ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - દોલનો

સાદું લોલક PYQ: JEE Mains Physics પ્રશ્નો

સાદું લોલક પર STD 11 - દોલનો ના 23 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

23પ્રશ્નો
157STD 11 - દોલનો માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 9% મધ્યમ 57% અઘરું 35%

પ્રશ્નો

નવા પહેલા

23 માંથી 1–23 પ્રશ્નો

  1. 1. 30 cm દોરીની લંબાઈવાળું સાદું લોલક 10s માં 20 દોલનો કરે છે. આટલા જ સમયગાળામાં 40 દોલનો પૂર્ણ કરવા માટે દોરીની જરૂરી લંબાઈ ___________ cm છે. [લોલકનું દળ સમાન રહે છે તેમ ધારો.] 2026 સરળ
  2. 2. બે સાદા લોલક, જેમની લંબાઈ \(l_1\) અને \(l_2\) છે અને દોરીનું દળ અવગણ્ય છે, તેમની સંતુલન સ્થિતિમાંથી અનુક્રમે \(\theta_1\) અને \(\theta_2\) જેટલું કોણીય સ્થાનાંતર અનુભવે છે. જો બંને લોલકના કોણીય પ્રવેગ સમાન હોય, તો કયું પદ સાચું છે? 2025 મધ્યમ
  3. 3. દોરી વડે લટકાવેલ એક બોલ શિરોલંબ સમતલમાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેના અત્યંત બિંદુ અને સૌથી નીચેનાં બિંદૂ આગળ પ્રવેગનું મૂલ્ય સમાન રહે. અંત્ય બિંદુ આગળ માટે દોરીનાં આવર્તન કોણ \((\theta)\)_____થશે. 2024 અઘરું
  4. 4. એક લોલકના દોલકને સમક્ષિતિજ સ્થિતિ આગળથી મુક્ત કરવામાં આવે છે, લોલકની લંબાઈ \(10 \mathrm{~m}\) છે. જો દોલકની \(10 \%\) ઊર્જા એ હવાના અવરોધની સામે વેડફાતી હોય તો તે જ્યારે નીચેના ન્યૂનતમ બિંદુ આગળ પહોચે ત્યારે દોલક ની ઝડ૫ _______ થશે.[\({ g: } 10 \mathrm{~ms}^{-2}\) નો ઉપયોગ કરો] 2024 અઘરું
  5. 5. એક સાદા લોલકને એવી જગ્યાએ મૂકવામાં આવે છે કે જેથી તેનું પૃથ્વીની સપાટી ઉપરથી અંતર પૃથ્વીની ત્રિજ્યા બરાબર થાય. જો દોરીની લંબાઈ \(4 m\) હોય તો નાના દોલનોનો આવર્તકાળ _______ \(s\) થશે. [\(g=\pi^2 m s^{-2}\) લો.] 2024 અઘરું
  6. 6. એક સેકન્ડ લોલકની પૃથ્વીની સપાટીથી \(h = 2R\) ઊંયાઈએ લંબાઈ _______ હશે. (જ્યા \(R =\) પૃથ્વીની ત્રિજ્યા છે અને પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ \(\left.g =\pi^2 ms ^{-2}\right)\) છે. 2024 મધ્યમ
  7. 7. \(100\,cm\) લંબાઈ અને \(250\,g\) લોલકનું દળ ધરાવતું એક સાદું લોલક \(10\,cm\) કંપવિસ્તારથી \(S.H.M.\) કરે છે.દોરીમાં મહત્તમ તણાવ \(\frac{x}{40}\,N\) હોવાનું જણાયું છે. \(x\) ની કિંમત ............. છે. 2023 અઘરું
  8. 8. એક સાદા લોલક કે જે સ.આ.ગ. કરે છે. તેની ગતિ નીચેના સમીકરણથી દર્શાવવામાં આવે છે. \(y=A \sin (\pi t+\phi)\) લોલકની લંબાઈ ..........\(cm\) 2022 મધ્યમ
  9. 9. એક સાદા લોલકના ધાત્વીય દોલકની સાપેક્ષ ધનતા \(5\) છે. આ લોલકનો આવર્તકાળ \(10\,s\) છે. જો ધાત્વીય દોલકને પાણીમાં ડૂબાડવામાં આવે તો નવો આવર્તકાળ \(5 \sqrt{x} s\) જેટલો થાય છે.\(x\) નું મૂલ્ય \(....\) થશે. 2022 મધ્યમ
  10. 10. એક સાદું લોલક \(250 \,cm\) લંબાઈની દોરી વડે લટકાવવામાં આવેલ છે. લોલકના દોલકનું દળ \(200 \,g\) છે. દોલકને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બાજુમાં ત્યાં સુધી ખસેડવામાં આવે છે કે જેથી શિરોલંબ સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે. દોલકને મુક્ત કર્યા બાદ દોલક દ્વારા પ્રાપ થતો મહત્તમ વેગ ............... \(ms ^{-1}\) હશે. ( \(g =10 m / s ^{2}\) લો.)
    2022 મધ્યમ
  11. 11. જ્યારે લિફટ સ્થિર હોય છે ત્યારે સાદા લોલકનો આવર્તકાળ \(‘T’\) છે. જે લિફટ \(\frac{g}{6}\) જેટલા પ્રવેગથી શીરોલંબ દિશામાં ઉપર પ્રવેગિત થાય તો આવર્તકાળ ......... થશે. (Where \(g\) = acceleration due to gravity) 2022 મધ્યમ
  12. 12. એક સ્થળે \({T}_{0}\) આવર્તકાળ ધરાવતું સાદું લોલક છે. જો સાદા લોલકની લંબાઈ શરૂઆતની લંબાઈથી ઘટાડીને \(\frac{1}{16}\) ગણી કરવામાં આવે, તો આવર્તકાળ કેટલો થાય? 2021 સરળ
  13. 13. જે બે મીટર લંબાઈ ધરાવતાં સાદા લોલકનો આવર્તકાળ \(2\, s\) હોય, જ્યાં લોલક સ.આ.ગ. કરે છે તે જગ્યાએ ગુરુત્વીય પ્રવેગ .......... હશે 2021 મધ્યમ
  14. 14. લોલકનાં ગોળાનો સૌથી નીચેના બિંદુ પાસે ઝડપ \(3\, {m} / {s}\) છે. લોલકની લંબાઈ \(50 \,{cm}\) છે. જ્યારે દોરી શિરોલંબ સાથે \(60^{\circ}\) નો ખૂણો બનાવે ત્યારે તેનો વેગ (\(m/s\) માં) કેટલો હશે? \(\left(g=10 \,{m} / {s}^{2}\right)\) 2021 મધ્યમ
  15. 15. \(m\) દળના લોલકને \(l\) લંબાઇની દોરી વડે બાંધીને લટકાવતા તે \(T\) આવર્તકાળથી સરળ આવર્ત ગતિ કરે છે. જો લોલકને લોલક કરતાં \(\frac{1}{4}\) ગણી ઘનતા ધરાવતા પ્રવાહીમાં ડૂબાડીને દોરીની લંબાઈ મૂળ લંબાઈ કરતાં \(1 / 3\) ગણી વધારવામાં આવે તો, સરળ આવર્ત ગતિનો આવર્તકાળ કેટલો થાય? 2021 અઘરું
  16. 16. નીચે બે વિધાનો આપેલ છે : વિધાન \(I :\) સેકન્ડ લોલકનો આવર્તકાળ \(1\) સેકન્ડ છે. વિધાન \(II :\) બે ચરમ (અંતિમ) સ્થાનો વચ્ચે ગતિ કરવા માટે બરાબર \(1\) સેકન્ડની જરૂર પડે છે. આ બંને વિધાનોને ધ્યાનમાં લેતા નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો: 2021 મધ્યમ
  17. 17. સ્થિર લીફ્ટમાં રહેલા સાદા લોલકનો આવર્તકાળ \(T\) છે જો લિફ્ટ \(g / 2\) ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે તો સાદા લોલકનો નવો આવર્તકાળ કેટલો થાય? 2021 મધ્યમ
  18. 18. \(1 \,m \) લંબાઈવાળું એક સાદુ લોલક \(10 \,rad/s\) કોણીય આવૃત્તિથી દોલન કરે છે. લોલકનો આધાર \(1 \,rad/s\) જેટલી નાની કોણીય આવૃત્તિ અને \(10^{-2}\, m\) જેટલા કંપવિસ્તારથી ઉપર નીચે દોલન કરવાનું શરૂ કરે છે. લોલકની કોણીય આવૃત્તિમાં થતા સાપેક્ષ ફેરફારને _______ દ્વારા સચોટ રીતે દર્શાવી શકાય 2019 મધ્યમ
  19. 19. સાદા લોલકનાં આવર્તકાળ શોધવાના પ્રયોગમાં \(1\, m\) લોલકની લંબાઇનો ઉપયોગ કરવામાં આવે છે,લોલક સાથે બે અલગ અલગ \(r_1\) અને \(r_2\) ત્રિજ્યા ધરાવતા ગોળા વાપરેલાં છે.બંને ગોળામાં દળ એકસમાન રીતે વહેચાયેલ છે. બંને માટેના આવર્તકાળનો સાપેક્ષ તફાવત \(5\times10^{-4}\, s\) છે,તો તેમની ત્રિજ્યાનો તફાવત \(\left| {{r_1} - {r_2}} \right|\) \(cm\)માં કેટલો હશે? 2017 અઘરું
  20. 20. એક લોલક ઘડિયાળ \(40^o  \) \(C\) તાપમાને \(12\) \(s\) પ્રતિદિન ઘીમી પડે છે.તથા \(20°\) \(C\) તાપમાને \(4\) \(s\) પ્રતિદિન તેજ થાય છે.આ ઘડિયાળ સાચો સમય બતાવે તે તાપમાન તથા ઘડિયાળના લોલકની ધાતુનો રેખીય-પ્રસરણ ગુણાંક (\(\alpha )\) ક્રમશ: છે. 2016 અઘરું
  21. 21. નળાકાર લાકડાના(ઘનતા\(= 650\, kg\, m^{-3}\)), ટુકડાના તળિયાનું ક્ષેત્રફળ \(30\,cm^2\) અને ઊંચાઈ \(54\, cm\) ધરાવતો બ્લોક \(900\, kg\, m^{-3}\) ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે. બ્લોકને થોડોક ડૂબાડીને મુક્ત કરવામાં આવે તો તે દોલનો કરે છે. આ બ્લોકના દોલનોનો આવર્તકાળ કેટલા \(cm\) લંબાઈ ધરાવતા સાદા લોલકનાં આવર્તકાળ જેટલો હશે? 2015 મધ્યમ
  22. 22. સાદા લોલક દ્વારા ગુરુત્વપ્રવેગ \(g\) શોધવાના પ્રયોગ માટે લોલકનાં આવર્તકાળના વર્ગ વિરુદ્ધ લંબાઇનો ગ્રાફ આપેલ છે તો આ જગ્યા પાસે ગુરુત્વપ્રવેગ \(g\) નું \(m/s^2\) ના સ્વરૂપમાં મૂલ્ય કેટલું હશે?
    2014 મધ્યમ
  23. 23. બે સાદા લોલક જેની લંબાઈ અનુક્રમે \(1\;m\) અને \(4\;m\) છે તેને કોઈ સમાન સમયે સમાન દિશામાં થોડુક દોલન  કરવવામાં આવે છે.કેટલા દોલનો પૂર્ણ કર્યા પછી તે સમાન સ્થિતિમાં પાછા આવશે? 2013 અઘરું

STD 11 - દોલનો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં સાદું લોલક ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 23 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

સાદું લોલક ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

9% સરળ, 57% મધ્યમ અને 35% અઘરા.