પ્રશ્નો
નવા પહેલા22 માંથી 1–22 પ્રશ્નો
- 1. \(600\) kg/m\(^3\) ઘનતાવાળું પ્રવાહી જુદા જુદા આડછેદવાળી નળીમાં સ્થિર પ્રવાહમાં વહી રહ્યું છે. બિંદુ \(A\) આગળનો આડછેદ \(1.0\) cm\(^2\) છે અને બિંદુ \(B\) આગળનો આડછેદ \(20\) mm\(^2\) છે. બંને બિંદુઓ \(A\) અને \(B\) સમાન સમક્ષિતિજ સમતલમાં છે, બિંદુ \(A\) આગળ પ્રવાહીની ઝડપ \(10\) cm/s છે. બિંદુઓ \(A\) અને \(B\) આગળના દબાણનો તફાવત ________ Pa છે. 2026 મધ્યમ
- 2. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, પાણી એક સમક્ષિતિજ નળીમાંથી વહે છે. ઊર્ધ્વ નળીઓમાં પાણીના સ્તંભોની ઊંચાઈનો તફાવત 5 cm છે અને \(A\) તથા \(B\) પરના આડછેદના ક્ષેત્રફળ અનુક્રમે \(6 cm^2\) અને \(3 cm^2\) છે.
પ્રવાહનો દર ___________ \(cm ^3 / s\) હશે. (\(g =10 m / s ^2\) લો)
2026 અઘરું - 3. પાણી એક સમક્ષિતિજ પાઈપમાં વહે છે, જેનો એક છેડો વાલ્વ વડે બંધ છે. પાઈપ સાથે જોડેલા દબાણ માપકનું વાંચન \(P_1\) છે. જ્યારે વાલ્વ ખોલવામાં આવે છે, ત્યારે દબાણ માપકનું વાંચન ઘટીને \(P_2\) થાય છે. પાઈપમાં વહેતા પાણીની ઝડપ _______ ના સમપ્રમાણમાં છે. 2025 અઘરું
- 4. એક બંધ નળી સાથે જોંડેલ દબાણ-મીટરમાં \(4.5 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2\) નું અવલોકન મળે છે. વાલ્વ ચાલુ કરતાં, પાણી વહેવાનું ચાલુ થાય છે અને દબાણ-મીટરમાં અવલોકન ઘટીને \(2.0 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2\) થાય છે. પાણીનો વેગ \(\sqrt{\mathrm{V}} \mathrm{m} / \mathrm{s}\) માલૂમ પડે છે. \(\mathrm{V}\) નું મૂલ્ય છે. 2024 અઘરું
- 5. એક વિમાન અચળ ઝડપે સમતલ ઉડાન ભરી રહ્યું છે અને તેની દરેક બે પાંખોનું ક્ષેત્રફળ \(40 \mathrm{~m}^2\) છે. જો હવાની ઝડપ નીચલી પાંખની સપાટી પર \(180 \mathrm{~km} / \mathrm{h}\) અને ઉપલી પાંખની સપાટી પર \(252 \mathrm{~km} / \mathrm{h}\) હોય, તો વિમાનનું દળ _______ \(\mathrm{kg}\) છે. (હવાની ઘનતા \(1 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) અને \(\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}\) લો.) 2024 અઘરું
- 6. નીચે બે વિધાનો આપ્યાં છે. વિધાન \(I\): જ્યારે પ્રવાહીની ઝડપ દરેક સ્થાને શૂન્ય હોય તો કોઈ બે બિંદુઓ વચ્ચેનો દબાણ઼ તફ઼ાવત સમીકરણ \(P_1-P_2=\rho g\left(h_2-h_1\right)\) ઉપર આધાર રાખે છે. વિધાન \(II\) : દર્શાવેલ વેન્ચ્યુમીટરમાં \(2 \mathrm{gh}=v_1^2-v_2^2\) છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :
2024 અઘરું - 7. પવનની ટનલમાં મોડેલ એરોપ્લેનના ચકાસણી પ્રયોગમાં પાંખની નીચેની અને ઉપરની સપાટી પર વહનની ઝડપ અનુક્રમે \(70 \mathrm{~ms}^{-1}\) અને \(65 \mathrm{~ms}^{-1}\) છે. જો પાંખનું ક્ષેત્રફળ 2 \(\mathrm{m}^2\) હોય તો પાંખની લીફટ _______ \(N\) છે. (હવાની ધનતા = \(1.2 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) આપેલ છે) 2024 અઘરું
- 8. સાચું બર્નોલીનું સમીકરણ _______ છે. (પ્રતીકોનો સામાન્ય અર્થ છે) 2024 અઘરું
- 9. \(1.25 \times 10^3\,kg\,m ^{-3}\) ધનતા ધરાવતું ગ્લિસરીન પાઈપના શંકુ વિભાગમાંથી વહન પામે છે. નળીના છેડાના આડછેદના ક્ષેત્રફળ \(10\,cm ^2\) અને \(5\,cm ^2\) તેમજ તેની લંબાઈ દરમિયાન દબાણનો ધટાડો \(3\,Nm ^{-2}\) છે. નળીમાંથી થતો ગ્લિસરીનનો વહનનો દર \(x \times 10^{-5}\,m ^3\,s ^{-1} છ\). તો \(x\) નું મૂલ્ય \(.......\) છે.
2023 અઘરું - 10. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાતા જતા આડછેદના ક્ષેત્રફળવાળી નળીમાંથી આપેલ ધનતા ધરાવતું પ્રવાહી વહન પામે છે. જો \(A\) આડછેદનું ક્ષેત્રફળ \(1.5\,cm ^2\) અને \(B\) નું \(25\,mm ^2\) તથા જો \(B\) આગળ પ્રવાહીની ઝડપ \(60\,cm / s\) હોય. \(\left( P _{ A }- P _{ B }\right)\) ............. \(pa\) થશે. (\(A\) અને \(B\) બિંદુઓ આગળ પ્રવાહીના દબાણ \(P_A\) અને \(P_B\) છે. \(\rho=1000\,kg\,m ^{-3}\) \(A, B\), નળીની અક્ષ પરના બિંદુઓ છે.)
2023 અઘરું - 11. એક પૂર્ણ રીતે ભરેલા બોઈગ વિમાનનું દળ \(5.4 \times 10^5\,kg\) છે. તેની પાંખોનું કુલ ક્ષેત્રફળ \(500\,m ^2\) છે. તે \(1080\,km / h\) ની ઝડપે લેવલ (સમક્ષિતિજ) ઉડ્ડયન સ્થિતિમાં છે. જો હવાની ધનતા \(1.2\,kg m ^{-3}\) હોય તો વિમાનની ઉપરની સપાટી આગળ, તેની નીચેની સપાટીની સરખામણીમાં, હવાની ઝડપમાં પ્રતિશત આાંશિક વધારો \(.........\) થશે. \((g=10\;m / s ^2)\) 2023 અઘરું
- 12. \(750 \,kgm ^{-3}\) ની ઘનતા ધરાવતું એક પ્રવાહી એક સમક્ષિતિજ નળી કે જેના એક આડછેદનું ક્ષેત્રફળ \(A _{1}=1.2 \times 10^{-2} \,m ^{2}\) અને બીજા ક્ષેત્રનું આડછેદનું ક્ષેત્રફળ \(A_{2}=\frac{A_{1}}{2}\) છે, માંથી સરળતાથી વહે છે. નળીના પહોળા અને સાંકળા છેડાઓ વચ્ચે દબાણનો તફાવત \(4500 \,Pa\) છે. પ્રવાહીનો વહન દર ............... \(\times 10^{-3}\,m ^{3} s ^{-1}\) હશે. 2022 અઘરું
- 13. \(800 \,kgm ^{-3}\) ઘનતા ઘરાવતું એક આદર્શ પ્રવાહી (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) એક વળેલી નળીમાંથી સહેલાઈથી/સરળતાથી વહન પામે છે.આ નળીનો આડછેદ \(a\) થી ઘટીને \(\frac{a}{2}\) થાય છે. પહોળા અને સાંકળા છેડાઓ વચ્ચે દબાણનો તફાવત \(4100 \,Pa\) છે. પહોળા છેડા આગળ પ્રવાહીનો વેગ \(\frac{\sqrt{x}}{6} ms ^{-1}\) છે. \(x\) નું મૂલ્ય ........ થશે. \(\left( g =10 ms ^{-2}\right.\) છે.)
2022 અઘરું - 14. \(0.4\, m ^{2}\) આડછેદ નું ક્ષેત્રફળ ધરાવતી પાણીની ટાંકીમાં તળિયે \(1\, cm ^{2}\) આડછેદ વાળો વાલ્વ છે . પાત્ર માં \(40\, cm\) ઊંચાઈ સુધી પાણી ભરેલ પિસ્ટન પર \(24\, kg\) પદાર્થ મૂકીને વાલ્વ નો ખૂલતાં પાણી ના વેગથી બહાર આવે તો \(V\)......\(m/s\)
2021 અઘરું - 15. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર પાત્રમાં પ્રવાહી ભરીને તેને પોતાની અક્ષને અનુલક્ષીને ફેરવવામાં આવે છે. પાત્રની ત્રિજ્યા \(5\, cm\) અને ભ્રમણની કોણીય ઝડપ \(\omega\; rad \,s^{-1}\) છે. પાત્રની વચ્ચે અને પાત્રની સપાટી વચ્ચે ઊંચાઈનો ફેરફાર \(h(\) \(cm\) માં)કેટલો હશે?
2020 અઘરું - 16. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમક્ષિતિજ નળીમાંથી પાણી વહે છે. \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) બિંદુ જેમના આડછેડના ક્ષેત્રફળ અનુક્રમે \(40\; \mathrm{cm}^{2}\) અને \(20\; \mathrm{cm}^{2}\) છે, તેમની વચ્ચે દબાણનો તફાવત \(700\; \mathrm{Nm}^{-2}\) છે.તો નળીમાંથી દર સેકન્ડે પસાર થતાં પાણીનું કદ . ........ \(\mathrm{cm}^{3} / \mathrm{s}\) હશે.
2020 અઘરું - 17. એક પ્રવાહી એક સમક્ષિતિજ નળી કે જેનો આડછેદ બદલાતો હોય તેમાં જે સ્થાને \(P\) પાસ્કલ દબાણ હોય ત્યાં \(v\;ms^{-1}\) વેગથી વહે છે. બીજા સ્થાને જ્યાં દબાણ \(\frac{ P }{2}\) હોય ત્યાં તેનો વેગ \(V\;ms^{-1}\) છે. જો પ્રવાહીની ઘનતા \(\rho\, kg\, m ^{-3}\) અને પ્રવાહ ધારારેખી હોય તો \(V\) કેટલો હશે? 2020 મધ્યમ
- 18. કોઇ લાંબા નળાકારીય પાત્રમાં પ્રવાહી અડધે સુધી ભરેલ છે. જ્યારે પાત્ર પોતાની ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે ત્યારે દિવાલની નજીક (અડીને) પ્રવાહી ઊપર ચઢે છે. જો પાત્રની ત્રિજ્યા \(5 \,cm\) અને તેની ચાક ઝડપ \( 2\) ભ્રમણ પ્રતિ સેકન્ડ હોય તો તેના કેન્દ્ર (મધ્યભાગ) અને છેડાની વચ્ચે ઊંચાઈનો તફાવત, \(cm\) માં કેટલો હશે? 2019 મધ્યમ
- 19. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(R\) ત્રિજયાના જારમાં \(H\) ઊંચાઈ સુધી પાણી ભરેલ છે જેને \(h\) ઊંચાઈ પર મુકેલ છે.તેને તળિયે રહેલ કાંણાની ત્રિજ્યા \(r\) \((r << R)\) છે. જો તેમાથી પાણી લીક થતું હોય અને બહાર આવતા પાણીનો આકાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગરણી આકારનો છે જ્યારે તે જમીન પર પડે ત્યારે તેની ત્રિજ્યા \(x\) હોય તો ....
2016 અઘરું - 20. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મેનોમીટરની બે નળી વચ્ચેનો તફાવત \(5\, cm\) છે. \(A\) અને \(B\) નળીના આડછેડનું ક્ષેત્રફળ અનુક્રમે \(6\, mm^2\) અને \(10\, mm^2\) છે.તો નળીમાં પાણી ......... \( cc/s\) દરથી વહન કરતું હશે?\((g\, = 10\, ms^{-2})\)
2014 અઘરું - 21. તળિયે કાણાં વાળા પાત્રમાં પાણી અને કેરોસીન (સાપેક્ષ ઘનતા \(0.8\)) ભરેલ છે.પાણીની ઊંચાઈ \(3\,m\) અને કેરોસીનની ઊંચાઈ \(2\,m\) છે.જ્યારે કાંણાને ખોલવામાં આવે ત્યારે બહાર આવતા પ્રવાહીનો વેગ ........ \(m\,s^{-1}\) હશે . (\(g\, = 10\, m s^{-2}\) અને પાણીની ઘનતા \(= 10^3\, kg\, m^{-3}\)) 2014 મધ્યમ
- 22. \(1.2\,kg\,m^{-3}\) ઘનતા ધરાવતી હવા સમક્ષિતિજ પ્લેનના પાંખડા પર એવી રીતે વહે છે કે જેથી પાંખડાની ઉપર અને નીચે તેનો વેગ \(150\,ms^{-1}\) અને \(100\,ms^{-1}\) છે,તો પાંખડાની ઉપર અને નીચે દબાણનો તફાવત ........ \(Nm^{-2}\) હશે? 2013 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - તરલના યાંત્રિક ગુણધર્મો ના અન્ય ટોપિક
- 12પ્રશ્નો Buoyancy, Archimedes' Principle and Laws of Floatation
- 23પ્રશ્નો Viscosity and Stoke's Law and Terminal
- 10પ્રશ્નો દબાણ
- 7પ્રશ્નો સાતત્ય સમીકરણ, વહન દર
- 9પ્રશ્નો બહાર આવતા તરલની ઝડપ : ટૉરિસેલીનો નિયમ
- 5પ્રશ્નો પાસ્કલનો નિયમ
- 10પ્રશ્નો પ્રવાહિ સ્તંભ અને દબાણમાપક દ્વારા દબાણ
- 10પ્રશ્નો Reynold's Number and Poiseuille's Equation
- 6પ્રશ્નો શ્યાનતા (સ્નિગ્ધતા)
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં બર્નુલીનો સિદ્ધાંત ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 22 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
બર્નુલીનો સિદ્ધાંત ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
0% સરળ, 23% મધ્યમ અને 77% અઘરા.