ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - તરંગો

સ્પંદ PYQ: JEE Mains Physics પ્રશ્નો

સ્પંદ પર STD 11 - તરંગો ના 11 પ્રશ્નો, 2014–2026 માં પૂછાયેલા.

11પ્રશ્નો
139STD 11 - તરંગો માં
2014–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 55% મધ્યમ 27% અઘરું 18%

પ્રશ્નો

નવા પહેલા

11 માંથી 1–11 પ્રશ્નો

  1. 1. બે સ્વરકાંટા A અને B ને ધ્વનિત કરતા 2 s માં 8 સ્પંદ ઉત્પન્ન કરે છે. જ્યારે સ્વરકાંટા A પર મીણ લગાડવામાં આવે ત્યારે સ્પંદની આવૃત્તિ 2 s માં 4 સ્પંદ સુધી ઘટે છે. જો સ્વરકાંટા B ની મૂળ આવૃત્તિ 380 Hz હોય તો સ્વરકાંટા A ની મૂળ આવૃત્તિ _________ Hz. છે. 2026 સરળ
  2. 2. બે સંવાદિત તરંગો એક જ દિશામાં ગતિ કરતા એકબીજા પર સંપાત થઈને \(\mathrm{x}=\mathrm{a} \cos (1.5 \mathrm{t}) \cos (50.5 \mathrm{t})\) તરંગ બનાવે છે, જ્યાં \(t\) સેકન્ડમાં છે. તેઓ કયા આવર્તકાળ સાથે સ્પંદન કરે છે તે શોધો (નજીકના પૂર્ણાંક સુધી). 2025 મધ્યમ
  3. 3. \(150 \mathrm{~cm}\) લાંબી એક બંધ ઓર્ગન નળી (વાંસળી) \(350 \mathrm{~cm}\) એક ખુલ્લી ઓર્ગન નળી, કે બંને તેઓની મૂળભૂત આવૃત્તિ સાથે દોલન કરે છે, ની સાથે \(7\) સ્પંદ પ્રતિ સેક્ન્ડ આપે છે. ધ્વનિનો વેગ_______\(\mathrm{m} / \mathrm{s}\)છે. 2024 સરળ
  4. 4. એક સ્વર કાંટો \(1 \mathrm{~m}\) લંબાઈના સોનોમીટર તાર સાથે અનુનાદ કરે છે, જે \(6 \mathrm{~N}\) ના તણાવથી ખેંચાયેલો છે. જ્યારે તારમાં તણાવ બદલીને \(54 \mathrm{~N}\) કરવામાં આવે છે, ત્યારે તે જ સ્વર કાંટો તેની સાથે \(12\) બીટ્સ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન કરે છે. સ્વર કાંટાની આવૃત્તિ _______ \(\mathrm{Hz}\) છે. 2024 મધ્યમ
  5. 5. \(20\) ધ્વનિ ચીપીયાઓના ગણને તેમની આવૃત્તિના ચઢતા ક્રમમમાં ગોઠવવામાં આવેલ છે. જો દરેક ચીપીયો તેની આગળના ચીપીયા સાથે \(4\) સ્પંદ આપતો હોય અને છેલ્છેલા ચીપીયાની આવૃત્તિ એ પ્રથમ ચીપીયાની આવૃત્તિ કરતા બમણી હોય તો, છેલ્લા ચીપીયાની આવૃત્તિ ........... \(Hz\) થશે. 2022 સરળ
  6. 6. સમાન કંપવિસ્તાર અને સમાન આવિત્ત ધરાવતા બે તરંગો દોરી પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તેઓ વ્યતિકરણ અનુભવીને સ્થિત તરંગ ઉત્પન્ન કરે છે કે જેને નીચેના સમીકરણથી દર્શાવી શકાય છે. \(y=\left(10 \cos \pi x \sin \frac{2 \pi t }{ T }\right) cm\) \(x=\frac{4}{3} cm\) આગળ રહેલા કણનો કંપવિસ્તાર.....\(cm\) હશે 2022 સરળ
  7. 7. વાયુમાં કે જેમાં બે તરંગ લંબાઈઆ \(4.08 \,m\) અને \(4.16 \,m , 12 \,s\) માં \(40\) સ્પંદ ઉત્પન્ન કરે છે. તેમાં ધ્વનિનો વેગ ............ \(ms ^{-1}\) હશે. 2022 સરળ
  8. 8. અજ્ઞાત આવૃત્તિ ધરાવતા સ્વરકાંટા \(A\) સાથે \(340\, Hz\) આવૃત્તિ ધરાવતા જ્ઞાત સ્વરકાંટા \(5\) સ્પંદ/સેકન્ડ ઉત્પન્ન કરે. જ્યારે સ્વરકાંટા \(A\) ને ઘસીને ટૂંકો કરવામાં આવે છે ત્યારે સ્પંદ આવૃત્તિ ઘટીને \(2\) સ્પંદ/સેકન્ડ થાય છે. સ્વરકાંટા \(A\) ની આવૃત્તિ કેટલી હશે ? (\(Hz\) માં) 2021 અઘરું
  9. 9. બે સિતારના તાર \(A\) અને \(B\) દ્વારા ‘ધ’ શબ્દ વગાડતા તે સ્પંદ ઉત્પન્ન કરે છે અને તેની આવૃતિ \(5\,Hz\) મળે છે. જો \(B\) તારમાં તણાવ થોડુક વધારવામાં આવે ત્યારે મળતા સ્પંદની આવૃતિમાં \(3\,Hz\) જેટલો ઘટાડો થાય છે. જો \(A\) ની આવૃતિ \(425\,Hz\) હોય તો \(B\)ની મૂળભૂત આવૃતિ કેટલા \(Hz\) હશે? 2018 સરળ
  10. 10. સ્વરકાંટાને \(0.95\,m\) અથવા \(1\,m\) તારની લંબાઈ ધરાવતા સોનોમીટર સાથે સાંભળતા પ્રતિ સેકન્ડે \(5\) સ્પંદ સંભળાય છે. તો સ્વરકાંટાની આવૃતિ કેટલા \(Hz\) હશે? 2018 મધ્યમ
  11. 11. બે ફૅક્ટરી \(800\, Hz\)ની આવૃતિ વાળો અવાજ ઉત્પન્ન કરે છે. એક માણસ એક ફેક્ટરીમાંથી બીજી ફેકટરી તરફ \(2\,m/s\) ના વેગથી ગતિ કરે છે. ધ્વનિનો વેગ \(320\, m/s\) છે. એક સેકન્ડમાં માણસને કેટલા સ્પંદ સંભળાશે? 2014 અઘરું

STD 11 - તરંગો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં સ્પંદ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2014–2026 ના 11 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

સ્પંદ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

55% સરળ, 27% મધ્યમ અને 18% અઘરા.