ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - ઘર્ષણ

સ્થિત અને સીમાંત ઘર્ષણ PYQ: JEE Mains Physics પ્રશ્નો

સ્થિત અને સીમાંત ઘર્ષણ પર STD 11 - ઘર્ષણ ના 8 પ્રશ્નો, 2021–2024 માં પૂછાયેલા.

8પ્રશ્નો
40STD 11 - ઘર્ષણ માં
2021–2024વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 50% અઘરું 50%

પ્રશ્નો

નવા પહેલા

8 માંથી 1–8 પ્રશ્નો

  1. 1. \(m\) દળ ધરાવતા બ્લોક (ચોસલા)ને \(y=x^2 / 4\) વડે દર્શાવેલ ઊર્ધ્વ આડછેદ ધરાવતી સપાટી પર મૂકવામાં આવે છે. જો ઘર્ષણાંકનું મૂલ્ચ \(0.5\) હોય તો સપાટી (ધરા)થી કે જ્યાં ચોસલું સરકે નહી તે રીતે મૂકી શકાય તે મહત્તમ ઊંચાઈ _______ હશે. 2024 અઘરું
  2. 2. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, સમક્ષિતિજ સપાટી ઉપર રહેલ \(10\,kg\) ના દળને સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના કોણે \(F\) બળથી ખેંચવામાં આવે છે.\(\mu_{ s }=0.25\) માટે,બળ \(F\) ના \(........\,N\) મહતમ મૂલ્ય સુધી બ્લોક સ્થિર રહેશે.[\(g=10\,ms^{-2}\) આપેલ છે.]
    2023 મધ્યમ
  3. 3. જ્યારે એક સિક્કાને ભ્રમણ કરતા ટેબલ પર તેના કેન્દ્રથી \(1\,cm\) અંતરે મૂકવામાં આવે છે ત્યારે જ તે સરકવાનું શરૂ કરે છે. જો ભ્રમણ કરતા ટેબલનો કોણીય વેગ અડધો કરવામાં આવે, તો ........ \(cm\) તે અંતરે રાખતા સરકશે. 2023 મધ્યમ
  4. 4. એક નિયમિત \(6\, m\) લાંબી ચેઈનને ટેબલ ઉપર એવી રીતે મૂકેલ છે કે જેથી તેની લંબાઈનો અમુક ભાગ ટેબલની ધાર આગળ લબડતો રહે. આ તંત્ર વિરામ સ્થિતિમાં છે. જે ચેઈન અને ટબલની સપાટી વચ્ચે સ્થિત ઘર્ષણક \(0.5\) જેટલો હોય તો ચેઈનનો .........\(m\) જેટલો મહ્ત્તમ ભાગ ટેબલ પરથી લટકતો રહી શકે. 2022 મધ્યમ
  5. 5. એક સમક્ષિતિજ સપાટી પર એક \(2 \,kg\) દળ અને \(4 \,ms ^{-1}\) ઝડ૫ ધરાવતું એક ચોસલું ગતિ કરતા \(x=0.5 \,m\) થી \(x=1.5 \,m\) જેટલી લંબાઈ ધરાવતી ખરબચડી સપાટીમાં દાખલ થાય છે. ખરબચડી સપાટી પર કાપેલ અંતર માટે પ્રવર્તનું પ્રતિપ્રેવેગી બળ \(F =- k x\), જ્યાં \(k =12 \,Nm ^{-1}\) છે. ચોસલું ખરબચડી સપાટીને પસાર કરે તે જ સમયે ઝડપ ............. \(ms ^{-1}\) હશે. 2022 અઘરું
  6. 6. \(0.5\, kg\) દળ ધરાવતાં લાકડાનાં ચોસલા અને ઊભી ખરબચડી દિવાલ વચ્ચે સ્થિત ઘર્ષણાંક \(0.2\) છે. બ્લોક દિવાલ સાથે ચિપકેલો (ચોટેલો) રહે તે માટે લગાવવું પડતું સમક્ષિતિજ બળ ગણો ............. \(N.\) \(\left[g=10\, ms ^{-2}\right]\) 2021 મધ્યમ
  7. 7. \(\frac{1}{3 \sqrt{3}}\) જેટલા ઘર્ષણાંક ધરાવતી સમક્ષિતીજ ખરબચડી સપાટી પર \(3\, kg\) દળ ધરાવતાં ચોસલાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યો છે. દર્શાવ્યા અનુસાર સમક્ષિતીજ સાથે \(60°\) કોણ રચતા ઉર્ધ્વ સપાટી પર જરૂરી બળનું ઓછામાં ઓછું મૂલ્ય \(3x\) છે કે જેથી તે ચોસલું ખસી ના શકે. \(3x\) નું મૂલ્ય ......... હશે. \(\left[g=10 m / s ^{2} ; \sin 60^{\circ}=\frac{\sqrt{3}}{2} ; \cos 60^{\circ}=\frac{1}{2}\right]\)
    2021 અઘરું
  8. 8. એક ઢોળાવવાળા સમતલને એવી રીતે વાળવામાં આવે છે કે જેથી ઉર્ધ્વ આડછેદ \(y=\frac{x^{2}}{4}\) થી આપી શકાય, જ્યાં , \(y\) એ ઉર્ધ્વ દિશા અને \(x\) સમક્ષિતિજ દિશા છે. જે આ વક્ર સમતલની ઉપરની સપાટી \(\mu=0.5\) જેટલા ઘર્ષણાંક સાથે ખરબચડી હોય તો એક સ્થિર બ્લોક (ચોસલું) નીચે સરકે નહીં તે મહત્તમ ઊંચાઈ ...........\(cm\) હશે 2021 અઘરું

STD 11 - ઘર્ષણ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં સ્થિત અને સીમાંત ઘર્ષણ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2021–2024 ના 8 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

સ્થિત અને સીમાંત ઘર્ષણ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

0% સરળ, 50% મધ્યમ અને 50% અઘરા.