3/ 2\) વક્રીભવનાંક ધરાવતા પારદર્શક માધ્યમમાંથી પસાર થાય ત્યારે તેની તરંગલંબાઈ ________ nm થાય. 2026 સરળ
  2. 2. \(5 \times 10^{14} \mathrm{~Hz}\) આવૃત્તિનો એકવર્ણી પ્રકાશ હવામાં ગતિ કરતો, ' 2 ' વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર આપાત થાય છે. વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે? 2025 સરળ
  3. 3. નીચે બે વિધાનો આપેલા છે : એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
    વિધાન (A) : કાચનો વક્રીભવનાંક હવાના વક્રીભવનાંક કરતાં વધારે છે.
    કારણ ( \(\mathrm{R}\)) : માધ્યમની પ્રકાશીય ઘનતા તેની દ્રવ્યમાન ઘનતાના સીધી રીતે પ્રમાણસર હોય છે, જેના પરિણામે પ્રમાણસર વક્રીભવનાંક મળે છે.
    ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :
    2025 મધ્યમ
  4. 4. મિશ્રિત ન થઈ શકે તેવા અનુકમે \(\frac{8}{5}\) અને \(\frac{3}{2}\) વકીભવનાંક ધરાવતા બે પ્રવાહીને આક્રૂતિમાં દર્શાવ્યા મુજબ રાખવામાં આવેલ છે. પ્રત્યેક પ્રવાહી સ્થંભની ઉંચાઈ \(6 \mathrm{~cm}\) છે. બીકરના તળિયે એક સિક્કો મૂકેલો છે. નજીકતમ દષ્ટિ અંતર માટે, સિક્કાની આભાસી ઉંડાઈ \(\frac{\alpha}{4} \mathrm{~cm}\) છે. \(\alpha\) નું મૂલ્ય_______છે.
    2024 અઘરું
  5. 5. '\(d\)' ઊંડાઈના પાત્રમાં અડધે સુધી \(n _1\) વક્રીભવનાંક ધરાવતું તેલ, અને બાકીનો અડધો ભાગ \(n _2\) વક્રીભવનાંક ધરાવતા પાણીથી ભરવામાં આવે છે.જ્યારે આા પાત્રમાં ઉપરથી જોતાં તેની દેખાતી ઊંડાઈ \(.........\) થશે. 2023 મધ્યમ
  6. 6. \(8\,ms ^{-1}\) ના નિયમિત વેગથી ઉર્ધ્વદિશા ઉપર તરફ તરતી એક માછલી એવું જુએ છે કે એક પક્ષી માછલી તરફ \(12\,ms ^{-1}\) ના વેગથી અધોદિશામાં ડુબકી મારી રહયું છે. જો પાણીની વક્રીભવનાંક \(\frac{4}{3}\) હોય, તો પક્ષીની માછલીને પકડવા માટેની ડ્રાઈવનો સાચો વેગ ......... \(ms ^{-1}\) હશે. 2023 મધ્યમ
  7. 7. \(A.\) શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, પ્રસરણની દિશા પર આધારિત છે. \(B.\) માધ્યમમાં પ્રકાશની ઝડપ, પ્રકાશની તરંગલંબાઈથી સ્વતંત્ર છે. \(C.\) પ્રકાશની ઝડપ ઉદગમની ગતિથી સ્વતંત્ર છે. \(D.\) માધ્યમમાં પ્રકાશની ઝડપ તીવ્રતાથી સ્વતંત્ર છે. નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
  8. 8. એક માધ્યમમાં પ્રકાશની ઝડપ તેની મુક્ત અવકાશની ઝડપની સરખામણીમાં \(0.2\) ભાગ જેટલી ધટે છે. આ માધ્યમ માટે સાપેક્ષ પરા વૈદ્યુતાંક અને માધ્યમના વક્રીભવનાંકનો ગુણોત્તર \(...........\) થશે.(મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ \(=3 \times 10^8\,m s ^{-1}\) અને આપેલ માધ્યમ માટે \(\mu_{ r }=1\) આપેલ છે.) 2023 મધ્યમ
  9. 9. એક થાંભલાને ઉર્ધ્વ રીતે સ્વિમીંગ પુલમાં એવી રીત ડૂબાડવામાં આવે છે કે જયારે પાણીની સપાટી પર સૂર્યપ્રકાશ \(30^{\circ}\) ના ખૂણે આપાત થાય ત્યારે તેનો \(2.15\,m\) ની લંબાઈ ધરાવતો પડછાયો પાણીમાં રચાય છે. જો સ્વિમીંગ પુલને \(1.5\,m\) ની ઊંયાઈ સુધી ભરવામાં આવે, ત્યારે થાંભલાની ઊંચાઈ પાણીની સપાટી ઉપર સેમીમાં ......... છે. \(\left(\eta_{ w }=4 / 3\right)\) 2023 અઘરું
  10. 10. હવામાં \(\lambda_1\) તરંગલંબાઈ અને \(\nu_1\) આવૃત્તિ ધરાવતું એક એકવર્ણી તરંગ બીજા માધ્યમમાં પ્રવેશે છે. જો આંતર પૃષ્ઠ પર આપાતકોણ અને વક્રીભવનકોણ અનુક્રમે \(45^{\circ}\) અને \(30^{\circ}\) છે. તો વક્રીભૂત તરંગની તરંગલંબાઈ \(\lambda_2\) અને આવૃત્તિ પર \(\nu_2\) હોય, તો 2023 મધ્યમ
  11. 11. નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) થી દર્શાવવામાં આવ્યા છે. ક્થન \((A)\) :બે પ્રકાશ તરંગનો કળા તફાવત બદલાય જો તેઓ સમાન જાડાઈ પરંતુ જુદા-જુદા વક્રીભવનાંક ધરાવતા જુદા-જુદા માધ્યમમાંથી પસાર થાય. કારણ \((R)\) : જુદા-જુદા માધ્યમોમાં તરંગોની તરંગલંબાઇ જુદી જુદી હોય છે. ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો. 2023 મધ્યમ
  12. 12. બે માધ્યમ \(A\) અને \(B\) \(\left(v_{ A }-v_{ B }\right)\) માં પ્રકાશની ઝડપનો તફાવત \(2.6 \times 10^{7} m / s\) છે. જો માધ્યમ \(B\) નો વક્રીભવનાંક \(1.47\) હોય તો માધ્યમ \(B\) અને માધ્યમ \(A\) ના વક્રીભવનાંકનો ગુણોતર........... થશે. \(\left( c =3 \times 10^{8} ms ^{-1}\right)\) 2022 અઘરું
  13. 13. હવામાં ગતિ કરતા પ્રકાશ કિરણને ધ્યાનમાં લો ને \(\sqrt{2 n}\) વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર આપાત થાય છે. આપાત કોણ વક્રીભૂતકોણ કરતા બમણો છે. તો આપાત કોણ .......... હશે. 2022 અઘરું
  14. 14. જો તરંગ ધટ્ટ માધ્યમમાં વક્રીભવન અનુભવે તો નીચેનામાંથી કયું સાયું છે? 2022 મધ્યમ
  15. 15. પ્રકાશને \(\mu_A\) અને \(\mu_B\) જેટલો વક્રીભવનાંક ઘરાવતા અને સમાન જાડાઈ ઘરાવતા જુદા-જુદા માધ્યમોમાં ગતિ કરતા લાગતો સમય અનુક્રમે \(t_1\) અને \(t_2\) છે.જો \(t _2- t _1=5 \times 10^{-10}\,s\) અને  \(\mu_{ A }\) અને \(\mu_{ B }\) નો ગુણોત્તર \(1: 2\). હોય,તો દ્રવ્યની જાડાઈ મીટ૨માં શોધો. \(A\) અને \(B\) માધ્યમમાં પ્રકાશનો વેગ અનુક્રમે \(v_{ A }\) અને \(v_{ B }\) આપેલ છે. 2022 અઘરું
  16. 16. નિસ્યંદિત પાણીની સાપેક્ષ પરમિટિવિટી \(81\) છે. તો તેમાં પ્રકાશનો વેગ \(.......\,\times 10^{7}\,{m} / {s}\) \(\left(\right.\) આપેલ \(\left.\mu_{r}=1\right)\) 2021 મધ્યમ
  17. 17. \(\mu=\sqrt{3}\) વક્રીભવનાંક ધરાવતા ધન કાચના ગોળા પર \(60^{\circ}\) ના આપાતકોણ પ્રકારનું કિરણ દાખલ થાય છે. બીજી સપાટી પર કિરણનુંપરાવર્તન અને વક્રીભવન થાય છે બીજી સપાટી આગળ પરાવર્તિત અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો 2020 અઘરું
  18. 18. પાણી(\(\mu =\frac{4}{3}\)) ભરેલા પાત્રના તળિયે એક પ્રકાશ ઉદગમ છે.તળિયેથી થતું પરાવર્તન અને પાણી દ્વારા થતું શોષણ અવગણતા કેટલા......\(\%\) ટકા પ્રકાશ પાણીની સપાટીથી બહાર આવશે? [\(\mathrm{h}\) ઊંચાઈ અને \(r\) ત્રિજ્યા ધરાવતા શંકુની સપાટીનું ક્ષેત્રફળ \(\mathrm{r} \text { is } 2 \pi \mathrm{rh}\) નો ઉપયોગ કરો] 2020 અઘરું
  19. 19. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(AO\) પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાથી કાચમાં \(60^o\)ના ખુણે આપાત થઈને કિરણ \(OB\) \(30^o\)ના ખૂણે વક્રીભવન પામે છે.\(A\) થી \(B\) સુધીનો પ્રકાશિય પથ કેટલો થાય?
    2019 અઘરું

STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં પ્રકાશનું વક્રીભવન ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2019–2026 ના 19 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

પ્રકાશનું વક્રીભવન ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

11% સરળ, 47% મધ્યમ અને 42% અઘરા.