ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો

મેક્સવેલના સમીકરણો PYQ: JEE Mains Physics પ્રશ્નો

મેક્સવેલના સમીકરણો પર STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો ના 12 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

12પ્રશ્નો
159STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 17% મધ્યમ 33% અઘરું 50%

પ્રશ્નો

નવા પહેલા

12 માંથી 1–12 પ્રશ્નો

  1. 1. 100 MHz આવૃત્તિવાળું એક વિદ્યુતચુંબકીય તરંગ \(\sigma=10 mho / m\) વાહકતા ધરાવતા માધ્યમમાંથી પ્રસરણ પામે છે. મહત્તમ વહન પ્રવાહ ઘનતા અને મહત્તમ સ્થાનાંતર પ્રવાહ ઘનતાનો ગુણોત્તર _________ છે.
    \(\left[\right.\) લો \(\left.\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 Nm ^2 / C ^2\right]\)
    2026 અઘરું
  2. 2. \(6\) \(\mu\)F કેપેસિટરની બે સમાંતર પ્લેટો વચ્ચેના અવકાશમાં \(4.0\) A નો વિસ્થાપન પ્રવાહ સ્થાપિત કરી શકાય છે. કેપેસિટરની પ્લેટો વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવતના ફેરફારનો દર લગભગ \(\alpha \times 10^6\) V/s છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે. 2026 સરળ
  3. 3. સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
    સૂચિ-I (સંબંધ)સૂચિ-II (નિયમ)
    A.\(\oint \overrightarrow{ E } \cdot \overrightarrow{ d } l =-\frac{ d }{ dt } \oint \overrightarrow{ B } \cdot \overrightarrow{ d a}\)I.એમ્પીયરનો સર્કિટલ નિયમ.
    B.\(\oint\) B. \(\vec{d} l=\mu_0\left(1+\epsilon_0 \frac{d \phi_E}{d t}\right)\)II.ફેરાડેના વિદ્યુતચુંબકીય પ્રેરણના નિયમો.
    C.\(\oint \overrightarrow{ E } . \overrightarrow{ d a}=\frac{1}{\epsilon_0} \int \rho dv\)III.એમ્પીયર-મેક્સવેલ નિયમ
    D.\(\oint \overrightarrow{ B } \cdot \overrightarrow{ d } l =\mu_0 I\)IV.સ્થિતવિદ્યુતશાસ્ત્રનો ગાઉસનો નિયમ
    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
    2026 સરળ
  4. 4. 10 cm ત્રિજ્યાવાળી બે વર્તુળાકાર પ્લેટોનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટર 0.15 A ના અચળ પ્રવાહ વડે વિદ્યુતભારિત થઈ રહ્યું છે. જો પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં ફેરફારનો દર \(7 \times 10^8 \mathrm{~V} / \mathrm{s}\) હોય તો સમાંતર પ્લેટો વચ્ચેના અંતરનું પૂર્ણાંક મૂલ્ય છે \(\left(\right.\) લો, \(\left.\epsilon_0=9 \times 10^{-12} \frac{\mathrm{~F}}{\mathrm{~m}}, \pi=\frac{22}{7}\right)\) ________ \(\mu \mathrm{m}\). 2025 મધ્યમ
  5. 5. \(2.5 \mu \mathrm{~F}\) કેપેસિટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે સમય સાથે બદલાતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. કેપેસિટરની પ્લેટો વચ્ચેના માધ્યમનો પારવૈદ્યુત અચળાંક 1 છે. તે કેપેસિટરની પ્લેટો વચ્ચેની જગ્યામાં 0.25 mA નો તાત્ક્ષણિક સ્થાનાંતર પ્રવાહ ઉત્પન્ન કરે છે, તો વિદ્યુતસ્થિતિમાનના તફાવતના ફેરફારના દરનું મૂલ્ય _____ \(\mathrm{Vs}^{-1}\) હશે. 2025 અઘરું
  6. 6. એક વૈકલ્પિક વોલ્ટેજ જેનો કંપ વિસ્તાર \(40 \mathrm{~V}\) છે અને આવૃત્તિ \(4 \mathrm{kHz}\) છે, તે \(12 \mu \mathrm{F}\) ના કેપેસિટર પર સીધો લાગુ પાડવામાં આવે છે. કેપેસિટરની પ્લેટો વચ્ચેનો મહત્તમ સ્થાનાંતર પ્રવાહ લગભગ _______ છે. 2024 અઘરું
  7. 7. સૂચિ \(I\) સાથે સૂચિ \(II\)ને જોડો : નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ
    2024 અઘરું
  8. 8. સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) યોગ્ય રીતે જોડો.
    સૂચિ \( I\)સૂચિ \(II\)
    \(A\). સ્થિર વિદ્યુત માટેનો ગ્રોસનો નિયમ\(I\). \(\oint \vec{E} \cdot d \vec{l}=-\frac{d \phi_B}{d t}\)
    \(B\). ફેરેડેનો નિયમ\(II\). \(\oint \overrightarrow{ B } \cdot d \overrightarrow{ A }=0\)
    \(C\). ચુંબકત્વનો ગોસનો નિયમ\(III\). \(\oint \vec{B} \cdot d \vec{l}=\mu_0 i_C+\mu_0 \in_0 \frac{d \phi_E}{d t}\)
    \(D\). એમ્પિયર-મેક્સવેલનો નિયમ\(IV\). \(\oint \overrightarrow{ E } \cdot d \overrightarrow{ s }=\frac{ q }{\epsilon_0}\)
    નીચે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરો.
    2024 મધ્યમ
  9. 9. નીચે આપેલા મેક્સવેલ સમીકરણોમાંથી કયું સમય સાથે બદલાતી સ્થિતિમાં લાગુ પાડી શકાય છે પરંતુ સમયથી સ્વતંત્ર (સ્થિત) સ્થિતિમાં માન્ય નથી? 2023 મધ્યમ
  10. 10. દરિયાના પાણીની \(f =9 \times 10^{2} \,Hz \) આવૃતિએ પરમિટિવિટી \(\varepsilon=80\, \varepsilon_{0}\) અને અવરોધકતા \(\rho=0.25\, \Omega m\) છે. સમાંતર પ્લેટ કેપેસીટરને પાણીમાં ડુબાડીને તેના પર \(V ( t )= V _{0} \sin (2 \pi ft ) \) જેટલો \(AC\) પવૉલ્ટેજ લગાવતા \(t =\frac{1}{800} \,s\) પછી કન્ડકટન્સ પ્રવાહ ઘનતા સ્થાનાંતર પ્રવાહઘનતા કરતાં  \(10^{x}\) ગણી થાય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે? \(\left(\frac{1}{4 \pi \varepsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} C ^{-2}\right)\) 2021 અઘરું
  11. 11. સમતલીય પોલરઇઝ્ડ વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં એવી રીતે ગતિ કરે છે કે જેથી \(t\, = t_1\) સમયે \(z_1\) બિંદુ આગળ તેનું વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય છે. તેની નજીકમાં બીજો શૂન્ય \(z_2\) આગળ મળે છે. તો આ વિદ્યુતચુંબકીય તરંગની આવૃતિ કેટલી હશે? 2018 અઘરું
  12. 12. \(1\,\mu F\) કેપેસીટરમાંથી તાત્ક્ષણિક \(2\;A\)નો પ્રવાહ ઉત્પન્ન કરવા માટે કેપેસીટરની પ્લેટ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલાના દરથી બદલવો જોઈએ? 2013 મધ્યમ

STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં મેક્સવેલના સમીકરણો ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 12 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

મેક્સવેલના સમીકરણો ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

17% સરળ, 33% મધ્યમ અને 50% અઘરા.