ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ

ચલિત ગૂંચળાવાળું ગૅલ્વેનોમીટર PYQ: JEE Mains Physics પ્રશ્નો

ચલિત ગૂંચળાવાળું ગૅલ્વેનોમીટર પર STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ ના 52 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

52પ્રશ્નો
243STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 6% મધ્યમ 52% અઘરું 42%

પ્રશ્નો

નવા પહેલા

52 માંથી 1–50 પ્રશ્નો

  1. 1. \(100 \Omega\) અવરોધનું ચલિત ગૂંચળાનું ગેલ્વેનોમીટર 1 mA પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આર્વતન આપે છે. આ ગેલ્વેનોમીટરને 5 mA ના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે તેવા એમિટરમાં રૂપાંતર કરવા માટે જરૂરી અવરોધનું મૂલ્ય __________ \(\Omega\) છે. 2026 સરળ
  2. 2. ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરને \(2\,\Omega\) અવરોધ વડે શન્ટ કરતા, તે \(500\) mA પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે. જ્યારે તેની સાથે \(470\,\Omega\) નો અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે છે, ત્યારે તે \(10\) V વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડતા પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે. ગેલ્વેનોમીટર ગૂંચળાના અવરોધનું મૂલ્ય __________ \(\Omega\) છે. 2026 અઘરું
  3. 3. આંતરિક અવરોધ \(x\ \Omega\) ધરાવતું એક વોલ્ટમીટર \(20\) V સુધીનું માપન કરવા માટે વાપરી શકાય છે. તેની માપન શ્રેણી વધારીને \(30\) V કરવા માટે, જરૂરી ફેરફાર _____ છે. 2026 મધ્યમ
  4. 4. પ્રત્યેકનો અવરોધ \(100 \Omega\) હોય તેવા બે અવરોધકોને 9 V ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. એક \(400 \Omega\) અવરોધ ધરાવતા વોલ્ટમીટરને કોઈ એક અવરોધના છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ માપવા માટે જોડવામાં આવે છે.વોલ્ટમીટરનું અવલોકન __________ V છે. 2026 સરળ
  5. 5. ચલિત કૂંડળી ગેલ્વેનોમીટર (MCG) નો વિચાર કરો:
    A. ચલિત કૂંડળી ગેલ્વેનોમીટરમાં મરોડ અચળાંકનું પારિમાણિક સૂત્ર \(\left[\mathrm{ML}^2 \mathrm{~T}^{-2}\right]\) છે.
    B. પ્રવાહ સંવેદિતા વધારવાથી વોલ્ટેજ સંવેદિતામાં વધારો થાય તે જરૂરી નથી.
    C. જો આપણે આંટાઓની સંખ્યા \((\mathrm{N})\) ને બમણી \((2 \mathrm{~N})\) કરીએ, તો વોલ્ટેજ સંવેદિતા બમણી થાય છે.
    D. MCG ને ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં મોટા મૂલ્યનો શંટ અવરોધ જોડીને એમીટરમાં રૂપાંતરિત કરી શકાય છે.
    E. MCG ની પ્રવાહ સંવેદિતા કૂંડળીના આંટાઓની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
    2025 મધ્યમ
  6. 6. એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાં, બે ચલિત ગૂંચળાં \(M_1\) અને \(M_2\) નીચેની વિગતો ધરાવે છે:
    \(\begin{aligned}
    & \mathrm{R}_1=5 \Omega, \mathrm{~N}_1=15, \mathrm{~A}_1=3.6 \times 10^{-3} \mathrm{~m}^2, \mathrm{~B}_1=0.25 \mathrm{~T} \\
    & \mathrm{R}_2=7 \Omega, \mathrm{~N}_2=21, \mathrm{~A}_2=1.8 \times 10^{-3} \mathrm{~m}^2, \mathrm{~B}_2=0.50 \mathrm{~T}
    \end{aligned}\)
    ધારો કે સ્પ્રિંગોના મરોડ અચળાંકો બંને ગૂંચળાં માટે સમાન છે, તો \(M_1\) અને \(M_2\) ની વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર શું હશે?
    2025 મધ્યમ
  7. 7. એક ગૅલ્વેનોમીટર કે જેના ગૂંચળાનો અવરોધ \(30 \Omega\) છે તેને પૂર્ણ-સ્કેલ વિવર્તન માટે 20 mA પ્રવાહની જરૂર પડે છે. જો આ ગૅલ્વેનોમીટરનો ઉપયોગ કરીને 3 A મહત્તમ પ્રવાહ માપવાનો હોય, તો ગૅલ્વેનોમીટર સાથે જોડવાના શંટનો અવરોધ \(\frac{30}{X} \Omega\) હોવો જોઈએ, જ્યાં \(X\) ________ છે. 2025 મધ્યમ
  8. 8. નીચે દર્શાવેલ આકૃતિમાં, \(150.4 \Omega\) નો અવરોધ \(240 \Omega\) અવરોધવાળા એમીટર A સાથે શ્રેણીમાં જોડેલો છે. \(10 \Omega\) નો શંટ અવરોધ એમીટર સાથે સમાંતરમાં જોડેલો છે. એમીટરનું અવલોકન _____ mA છે.
    2025 મધ્યમ
  9. 9. \(10 \Omega\) ગૂંચળાનો અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર \(3 m A\) પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. તેના વડે \(8 A\) પ્રવાહ માપવા માટે શટ અવરોધ કેટલો હોવો જોઈએ? 2024 અઘરું
  10. 10. આપેલ આકૃતિમાં એક એમીટર \(A\) માં એક \(240 \Omega\) કોઈલ એક \(10 \Omega\) શન્ટ સાથે સમાંતરમાં જોડાયેલું છે. એમીટરનું વાંચન _______ \(\mathrm{mA}\) છે.
    2024 અઘરું
  11. 11. અર્ધ-આવર્તન રીત દ્વારા ગેલ્વેનોમીટરનો અવરોધ નક્કી કરવાના પ્રયોગમાં, \(1/\theta\) વિરુદ્ધ અવરોધ પેટીના અવરોધ \((R)\) નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. ગેલ્વેનોમીટરનો ચલતાંક _______ \(\times 10^{-1}\) A / division છે. [પ્રાપ્તિસ્થાનનું વિદ્યુત વાહક બળ (emf) 2V છે]
    2024 અઘરું
  12. 12. ચલિત ગૂંચળાના ગેલ્વેનોમીટરમાં \(24 \Omega\) નો શંટ લગાડતા તેનું આવર્તન \(25\) કાપામાંથી \(5\)કાપા જેટલું ધટે છે. ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ_________હશે. 2024 અઘરું
  13. 13. એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીમટરના ગૂંચળાને \(200 \mu \mathrm{A}\) ના પ્રવાહ દ્વારા \(60^{\circ}\) કોણે આવર્તિત કરવામાં આવે છે. \(\frac{\pi}{10}\) રેડિયન જેટલું પરિભ્રમણ કરવવા માટેનો પ્રવાહ______છે. 2024 અઘરું
  14. 14. એક ચલિત ગૂંચળું ધરાવતા ગેલ્વેનોમીટરમાં \(100\) આંટા અને દરેક આંટાને \(2.0 \mathrm{~cm}^2\) નું ક્ષેત્રફળ છે. ચુંબક દ્વારા ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્ર \(0.01 \mathrm{~T}\) છે અને જ્યારે તેમાંથી \(10 \mathrm{~mA}\) પ્રવાહ પસાર થાય છે ત્યારે ગૂંચળાનું કોણાવર્તન \(0.05\) radian મળે છે. ગેલ્વેનોમીટરમાં લટકાવેલ તાર માટે બળ અચળાંક \(x \times 10^{-5} \mathrm{~N}-\mathrm{m} / \mathrm{rad}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
  15. 15. એક એમીટરમાં, \(5 \%\) પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. જો ગેલ્વેનોમીટરનો અવરોધ \(G\) હોય તો એમીટરનો અવરોધ _______ હશે. 2024 અઘરું
  16. 16. એક ગેલ્વેનોમીટર \(200 \Omega\) અવરોધનું ગૂંચળું ધરાવે છે અને તેનું પૂર્ણ સ્કેલ વિચલન \(20 \mu \mathrm{A}\) પર છે. તેને \((0-20) \mathrm{mA}\) અવધિના એમીટર તરીકે ઉપયોગમાં લેવા માટે ઉમેરવાના અવરોધનું મૂલ્ય _______ છે. 2024 અઘરું
  17. 17. એક ગેલ્વેનોમીટરનો અવરોધ \(100 \Omega\) છે. જ્યારે તેને \(400 \Omega\) સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે તે \(10 \mathrm{~V}\) સુધીનો વોલ્ટેજ માપે છે. આ ગેલ્વેનોમીટરને \(10 \mathrm{~A}\) સુધી પ્રવાહ માપતા એમીટરમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી અવરોધનું મૂલ્ય \(\mathrm{x} \times 10^{-2} \Omega\) છે. \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
  18. 18. એક ગેલ્વેનોમીટરનો અવરોધ \(50 \Omega\) છે અને તે મહતમ \(5 \mathrm{~mA}\) પ્રવાહને પસાર થવા દે છે.તેનું \(100 \mathrm{~V}\) માપી શકે તેવા વોલ્ટ મીટરમાં રુપાંતર કરવા માટે જોડવો પડતો જરૂરી શ્રેણી અવરોધ કેટલો છે? 2024 અઘરું
  19. 19. \(50\,V\) ની ક્ષમતાનું વોલ્ટ મીટર \(10\,mA\) ની ક્ષમતાનું  એમિટર બનાવવા માટે જેના ગૂંચળાનો અવરોધ \(54\,\Omega\) અને \(1\,mA\) પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવતુ હોય, તેવા ગેલવેનોમીટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાપરવામાં આવે છે. \((A)\) વોલ્ટમીટર માટે \(R \approx 50\,k\,\Omega\) \((B)\) એમિટર માટે \(r \approx 0.2\,\Omega\) \((C)\) એમિટર માટે \(r =6\,\Omega\) \((D)\) વોલ્ટમીટર માટે \(R \approx 5\,k\,\Omega\) \((E)\) વોલ્ટમીટર માટે \(R \approx 500\,\Omega\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
    2023 મધ્યમ
  20. 20. ચલિત ગૂંચળાના ગેલ્વેનોમીટર માટે જ્યારે \(10\,mA\) પ્રવાહ પસાર થાય ત્યારે ગૂંચળાનું સ્થાનાંતર \(0.05\) રેડિયન થાય છે. જો લટકાવેલ તારનો વળ અચળાંક \(4.0 \times 10^{-5}\,N\,m\,rad ^{-1}\), ચુંબકીય ક્ષેત્ર \(0.01\,T\) અને ગૂંચળાના આંટાની સંખ્યા \(200\) હોય, તો પ્રત્યેક આંટાનું ક્ષેત્રફળ (\(cm ^2\) માં) \(...........\) 2023 મધ્યમ
  21. 21. એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા \(25\%\) જેટલી વધારવામાં આવે છે. આ વધારો ગૂંચળાના આાંટાની સંખ્યા અને તારના આડછેના ક્ષેત્રફળનો ફેરફાર કરીને મેળવવામાં આવે છે, જ્યારે ગેલ્વેનોમીટર ગૂંચળાનો અવરોધ અચળ જાળવી રાખવામાં આવે છે. વોલ્ટેજ સંવેદિતામાં થતો પ્રતિશત બદલાવ ........\(\%\) થશે. 2023 મધ્યમ
  22. 22. એક emf \(90\,V\) ની બેટરીને \(100\,\Omega\) ના બે આવરોધોના શ્રેણી જોડાણ સાથે લગાડેલ છે. \(400\,\Omega\) આંતરિક અવરોધનું એક વોલ્ટમીટર પ્રત્યેક અવરોધના છેડા વચ્ચે સ્થિતિમાન તફાવત માપવા માટે વપરાય છે. તો વોલ્ટ મીટરનું આવલોકન \(.........\) હોય. 2023 મધ્યમ
  23. 23. જ્યારે \(5\,\Omega\) ના અવરોધને ચલિત ગૂચળાંવાળા ગેલ્વેનોમીટરશતે શંટ તરીકે જોડવામાં આવે છે, ત્યારે તે \(250\,mA\) ના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે, જો કે જ્યારે \(1050\,\Omega\) નો અવરોધ તેની સાથે શ્રેણીમાં જોડાયેલ હોય, ત્યારે તે \(25\) વોલ્ટ માટે પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે. ગેલ્વેનોમીટરનો અવરોધ ......... \(\Omega\) છે. 2023 અઘરું
  24. 24. નીચે બે વિધાનો આપેલા છે.એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે રજૂ કરેલ છે. કથન \(A:\) \(600\,\Omega\) ના અવરોધને સમાંતર સ્થિતિમાનનો તફાવત માપવા માટે \(4000\,\Omega\) અવરોધના વોલ્ટમીટરની સરખામણી કરતi \(1000\,\Omega\) નો અવરોધ ધરાવતા વોલ્ટમીટરને વધુ પસંદ કરવામાં આવે છે. કારણ \(R\) : વધુ અવરોધ ધરાવતા વોલ્ટમીટરમાંથી આોછા અવરોધ ધરાવતા વોલ્ટમીટર કરતા ઓછો પ્રવાહ પસાર થાય છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
  25. 25. નીચે બે વિધાનો આપેલા છે. વિધન \(I:\) ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાં ગૂંચળાના આંટાની સંખ્યા બમણી કરતાં તેની પ્રવાહ સંવેદિતા બમણી થાય. વિધન \(II\) : ફક્ત ગૂંચળાના આંટાની સંખ્યા વધારીને ચલિત ગૂંયળાવાળા ગેલ્વેનીમીટર પ્રવાહ સંવેદિતા વધારતા તેની વોલ્ટેજ સંવેદિતા પણ તેટલા જ ગુણોત્તર પ્રમાણે વધશે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  26. 26. \(72 \,\Omega\) અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને \(8 \,\Omega\) નો શંટ જોડતાં, કુલ પ્રવાહનો \(.....\) પ્રતિશત પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થશે. 2022 મધ્યમ
  27. 27. એક શિક્ષક દ્વારા અર્ધ કોણાવર્તન રીતની મદદ્થી ગેલ્વેનોમીટરનો આંતરિક અવરોધ \((G)\) માપવાનો પ્રયોગ, ભૌતિક શાસ્ત્રની લેબોરેટરીરીમાં ફાળવવામાં આવે છે. વિદ્યાર્થીઓ ગેલ્વેનોમીટરમાં અર્ધ કોણાવર્તન અને \(\frac{1}{3}\) આવર્તન બંને અવલોકનો લે છે. તેઓ તેમના શિક્ષકને પૂછે છે કે શું \(\frac{1}{3}\) આવર્તન રીતનો ઉપયોગ \(G\) નું મૂલ્ય માપવા માટે કરી શકાય કે નહી, નીચેનામાંથી ક્યો સાચો પ્ર્ત્યુતર હશે\(?\) 2022 અઘરું
  28. 28. \(G\) જેટલો અવરોધ અને \(S\) જેટલો શંટ જોડી રૂપાંતરીત કરેલા ગેલ્વેનોમીટરમાં વાસ્તવમાં થતા કોણાવર્તનો \(n\) છે. જ્યારે તેનો ગુણવત્તા અંક (figure of merit) \(K\) હોય તો કુલ પ્રવાહ \(I\)....... થશે. 2022 મધ્યમ
  29. 29. ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા .......... વધારી શકાય. \((A)\) આંટાની સંખ્યા ધટાડીને \((B)\) ચુંબકીય ક્ષેત્ર વધારીને \((C)\) ગુંચળાનું ક્ષેત્રફળ ઘટાડીને \((D)\) સ્પ્રિંગનો વળઅચળાંક ધટાડીને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો. 2022 મધ્યમ
  30. 30. \(2\%\) પ્રવાહ પસાર થતાં ગેલ્વેનોમીટર સાથે \(5\, \Omega\) નો શંટ અવરોધ જોડેલો છે. આપેલ ગેલ્વેનોમીટરનો અવરોધ (\(\Omega\) માં) કેટલો હશે? 2021 મધ્યમ
  31. 31. \(50\) કાંપા ધરાવતા ગેલ્વેનોમીટરમાં પૂર્ણ આવર્તન માટે \(50\,{mV}\) vની જરૂર પડે છે. જો તેની પ્રવાહ સંવેદિતા \(2\) કાંપા\(/mA\) હોય તો ગેલ્વેનોમીટરનો અવરોધ (\(\Omega\) માં) કેટલો હશે? 2021 મધ્યમ
  32. 32. \(100 \;\Omega\) અવરોધ ધરાવતો ગેલ્વેનોમીટરમાથી \(1 \;\mathrm{mA}\) પ્રવાહ પસાર કરતાં તે પૂર્ણ આવર્તન દર્શાવે છે જો તેને \(10\; \mathrm{V} \) માપી શકે તેવા વૉલ્ટમીટરમાં ફેરવવા માટે કેટલા........\(k\Omega\) મૂલ્યનો અવરોધ જોડવો પડે? 2020 મધ્યમ
  33. 33. \(G\) અવરોધવાળુ ગેલ્વેનોમીટરને \(R _{1}\) અવરોધક શ્રેણીમાં જોડતા વૉલ્ટમીટર ની રેન્જ \(0-1\, V\) ની થાય છે. \(R _{1}\) સાથે વધારાનો અવરોધ ઉમેરતા વૉલ્ટમીટરની રેન્જ \(0-2\, V\) ની થાય છે. તો વધારાનો અવરોધ. 2020 અઘરું
  34. 34. ઓહમના નિયમમાં એમિટર અને વૉલ્ટમીટર ને અવરોધ શ્રેણી અથવા સમાંતરમાં જોડવામાં આવે છે.  2020 મધ્યમ
  35. 35. વિદ્યુત પ્રયોગોમાં તટસ્થ બિંદુ મેળાવવા માટે પ્રયોગશાળામાં ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. જો, \(6 \,m A\) નો પ્રવાહ પસાર કરવા પર તે \(2^{\circ}\) નું વિચલન ઉત્પન્ન કરે છે, તો તેની પ્રવાહ સંવેદિતા કેટલી હશે? 2020 મધ્યમ
  36. 36. \(175\,\) આંટા અને \(1\, cm^2\) ક્ષેત્રફળ ધરાવતા ગૂચળાનો ઉપયોગ ગેલ્વેનોમીટરમાં થાય છે.જેનો ટોરસન અચળાંક \(10^{-6}\, N\, -m/rad\) છે.આ ગુચળાને તેના સમતલને સમાંતર \(B\) ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. \(1\, mA\) પ્રવાહ માટે તે \(10\) કાપા આવર્તન દર્શાવતુ હોય તો \(B\) નું મૂલ્ય (Tesla માં) કેટલું હશે? 2019 મધ્યમ
  37. 37. \(20\,\Omega \) અવરોધ ધરાવતા અને બન્ને બાજુ \(30\) કાપા ધરાવતા એક ગેલ્વેનોમીટરનો દક્ષતાંક \(0.005\) એમ્પિયર/કાપા છે. તેને \(15\,V\) સુધીના વોલ્ટમીટર તરીકે વાપરી શકાય તે માટે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ ............ \(\Omega\) છે. 2019 અઘરું
  38. 38. \(50\,\Omega \) અવરોધ ધરાવતું ગેલ્વોનોમીટર પૂર્ણ આવર્તન દરમિયાન \(4\,mA\) પ્રવાહ દર્શાવે છે.આ ગેલવેનોમીટરને \(5\,k\Omega \) અવરોધ જોડીને વોલ્ટમીટરમાં ફેરવેલ છે તો આ વોલ્ટમીટર કેટલા......\(V\) વૉલ્ટ સુધીનો વૉલ્ટેજ માપી શકશે? 2019 મધ્યમ
  39. 39. \(50\, ohm\) અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરમાથી મહત્તમ \(0.002\, A\) પ્રવાહ વહી શકે છે.તેને \(0 -0.5\, A\) જેટલો પ્રવાહ માપી શકે તેવા એમીટરમાં ફેરવવા માટે કેટલા ......\(ohm\) અવરોધ જોડવો પડે? 2019 મધ્યમ
  40. 40. એક ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન માટે \(10^{-4}\, A\) જેટલો પ્રવાહ માપી શકે છે. તેને \(0 -5\, V\) માપી શકે તેવા વોલ્ટમીટરમાં ફેરવવા માટે શ્રેણીમાં  \(2\, M\,\Omega \) જેટલો અવરોધ જોડાવો પડે છે.તો આ ગેલ્વેનોમીટરને \(0-10\, mA\) પ્રવાહ માપી શકે તેવા એમીટરમાં ફેરવવા માટે કેટલા ......\(\Omega \) શંટ અવરોધ જોડવો પડે? 2019 મધ્યમ
  41. 41. \(G\) અવરોધ ધરાવતતું ચલિત ગુચળાવાળું  ગેલ્વેનોમીટર \(I_g\) પ્રવાહ માટે પૂર્ણ આવર્તન દર્શાવે છે.આ ગેલ્વેનોમીટરને \((i)\)  \(R_A\) જેટલો શંટ અવરોધ જોડીને \(0\) થી \(I_0 (I_0 > I_g)\) માપી શકતા એમીટરમા \((ii)\) \(R_V\) અવરોધ શ્રેણીમાં જોડી \(0\) થી \(V(V = GI_0)\) વૉલ્ટ માપી શકતા વોલ્ટમીટરમાં ફેરવેલ હોય તો ... 2019 અઘરું
  42. 42. કોઈ ચલિત ગુંચળું ધરાવતા ગેલ્વેનોમીટરનો અવરોધ \(50\,ohm,\) અને તેના પર \(25\) કાપા છે. જ્યારે તેમાંથી \(4\times 10^{-4}\) એમ્પિયર પ્રવાહ પસાર થાય ત્યારે તેની સોય (દર્શક) એક કાપા જેટલું આવર્તન અનુભવે છે. આ ગેલ્વેનોમીટરને \(2.5\,V\) ના વોલ્ટમીટર તરીકે વાપરવું હોય તો તેને ____________\(ohm\) અવરોધ સાથે જોડવું પડશે 2019 મધ્યમ
  43. 43. \(25\,\Omega \) અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરના પૂર્ણ આવર્તન માટે \(1\,mA\) પ્રવાહની જરૂર પડે છે. \(2\,A\) પ્રવાહનું આવર્તન દર્શાવે તેવો એમીટર બનાવવા માટે તેની સાથે કેટલા મૂલ્યનો શંટ અવરોધ જોડાવો પડે? 2018 અઘરું
  44. 44. અર્ધઆવર્તન પ્રક્રિયાનો ઉપયોગ કરીને ગેલ્વેનોમીટરનો અવરોધ શોધવાના પરિપથમાં \(6\,V\) ની બેટરી અને \(11\,k\Omega \)  ના ઊંચા અવરોધનો ઉપયોગ કરવામાં આવે છે.તેની પ્રવાહ સંવેદિતા \(60\,\mu A/\)કાંપા છે. શંટની ગેરહાજરીમાં જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન \(\theta = 9\) છે. \(\theta /2\) આવર્તન મેળવવા માટે કેટલા \(\Omega\) ના શંટની જરૂર પડે? 2018 અઘરું
  45. 45. \(15\) \(\Omega\) અવરોધની \(coil\) ધરાવતા એક ગેલ્વેનોમીટરમાંથી જયારે \(5\) \(mA\) નો પ્રવાહ વહે છે,ત્યારે તે પૂર્ણ આવર્તન બતાવે છે. \(0-10 \) \(V \) ની અવધિના વોલ્ટમીટરમાં ફેરવવા માટે આ ગેલ્વેનોમીટરની શ્રેણીમાં લગાડવો પડતો અવરોધનું મૂલ્ય થશે. 2017 મધ્યમ
  46. 46. \(100\;\Omega\) અવરોધની કોઇલ ધરાવતા એક ગેલ્વેનોમીટરમાં જયારે \(1\) \(mA\) પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે.આ મીટરને \(10 \;A\) પ્રવાહ પર પૂર્ણ સ્કેલ આવર્તન બતાવવા એમીટરમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી અવરોધનું મૂલ્ય .......\(\Omega\) છે. 2016 મધ્યમ
  47. 47. \(50\,\Omega \) અવરોધને \(5\,V\) ની બેટરી સાથે જોડેલ છે. \(100\, \Omega \) અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર સાથે \(r_s\) જેટલો અવરોધ જોડીને એમીટર બનાવવામાં આવે છે જેનો ઉપયોગ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ માપવા માટે થાય છે. જો માપતો પ્રવાહ એ એમીટર ના હોય ત્યારના પ્રવાહના \(1\% \) ની અંદર હોય તો કેટલો \(r_s\) અવરોધ ગેલ્વેનોમીટર સાથે કેવી રીતે જોડાવો પડે? 2016 અઘરું
  48. 48. અર્ધઆવર્તન પ્રક્રિયાનો ઉપયોગ કરીને ગેલ્વેનોમીટરનો અવરોધ \(G\) શોધવાના પરિપથમાં \(V_E\;emf\) ની બેટરી અને \(R\;\Omega \)  ના અવરોધનો ઉપયોગ કરતાં ગેલ્વેનોમીટર \(\theta \) જેટલા ખૂણાનું આવર્તન દર્શાવે છે. જો ગેલ્વેનોમીટરનું અર્ધઆવર્તન દર્શાવવા \(S\) જેટલા શંટ અવરોધની જરૂર પડતી હોય તો \(G, R\) અને \(S\) વચ્ચેનો સંબંધ કયા સમીકરણ દ્વારા આપી શકાય? 2016 અઘરું
  49. 49. એક ગેલ્વેનોમીટરમાં \(50\) કાંપા છે.બેટરીનો આંતરિક અવરોધ શૂન્ય છે. જ્યારે \(R = 2400\,\Omega \) જોડેલો હોય ત્યારે ગેલ્વેનોમીટર \(40\) કાંપા જેટલું આવર્તન દર્શાવે છે. જ્યારે \(R = 4900\,\Omega \) જોડેલો હોય ત્યારે ગેલ્વેનોમીટર \(20\) કાંપા જેટલું આવર્તન દર્શાવે છે. તો ઉપરની માહિતી પરથી શું તારણ કાઢી શકાય?
    2016 અઘરું
  50. 50. આપેલ પરિપથ \((A, B, C\) અને \(D\)) માં \(R\) ઊંચો અવરોધ અને \(S\) ગેલ્વેનોમીટરનો પ્રવાહ નિયંત્રિત કરવા અવરોધ \(S\) જોડેલો છે.તો આપેલ પતિપથમાંથી અર્ધઆવર્તન રીત માટેનો પરિપથ કયો થશે અને તેના માટે ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો થશે?
    2014 અઘરું

STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં ચલિત ગૂંચળાવાળું ગૅલ્વેનોમીટર ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 52 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

ચલિત ગૂંચળાવાળું ગૅલ્વેનોમીટર ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

6% સરળ, 52% મધ્યમ અને 42% અઘરા.