ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો

ગોળીય અરીસો PYQ: JEE Mains Physics પ્રશ્નો

ગોળીય અરીસો પર STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો ના 28 પ્રશ્નો, 2015–2026 માં પૂછાયેલા.

28પ્રશ્નો
246STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો માં
2015–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 14% મધ્યમ 39% અઘરું 46%

પ્રશ્નો

નવા પહેલા

28 માંથી 1–28 પ્રશ્નો

  1. 1. \(10\) cm કેન્દ્રલંબાઈ ધરાવતો એક અંતર્ગોળ અરીસો, વસ્તુના કદથી બમણું પ્રતિબિંબ રચે છે જ્યારે વસ્તુને બે જુદી જુદી સ્થિતિએ મૂકવામાં આવે છે. વસ્તુની આ બે સ્થિતિઓ વચ્ચેનું અંતર __________ cm છે. 2026 મધ્યમ
  2. 2. \(10\) cm લંબાઈનો એક સળિયો \(10\) cm કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવેલો છે. પ્રતિબિંબની લંબાઈ _____ cm છે.
    2026 મધ્યમ
  3. 3. \(R\) ત્રિજ્યાનું એક ગોળીય આંતરપૃષ્ઠ અનુક્રમે \(1\) અને \(1.4\) વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને અલગ પાડે છે, જે નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. એક બિંદુવત ઉદ્ગમસ્થાનને ગોળીય આંતરપૃષ્ઠથી \(4R\) અંતરે સામે મૂકવામાં આવે છે. બિંદુવત ઉદ્ગમસ્થાનના પ્રતિબિંબના મોટવણીનું મૂલ્ય _______ છે.
    2026 મધ્યમ
  4. 4. અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ શોધવાની દૃષ્ટિસ્થાન ભેદની રીતમાં વસ્તુને હંમેશા ________ રાખવી જોઈએ. 2026 સરળ
  5. 5. એક વસ્તુ અને તેની ત્રણ ગણી મોટવણી ધરાવતા વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું અંતર 40 cm છે. તો વાપરેલ અરીસાની કેન્દ્રલંબાઈ __________ cm છે. 2026 મધ્યમ
  6. 6. બે એકરૂપ વસ્તુઓને બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ અરીસાની સામે મૂકવામાં આવે છે, જેમની વક્રતા ત્રિજ્યા 12 cm સમાન છે. આ વસ્તુઓને સંબંધિત અરીસાઓથી 18 cm સમાન અંતરે મૂકવામાં આવે છે. બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબોના કદનો ગુણોત્તર કેટલો છે? 2025 સરળ
  7. 7. એક અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું એવું પ્રતિબિંબ રચે છે કે જેથી વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર 20 cm છે. જો પ્રતિબિંબનું આવર્ધન ' -3 ' હોય, તો અરીસાની વક્રતા ત્રિજ્યાનું મૂલ્ય કેટલું છે? 2025 સરળ
  8. 8. એક અરીસાનો ઉપયોગ \(\frac{1}{4}\) ના વિવર્ધન સાથે પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. જો વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર 40 cm હોય, તો અરીસાની કેન્દ્રલંબાઈ ________ છે. 2025 અઘરું
  9. 9. હવામાં \(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાને \(\mu\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે, તો પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે? 2025 મધ્યમ
  10. 10. જ્યારે એક વસ્તુને ગોળાકાર અરીસાથી 40 cm દૂર મૂકવામાં આવે છે, ત્યારે \(\frac{1}{2}\) આવર્ધનવાળું પ્રતિબિંબ રચાય છે. \(\frac{1}{3}\) ના આવર્ધનવાળું પ્રતિબિંબ મેળવવા માટે, વસ્તુને કેટલી ખસેડવી પડશે? 2025 મધ્યમ
  11. 11. પાર્ક કરેલી કારમાં બેઠેલો ડ્રાઈવર તેની સાઇડ-વ્યૂ મિરરની મદદથી પાછળથી આવતા વાહનોને જોઈ રહ્યો છે, જે \(\mathrm{R}=2 \mathrm{~m}\) વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો છે. એક બીજી કાર \(90 \mathrm{~km} / \mathrm{hr}\) ની નિયમિત ઝડપથી તેની પાછળથી તેની તરફ આવી રહી છે. જ્યારે કાર તેનાથી 24 m ના અંતરે હોય છે, ત્યારે સાઇડ-વ્યૂ મિરરમાં બનતા કારના પ્રતિબિંબના પ્રવેગનું મૂલ્ય 'a' છે. 100 a નું મૂલ્ય _______ \(\mathrm{m} / \mathrm{s}^2\) છે. 2025 અઘરું
  12. 12. વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર (જેનું આવર્ધન \(- \frac{1}{3}\) છે) 30 cm છે. ઉપયોગમાં લેવાયેલા અરીસાની કેન્દ્રલંબાઈ \(\left(\frac{x}{4}\right) \mathrm{cm}\) છે,
    જ્યાં \(x\) ના મૂલ્યનું માન _________ છે.
    2025 મધ્યમ
  13. 13. \(30 \mathrm{~cm}\) વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો વસ્તુના અડધા કદ જેટલું પ્રતિબિંબ રચે છે. તો વસ્તુનું સ્થાન_____છે. 2024 અઘરું
  14. 14. ભૌતિક રાશિને શોધો તેનું માપન સ્ફ્રેરોમીટર વડે થઈ શકે નહીં. 2024 અઘરું
  15. 15. જો વસ્તુ અને તેની વક્ર અરીસા દ્વારા મળતા અને બે ગણી મોટવણી ધરાવતા ઉર્ધ્વ પ્રતિબિંબ વચ્ચેનું અંતર \(15 \mathrm{~cm}\) હોય તો અરીસાની કેન્દ્ર લંબાઇ _________ થશે. 2024 અઘરું
  16. 16. \(10\,cm\) ની લંબાઇના એક પાતળા નળાકાર સળિયાને \(20\,cm\) કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની અક્ષ પર સમક્ષિતિજ રીતે મૂકવામાં આવે છે. સળિયાને એવી રીતે મૂકવામાં આવે છે કે સળિયાનું મધ્ય બિંદુ અરીસાના ધ્રુવથી \(40\,cm\) પર હોય. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબની લંબાઈ \(\frac{x}{3}\; cm\) હશે. \(x\) નું મૂલ્ય કેટલું હશે? 2023 અઘરું
  17. 17. અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ માપવાના એક પ્રયોગમાં,અરીસાના કેન્દ્રથી \(40\,cm\) અંતરે રાખેલી વસ્તુનું અરીસાના કેન્દ્રથી પ્રતિબિંબ \(120\) સેમી અંતરે મળે છે.આ અંતરો સુધારેલી (બદલેલી) માપપટ્ટી વડે માપવામાં આવે છે કે જેમાં \(1\,cm\) માં \(20\) કાપાઓ છે.અરીસાની કેન્દ્રલંબાઈના માપનમાં મળતી ત્રુટીનું મુલ્ય \(\frac{1}{K}\) છે.\(K\)નું મૂલ્ય \(...............\) હશે. 2023 અઘરું
  18. 18. બે વસ્તુઓ \(A\) અને \(B\) ને \(40\,cm\) ની વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે અનુક્રમે \(15\,cm\) અને \(25\,cm\) અંતરે રાખવામાં આવ્યા છે. અરીસા દ્વારા મળતા પ્રતિબંબો વચ્ચેનું અંતર \(...........\,cm\) થશે. 2023 મધ્યમ
  19. 19. '\(o\)' વસ્તુને એક \(200\,cm\) વક્રતાત્રિજ્યા ધરાવતા અંતગોળ અરીસાની સામે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવવામાં આવે છે. વસ્તુ અરીસા તરફ \(2\,cm / s\) ની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે છે. જો પ્રારંભિક વસ્તુ અંતર \(100\,cm\) હોય તો, \(10\) સેકન્ડના અંતે પ્રતિબિંબનું સ્થાન \(...........cm\) એ હશે.
    2022 અઘરું
  20. 20. એક વસ્તુને અંતર્ગોળ અરિસાના વક્રતાકેન્દ્ર \({C}\) થી દૂર મૂકેલો છે. જો વસ્તુ અંતર \({C}\) થી \({d}_{1}\) અંતરે અને પ્રતિબિંબ \({C}\) થી \({d}_{2}\) અંતરે બને છે, તો અરિસાની વક્રતાત્રિજયા કેટલી હશે? 2021 અઘરું
  21. 21. ગોલીય બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ \(f\) તેની વક્તાત્રિજ્યા \(R\) સાથે ......... અનુસાર સંબંધ ધરાવે છે.  2021 સરળ
  22. 22. જેની કેન્દ્ર લંબાઈનું નિરપેક્ષ મુલ્ય \(|f|=40\,cm\) હોય તેવા ગોલીય અરીસાની કેન્દ્રીય એક્ષની સામે (આગળ) \(100\, cm\) ઊંચાઈ ધરાવતી ટૂંકી સીધી વસ્તુ ગોઠવાયેલી છે. અરીસા દ્વારા રચાયેલ વસ્તુનું પ્રતિબિંબની ઊંચાઈ \(25\, cm\) છે અને તેનું અનુસ્થાપન (ઓરીએન્ટેશન) વસ્તુનાં અનુસ્થાપન જેવું જ છે. આ માહિતી પરથી તારણ મેળવી શકાય કે 2021 અઘરું
  23. 23. કાર \(B\) કાર \(A\) ને \(40\, {ms}^{-1}\) ની સાપેક્ષ ઝડપથી ઓવરટેક કરે છે. જ્યારે કાર \(B\) કાર \(A\) થી \(1.9\, m\) દૂર હોય ત્યારે કાર \(A\) માં રહેલ \(10\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા અરીસામાં કાર \(B\) ના પ્રતિબિંબની ઝડપ(\(ms^{-1}\) માં) કેટલી હશે? 2021 અઘરું
  24. 24. અંતગોળ અરિસાથી \(30\, cm\) અંતરે વસ્તુ મુક્તા પ્રતિબિંબ અરિસાથી \(10\, cm\) અંતરે મળે છે. વસ્તુ \(9\,ms\) ના વેગથી ગતિ કરે તો પ્રતિબિંબનો વેગ \(....m/s\) 2020 મધ્યમ
  25. 25. પોલા કાચના ગોળામાંથી ગોળીય અરીસો બનાવવામાં આવે છે. અરીસાની સામે વસ્તુ મુક્તા પ્ર્તિબિંબ અને મોટવણી
    2020 અઘરું
  26. 26. \(0.4\,m\) કેન્દ્રલંબાઈ ધરાવતો અરીસો ચહેરો જોવા માટે વપરાય છે.જો \(5\) મોટવણી જેટલો ચહેરો જોવો હોય તો અરીસાને ચહેરાથી કેટલા......\(m\) અંતરે રાખવો જોઈએ? 2019 મધ્યમ
  27. 27. \(x_0 = 10\, cm\) પર રહેલ એક કણ \(X-\) અક્ષ પર \(2\, cm\) ના કંપવિસ્તાર અને \(\omega \) આવૃતિથી દોલનો કરે છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(5\,cm\) કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો  ઉગમબિંદુ પાસે છે. તો નીચે પૈકી કયા વિષનો સાચા પડશે. \((A)\) પ્રતિબિંબ આવર્તનીય ગતિ કરે \((B)\) પ્રતિબિંબ આવર્તનીય ગતિ કરશે નહીં \((C)\) પ્રતિબિંબના મહત્તમ અને ન્યૂનતમ અંતર \(x =10\,cm\) સાપેક્ષે અસંમિત હશે \((D)\) પ્રતિબિંબના મહત્તમ અને ન્યૂનતમ અંતરનો તફાવત \(\frac{{100}}{{21}}\) જેટલો હશે
    2018 અઘરું
  28. 28. એક દાઢી કરવાનો અરીસો માણસ તેનાથી \(10\,cm\) અંતરે મૂકે છે અને તે પોતાનું પ્રતિબિંબ નજીકતમ અંતર \(25\,cm\) અંતરે જોવે છે તો આ અરિસાની વક્રતાત્રિજ્યા કેટલા \(cm\) હશે? 2015 મધ્યમ

STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં ગોળીય અરીસો ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2015–2026 ના 28 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

ગોળીય અરીસો ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

14% સરળ, 39% મધ્યમ અને 46% અઘરા.