ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ

લેનાર્ડ દ્વારા ફોટો ઈલેક્ટ્રીક અસર અને તેના અવલોકનો PYQ: JEE Mains Physics પ્રશ્નો

લેનાર્ડ દ્વારા ફોટો ઈલેક્ટ્રીક અસર અને તેના અવલોકનો પર STD 12 - વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ ના 9 પ્રશ્નો, 2023–2025 માં પૂછાયેલા.

9પ્રશ્નો
85STD 12 - વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ માં
2023–2025વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 11% મધ્યમ 44% અઘરું 44%

પ્રશ્નો

નવા પહેલા

9 માંથી 1–9 પ્રશ્નો

  1. 1. નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન A અને બીજાને કારણ \(\mathrm{R}\) તરીકે લેબલ કરેલ છે.
    વિધાન A: પ્રકાશવિદ્યુત અસરમાં, આપતિત પ્રકાશની તીવ્રતા વધારવાથી અવરોધક સ્થિતિમાન વધે છે.
    કારણ R: પ્રકાશની તીવ્રતામાં વધારો, ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનનો દર વધારે છે, જો આપતિત પ્રકાશની આવૃત્તિ દેહલી આવૃત્તિ કરતાં વધારે હોય.
    ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
    2025 મધ્યમ
  2. 2. ફોટોઇલેક્ટ્રિક અસરમાં એક વિદ્યુતચુંબકીય તરંગ ધાતુની સપાટી પર આપાત થાય છે અને સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જો ધાતુનું કાર્ય વિધેય 2.14 eV અને નિરોધક સ્થિતિમાન 2 V હોય, તો વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ કેટલી હશે?
    (આપેલ છે: hc \(=1242 \mathrm{eVnm}\) જ્યાં h પ્લાન્કનો અચળાંક છે અને c શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે.)
    2025 સરળ
  3. 3. સિઝિયમ (Cs) અને લિથિયમ (Li) ધાતુઓના કાર્યવિધેય અનુક્રમે 1.9 eV અને 2.5 eV છે. જો આપણે 550 nm તરંગલંબાઈનો પ્રકાશ આ બે ધાતુની સપાટીઓ પર આપાત કરીએ, તો ફોટોઇલેક્ટ્રિક અસર નીચેના કયા કિસ્સામાં શક્ય છે? 2025 મધ્યમ
  4. 4. નીચે બે વિધાનો આપેલ છે: વિધાન-\(I\) : આકૃતિમાં બે પ્રકાશસંવેદી દ્રવ્યો \(M_1\) અને \(M_2\) માટે આવૃત્તિ \((v)\) સાથે નિરોધક સ્થિતિમાનમાં થતો ફેરફાર દર્શાવેલ છે. ઢાળ \(\frac{h}{e}\) નું મૂલ્ય આપે છે, જ્યાં \(h\) પ્લાન્કનો અચળાંક છે, \(e\) ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે. વિધાન-\(II\) : સમાન આવૃત્તિવાળા આપાત વિકિરણ માટે \(M_2\) વધુ ગતિઊર્જાવાળા ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
    2024 અઘરું
  5. 5. નીચે બે વિધાનો આપેલા છેઃ એકને વિધાન \(A\) અને બીજાન કારણ \(R\) થી દશાર્વેલ છે: વિધાન \(A\): પ્રકાશની આવૃત્તિના વધારા સાથે ફોટોનની સંખ્યા વધે છે. કારણ \(R\): આપાત વિકિરણની આવૃત્તિમાં વધારા સાથે ઉત્સર્જિત ઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા વધે છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરોઃ 2024 અઘરું
  6. 6. નીચેનામાંથી કઈ ઘટનાને પ્રકાશના તરંગ સ્વભાવ દ્વારા સમજાવી શકાતી નથી? \((A)\) પરાવર્તન \((B)\) વિવર્તન \((C)\) ફોટોઇલેક્ટ્રિક અસર \((D)\) વ્યતિકરણ \((E)\) ધ્રુવીભવન નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો : 2024 અઘરું
  7. 7. નીચેનામાંથી કયું વિધાન સ્થગિત સ્થિતિમાન \(\left(\mathrm{V}_0\right)\) વિશે સાચું નથી? 2024 અઘરું
  8. 8. ધાતુ માટે, સ્ટોપિંગ સ્થિતિમાન \(\left(V_0\right)\) નો આપાત પ્રકાશની આવૃત્તિ \(\nu \left(\times 10^{14} Hz\right).\) ના વિધેય તરીકેનો ફેરફાર આકૃતિમાં દર્શાવેલો છે. ધાતુંનું કાર્ય વિધેય ......... \(eV\) છે.
    2023 મધ્યમ
  9. 9. ફોટોઈલેકટ્રીક અસરના પ્રયોગ પરથી નીચે મુજબના અવલોકનો મેળવવામાં આવ્યાં છે. તેમાના ક્યાં સાચા છે તે નક્કી કરો. \(A.\) સ્ટોપિગ સ્થિતિમાન ફક્ત ધાતુના કાર્ય-વિધેય પર આધાર રાખે છે. \(B.\) આપાત પ્રકાશની તીવ્રતાની સાથે સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય વધે છે. \(C.\) ફોટોઈલેકટ્રોનની મહત્તમ ગતિઉર્જા આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. \(D.\) ફોટોઈલેકટ્રીક અસરને પ્રકાશના તરંગવાદ વડે સમજાવી શકાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિક્લપ પસંદ કરો. 2023 મધ્યમ

STD 12 - વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં લેનાર્ડ દ્વારા ફોટો ઈલેક્ટ્રીક અસર અને તેના અવલોકનો ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2023–2025 ના 9 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

લેનાર્ડ દ્વારા ફોટો ઈલેક્ટ્રીક અસર અને તેના અવલોકનો ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

11% સરળ, 44% મધ્યમ અને 44% અઘરા.