ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - સમતલમાં ગતિ

દ્વિપરિમાણમાં કે ત્રિપરિમાણમાં પદાર્થની ગતિ PYQ: JEE Mains Physics પ્રશ્નો

દ્વિપરિમાણમાં કે ત્રિપરિમાણમાં પદાર્થની ગતિ પર STD 11 - સમતલમાં ગતિ ના 19 પ્રશ્નો, 2013–2025 માં પૂછાયેલા.

19પ્રશ્નો
114STD 11 - સમતલમાં ગતિ માં
2013–2025વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 68% અઘરું 32%

પ્રશ્નો

નવા પહેલા

19 માંથી 1–19 પ્રશ્નો

  1. 1. કોઈ પણ ક્ષણે ગતિમાન પદાર્થનો સ્થાન સદિશ \(\vec{r}=\left(5 t^2 \hat{i}-5 t \hat{j}\right) \mathrm{m}\) દ્વારા અપાય છે. \(t=2 \mathrm{~s}\) સમયે વેગનું મૂલ્ય અને દિશા શોધો. 2025 મધ્યમ
  2. 2. \(x-y\) સમતલમાં ગતિ કરતા કણ માટે ના યામો નીચે મુજબ આપી શકાય છે. \(x=2+4 \mathrm{t}, y=3 \mathrm{t}+8 \mathrm{t}^2\).  કણની ગતિ _______ થશે. 2024 અઘરું
  3. 3. જમીન પરથી પ્રક્ષિપ્ત કરેલા પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ \(y=x-\frac{x^2}{20}\) વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં \(x\) અને \(y\) મીટરમાં મપાય છે. પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહતમ ઉંચાઈ ........ \(m\) હશે. 2023 મધ્યમ
  4. 4. આંબાના ઝાડની નીચે \(9 \,km/h\) ની નિયમીત ઝડપથી \(NCC\) ની પરેડ થાય છે, જેમાં ઝાડ ઉપર \(19.6 \,m\) ની ઊંચાઈએ એક વાંદરો બેઠેલો છે. કોઈ ચોકસ ક્ષણે, વાંદરો એક કેરી નીચે નાખે છે. એક \((NCC)\) કેડેટ આ કેરી પકડે છે તો કેરી ને છોડવાના સમયે તેનું ઝાડથી અંતર ....... હશે. ( \(g =9.8 \,m / s ^{2}\) આપેલ છે.)  2022 મધ્યમ
  5. 5. જો પ્રક્ષિપ્ત ગતિમાં સમક્ષિતિજ દિશામાં પ્રારંભિક વેગ એ એકમ સદિશ \(\hat{i}\), અને ગતિપથનું સમીકરણ \(y=5 x(1-x) \) છે.તો પ્રારંભિક વેગનો \(y-\)ઘટક \(.......\hat{j}\) હશે.(\(g=10\,m / s ^{2}\) ) લો. 2022 મધ્યમ
  6. 6. \(t = 0\) સમયે એક કણ \(7 \hat{z} cm\) ઊચાઈએથી \(z\) અચળ હોય તેવા સમતલમાં ગતિ કરવાનું શરૂ કરે છે. કોઈ એક સમયે તેના \(\hat{x}\) અને \(\hat{y}\) દિશાઓમાં સ્થાન અનુક્રમે \(3\,t\) અને \(5 t ^3 \) મુજબ આપી શકાય છે. \(t=1s\) એ કણનો પ્રવેગ થશે. (નીચેનામાંથી એક વિકલ્પ પસંદ કરો.) 2022 મધ્યમ
  7. 7. \(x-y\) સમતલમાં ગતિ કરતાં કણને નીચેના સમીકરણો વડે રજૂ કરી શકાય છે. \(x=4 \sin \left(\frac{\pi}{2}-\omega t ) m\right.\) અને \(y=4 \sin (\omega t) m\) કણનો ગતિપથ ............. હશે. 2022 મધ્યમ
  8. 8. એક મચ્છર \(\overrightarrow{ v }=0.5 t ^{2} \hat{ i }+3 t \hat{ j }+9 \hat{ k }\, m / s\) ના વેગથી અને સમાન પ્રવેગથી ગતિ કરે છે. \(2 \,s\) ના અંતે મચ્છરની દિશા કઈ હશે ? 2021 અઘરું
  9. 9. ઉર્ધ્વ સમતલમાં પ્રક્ષિપ્ત નો ગતિપથ \(y =\alpha x -\beta x ^{2}\) છે, જ્યાં \(\alpha\) અને \(\beta\) અચળાંકો છે તેમજ \(x\) અને \(y\) પ્રક્ષિપ્ત બિંદુ થી અનુક્રમે સમક્ષિતીજ અને ઉર્ધ્વ અંતર દર્શાવે છે. અહિંયા પ્રક્ષિપ્તકોણ \(\theta\) અને પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ \(H\) અનુક્રમે નીચે જણાવેલ વિકલ્પો દ્વારા દર્શાવામાં આવે છે : 2021 અઘરું
  10. 10. એક બલૂન જમીન પર રહેલ બિંદુ \(A\) થી ઉપર તરફ શિરોલંબ દિશામાં ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે એક છોકરી (જે બિંદુ \(B\) પર છે ) જે \(A\) બિંદુથી \(d\) અંતરે છે, તે બલૂન જ્યારે \(h_1\) ઊંચાઈ પર પહોચે ત્યારે તે બલૂનને શિરોલંબ સાથે \(45^{\circ}\) ના ખૂણે જોવે છે. જ્યારે બલૂન જ્યારે \(h_2\) ઊંચાઈ પર પહોચે ત્યારે તે \(2.464\, d\) જેટલું અંતર ખસીને(બિંદુ \(C\) પર) બલૂનને શિરોલંબ સાથે \(60^{\circ}\) ના ખૂણે જોવે છે. તો ઊંચાઈ \(h _{2}\) કેટલી હશે? (\(\tan \left.30^{\circ}=0.5774\right)\)
    2020 અઘરું
  11. 11. એક કણ \(t\) સમયે \(x-\) દિશામાં \(\mathrm{x}(\mathrm{t})=10+8 \mathrm{t}-3 \mathrm{t}^{2}\) મુજબ ગતિ કરે છે.બીજો કણ \(y-\)દિશામાં \(\mathrm{y}(\mathrm{t})=5-8 \mathrm{t}^{3}\) મુજબ ગતિ કરે છે. \(\mathrm{t}=1\; \mathrm{s}\) સમયે બીજા કણનો વેગ પ્રથમ કણના સંદર્ભમાં \(\sqrt{\mathrm{v}} \) મળે તો \(\mathrm{v}\) (\(\mathrm{m} / \mathrm{s}\) માં) નું મૂલ્ય કેટલું હશે? 2020 મધ્યમ
  12. 12. એક કણ ઉગમબિંદુથી \(x-y\) સમતલમાં પોતાની ગતિ શરૂ કરે છે. \(\mathrm{t}=0\) સમયે તેનો શરૂઆતનો વેગ \(3.0 \hat{\mathrm{i}} \;\mathrm{m} / \mathrm{s}\) અને અચળ પ્રવેગ \((6.0 \hat{\mathrm{i}}+4.0 \hat{\mathrm{j}}) \;\mathrm{m} / \mathrm{s}^{2}\) છે. જ્યારે કણનો \(y-\)યામ \(32\;\mathrm{m}\) હોય ત્યારે તેનો \(x-\)યામ \(D\) મીટર છે તો \(D\) નું મૂલ્ય કેટલું હશે? 2020 મધ્યમ
  13. 13. કણનો સ્થાન સદીશ \(\overrightarrow{\mathrm{r}}(\mathrm{t})=\cos \omega \mathrm{t} \hat{\mathrm{i}}+\sin \omega \mathrm{t} \hat{\mathrm{j}}\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(\omega\) અચળાંક અને \(t\) સમય છે.તો નીચેનામાથી કણના વેગ \(\overrightarrow{\mathrm{v}}(\mathrm{t})\) અને પ્રવેગ  \(\overrightarrow{\mathrm{a}}(\mathrm{t})\) માટે શું સાચું પડે? 2020 મધ્યમ
  14. 14. \(t=0\) સમયે ઉગમબિંદુથી એક કણ \(x-y\) સમતલમાં \(5 \hat{ j }\, ms ^{-1}\) શરૂઆતના વેગથી \((10 \hat{ i }+4 \hat{ j })\, ms ^{-2}\) જેટલા પ્રવેગથી ગતિ કરે છે. કોઈ \(t\) સમયે કણના યામ \(\left(20\, m , y _{0}\, m \right) \) હોય તો \(t\) અને \(y _{0}\) નું મૂલ્ય અનુક્રમે કેટલું હશે? 2020 મધ્યમ
  15. 15. એક કણ \(t =0\) સમયે બિંદુ \(\left( {2.0\hat i + 4.0\hat j} \right)\,m\) થી પ્રારંભિક \(\left( {5.0\hat i + 4.0\hat j} \right)\,m{s^{ - 1  }}\) ના વેગથી ગતિ કરે છે. તેની ઉપર અચળ બળ લગાડતા તે અચળ પ્રવેગ \(\left( {4.0\hat i + 4.0\hat j} \right)\,m{s^{ - 2}}\) ઉત્પન્ન કરે છે. \(2s\) પછી ઉગમ બિંદુથી કણનું અંતર કેટલું હશે?  2019 મધ્યમ
  16. 16. જહાજ \(A\) એ ઉત્તર-પૂર્વ દિશામાં \(\vec v = 30\,\hat i + 50\hat j\,km/hr\) વેગ થી સફર કરે છે. જ્યાં \(\hat i\) એ પૂર્વ દિશા અને \(\hat j\) એ ઉત્તર દિશા સૂચવે છે. જહાજ \(A\) થી \(80\, km\) દૂર પૂર્વ અને \(150\, km\) દૂર ઉત્તર માં જહાજ \(B\) એ પશ્ચિમ તરફ \(10\, km/hr\) ની ઝડપે સફર કરે છે. \(A\) એ \(B\) થી ન્યુનત્તમ અંતરે કેટલા .......... \(hrs\) પહોચશે? 2019 અઘરું
  17. 17. કણનો સ્થાન સદીશ સમયની સાપેક્ષે \(\vec r\left( t \right) = 15{t^2}\hat i + \left( {4 - 20{t^2}} \right)\hat j\) મુજબનો છે તો \(t = 1\) સમયે કણના પ્રવેગનું મૂલ્ય કેટલું થશે ? 2019 મધ્યમ
  18. 18. એક પ્રક્ષિપ્ત (\(\hat i + 2\hat j\))\(ms^{-1}\) જેટલો પ્રારંભિક વેગ આપવામાં આવે છે.જયાં \(\hat i\) એ સમક્ષિતિજ દિશામાં અને \(\hat j\) એ શિરોલંબ ( ઊર્ધ્વ ) દિશામાં છે.જો \(g=10\) \(ms^{-2}\) હોય તો તેના ગતિપથનું સમીકરણ _______ હશે. 2013 મધ્યમ
  19. 19. એક સ્થિર કાર પર રહેલી રમકડાની બંદૂકમાથી છૂટેલી ગોળીનો મહત્તમ વિસ્તાર \(R_0= 10\, m\) છે. જો કાર ને સમક્ષિતિજમાં ગોળી છૂટવાની દિશામાં અચળ વેગ \(v = 20\, m/s\) થી ગતિ કરાવવામાં આવે તો મહત્તમ વિસ્તાર માટે બંદુકનો લઘુકોણ ...... \(^o\) થાય. 2013 અઘરું

STD 11 - સમતલમાં ગતિ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં દ્વિપરિમાણમાં કે ત્રિપરિમાણમાં પદાર્થની ગતિ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2025 ના 19 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

દ્વિપરિમાણમાં કે ત્રિપરિમાણમાં પદાર્થની ગતિ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

0% સરળ, 68% મધ્યમ અને 32% અઘરા.