ટોપિક
10 ટોપિક- 29પ્રશ્નો Electric Cells and Combination of cells in Series and Parallel
- 12પ્રશ્નો Combination of Resistors - Series and Parallel
- 25પ્રશ્નો Potentiometer
- 27પ્રશ્નો મીટરબ્રિજ
- 86પ્રશ્નો સમતુલ્ય અવરોધ સૌથી વધુ પૂછાયેલ
- 43પ્રશ્નો વિદ્યુતઉર્જા સને પાવર
- 25પ્રશ્નો વિદ્યુતપ્રવાહ, પ્રવાહ ઘનતા, ડ્રિફટવેગ, રીલેક્સેશન સમય
- 43પ્રશ્નો ઓહ્મનો નિયમ, અવરોધકતા અને વાહક્તા
- 14પ્રશ્નો કિચૌફના નિયમો
- 6પ્રશ્નો Carbon resistors and Color code for Carbon resistors
STD 12 - પ્રવાહ વિદ્યુત ના બધા પ્રશ્નો
નવા પહેલા310 માંથી 1–50 પ્રશ્નો
- 1. 2 m લંબાઈ અને \(0.2\ mm^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નળાકાર વાહકના છેડા 2 V ની બેટરી સાથે જોડવામાં આવે ત્યારે 1.6 A વિદ્યુતપ્રવાહનું વહન કરે છે. વાહકમાં ઈલેક્ટ્રોનની મોબીલીટી \(\alpha \times 10^{-3} m^2 / V . s\) છે. \(\alpha\) નું મૂલ્ય ________ છે.
(ઈલેક્ટ્રોન સાંદ્રતા \(=5 \times 10^{28} / m ^3\) અને ઈલેક્ટ્રોન ભાર \(=1.6 \times 10^{-19} C\) ) 2026 સરળ - 2. \(2 \ \Omega\) નો કુલ અવરોધ ધરાવતી વિદ્યુતપાવર લાઈન 250 V પર 1 kW પાવર પહોંચાડે છે. ટ્રાન્સમીશન લાઈનની પ્રતિશત કાર્યક્ષમતા ________ છે. 2026 અઘરું
- 3. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અવરોધો \(2 \Omega\) અને \(3 \Omega\) બ્રિજના ખાંચાઓમાં જોડેલા છે. XY તાર પરના કોઈ બિંદુએ જૉકીના સંપર્ક દ્વારા શૂન્ય બિંદુ પ્રાપ્ત થાય છે. જ્યારે એક અજ્ઞાત અવરોધ \(3 \Omega\) અવરોધ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, ત્યારે શૂન્ય બિંદુ Y તરફ 22.5 cm જેટલું સ્થાનાંતરિત થાય છે. અજ્ઞાત અવરોધનું અવરોધ _________ \(\Omega\) છે.
2026 મધ્યમ - 4. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અવરોધો \( R_{1} \) અને \( R_{2} \) સાથેનો એક મીટર બ્રિજ બિંદુ P થી 40 cm અંતરે સંતુલિત (શૂન્ય બિંદુ) હતો. જ્યારે 16 \( \Omega \) અવરોધને \( R_{2} \) ને સમાંતર જોડવામાં આવે છે, ત્યારે શૂન્ય બિંદુ બિંદુ P થી 50 cm અંતરે બદલાઈ ગયું. અવરોધો \( R_{1} \) અને \( R_{2} \) ના મૂલ્યો __________ છે.
2026 અઘરું - 5. આકૃતિમાં દર્શાવ્યા મુજબની ગોઠવણીમાં પોટેન્શિયોમીટરના તાર AB ની કુલ લંબાઈ 50 cm છે. જો P એ એવો બિંદુ હોય જ્યાં ગેલ્વેનોમીટર શૂન્ય અવલોકન દર્શાવે છે તો લંબાઈ AP _________ cm છે.
2026 અઘરું - 6. આપેલ પરિપથમાં, જ્યારે \(1 \Omega\) આંતરિક અવરોધ ધરાવતી \(9 V\) ની બેટરીને બિંદુ A અને B વચ્ચે જોડવામાં આવે, ત્યારે \(1\) મિનિટમાં ઉત્પન્ન થતી ઉષ્મા _________ J છે.
2026 અઘરું - 7. અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવાના મીટરબ્રીજના પ્રયોગમાં, પ્રથમ \(2 \Omega\) અને \(3 \Omega\) ના અવરોધ બ્રીજના ડાબા અને જમણા ગેપમાં જોડવામાં આવે છે અને ડાબી બાજુ થી \(l cm\) લંબાઈએ તટસ્થબિંદુ મેળવવામાં આવે છે. હવે જ્યારે અજ્ઞાત અવરોધ \(x \Omega\) ને \(3 \Omega\) ના અવરોધકની સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તટસ્થબિંદુ તારમાં જમણી તરફ 10 cm જેટલું ખસે છે. અજ્ઞાત અવરોધ x નું મૂલ્ય ________ \(\Omega\) છે. 2026 મધ્યમ
- 8. બે જાણીતા અવરોધ \(R \Omega\) અને \(2 R \Omega\) અને એક અજ્ઞાત અવરોધ \(X \Omega\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પરિપથમાં જોડેલા છે. જો પરિપથમાં A અને B બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ \(X \Omega\) હોય, તો X નું મૂલ્ય _________ \(\Omega\) છે.
2026 અઘરું - 9. E વિદ્યુતચાલક બળ (EMF) અને r આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી R અવરોધ સાથે જોડેલ છે. Rમાં પાવર વપરાશ મહત્તમ ત્યારે થશે જ્યારે: 2026 સરળ
- 10. એક વ્હીટસ્ટોન બ્રિજ શરૂઆતમાં ઓરડાના તાપમાને છે અને બ્રિજની બધી ભુજાઓ સમાન અવરોધ ધરાવે છે ( \(R_1=R_2=R_3=R_4\) ). જ્યારે \(R_3\) અવરોધને અમુક તાપમાને ગરમ કરવામાં આવે છે, ત્યારે તેના અવરોધના મૂલ્યમાં \(10 \%\) નો વધારો થાય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત \(\left( V _{ a }- V _{ b }\right)\) (\(R _3\) ને ગરમ કર્યા પછી) __________ V છે.
2026 સરળ - 11. એકમ લંબાઈ દીઠ સમાન \(\lambda \Omega / m\) અવરોધ ધરાવતો એક તાર \(r\) ત્રિજ્યાના વર્તુળમાં વાળવામાં આવે છે અને તારનો બીજો એક 2 r લંબાઈનો ટુકડો A અને B \(( AOB )\) બિંદુઓ વચ્ચે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ, જોડવામાં આવે છે. A અને B બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ___________\(\Omega\) છે.
2026 સરળ - 12. જ્યારે એક કોષના ટર્મિનલ સાથે \(5\ \Omega\) નો બાહ્ય અવરોધ જોડવામાં આવે છે, ત્યારે તેમાંથી \(0.25\text{ A}\) નો પ્રવાહ વહે છે. જ્યારે \(5\ \Omega\) અવરોધને \(2\ \Omega\) અવરોધ વડે બદલવામાં આવે છે, ત્યારે તેમાંથી \(0.5\text{ A}\) નો પ્રવાહ વહે છે. કોષનો આંતરિક અવરોધ _______ \(\Omega\) છે. 2026 સરળ
- 13. નીચે આપેલ પરિપથમાં બિંદુઓ \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ \(\frac{x}{5} \Omega\) છે. \(x\) નું મૂલ્ય ___________ છે.
2026 અઘરું - 14. પ્રત્યેકનો અવરોધ \(r \Omega\) હોય તેવા છ તાર વડે નિયમિત ષટ્કોણ બનાવવામાં આવે છે અને શિરોબિંદુઓને તેટલા જ અવરોધવાળા તાર વડે કેન્દ્રમાં જોડેલા છે. જો એક શિરોબિંદુમાંથી પ્રવાહ દાખલ થઈ અને સામેના શિરોબિંદુમાંથી બહાર નીકળે તો ષટ્કોણનો સામસામેના શિરોબિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ __________ થશે. 2026 સરળ
- 15. પોટેન્શિયોમીટર વડે બે કોષના EMF ની સરખામણી કરવા માટે મેળવેલી સંતુલન લંબાઈઓ 200 cm અને 150 cm છે. સ્કેલનું લઘુત્તમ માપ 1 cm છે. EMFના ગુણોત્તરમાં પ્રતિશત ત્રુટિ _________ છે. 2026 મધ્યમ
- 16. પોટેન્શિયોમીટરમાં, જ્યારે ગૌણ પરિપથમાંના કોષને 4 \(\Omega\) અવરોધ વડે શન્ટ કરવામાં આવે છે, ત્યારે તારના 120 cm લંબાઈએ સમતોલનબિંદુ મળે છે. હવે જ્યારે તે જ કોષને 12 \(\Omega\) અવરોધ વડે શન્ટ કરવામાં આવે છે, ત્યારે સમતોલનબિંદુ 180 cm લંબાઈએ ખસે છે. કોષનો આંતરિક અવરોધ __________ \(\Omega\) છે. 2026 મધ્યમ
- 17. પરિપથમાં દર્શાવેલ \(A\) અને \(B\) બિંદુઓ વચ્ચેનો વોલ્ટેજ અને વિદ્યુતપ્રવાહ _____ છે.
2026 અઘરું - 18. નીચે આપેલ પરિપથ આકૃતિનો સંદર્ભ લો. \(100\) સેકન્ડમાં \(6\,\Omega\) અવરોધમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા \(\dfrac{\alpha}{100}\) J છે. \(\alpha\) નું મૂલ્ય _______ છે. (નજીકના પૂર્ણાંકમાં)
2026 અઘરું - 19. નીચે આપેલી આકૃતિ જુઓ, ટર્મિનલ \(A\) અને \(B\) વચ્ચેનો પ્રવાહ _____ A. છે.
2026 અઘરું - 20. નીચેની આકૃતિનો અભ્યાસ કરો. \(I_1\), \(I_2\) અને \(I_3\) ના મૂલ્યો __________ છે.
2026 અઘરું - 21. સમાન EMF E અને આંતરિક અવરોધ r ધરાવતા કોષ માટે, જ્યારે બંને કોષ સમાંતરમાં કે શ્રેણીમાં જોડાય ત્યારે 6 Ω ના બાહ્ય અવરોધમાંથી સમાન પ્રવાહ વહે છે. આંતરિક અવરોધ r નું મૂલ્ય ________ Ω. 2026 અઘરું
- 22. \(1\) V અને \(2\) V વિદ્યુતચાલક બળ (emf) અને અનુક્રમે \(2\,\Omega\) તથા \(1\,\Omega\) આંતરિક અવરોધ ધરાવતા બે કોષો સમાંતર જોડાણમાં જોડેલા છે, જે બાહ્ય અવરોધમાંથી \(1\) A પ્રવાહ આપે છે. જો એક કોષની ધ્રુવીયતા ઉલટાવવામાં આવે, તો બાહ્ય અવરોધમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય \(\dfrac{\alpha}{5}\) A થશે. \(\alpha\) નું મૂલ્ય __________ છે. 2026 અઘરું
- 23. 25 m લંબાઈ અને \(5 \mathrm{~mm}^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા, \(2 \times 10^{-6} \Omega \mathrm{~m}\) અવરોધકતાવાળા તારને સંપૂર્ણ વર્તુળમાં વાળવામાં આવે છે. વ્યાસના સામસામેના બિંદુઓ વચ્ચેનો અવરોધ કેટલો હશે? 2025 મધ્યમ
- 24. 9 \(\Omega\) અવરોધ ધરાવતા એક તારને સમબાજુ ત્રિકોણ બનાવવા માટે વાળવામાં આવે છે. તો કોઈપણ બે શિરોબિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ _____ ઓહ્મ થશે. 2025 સરળ
- 25. \(A=16 \mathrm{~cm}^2\) ક્ષેત્રફળ અને પ્લેટો વચ્ચે 10 cm અંતર ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરને DC પ્રવાહ વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે. કેપેસિટરની અંદર અને પ્લેટોને સમાંતર \(\mathrm{A}_0=3.2 \mathrm{~cm}^2\) ક્ષેત્રફળવાળી એક કાલ્પનિક સમતલ સપાટીનો વિચાર કરો. કોઈ એક ક્ષણે, પરિપથમાં પ્રવાહ 6A છે. તે જ ક્ષણે, \(\mathrm{A}_0\) માંથી પસાર થતો સ્થાનાંતર પ્રવાહ ________ mA છે. 2025 મધ્યમ
- 26.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(R_p=1 \Omega\) અવરોધ ધરાવતા પોટેન્શિયોમીટરના તારની મધ્યમાં પોટેન્શિયોમીટરનો સરકતો સંપર્ક છે. સરકતા સંપર્ક મારફતે \(R_e=2 \Omega\) નો બાહ્ય અવરોધ જોડેલ છે. પરિપથમાં વિદ્યુતપ્રવાહ છે : 2025 મધ્યમ - 27. બે કોષો, જેમના વિદ્યુતચાલક બળ 1 V અને 2 V અને આંતરિક અવરોધ અનુક્રમે \(2 \Omega\) અને \(1 \Omega\) છે, તેમને એક બાહ્ય અવરોધ \(6 \Omega\) સાથે શ્રેણીમાં જોડેલા છે. પરિપથમાં કુલ પ્રવાહ \(\mathrm{I}_1\) છે. હવે આ જ બે કોષોને સમાંતર જોડાણમાં તે જ બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. આ કિસ્સામાં, કુલ પ્રવાહ \(I_2\) છે. \(\left(\frac{I_1}{I_2}\right)\) નું મૂલ્ય \(\frac{x}{3}\) છે. \(x\) નું મૂલ્ય _____ છે. 2025 મધ્યમ
- 28. એક મોટર 100 V પર કાર્યરત છે અને 1 A પ્રવાહ ખેંચે છે. જો મોટરની કાર્યક્ષમતા \(91.6 \%\) હોય, તો પાવરનો વ્યય \(\mathrm{cal} / \mathrm{s}\) ના એકમોમાં _________ થશે. 2025 મધ્યમ
- 29. ' \(n\) ' સમાન વિદ્યુત બલ્બ છે, દરેકને મેઈન સપ્લાયમાંથી સ્વતંત્ર રીતે \(p\) પાવર ખેંચવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. હવે તેમને મેઈન સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. આ સંયોજન દ્વારા ખેંચાયેલો કુલ પાવર છે : 2025 સરળ
- 30. નીચે આપેલ પરિપથના બે છેડા વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો
2025 સરળ - 31. નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન-I : સમાંતર જોડાણમાં જોડેલ બે બિન-આદર્શ બેટરીઓનો સમકક્ષ emf બેમાંથી કોઈપણ emf કરતાં નાનો હોય છે.
વિધાન-II : સમાંતર જોડાણમાં જોડેલ બે બિન-આદર્શ બેટરીઓનો સમકક્ષ આંતરિક અવરોધ બેમાંથી કોઈપણ બેટરીના આંતરિક અવરોધ કરતાં નાનો હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2025 મધ્યમ - 32. નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથમાં, જ્યારે A બિંદુએ સ્થિતિમાન B બિંદુએ સ્થિતિમાન જેટલું હોય, ત્યારે પ્રવાહ I નું મૂલ્ય ____ A હશે.
2025 મધ્યમ - 33. પદાર્થમાં તાપમાનનો તફાવત ઉષ્મા ઊર્જાને વિદ્યુત ઊર્જામાં રૂપાંતરિત કરી શકે છે. ઉષ્મા ઊર્જાનો ઉપયોગ કરવા માટે, પદાર્થમાં _________ હોવું જોઈએ. 2025 સરળ
- 34. R અવરોધ ધરાવતા એક તારને સમબાજુ ત્રિકોણમાં વાળવામાં આવે છે અને તેવો જ બીજો એક તાર ચોરસમાં વાળવામાં આવે છે. ત્રિકોણની કોઈ એક બાજુના બે અંત્યબિંદુઓ વચ્ચેના અવરોધનો, ચોરસની કોઈ એક બાજુના બે અંત્યબિંદુઓ વચ્ચેના અવરોધ સાથેનો ગુણોત્તર છે: 2025 મધ્યમ
- 35. \(R\) અવરોધનો એક તાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણીય પિરામિડના આકારમાં વાળવામાં આવે છે, જેમાં દરેક ખંડ સમાન લંબાઈનો છે. બિંદુઓ \(A\) અને \(B\) વચ્ચેનો અવરોધ \(R / n\) છે. \(n\) નું મૂલ્ય છે :
2025 મધ્યમ - 36. તારમાંથી સમયના વિધેય તરીકે પસાર થતો વિદ્યુતપ્રવાહ \(\mathrm{I}(\mathrm{t})=0.02 \mathrm{t}+0.01 \mathrm{~A}\) વડે આપવામાં આવેલ છે. t = 1 s થી t = 2 s સુધી તારમાંથી વહેતો વિદ્યુતભાર છે: 2025 મધ્યમ
- 37. \(0^{\circ} \mathrm{C}\) તાપમાને બે સુવાહકોના અવરોધ સમાન છે. આ સુવાહકો માટે અવરોધકતા તાપમાન ગુણાંક \(\alpha_1\) અને \(\alpha_2\) છે. તો આપેલ સુવાહકોના શ્રેણી અને સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધકતા તાપમાન ગુણાંક _______ છે. 2024 અઘરું
- 38. \(1 \Omega\) અવરોધકમાંથી પસાર થતો પ્રવાહ \(\frac{\mathrm{n}}{10} \ A \) છે. \(n\) નું મૂલ્ય _______ છે.
2024 અઘરું - 39. \(10 \mathrm{~cm}\) લંબાઈ અને \(\sqrt{7} \times 10^{-4} \mathrm{~m}\) ત્રિજ્યા ના તારને મીટર બ્રીજના જમણા ગેપમાં જોડેલ છે.જ્યારે ડાબા ગેપમાં અવરોધ પેટી વડે \(4.5 \Omega\) નો અવરોધ જોડવામાં આવે ત્યારે ડાબા છેડેથી \(60 \mathrm{~cm}\) આગળ તટસ્થબિંદૂ (સંતુલન લંબાઈ) મળે છે.જો તારની અવરોધકતા \(\mathrm{R} \times 10^{-7} \Omega \mathrm{m}\) હોય તો \(\mathrm{R}\) નું મૂલ્ય_____છે. 2024 અઘરું
- 40. \(100 \Omega\) અને \(200 \Omega\) ના બે અવરોધોને અવગણ્ય (આંતરિક) અવરોધ ધરાવતી \(4 V\) ને બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. \(100 \Omega\) અવરોધને સમાંતર વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર જોડવામાં આવે છે. જે \(1 \mathrm{~V}\) અવલોકન આપે છે. વોલ્ટમીટરનો અવરોધ _______ \(\Omega\) થશે. 2024 અઘરું
- 41. \(50 \mathrm{~W}-200 \mathrm{~V}\) રેટીગ ધરાવતા એક વિદ્યુત ગોળા (બલ્બ)ને \(100 \mathrm{~V}\) ના ઉદગમને સમાંતર જોડવામાં આવે છે. બલ્બ઼માં વિખેરાતો પાવર (કાર્યત્વરા) _______ હશે. 2024 અઘરું
- 42. A અને B વચ્ચેનો સમકક્ષ અવરોધ _______ છે.
2024 અઘરું - 43. A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ, જો દરેક અવરોધકનો અવરોધ R હોય, તો _______ થશે.
2024 અઘરું - 44. આકૃત્તિમાં એક પોટેન્શિયલ વિભાજક પરિપથ દર્શાવેલ છે. આઉટપુટ વોલ્ટેજ \(V_0\) _______ થશે.
2024 અઘરું - 45. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરસ્પર ભિન્ન આંતરિક અવરોધ ધરાવતા ત્રણ વોલ્ટમીટરોને જોડવામાં આવ્યા છે. જ્યાંરે \(A\) અને \(B \)ની વચ્ચે અમુક સ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે ત્યારે \(V_1, V_2\) અને \(V_3\) અવલોકનો મળે છે. સાચો વિકલ્પ પસંદ કરો.
2024 અઘરું - 46. આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનો સમતુલ્ય અવરોધ _______ \(\Omega\).
2024 અઘરું - 47. આપેલ આકૃતિમાં \(R_1=10 \Omega, R_2=8 \Omega, R_3=4 \Omega\) અને \(R_4=8 \Omega\) છે. બેટરી આદર્શ છે અને તેનું emf \(12 \mathrm{~V}\) છે. પરિપથનો સમતુલ્ય અવરોધ અને બેટરી દ્વારા પૂરો પાડવામાં આવતો પ્રવાહ અનુક્રમે _______ છે.
2024 અઘરું - 48. આપેલ પરિપથમાં, \(20 \Omega\) અવરોધમાં વહેતો પ્રવાહ \(0.3\) \(A\) હોય , જ્યારે એમિટર \(0.9\) \(A\)નું અવલોકન નોંધે છે. \(R_1\) નું મૂલ્ય _______ \(\Omega\) છે.
2024 અઘરું - 49. આપેલ પરિપથમાં આદર્શ વોલ્ટમીટર \((V)\) નું અવલોકન (રીડીંગ) _______ છે.
2024 અઘરું - 50. આપેલ પરિપથમાં, કોષનો ટર્મિનલ સ્થિતિમાનનો તફાવત _______ છે.
2024 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં STD 12 - પ્રવાહ વિદ્યુત ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 310 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
STD 12 - પ્રવાહ વિદ્યુત નો કયો ટોપિક સૌથી વધુ પૂછાય છે?
સમતુલ્ય અવરોધ, 86 પ્રશ્નો સાથે; ત્યાર બાદ વિદ્યુતઉર્જા સને પાવર, 43 પ્રશ્નો સાથે.
STD 12 - પ્રવાહ વિદ્યુત ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
7% સરળ, 48% મધ્યમ અને 45% અઘરા.