ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - થર્મોડાયનેમિક્સ

કાર્નોટ એન્જિન PYQ: JEE Mains Physics પ્રશ્નો

કાર્નોટ એન્જિન પર STD 11 - થર્મોડાયનેમિક્સ ના 32 પ્રશ્નો, 2014–2025 માં પૂછાયેલા.

32પ્રશ્નો
166STD 11 - થર્મોડાયનેમિક્સ માં
2014–2025વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 72% અઘરું 28%

પ્રશ્નો

નવા પહેલા

32 માંથી 1–32 પ્રશ્નો

  1. 1. એક કાર્નોટ એન્જિન \((\mathrm{E})\) 473 K અને 273 K બે તાપમાન વચ્ચે કાર્ય કરે છે. એક નવી પ્રણાલીમાં, બે એન્જિન છે - એન્જિન \(E_1\) 473 K થી 373 K વચ્ચે કાર્ય કરે છે અને એન્જિન \(E_2\) 373 K થી 273 K વચ્ચે કાર્ય કરે છે. જો \(\eta_{12}, \eta_1\) અને \(\eta_2\) અનુક્રમે એન્જિન \(E, E_1\) અને \(E_2\) ની કાર્યક્ષમતા હોય, તો 2025 મધ્યમ
  2. 2. \(127^{\circ}\,C\) અને \(27^{\circ}\,C\) તાપમાન વચ્યે કાર્નોટ એન્જિન દ્વારા \(2\,kJ\) કાર્ય થાય છે. પરિસર દ્વારા એન્જિનને અપાતીઉષ્માનો જથ્થો ........ \(kJ\) છે. 2023 મધ્યમ
  3. 3. \(50\%\) કાર્યક્ષમતા ધરાવતું એક કાર્નોટ એન્જિન \(600\,K\). તાપમાને રહેલ પ્રાપ્તિસ્થાન પાસેથી ઉષ્મા લે છે. ઠારણ વ્યવસ્થાનું તાપમાન બદલ્યા સિવાય તેની કાર્યક્ષમતા \(70 \%\) સુધી વધારવા માટે પ્રાપ્તિસ્થાનનું નવું તાપમાન \(................\,K\) હોવું જોઈખે. 2023 મધ્યમ
  4. 4. બે પ્રાપ્તિ સ્થાનો વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા \(\frac{1}{3}\) છે. જયારે ઠંડા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન \(x\) જેટલું વધારવામાં આવે છે, ત્યારે તેની કાર્યક્ષમતા ઘટીને \(\frac{1}{6}\) થાય છે. જો ગરમ પ્રાપ્તિ સ્થાનનું તાપમાન \(99^{\circ}\,C\) હોય, તો \(x\) નું મૂલ્ય \(........\,K\) થશે. 2023 મધ્યમ
  5. 5. નીયે બે વિધાનો આપેલ છે. એક ને કથન \(A\) તરીકે દર્શાવવામાં આવે છે. અને બીજાનો કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A\) : ઠંડા પરિસરનાં તાપમાન \(-273^{\circ}\,C\) આગળ પ્રતિવર્તિ ઉષ્મા એન્જીનની કાર્યક્ષમતા મહત્તમ હશે. કથન \(B:\) કાર્નોટ એન્જીનની કાર્ય ક્ષમતા ફકત ઠંડા પરિસરના તાપમાન પર નહી પરંતુ ગરમ પરિસરના તાપમાન પર પણ આધાર રાખે છે. \(\eta =\left(1-\frac{T_2}{T_1}\right)\). ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
  6. 6. પાણીના ઉત્કલનબિંદુ અને ઠારણબિંદુ વચ્યે કાર્યરત એન્જિનની \(1\). કાર્યક્ષમતા \(27 \%\) થતી વધારે હોય. \(2\). કાર્યક્ષમતા આ જ બે તાપમાનો વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિની કાર્યક્ષમતા કરતા ઓછી હોય. \(3\). કાર્યક્ષમતા \(27 \%\) જેટલી હોય. \(4\). કાર્યક્ષમતા \(27 \%\) કરતા ઓછી હોય. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  7. 7. ધારો કે કાર્નોટ એન્જીનની કાર્યક્ષમતા \(\eta=\frac{\alpha \beta}{\sin \theta} \log e \frac{\beta x}{k T}\), દ્વારા આપવામાં આવે છે, જ્યાં \(\alpha\) અને \(\beta\) અચળાંકો છે. જો \(T\) એ તાપમાન, \(k\) એ બોલ્ટઝમેન અચળાંક, \(\theta\) એ કોણીય સ્થાનાંતર અને \(x\) ને લંબાઈનું પરિમાણ હોય તો, ખોટો વિકલ્પ પસંદ કરો. 2022 અઘરું
  8. 8. એક કાર્નો એન્જિનની કાર્યક્ષમતા \(50\,\%\) છે. જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન \(40^{\circ} C\) જેટલું ઘટાડવામાં આવે તો તેની કાર્યક્ષમતા \(30 \%\) જેટલી વધે છે. ઉષ્માપ્રાપ્તિ સ્થાનનું તાપમાન ........... \(K\) થશે. 2022 મધ્યમ
  9. 9. એક કાર્નોટ એન્જિન કે જેની ઠારણ વ્યવસ્થાનું તાપમાન \(27^{\circ} C\) હોય તેની કાર્યક્ષમતા \(25 \%\) છે. મૂળ કાર્યક્ષમતાને \(100 \%\) જેટલી વધારવા માટે ઉષ્મા ઉદગમનું તાપમાન કેટલા ડીગ્રી જેટલું બદલવું પડશે\(?\) 2022 અઘરું
  10. 10. એક ઉષ્મા એન્જિન \(324 \,K\) તાપમાને રહેલ ઠારણા વ્યવસ્થા સાથે કાર્યરત છે. જો ઉષ્મા એન્જિન ગરમ ઉષ્મા પ્રાપ્તિસ્થાન પાસેથી \(300 \,J\) ઉષ્મા લેતું (શોષતું) હોય અને ઠંડી ઠારણ વ્યવસ્થાને પ્રતિ ચક્ર \(180 \,J\) પાછું આપતું હોય તો ગરમ પ્રાપ્તિસ્થાનનું લધુત્તમ તાપમાન .......... \(K\) હશે. 2022 મધ્યમ
  11. 11. જો \(\eta_1\) એ કાર્નોટ એન્જીનની \(T _1=447^{\circ}\,C\) અને \(T _2=147^{\circ}\,C\) તાપમાને કાર્યક્ષમતા અને \(\eta_2\) એ \(T _1=947^{\circ} C\) અને \(T _2=47^{\circ} C\) તાપમાને કાર્યક્ષમતા દર્શાવતા હોય તો \(\frac{\eta_1}{\eta_2}\) ગુણોત્તર શોધો. 2022 મધ્યમ
  12. 12. કાર્નો એન્જિન \(727^{\circ} C\) તાપમાને રહેલા ઊષ્મા પ્રાતિ સ્થાન પાસેથી \(5000\, K \,Cal\) ઊષ્મા લે છે અને \(127^{\circ} C\) તાપમાને ઠારણને આપે છે. એન્જિન દ્વારા થતું કાર્ય \(...... \times 10^{6}\, J\) હશે. 2022 મધ્યમ
  13. 13. કાર્નો એન્જિનમાં ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન \(527°C\) અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન \(200 \,K\) છે. જ્યારે એન્જિન પ્રાપ્તિ સ્થાનમાંથી ઠારણમાં ઉષ્મા રૂપાંતરિત કરે ત્યારે તેના દ્વારા થતું કાર્ય \(12000 \,kJ\) છે; ઉષ્મા પ્રાપ્તિમાંથી શોષાયેલ ઉષ્માનો જથ્થો ........... \(\times 10^{6} \,J\) હશે. 2022 મધ્યમ
  14. 14. કિસ્સા \(I\) માં, એક કાર્નોટ એન્જિન \(300\,K\) અને \(100\,K\) તાપમાનોની વચ્ચે કાર્યરત છે. કિસ્સા \(II\)' માં, આકૃતિમાં દર્શાવ્યા મુજબ, બે કાર્નોટ એન્જિન જોડવામાં આવેલ છે.કિસ્સા \(II\) માં કાર્નોટ એન્જિનના જોડણની કાર્યક્ષમતા કેટલી થશે?
    2022 મધ્યમ
  15. 15. પાણીના ઠારણબિંદુ અને ઉત્કલનબિંદુ વચ્ચે કાર્ય કરતાં એક આદર્શ ઉષ્માયંત્રની કાર્યક્ષમતા (\(\%\) માં) કેટલી થાય? 2022 મધ્યમ
  16. 16. ઉષ્મીય એન્જિનને \(300 \,cal\) ઉષ્મા આપવામાં આવે છે કે જેથી તે \(225 \,cal\) ઉષ્મા ઠારણને આપે છે. જો ઉષ્માપ્રાપ્તિ સ્થાનનું તાપમાન \(227^{\circ} C\) હોય તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન ........... \({ }^{\circ} C\) હશે. 2022 મધ્યમ
  17. 17. બે કાર્નોટ એન્જિન \(A\) અને \(B\) ને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એન્જિન \(A\) \(T_{1}\) તાપમાનેથી ઉષ્માનું શોષણ કરીને \(T\) ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. એન્જિન \(B\) એન્જિન \(A\) દ્વારા મુક્ત થતી ઉષ્માની અડધી ઉષ્માનું શોષણ કરીને તેને \({T}_{3}\) ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. જો બંને કિસ્સામાં કાર્ય સમાન હોય તો \({T}\) નું મૂલ્ય કેટલું હશે? 2021 અઘરું
  18. 18. એક આદર્શ ઉષ્મીય યંત્ર માટે, સ્ત્રોતનું તાપમાન \(127\,^{\circ} C\) છે. \(60\, \%\) જેટલી કાર્યક્ષમતા મેળવવા માટે, ઠારણનું તાપમાન \(........\,{ }^{\circ} C\) હોવું જોઈએ. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો) 2021 મધ્યમ
  19. 19. કાર્નોટ એન્જિન \(400\, K\) અને \(800\, K\) વચ્ચે કાર્ય કરે છે. ચક્ર દીઠ કાર્ય \(1200\, J\) હોય તો ચક્ર દીઠ એન્જિનને અપાતી ઉષ્મા .......... \(J\) હશે.  2021 મધ્યમ
  20. 20. પ્રતિવર્તી એન્ઝિનની કાર્યક્ષમતા \(\frac{1}{4}\) છે. જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન \(58^{\circ} {C}\) જેટલું ઘટાડવામાં આવે તો, તેની કાર્યક્ષમતા બમણી થાય છે. તો ઠારણ વ્યવસ્થાના તાપમાનની (\(^{\circ} {C}\) માં) ગણતરી કરો. 2021 અઘરું
  21. 21. પ્રતિવર્તી ઉષ્મા એન્જીન , એક ચર્તુથાંશ ઈનપુટ (આપાત) ઊર્જાનું કાર્યમાં રૂપાંતરણ કરે છે, જ્યારે ઠારણનું તાપમાન \(52 \,K\) જેટલું ઘટાડવામાં આવે ત્યારે તેની કાર્યક્ષમતાં બે ગણી થાય છે. ઉદ્દગમનું કેલ્વીનમાં તાપમાન .........  હશે. 2021 મધ્યમ
  22. 22. ઠારણ વ્યવસ્થાનું તાપમાન \({T}_{2}=400\, {K}\) અને ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું તાપમાન \({T}_{1}\) વચ્ચે એક ઉષ્મા એન્જિન કાર્ય કરે છે. તે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી \(300 \,{J}\) ઉષ્મા લે છે અને ઠારણ વ્યવસ્થામાં \(240\, {J}\) ઉષ્મા ગુમાવે છે. ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું ન્યૂનતમ તાપમાન (\(K\) માં) કેટલું હોવું જોઈએ? 2021 મધ્યમ
  23. 23. બે આદર્શ કાર્નોટ એન્જિન \(\mathrm{T}_{1}\) અને \(\mathrm{T}_{2}\) તાપમાન વચ્ચે કાર્ય કરે છે.(એક એન્જિન માથી મળતી ઉષ્મા બીજા એન્જિનમાં વપરાય છે).પ્રથમ એન્જિનનું ઉષ્માપ્રાપ્તિનું તાપમાન \(\mathrm{T}_{1}\) અને બીજા એન્જિનનું ઠારણ વ્યવસ્થાનું તાપમાન \(\mathrm{T}_{2}\) છે. જો \(T\) એ પ્રથમ એન્જિનનું ઠારણ વ્યવસ્થાનું તાપમાન અને બીજા એન્જિનનું ઉષ્માપ્રાપ્તિનું તાપમાન છે.જો બંને એન્જિન સમાન કાર્ય આપતા હોય તો \(T\) નો \(\mathrm{T}_{1}\) અને \(\mathrm{T}_{2}\) સાથેનો સંબંધ શું થાય? 2020 મધ્યમ
  24. 24. એક એન્જિન એક પરમાણ્વિક આદર્શ વાયુ પર કાર્ય કરે છે જેના એક ચક્ર માટે નીચે ગ્રાફ આપેલ છે. તો આ એન્જિનની કાર્યક્ષમતા(\(\%\) માં) લગભગ કેટલી હશે?
    2020 અઘરું
  25. 25. એક ઉષ્મા એન્જિન \(1915\, J,\) \(-40\, J ,+125\, J\) અને \(-Q\,J\) જેટલી ઉર્જાના વિનિમય સાથે સંકળાયેલ છે. એક ચક્ર દરમિયાન તેની કાર્યક્ષમતા \(50.0 \%\) છે. તો \(Q\) નું મૂલ્ય કેટલા \(J\) હશે? 2020 મધ્યમ
  26. 26. કાર્નોટ એન્જિન \(900\; \mathrm{K}\) અને \(300 \;\mathrm{K}\) તાપમાન વચ્ચે કાર્ય કરે છે.તે એક ચક્ર દરમિયાન \(1200\; \mathrm{J}\) કાર્ય કરે છે તો એક ચક્ર દરમિયાન એન્જિન નીચા તાપમાને કેટલી ઉર્જા (\(\mathrm{J}\) માં) મુક્ત કરશે? 2020 મધ્યમ
  27. 27. \( A\) અને \(B\) એમ બે કાર્નેટ એન્જિન શ્રેણીમાં કાર્યરત છે. પ્રથમ \(A\), એ \(T_1(= 600\ K)\) પર ઊષ્મા પ્રાપ્ત કરે છે અને તાપમાન \(T_2\), સંગ્રાહક (પ્રાપ્તિ સ્થાન) તરફ છોડે છે. બીજું એન્જિન \(B\) એ પ્રથમ એન્જિન દ્વારા છોડેલ ઊષ્મા પ્રાપ્ત કરે છે અને \(T_3(= 400\,K )\) પર ઊષ્મા સંગ્રાહક (પ્રાપ્તિ સ્થાન) તરફ છોડે છે. આ બન્ને એન્જિનના કાર્ય આઉટપુટ સરખા હોય ત્યારે તાપમાન \(T_2\)  ..... \(K\) હશે . 2019 મધ્યમ
  28. 28. ત્રણ કાર્નેટ એન્જિન શ્રેણીમાં \(T_1\) તાપમાને રહેલ ઊષ્મા પ્રાપ્તિ સ્થાન અને \(T_4\) તાપમાને રહેલ ઊષ્મા ઠારણની વચ્ચે કાર્ય કરે છે (આકૃતિ જુઓ). ત્યાં બીજા બે ઊષ્મા સંગ્રાહકો કે જે \(T_2\) અને \(T_3\) તાપમાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ રહેલ છે; અત્રે \(T_1 > T_2  > T_3  > T_4\) છે. ત્રણેય એન્જિન એક સમાન રીતે કાર્યક્ષમ થાય જો.... 
    2019 અઘરું
  29. 29. બે કાર્નોટ એન્જિન \(A\) અને \(B\) ને શ્રેણીમાં જોડેલા છે. એન્જિન \(A\) \(600\,K\) તાપમાનવાળા ઉષ્મા સ્ત્રોતમાંથી ઉષ્મા મેળવે છે અને \(T\) ઠારણ વ્યવસ્થાના તાપમાનમાં ઉષ્મા મુક્ત કરે છે. એન્જિન \(B\) એ એન્જિન \(A\) માંથી મુક્ત થતી ઉષ્મા મેળવે છે અને \(100\,K\) તાપમાન ધરાવતા ઠારણ વ્યવસ્થાના તાપમાનમાં ઉષ્મા મુક્ત કરે છે. જો બે એન્જિન \(A\) અને \(B\) ની કાર્યક્ષમતા અનુક્રમે \({\eta _A}\) અને \({\eta _B}\) હોય તો \(\frac{{{\eta _A}}}{{{\eta _B}}}\) નો ગુણોતર કેટલો થાય? 2018 અઘરું
  30. 30. \(n\) મોલ આદર્શ વાયુ એન્જિન \(ABCD\) પથ પર ચક્રિય પ્રક્રિયા કરે છે તો એન્જિનની ઉષ્મા કાર્યક્ષમતા કેટલી થાય? (\(C_v =1 .5\, R\), \(R-\) વાયુ અચળાંક)
    2017 અઘરું
  31. 31. સમકદ પ્રક્રિયા માટે એક મોલ એક પરમાણ્વિક વાયુ માટે કાર્ય અને આપેલ ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય? 2016 મધ્યમ
  32. 32. કાર્નોટ એન્જિન \(127\,^oC\) તાપમાનવાળા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાથી \(1000\,J\) ઉષ્માનું શોષણ કરીને ઠારણ વ્યવસ્થામાં \(600\,J\) ઉષ્મા ગુમાવે છે.એન્જિનની કાર્યક્ષમતા અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું કેટલું હશે? 2014 અઘરું

STD 11 - થર્મોડાયનેમિક્સ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં કાર્નોટ એન્જિન ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2014–2025 ના 32 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

કાર્નોટ એન્જિન ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

0% સરળ, 72% મધ્યમ અને 28% અઘરા.