ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - દોલનો

સરળ આવર્તગતિ નો વેગ PYQ: JEE Mains Physics પ્રશ્નો

સરળ આવર્તગતિ નો વેગ પર STD 11 - દોલનો ના 18 પ્રશ્નો, 2014–2026 માં પૂછાયેલા.

18પ્રશ્નો
157STD 11 - દોલનો માં
2014–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 17% મધ્યમ 56% અઘરું 28%

પ્રશ્નો

નવા પહેલા

18 માંથી 1–18 પ્રશ્નો

  1. 1. \(x\)-અક્ષ પર સરળ આવર્ત ગતિ કરતા કણનો વેગ \(v^2 = 50 - x^2\) વડે દર્શાવેલ છે, જ્યાં \(x\) સ્થાનાંતર દર્શાવે છે. જો ગતિનો આવર્તકાળ \(\dfrac{x}{7}\) s હોય, તો \(x\) નું મૂલ્ય _____ છે. 2026 મધ્યમ
  2. 2. નીચે બે વિધાનો આપેલા છે. એકને પ્રતિજ્ઞા (A) તરીકે અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
    પ્રતિજ્ઞા (A) : આપેલી કોણીય આવૃત્તિ \(\omega\) સાથેની સરળ આવર્ત ગતિ માટે, પ્રારંભિક સ્થાન \(x_0\) અને પ્રારંભિક વેગમાન \(p_0\) જાણવું એ કોઈ પણ સમયે \(t\) પર સ્થાન અને વેગમાન નક્કી કરવા માટે પૂરતું છે.
    કારણ (R): કંપવિસ્તાર અને કળાને \(x_0\) અને \(\mathrm{p}_0\) ના પદમાં દર્શાવી શકાય છે.
    ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :
    2025 સરળ
  3. 3. સમાન દળ ધરાવતા બે પદાર્થો A અને B ને અનુક્રમે \(k_1\) અને \(k_2\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે દળરહિત સ્પ્રિંગમાંથી લટકાવવામાં આવે છે. જો પદાર્થો ઊર્ધ્વ દિશામાં એવી રીતે દોલન કરે કે જેથી તેમના કંપવિસ્તાર સમાન હોય, તો A ના મહત્તમ વેગ અને B ના મહત્તમ વેગનો ગુણોત્તર _______ છે. 2025 સરળ
  4. 4. એક કણ \(0.06 \mathrm{~m}\) કંપવિસ્તાર અને \(3.14 \mathrm{~s}\) આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. કણનો મહત્તમ વેગ _______ \(\mathrm{cm} / \mathrm{s}\) છે. 2024 અઘરું
  5. 5. એક કણ \(4 \mathrm{~cm}\) ના કંપવિસ્તારથી સરળ આવર્ત ગતિ કરે છે. મધ્યમાન સ્થાને કણનો વેગ \(10 \mathrm{~cm} / \mathrm{s}\) છે. જ્યારે કણની ઝડ૫  \(5\ \mathrm{cm} / \mathrm{s}\) થાય ત્યારે મધ્યમાન સ્થાન થી તેનું અંતર \(\sqrt{\alpha}\  \mathrm{cm}\) છે,જ્યા \(\alpha=\)_______. 2024 અઘરું
  6. 6. એક કણ \(A\) જેટલા કંપવિસ્તારથી સરળ આવર્તગતિ કરે છે.કણ જયારે તેની સરેરાશ અવસ્થાની \(\frac{{2A}}{3}\) જેટલા અંતરે હોય છે,ત્યારે અચાનક તેની ઝડપ ત્રણ ગણી કરી દેવામાં આવે છે.કણનો નવો કંપવિસ્તાર છે: 2024 અઘરું
  7. 7. એક કણ \(A\) કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. જયારે આ કણનું સ્થાનાંતર \(\frac{2 A}{3}\) હોય ત્યારે તેની ઝડપ ત્રણ ગણી કરી દેવામાં આવે તો આ કણનો નવો કંપવિસ્તાર \(\frac{\mathrm{nA}}{3}\) થઈ જ્તો હોય તો \(\mathrm{n}=\)......... 2024 અઘરું
  8. 8. સરળ આવર્ત કરતા કણ માટે સ્થાનાંતર \(x=10 \sin \left(w t+\frac{\pi}{3}\right) m\) થી આપવામાં આવે છે. ગતિ માટે આવર્તકાળ \(3.14 \mathrm{~s}\) છે. \(t=0\) સમયે કણનો વેગ _______ \(\mathrm{m} / \mathrm{s}\) હશે. 2024 અઘરું
  9. 9. સરળ આવર્ત ગતિ કરતા કણનો વેગ સ્થાનાંતર \((x)\) સાથે \(4 v^2=50-x^2\) અનુસાર બદલાય છે. દોલનોનો આવર્તકાળ \(\frac{x}{7}\) છે. તો \(x\) નું મૂલ્ય \(............\) છે. 2023 મધ્યમ
  10. 10. \(2k\) અને \(9k\) બળ અચળાંક ધરાવતી બે દળ રહિત સ્પ્રિંગોના મુક્ત છડે \(50\, g\) અને \(100 \,g\) દળો લટકાવેલા છે. આ દળો શિરોલંબ દિશામાં એવી રીતે દોલનો કરે છે કે જેથી તેમના મહત્તમ વેગો સમાન થાય. તો તેઓના અનુક્રમે કંપ વિસ્તારોનો ગુણોત્તર.....થશે. 2022 સરળ
  11. 11. જ્યારે કણ સ.આ.ગ. કરે તો વેગનો સ્થાનાંતરના વિધેય તરીકેનો આલેખ \(.....\) હશે. 2022 મધ્યમ
  12. 12. સરળ આવર્તગતિ કરતા કણ માટેનું સમીકરણ \(x=\sin \pi\left(t+\frac{1}{3}\right) \,m\) છે. \(t=1 \,s\) એ, કણની ઝડપ .......... \(cm s ^{-1}\) હશે. ( \(\pi=3.14\) લો.) 2022 મધ્યમ
  13. 13. \('a'\) કંપવિસ્તાર અને \(‘T'\) આવર્તકાળ ધરાવતો કણ સ.આ.દો. કરે છે. મહત્તમ ઝડપથી અડધી ઝડપ હોય ત્યારે કણનું સ્થાનાંતર \(\frac{\sqrt{ x } a }{2}\) છે જ્યાં \(x\) નું મૂલ્ય ...... છે. 2021 મધ્યમ
  14. 14. એક કણ સ.આ.ગ. કરે છે. સ્થાનાંતરના વિધેય તરીકે વેગનો આલેખ ...... છે. 2021 મધ્યમ
  15. 15. જ્યારે કણ સ.આ.ગ. કરતો હોય તો વેગનું સ્થાનાંતરના વિધેયમાં (પદમાં) આલેખીય નિરૂપણ ..... થશે. 2021 મધ્યમ
  16. 16. \(x(t)=A \sin (\omega t+\phi)\) સ્થાન વિધેય ધરાવતો એક કણ સરળ આવર્તગતિ કરે છે.  જો \(t=0\, {s}\) સમયે કણનું સ્થાન અને વેગ અનુક્રમે \(2\, {cm}\) અને \(2\, \omega \,{cm} \,{s}^{-1}\) હોય, તો તેનો કંપવિસ્તાર \(x \sqrt{2} \,{cm}\) થાય જ્યારે \(x\) નું મૂલ્ય ...... હોય.  2021 મધ્યમ
  17. 17. ત્રિપરિમાણીય યામોમાં ગતિ કરતાં એક કણનાં સ્થાન યામોને \(x = a\,cos\,\omega t\) ,  \(y = a\,sin\,\omega t\) અને \(z = a\omega t\) વડે આપવામાં આવે છે. તો આ કણની ઝડપ કેટલી થશે? 2019 મધ્યમ
  18. 18. એક સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થ માટે આવર્તકાળ \(T\, = 0.5\, s\) અને કંપવિસ્તાર \(A\,= 1\, cm\) છે. જ્યારે પદાર્થ પોતાના સમતોલન સ્થાન પરથી અડધા કંપવિસ્તાર સુધી ગતિ કરે તે દરમિયાન તેનો સરેરાશ વેગ \(cm/s\) માં કેટલો મળે? 2014 મધ્યમ

STD 11 - દોલનો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં સરળ આવર્તગતિ નો વેગ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2014–2026 ના 18 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

સરળ આવર્તગતિ નો વેગ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

17% સરળ, 56% મધ્યમ અને 28% અઘરા.